________________
તા, ૫-૩-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
૨૪૭
થળ હી માટે
લઇ લે છે; અશકત અને વૃદ્ધોની જિંદગી કેમ સુખમય બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહે છે. આ તે સંસ્કૃત સમાજની નિશાની થઇ. છતાં તે સમાજ નાસ્તિકોને સમાજ છે તે હકીકત છે. ત્યાં નૈતિક કે આધ્યાત્મિક સ્વાતંત્ર્યને સંભવ ઓછો છે.
નિરાશાથી પણ પ્રમાણિકતાથી શી સેતલવડ પૂછે છે તેમ આપણને પણ પૂછવાનું મન થાય છે કે “આ વિરાટ વિશ્વ કેવી રીતે અને શા માટે નિર્માણ થયું? જવાબ અગમ્ય.
મનુભાઈ ખંડેરિયાના પ્રણામ (૩) સુરેન્દ્રનગરથી શ્રી લલિત શાહ મુ. પરમાનંદભાઈ,
તા. ૧-૨-૭૧ ના પ્રબુદ્ધ જીવનમાં બે લખાણ વાંચતા (૧) ઈશ્વરને પ્રાર્થના વડે હલાવી શકાય છે કે કેમ અને (૨) ઈશ્વર કૃપાળુ છે કે કેમ - એ બે મુદ્દા વિચારવાના થયા:
વનસ્પતિ, માનવી, પશુ, પંખી, જીવજંતુ વગેરેની શરીરરચના, તેમ જ ભૌતિક ઘટનાઓનું મૂળભૂત આયોજન વગેરેના નિયમે જોતાં આપણને કુદરતની કૃપા જોવા મળે છે. કુદરત એ તમામને એક એકમ તરીકે નિહાળતી હોય તેમ જણાય છે. કુદરત કોઇપણને એક તરીકે નહિ પણ આખા સમૂહ તરીકે જ વિચાર કરતી હોય તેમ જણાય છે. વળી તેની નજરમાં માત્ર માનવસમાજ નહિ પણ માનવેતર સૃષ્ટિનું પણ હિત છે જ. કુદરતને મન વર્ષોના વર્ષે એટલે એક પળ જ. (અહીં નિહાળતી, વિચાર નજર, મન વગેરે શબ્દ રજૂઆતની સરળતા ખાતર વાપર્યા છે. કુદરત માનવને છે તેવું મન, નજર કે વિચાર બળ ધરાવતી વ્યકિત છે એમ માનવાને કારણ નથી).
કોઇપણ કુદરતી આફત આપણા પાપની સજારૂપે છે તેમ નહિ માની શકાય. એમ માનવાનું કારણ એ છે કે ઈશ્વર જાણે કે રાગદ્વેષથી ભરેલો છે અને તેને પ્રાર્થના કરવાથી હલાવી શકાય છે તથા પાપ કરવાથી તેને રોષ વહોરવો પડે છે એ આપણે ખ્યાલ બંધાયેલ છે. ઇવર કંઇ માનવહૃદય ધરાવતું એકમ નથી. એ તો તત્વ છે. આ જગત જે મૂળભૂત તત્ત્વોનું બનેલું છે તેના સૂત્રરૂપે તે છે. તેને માને - ન માને, પૂજે ન પૂજો, પ્રાર્થો • ન પ્રાર્થો એ બાબતથી એ તત્ત્વ વેગળું છે. કેમકે ઇશ્વર એટલે નિયમ. નિયતા અને નિયમ એ બે જુદા નથી. આપણા પાપ - પુણ્યની કે ઈશ્વર-
સ્તુતિ યા ઈશ્વરનિદાની એ નિર્માતા કે નિયમને કશી અસર થતી નથી. પાપ ન કરવું અને પુણ્ય કરવું એ ચિત્તશુદ્ધિ અને સમાજશુદ્ધિની અપેક્ષાએ છે. ઈશ્વર એથી પર છે. - વિજ્ઞાન આ નિયંતાની વધુ ને વધુ ઓળખાણ કરાવતે પ્રકાશ છે. નાનામાં નાની ચીજથી માંડીને બ્રહ્માંડ સમસ્તને ભેદ ખેલ એ વિજ્ઞાનનું કામ છે. આ વિજ્ઞાનનું શસ્ત્ર એ માણસને મળેલી કુદરતી બક્ષિસ છે. કુદરત કે કુદરતને નિયંતા પિતે જેટલો માનવ સમક્ષ અનાવૃત છે તેથી વિશેષ આવૃત એટલે કે ઢંકાયેલે છે. બ્રહ્માંડને તાગ મેળવવા માનવી મથી રહ્યો છે. એવી મથામણ બક્ષવામાં ઈશ્વરે કૃપા દર્શાવી તે એ ભેદ ખુલ્લે જ રાખવા જેટલી કૃપા તેણે કાં ન દર્શાવી? એ એવો પ્રશ્ન છે કે જેને જવાબ જ નથી. તે બાકી માનવસમાજની જે વ્યવસ્થા છે તેમાં અમુક વર્ગને જે અન્યાય કે યાતના ભોગવવા પડે છે તેની જવાબદારી ઈશ્વર પર ઢોળવામાં આપણે આત્મવંચના કરીએ છીએ. ઇશ્વરી કર્તુત્વને પોતાની મર્યાદા છે. જેમ સમુદ્રને છે તેમ. એણે આપણને દિલ અને દિમાગ આપ્યા પછી આપણી જવાબદારી શરૂ થાય છે. માનવસમાજે પોતે વિતાવેલા યુગમાંથી ઐતિહાસિક સત્ય શોધવા અને તેનું પરિમાર્જન કરી નવો ઇતિહાસ સર્જ. આ ઇતિહાસ સર્જનારા પુરુષ યુગે યુગે નીપજે છે તે માનવીની વિક્રમશીલતાનું
પરિણામ છે. આ સંદર્ભમાં જે ઈશ્વરનું નામ દેવામાં આવે છે તે વીતેલા ભૂતકાળ અને નીપજનાર ભાવિ વચ્ચે સંકળાયેલી કારણ • કાર્યની ઘટમાળ પરત્વે જ દેવામાં આવે છે.
