________________
૩૪૪
નીકળીને ચિન્તનના ઉન્મુકત એટલે કે વિસ્તીર્ણ ધરાતલ ઉપર સ્થિર થાય તથા યુગબાંધ એટલે કે યુગની માંગ વિશે પૂરી સહાનુભૂતિપૂર્વક તેમ જ સહૃદયતાપૂર્વક તે વિચાર કરે. જીવનની આ વિસ્તીર્ણ ભાવભૂમિ ઉપર પહોંચતાં માનવીને પોતાને સ્વત: પ્રત્યક્ષ થઈ જશે કે વર્તમાન પરિસ્થિતિમાં પરિવાર - નિયોજન મૂળમાં અહિંસાનું જ એક આવશ્યક પાસું છે. મૂળ હિંદી : અમર મુનિ
ખાલશિક્ષણની જવાબદારી ઉપાડી લે તે કેવું સારૂં
ભાવનગર ખાતે શિશુવિહાર નામની સંસ્થા દ્વારા વર્ષોથી સામાજિક સેવા કરતા શ્રી માનશંકર ભટ્ટ તરફથી મળેલા ઉપરના વિષયને લગતા પત્ર નીચે આપવામાં આવે છે:
શ્રી માનભાઈના પત્ર
અનુવાદક :
સૌ. શારદાબહેન બાબુભાઈ શાહ
જૈન સાધ્વી
પ્રબુદ્ધ જીવન
શિશુવિહાર, ભાવનગર, તા. ૧૫-૨-૭૧ પરમપૂજય મુરબ્બી શ્રી પરમાનંદભાઈની સેવામાં,
સવિનય જણાવવાનું કે થોડા સમય પહેલાં સાવરકુંડલા ખાતે જિલ્લા સ્કાઉટ - ગાઇડ રેલી પ્રસંગે જવાનું થયેલ અને ત્યાં પૂજ્ય સાધ્વીશ્રી સદ્ગુણાશ્રીને મળેલા. તેઓની મારા પ્રત્યે ખૂબ જ લાગણી છે. તેઓની સાથે કેટલીએક વાર્તા થતાં મને એક વિચાર સુજેલ, જે આપની સમક્ષ પણ રજુ કરૂં છું. જૈન કોમમાં અનેક સાધ્વીઆ છે. કેળવાયેલ, ભાવનાશીલ બહેના યુવાનીમાં ધાર્મિક લાગણીએના કારણે દીક્ષા લે છે. આ બધી બહેને બાળશિક્ષણનું કાર્ય સંભાળે તે। શિક્ષણકાર્યની કાયાપલટ થઇ જાય. આ જ આપણ દુભાગ્ય છે. વર્ષો પહેલાં પ્રાત:સ્મરણીય ગિજુભાઇએ બાળકો તરફની' અનુકંપાને કારણે બાળશિક્ષણના સાચા માર્ગ ખાલ્યા - સૌને બતાવ્યો, પરિણામ બતાવ્યા અને ઠેર ઠેર બાલમંદિર તેમ જ બાળકોની પ્રાથમિક ભૂખ સંતોષવા અનેકવિધ ઉપાયા શરૂ થયા. હવે સરકારપક્ષે બાળપોથી ધારણ રદ કરી એક સપાટે જ પહેલું ધારણ અને જેને કોઇ પણ પ્રકારનું અંક કે અક્ષરજ્ઞાન નથી તેવાં બાળકો માટે પહેલું ધારણ અને પાઠ્ય પુસ્તકો વળગાડેલ છે. ઉપરાંત જે બાલમંદિરો તરફ જરા દયાદષ્ટિ હતી તે સાવ નિર્મૂળ કરી નાંખી. આ ઉપરાંત બીજાં પણ અનેક અનિષ્ટો ગણાવી શકાય.
