________________
' પ્રબુદ્ધ જીવન
૨૪૩
તા. ૧-૩-૧૯૭૧
ન
*
અનિષ્ટમાંથી બચાવવા વસતિવધારા પર અંકુશ મૂકવે એ અનિ- વાર્ય છે. જન્મ લઈ જીવનભર દુ:ખ વેઠે એ કરતાં એ ન જન્મે એ વધુ શ્રેયસ્કર છે. આ દષ્ટિએ જોતાં પરિવારનિયોજનને માર્ગ એ અહિંસાને માર્ગ છે.
વસ્તીવધારે એ કેવળ વર્તમાન યુગમાં જ ઉપસ્થિત થયેલી સમસ્યા નથી. જૈન પુરાણાને અભ્યાસ કરતાં જાણવા મળે છે કે ભગવાન ઋષભદેવના સમય પહેલા જનસંખ્યા મર્યાદિત હતી અને ઉપભાગ સામગ્રી પ્રચુર હતી. સમય જતાં જનસંખ્યામાં વધારો થવા લાગ્યો એટલે ચીજ–વસતુઓની ખેંચ ઊભી થવા લાગી. પરિણામે લેકમાં સંઘર્ષ વધવા લાગ્યા. 'આ અશાંતિને દૂર કરી સમાધાન સ્થાપવા યુગદષ્ટા ઋષભદેવે કૃષિ-ઉદ્યોગને વિક્સાવી અછતને ટાળવાને માર્ગ બતાવ્યો.
આ તો ઉઘાડું સત્ય છે કે વસ્તી વધવા સાથે ઉત્પાદન ન વધે તે જીવન ખૂબ સંઘર્ષમય બને. ક્ષભદેવના કાળમાં જનસંખ્યામાં વૃદ્ધિ થવી આવશ્યક હોઈ પરિવાર-નિયોજનને ત્યારે સવાલ જ હતે નહિ. પ્રજા દારિદ્રયને ભોગ ન બને એ માટે કૃષિ-ઉદ્યોગને મહત્ત્વ સમાપી લોકોની આર્થિક સલામતી જાળવવાને ભદેવે માર્ગ બતાવ્યું અને સામાજિક સુખશાનિ ટકાવી રાખ્યા. વસતિવધારા સામે આર્થિક વ્યવસ્થા નબળી રહે તે અહિંસક રીતની સમાજવ્યવસ્થાનું નિર્માણ નથી થઈ શકતું એમ હું માનું છું. - તત્કાલીન પરિસ્થિતિ જોતાં નિકટના ભવિષ્યમાં પણ વસતિવધારા સાથે ઔદ્યોગિક વિકાસ કદમ મિલાવી શકશે કે કેમ તે એક પ્રશ્ન છે. તો પછી શું પ્રજા આ રીતની જ કંગાળ જિંદગી જીવશે? હિંસા, ખૂન, ચેરી, લૂંટફાટ- આ બધાનું કારણ માનવીના દિલમાં સળગતી અસંતોષની આગ છે. ખેરાક, વસ્ત્રો, રહેઠાણ, કેળવણી અને સ્વાથ્ય જેવા પાયાના પ્રશ્નને પણ આપણે સમાધાનકારક ઉકેલ નથી લાવી શકયા. પરિણામે માનવે માનવ મટી હિંસાનું તાંડવ ખેલવા માંડયું છે. આ દશામાં શાન્તિા, ન્યાય, નીતિ અને ધર્મની વાત તેને કયાં સૂઝવાની હતી?
માનવજાતિને આમાંથી ઉગારવાને એ જ માર્ગ છે કે વધતી વસતિને અટકાવવી. પરંતુ આ વૃદ્ધિને અટકાવવી કઈ રીતે? સહજ સ્વાભાવિક રૂપથી કે કૃત્રિમ સાધને દ્વારા?