વળી એમ પુરુષાર્થ ખેડનાર જે ઇશ્વરદ્ધા દર્શાવે છે તે આત્મશ્રદ્ધા અને માનવીના ભાવિ વિશેની શ્રદ્ધાનું બીજું નામ છે. આ જગતને જે નિયંતા છે તે એક વ્યકિતને પણ નિયંતા છે, તેમ છતાં માનવસમૂહ જે સભ્યતા અને સંસ્કૃતિ નિપજાવે છે તેમાં એકેએક વ્યકિતને પહોંચી વળવાનું સામર્થ્ય હોવું જોઈએ. સુખ સર્વ કોઈ માટે છે. ઈશ્વરને નામે કોઈને પણ આંચ - અન્યાય આવવા નહિ જોઇએ. એટલે જે યાતનામાં માનવસમાજને મોટો ભાગ રિબાય છે તેમાં ઈશ્વરની નિષ્ફરતા જોવી વ્યાજબી નથી. એ તે માનવસમાજના વિકાસમાં વણાઈ ગયેલી અસરકારક ભૂલનું પરિણામ છે, જે ભૂલ નિવારવા માટે ગાંધીવાદ, સમાજવાદ, સામ્યવાદ જેવા વાદો પ્રગટ થાય છે અને પ્રવૃત્તિમય થાય છે. ત્રણે ય વાદની ભાવના એક હોવા છતાં દષ્ટિ અને રીતિમાં ઘણો ઘણો ફરક છે.
એ એક ખૂબી છે કે માનવસમૂહ જ સૌથી વધુ વિકાસ પામેલે છે એમ માનવામાં આવે છે. માનવી પાસે વિજ્ઞાનનું બળ હશે માટે એમ મનાતું હશે. માનવેતર સૃષ્ટિ પશુ, પંખી કે કીટ-પતંગ પૈકીના કેટલાક સમૂહના જીવનનું અવલોકન કરીએ તો તેમનું સંસ્કારબળ આશ્ચર્યકારક માલૂમ પડે છે. એમના ઉચકોટિના સમૂહજીવનની સરખામણીમાં આપણે ઘણા પછાત છીએ. આપણે ઇશ્વરપરાયણ છીએ તેટલા સમાજપરાયણ નથી માટે તેમ હશે? સમાજમાં રહેતો કોઈ પણ માણસ સમાજપરાયણ તે હેવો જ જોઈએ. મન તત્વપરાયણ રહેતું હોય અને કર્મ સમજપરાયણ ચાલતું હોય.
ક્ષમા જેમ વીરોને શેભે છે તેમ ઇશ્વરદ્ધા પણ વીરોને જ શેભે છે. ખરી ઇશ્વરપરાયણતા કાયરતાને ખંખેરીને જ સમાજ પરાયણ બને છે.
લલિત શાહ (૪) અમદાવાદથી કાન્તિલાલ શાહ મુ. પરમાનંદભાઈ,
તા. ૧-૨-૧૯૭૧ ના “ગઢ જીવન માં ‘ડુંક તત્વચિંતન’ એ મથાળા નીચે તમે શ્રી મોતીલાલ સેતલવાડ તથા શ્રી ચીમનલાલ ચકુભાઈને પત્રવ્યવહાર અને શ્રી મોતીલાલની આત્મકથા માંથી બે ફકરા ટાંકયા છે, અને એમાં ચર્ચાયલો પ્રશ્ન પર પ્રકાશ પાડતું ચિન્તન કઈ લખી મોકલે છેતે છાપવા ઉત્સુકતા દર્શાવી છે, તેથી થોડુંક લખવા પ્રેરાય છું:
(૧) શ્રી મેતીલાલ જેવા વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ પુરુષે પિતાના જીવનમાંથી જે ફિલસૂફી તારવી હોય તેમાં કોઇના અભિપ્રાયથી કે માન્યતાથી ઓછા જ ફેર પડવાને છે? પરંતુ í. બી. માં જેટલું લખાણ આવ્યું છે તે પરથી મને જે વિચાર સફરે છે તે પ્રગટ કરું છું.'
(૨) “એક વિશ્વવ્યાપી શકિત જેમાંથી આપણું નિર્માણ થયું છે અને જેમાં આપણે વિલીન થવાના છીએ.” એ જે વૈદિક વિચાર છે તે શ્રી મોતીલાલને ભવ્ય લાગે છે. આ વૈદિક વિચારમાં પણ અત્યંત ભવ્ય એવી જે કલ્પના છે તે
पूर्णमदः पूर्णमिदम् पूर्णात् पूर्णमुदच्यते।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥ એ શ્લેકમાં નિરૂપાયેલી છે “પેલું પૂર્ણ છે, આ પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ નીકળે છે. (એમ) પૂર્ણમાંથી પૂર્ણ લેતાં – એ પ્રકારે કાઢવાલ થતાં, બાકી રહે છે તેય પૂર્ણ જ છે.”—આ કલ્પનાને સ્વીકાર કરીએ તે પછી જન્મ-મૃત્યુ, સુખ-દુ:ખ, સંવાદ - વિસંવાદ, વગેરે બધી સમસ્યાઓને ઉકેલ મળી જાય છે. જે કંઇ આપણે જોઇએ