પરદેશથી—હજારો ગાઉ છેટેથી તદ્ન કુમળી વયની બાળાઓ પછાત દેશમાં જાય છે અને પાયાના શિક્ષણથી કાર્યના આરંભ કરે છે. સાથેસાથ તેમની ધાર્મિક માન્યતાઓ, રૂઢિ વગેરેની પણ એટલી જ સંભાળ રાખે છે. તેમ જો જૈન કોમમાં અનેક સુશીક્ષિત બાળાઓ દીક્ષા લઇને આ કેળવણીના માર્ગમાં પડે તેમ? અક્લષ્ય ઉદ્ધાર થઈ જાય. કેટલા ઓછા ખર્ચે, કેટલા પ્રેમ અને લાગણીથી સભર બાળકોને જે ખરેખર ખૂટે છે તે મળી જાય. જૈન સમાજની આપના ઉપર લાગણી-ભાવ છે. આપ શૈક્ષણિક રીતે તેઓ સઘળાને સમજાવીને માર્ગદર્શક પણ થઇ શકો તેમ હાઇને, આપને મારા મનમાં જે વિચાર ધેાળાયા કરે છે તે રજુ કરૂં છું. આશા છે કે, કંઇક પ્રયત્ન કરવા કૃપાવંત થશે. બીજા ધર્મોમાં ભાગ્યે જ સાધ્વીઓ જોવામાં આવે છે. સ્વામીનારાયણમાં માત્ર વૃદ્ધાઓ જ આવે છે જે ન કામ આવે. આપે આપના પત્રદ્રારા ઉમંદા પ્રચાર કરી શકો. સ્નેહાધીન માનશંકરના પ્રણામ
જવાબ
તા. ૧-૩-૧૯૭૧
અને તેમની સાથે થયેલી વાતચિત ઉપરથી તમને જે વિચારો આવેલા તે તમે જણાવ્યા .
સદ્ગુણાશ્રીને હું કેટલાંક વર્ષથી જાણું છું. માત્ર થેાડાક સમયથી તેમની સાથે મને કોઇ ખાસ સંપર્ક રહ્યો નથી અને સાવરકુંડલામાં રહીને તેઓ શું કરે છે તેનો મને ખ્યાલ નથી. તેમની સાથે તેમનાં એક શિષ્યા કીર્તિલતાી હતાં અને તેમને બાલશિક્ષણમાં ખૂબ રા હતા એવું મને સ્મરણ છે. હાલ સાવરકુંડલામાં તે બન્ને સાધ્વીઓ બાલશિક્ષણની પ્રવૃત્તિમાં જ જોડાયલા હશે એમ હું ધારું છું.
તેમને જોઇ જાણીને જૈન સાધ્વીઓ બાલક્ષિક્ષણની પ્રવૃત્તિમાં રસ લેતી થાય તો કેવું સારૂં – આવા તમને વિચાર આવે તે સ્વાભાવિક છે. આના જવાબમાં જણાવવાનું કે જૈન સાધ્વીઓ આવી કોઇ ને કોઇ શૈક્ષણિક યા અન્ય રીતે લોકોપયોગી પ્રવૃત્તિમાં રસ લેતી થાય એ મને પણ ખૂબ ગમે. પણ આવી પ્રવૃત્તિમાં સ્થાયીપણે જોડાવામાં, તેમના જે આચારધર્મ છે તે દૃષ્ટિએ જોતાં બે મુશ્કેલીઓ આવે (૧) કોઇ પણ સ્થળે ચોંટીને બેરાવું એ તેમના માટે પાયલા આચારધર્મ સાથે બંધબેસતું નથી. ‘સાધુ તા ફરતા ભલા' એ કહેવત તેમને આજ્ઞારૂપે લાગુ પડે છે. (૨) તેમના માટે પુરૂષના સ્પર્શી નિષિદ્ધ છે અને આવા પુરૂષની ગણતરીમાં નાની ઉંમરનાં બાળકોનો પણ સમાવેશ કરવામાં આવે છે. બાલશિક્ષણની પ્રવૃત્તિને સ્થાયીપણે વળગી રહેવામાં આ બે મર્યાદાઓ તેમની આડે આવે તેમ છે, જેના તમને કદાચ ખ્યાલ નહિ હોય.