સંયમના સ્વાભાવિક માર્ગને સ્વીકાર કરવાથી વ્યકિત અને સમષ્ટિ બંનેને લાભ થાય છે. દવાઓ અને સાધને એક સમસ્યાને ઉકેલ લાવે છે, પણ તેના પ્રત્યાઘાતથી નિપજતાં પરિણામે વળી બીજી સમસ્યા ઊભી કરે છે. એક ગૂંચને ઉકેલવા જતાં વળી બીજી ગૂંચ ઊભી થાય છે. આમાંથી બચવા માણસ સંયમને રાહ અપનાવે એ વધુ ઈચ્છવાયેગ્ય છે. આ માર્ગ કઠિન છે પરંતુ એને પામવાને અધિકારી પણ માનવ જ છે એ આપણે ને ભૂલીએ. અનેક સાધુરાંતે અને મહાન સ્ત્રીપુના દાખલા આપણે કયાં નથી જાણતા? આંશિક બ્રહ્મચર્યના ઉપાસકે પણ જોવા મળે છે. મનની નબળાઇ પાસે માણસ લાચાર બની જાય છે. પરંતુ રહેણીકરણીમાં પરિવર્તન આણીને મોબળ કેળવી શકાય છે. કામોત્તેજક ખાનપાન, પીણાં, વાંચન, નાચગાન, નાટક સિનેમા આદિને ત્યાગ કરી ધાર્મિકતા કેળવવાથી સત્વગુણની વૃદ્ધિ થાય છે જે બ્રહ્મચર્યપાલનમાં મદદ કરે છે.
બીજો માર્ગ કૃત્રિમ સાધનોને છે, જેમાં ભયસ્થાને છે. સાધ- નેની સગવડ માણસને અનિયંત્રિત બનાવી અનુચિત માર્ગે દોરી જાય છે. આથી નૈતિક ભાવના નષ્ટ થશે. કુમારિકા તથા વિધવાને ભય જેવું કશું રહેશે નહિ. હવે આની સામે આપણે એ વિચારવાનું છે કે આ દુષ્પરિણામ માટે કેવળ સાધને જ જવાબદાર છે એમ નહિ કહી શકાય. કૃત્રિમ સાધના પ્રાગ વગર પણ અનેક વિધવાઓ તથા કુમારિકાઓ માતા બને છે અને સંખ્યાબંધ બાળહત્યાના કિસ્સા બને છે. આનું કારણ માણસમાં રહેલી અદમ્ય કામવૃત્તિ છે.
નૈતિક આદર્શની રક્ષાને વિચાર કરતા આપણે એ સમજવાનું છે કે કોઈપણ નૈતિક આદર્શ એ શુદ્ધ નિર્ભેળ તત્ત્વ હોવું ઘટે.
આદર્શના પાલન પાછળ કોઇ ને કોઇ રીતની આપત્તિ યા ભય કામ કરતાં હોય તે તેને નૈતિક આદર્શ નહિ કહી શકાય. વળી પ્રસ્તુત બાબતમાં જે ભય છે તે એકપણે જ છે. સ્ત્રીદેહમાં કુદરતયોજિત પરિવર્તનની જે શક્યતા છે તેનાથી પુરુષવર્ગ સર્વથા મુકત હોઈ સાધનેની ગેરહાજરીમાં પણ તે છૂટ લઈ શકે છે, જયારે સ્ત્રીવર્ગ ડરને કારણે સાધના અભાવમાં પિતાની જાત પર નિયંત્રણ રાખે છે. - વિજ્ઞાનના આ યુગમાં તરેહ તરેહનાં કૃત્રિમ સાધને પ્રચારમાં આવ્યા છે. જો આ બધાં સાધનોના ઉપયોગથી જીવનની સ્વાભાવિકતા કે નૈતિકતા નષ્ટ નથી થતી તે પરિવાર–નિયોજનના સાધને પરત્વે પણ ભય કે શંકા સેવવાનું કારણ નથી. સાધનને સાધન તરીકે મર્યાદિત અને ઉચિત ઉપયોગ થાય ત્યાં સુધી તે કોઇ હાનિ યા જોખમ નથી, પરંતુ તેને વિલાસિતાનું અંગ બનાવવાથી માણસનું અધ:પતન થાય છે. મર્યાદાનું ઉલ્લંઘન હંમેશા અનિષ્ટ સર્જે છે. ‘ત્તિ સર્વત્ર વર્ગત’ આ નિયમને સદા ખ્યાલમાં રાખવું જોઇએ.