આ બધું હાવા છતાં જૈન સાધુઓ તેમજ સાધ્વીઓને ઠીક પ્રમાણમાં નવરાશ હોય છે અને તેમના જીવનમાંથી કેટલાકના જીવનના મોટો ભાગ વ્યર્થતામાં વ્યતીત થતા હું જોઉં છું અને તેથી તેમાંથી એક એવા વર્ગ નીકળે કે જે પોતાના આચારના અમુક નિયમો થોડાં ઢીલાં કરીને જનસેવામાં સંલગ્ન થાય. આ દૃષ્ટિએ જે કોઇ સાધુ યા સાધ્વી બીજી કોઈ રીતે શિથિલતા કે સુંવાળપ ન દાખવતાં જરૂર પુરતી છૂટછાટ લઇને, શિક્ષણના, વૈદ્યકીય રાહતના, અને એવા અન્ય કોઇ પરોપકારી કાર્યમાં ઓતપ્રોત થાય એમ હું જરૂર ઇચ્છું તેમ જ આવકારૂં.
મુંબઇ, તા. ૧૮-૨-૭૧
પ્રિય માનભાઈ,
- તમારૂં તા. ૧૫-૨-૭૧નું કાર્ડ મળ્યું. સાવરકુંડલા તમે થાડા દિવસ પહેલાં ગયેલાં અને ત્યાં સાધ્વીશ્રી સદ્ગુણાશ્રીને મળેલા
હમણાં જ જમશેદપુર ખાતે સ્થાનકવાસી મુનિશ્રી જ્યંત મુનિને મળેલા. તેમણે બિહારના છેલ્લા દુષ્કાળ દરમિયાન બેલચંપા ખાતે આવેલા પોતાના અહિંસાનિકેતન આશ્રમ દ્વારા ઘણા મેટા પાયા ઉપર રાહતકાર્ય કર્યું હતું અને આજે પણ નીચેના થરના લેાકાને ઉપર લાવવા પાછળ પેાતાની સર્વ લાગવગ અને શકિતના યોગ કેન્દ્રિત કરે છે. તેમને મેં ખૂબ ભકિતભાવથી આવકારેલા.
તમારો આ વિચાર વિશેષ જાણીતા થાય તે માટે તમારો પત્ર અને મારો આ જવાબ ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રગટ કરૂ છું. તમારા, પરમાનંદ
સંધના સભ્યાને વિજ્ઞપ્તિ
ગયા વર્ષ ૧૯૭૦ નાં જે જે સભ્યોનાં લવાજમો બાકી છે તેમને વ્યકિતગત કાર્ડ મોકલવામાં આવેલ છે, અને બાકી રહેતા સભ્યોના લવાજમે વસુલ કરવા માટે એક માણસની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, તે જે જે સભ્યોનાં લવાજમો હજુ પણ બાકી હોય તેમને તે સત્વર મોકલી આપવા અથવા તો માણસ લેવા આવે ત્યારે તેને આપવા નમ્ર વિનંતિ કરવામાં આવે છે. સભ્યો તથા ગ્રાહકાને—
સભ્યો તથા ગ્રાહકોના નવા સીરનામાઓ છપાવવાના હોઈ, પોતાના સીરનામાઓમાં જે કોઇ પણ જાતનો ફેરફાર સૂચવવા માંગતા હોય તેમને પત્ર દ્વારા, તેવી સૂચના, કાર્યાલય ઉપર સત્વર મોકલી આપવા આથી વિનંતિ કરવામાં આવે છે.
-વ્યવસ્થાપક
8