પરિવારનિયોજનના પ્રશ્નને હવે એક બીજી દષ્ટિથી પણ વિચારવાનું છે. અધિક સંતાન અનેક સમસ્યાઓનું કારણ હોવા ઉપરાંત માતૃજીવનને માટે પણ ઘાતક છે. અધિક સંતતિને કારણે માતા અનેક તકલીફને ભાગ બની અકાળે મૃત્યુ પામે છે. આ દષ્ટિથી પરિવારનિયોજન એ માતાઓને પીડાગ્રસ્ત જીવનમાંથી ઉગારી લેવાને અહિંસક ઉપચાર છે. આગમ સાહિત્યમાં બહુપત્તિયા” નું ઉદાહરણ આવે છે. અધિક સંતાનને કારણે તેને કેવા હાલ થયા હતા? શું આ હિંસા પ્રતિકારયોગ્ય નથી?
જેમ મેં આગળ ઉપર સ્પષ્ટ કર્યું તેમ જનસંખ્યાની અનિયંત્રિત વૃદ્ધિને ઉકેલ લાવવા માટે પરિવારનિયોજનને કાર્યક્રમ ' એક વ્યવહારિક કાર્યક્રમ છે. અને તે રાષ્ટ્રહિતની દષ્ટિએ આવશ્યક પણ છે. પણ અહિ એક બીજો મુદો પણ વિચારણીય છે. અને તે એ કે જીવનના શમન અર્થાત દમનના આ કૃત્રિમ કાર્યક્રમ ઉપર આધારિત ન રહેતાં કીટદંશની માફક વિષયમન કરવાવાળી વિષયભેગની લોલુપતાની કાંઈક માનસિક ચિકિત્સા પણ કરવી જરૂરી છે. નિરોધ માત્ર ગર્ભને જ નહિ પણ પ્રત્યુત મનની વિષયનુણાને પણ કરવો જરૂરી છે. નશાબંધી માત્ર પ્રજનન– અવયવની જ નહિ પણ પ્રત્યુત મનની તૃષ્ણાઓની પણ થવી જરૂરી છે. આ માટે જનતામાં નૈતિક આદર્શોની ભાવનાને જાગૃત કરવાની અનિવાર્ય અપેક્ષા છે. બ્રહ્મચર્યનું પાલન બ્રહ્મચર્યની દષ્ટિથી માત્ર નહિ પણ અહિંસાની દષ્ટિથી પણ અત્યાવશ્યક છે. - આ આદર્શ જનસામાન્યની સામે રજૂ થવો જોઇએ. આમ છતાં પણ આદર્શના ઘમંડમાં યથાર્થને પણ ભૂલી શકાતું નથી. મસ્તક આકાશમાં ઊંચે ઊઠેલું રહે તેની કોઇ આપત્તિ નથી; પણ પગનીચેની ધરતીને પણ દેખતાં રહેવું જોઇએ. એ ધરતી કેટલી મજબૂત છે? કેટલો ભાર સહન કરી શકે તેમ છે? આદર્શની સાથે યથાર્થ અને યથાર્થની સાથે આદર્શને મેળ મેળવતાં રહેવું જોઇએ. આ પ્રમાણે અહિંસાને સમ્યક્ એટલે કે સમુચિત વિકાસની દષ્ટિથી વિચાર કરતાં પરિવારનિયોજન અનુપયુકત છે એમ હરગીઝ કહી નહિ શકાય. એટલા માટે કે આ જનજીવનની પીડા, ક્ષોભ, અશાન્તિ, વિક્ષિપ્તતા, દરિદ્રતા તેમ જ અશિક્ષાને કમી કરવામાં આ પરિવારનિયોજન કોઇ ને કોઇ રૂપમાં સહાયક બને છે. એમાં કોઈ શક નથી કે પરિવારનિયોજનની સાથે સાથે નૈતિક આદર્શની ભાવના પણ સમનપણે જાગ્રત કરવી જોઇએ. એટલા માટે કે એમ કરવાથી તેનાં ભયસ્થાને ઓછો થાય અને આપણું રાષ્ટ્ર પિતાના જીવનપથને સરળતાપૂર્વક પ્રગતિલક્ષી' બનાવી શકે. આજ માનવ માટે એક સર્વથા અપરિહાર્ય તેમ જ અનિવાર્ય બાબત એ બની ગઈ છે કે તે માનસિક સંકીર્ણતાના એકઠામાંથી બહાર
અટકાવી છે કે વધતી
કવિને
રામામના