SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ - પ્રબુદ્ધ જીવન તા. ૧-૩-૧૯૭૧ હાય – આવી શિક્ષા વ્યાજબી અને જરૂરી છે એમ આગળના વખતમાં માનવામાં આવતું. પણ આજે એ પ્રશ્નની વિચારણામાં ઘણે ફેરફાર થયો છે અને શાળામાંથી તો ઘણે ઠેકાણે શારીરિક શિક્ષા નાબૂદ પણ થઈ છે. અને માબાપે પણ શિક્ષા કરવાને બદલે સમજાવટને, અસહકારને, અહિંસક પ્રતિકારને માર્ગ અપનાવો વધારે ગ્ય છે એવી સમજણ તરફ સ્વીકારાતી જાય છે. આ પ્રશ્ન ખરી રીતે હિંસા અહિસા કરતાં બાલશિક્ષણ અને કેળવણી સાથે વધારે સંબંધ ધરાવે છે. બાળકને શારીરિક શિક્ષા કરવામાં આવે તે સ્થળ હિંસા તે છે જ, પણ તેના ઔચિત્ય—અનૌચિત્ય વિશે એટલે કે તેની નિર્દોષતા–સદોષતા વિશે મતભેદ હોવા સંભવ છે. અહિંસા મારી જીવનનિષ્ઠા હેવાને માટે કોઇ દાવે નથી. અહિંસા તરફ મારા મનનું વળણ છે અને આ તત્ત્વને લગતા ગાંધીજીના વિચારે રામવા માટે સતત પ્રયત્ન રહ્યો છે. ગાંધીજીના વિચારોના સંદર્ભમાં વિનેબાજીના જે વિચારોની આપણે અલાચના કરી તે વિચારે ખરેખર વિનોબાજીના છે કે કેમ એ વિશે હજ માત્ર મને જ નહિ પણ બીજા અનેક મિત્રોને શંકા છે. " તમારી પત્ર વાંચતાં મને જે સૂઝયું તે જવાબરૂપે લખ્યું છે. આશા રાખું છું કે મારા આ વિવેચનમાંથી તમને જોઈનું સમાધાન સાંપડશે.. લે. પરમાનંદના પ્રણામ તા. ક, માનવજીવન એક યા બીજા પ્રકારની હિંસા ઉપર આધારિત હોઇને અહિંસા એ માનવજીવનને એકાંત નિયમ બની ન જ શકે. માનવીએ વ્યવહારુ જીવનમાં હિંસા અને અહિંસા વચ્ચે વિવેક કરવાનું હોય છે, એટલું જ નહિ પણ, નાની અને મેટી હિસા વચ્ચે પણ વિવેક કરવાનું હોય છે. એટલે વિવેકદષ્ટિ એ માનવજીવનનું મુખ્ય તત્વ છે, અને અહિંસા એ માનવી માટે હંમેશને એક આદર્શ છે. = = રજિસ્ટ્રેશન ઑફ ન્યુઝ પેપર્સ સેન્ટ્રલ) રૂસ - ૧૯૫૬ ના અન્વયે પ્રબુદ્ધ જીવન” સંબંધમાં નીચેની વિગતે પ્રગટ કરવામાં આવે છે. ફોર્મ નં. ૪ ૧. પ્રસિદ્ધિ સ્થળ : પીવાળા મેન્શન, ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ -૪, ૨. પ્રસિદ્ધિ ક્રમ : દરેક મહિનાની પહેલી અને સોળમી તારીખ. ૩. મુદ્રકનું નામ : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા ક્યા દેશના : ભારતીય ઠેકાણું. : પીવાળા મેન્શન, ૩૮૫ સરદાર વી. પી. રેડ, મુંબઈ - ૪. ૪ પ્રકાશકનું નામ : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા કયા દેશના : ભારતીય ઠેકાણું : ટોપીવાળા મેન્શન, ૩૮૫, સરદાર વી. પી. રેડ, મુંબઇ - ૪. ૫. તંત્રીનું નામ : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા કયા દેશના : ભારતીય : ઠેકાણું: : ટેપીવાળા મેન્શન, ૩૮૫, સરદાર વી. પી. રેડ, મુંબઇ - ૪. ૬. માલિકનું નામ : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને સરનામું : ટેપીવાળા મેન્શન, સરદાર વી. પી. રોડ, મુંબઈ. -૪. હું પરમાનંદ કુંવરજી કાપડિયા આથી જાહેર કરું છું કે ઉપર આપેલી વિગતે મારી જાણ અને માન્યતા મુજબ બબર છે. તા. ૧-૩-૭૧ પરમાનંદ કુંવરજી કાપડિયા - તંત્રી પરિવારનિયોજન અને અહિંસા (જન્યુઆરી માસનાં ‘અમર ભારતી' માં પ્રગટ થયેલ ઉપાધ્યાય કવિવર્ય મુનિશ્રી અમરચંદજી મહારાજના “અહિંસા કે પરિપ્રેક્ષ મેં પરિવાર નિયોજન’ એ મથાળા નીચે પ્રગટ થયેલ હિંદી લેખને સૌ. શારદાબહેન શાહે કરી આપેલ ગુજરાતી અનુવાદ નીચે પ્રગટ કરવામાં આવે છે. શ્રી અમર મુનિ સ્થાનકવાસી સંપ્રદાયના એક પ્રખર તત્વચિંતક અને પરમ વિદ્વાન મુનિ છે. એક જૈન મુનિ પરિવારનિજન જેવા ગૃહસ્થજીવન સાથે સંબંધ ધરાવતા વિષય ઉપર લખે અને પરિવારનિયોજન અંગે અજમાવાતી ચાલુ પદ્ધતિનું સમર્થન કરે એ જોઈને ઘણા જૈન - જૈનેતરોને આશ્ચર્ય થશે, પણ જે કંઇ એક જૈન મુનિને ગૃહસ્થજીવનની સમસ્યાઓ ઉપર માર્ગદર્શન આપવાનો અધિકાર હોય તે વસ્તીની અનિયંત્રિત વૃદ્ધિ એ આજના ભારતની એક પ્રમુખ સમસ્યા છે અને તેથી સમગ્ર સમાજનું હિત અને કલ્યાણ ચિન્તવતા મુનિ આ રસમસ્યા ઉપર પિતાના વિચારો રજુ કરે તેમાં મને કશું પણ અજુગતું કે અનુચિત લાગતું નથી. આમ છતાં આવા નાજુક વિષયને સ્પર્શવાનું આજને કોઇ પણ જૈન મુનિ સાધારણ રીતે ટાળવાને, તેના સ્થાને મુનિ અમર મુનિએ આ વિષયને લગતા પેતાના વિચારો નિ:સંકોચપણે પ્રગટ કરવાની જે હિંમત દર્શાવી છે–તે હિંમત માટે- તે નિડરતા માટે મુનિ અમર મુનિને અનેક ધન્યવાદ ઘટે છે. પરમાનંદ) પરિવાર- નિજન અને અહિંસા દિવસે દિવસે વધતી જતી વસ્તી પર નિયંત્રણ લાવવા પરિવારનિયોજનને વર્તમાન યુગમાં એક અનિવાર્ય કાર્યક્રમ માનવામાં આવ્યો છે. પરિવાર નિયોજન માટે આજે જે રીતને પ્રચાર અને પ્રાગ થઈ રહ્યો છે તે અહિંસા સાથે કેટલે અંશે સુસંગત છે તે એક વિચારવા જેવી બાબત છે. અહિંસા આપણા જીવનના કેન્દ્રમાં હાઈ હર એક વ્યવહારને આપણે હિંસા-અહિંસાની દષ્ટિએ તપાસીએ એ છીએ. પરિવારનિજનને પણ આપણે અહિંસાની દષ્ટિએ વિચાર કરવાનું રહે છે. - પ્રાચીન યુગમાં અહિંસાના વિકાસ માટે કૃષિ વિકાસને મહત્ત્વ આપવામાં આવ્યું હતું તેમ આ યુગમાં પરિવારનિયોજનને અહિસાની રક્ષા માટે સ્વીકારવામાં આવે તેમ હું માનું છું. આથી એક પ્રશ્ન એ ઊભા થાય છે કે કુટુંબનિયોજન માટે આજે જે રીત અખત્યાર થઈ રહી છે તે મનુષ્યને અસંયમી નહિ બનાવે? સંયમના ઉદાત્ત આદર્શ પર આઘાત નહિ પહોંચાડે? આને ઉત્તર રાળ અને સ્પષ્ટ છે કે આ બધા પ્રચલિત પ્રયોગમાં ભયસ્થાને છે જ. ઇષ્ટ માર્ગ તો એ છે કે મનુષ્ય પોતાની જાત પર સંયમ રાખતા શીખે. ભેગવૃત્તિ પર કાબૂ રાખવાથી માણસ પોતાનું કોય સાધવા સાથે રાષ્ટ્રોન્નતિના કાર્યમાં પણ સહાયક બને છે. બ્રહ્મચર્યની સાધના સર્વેત્તમ માર્ગ છે, પરંતુ આ માર્ગનું અનુસરણ લાંબા સમય સુધી સૌ કોઈ કરી શકતું ન હોઈ દર વર્ષે વસતિમાં વધારો થતો રહે છે અને ગ્ય ભરણપોષણના અભાવે સંખ્યાબંધ માણસે બેહાલ જિંદગી જીવી મૃત્યુને શરણ થાય છે. દારિદ્રય, જીવનના વિકાસને રૂંધી નાંખે છે. ગરીબી તથા બેકારીથી તંગ આવી જઈ કુટુંબના માણસને મારી નાખી પોતે મરી ' ગયાના સમાચાર અવારનવાર આપણે વર્તમાનપત્રમાં વાંચીએ છીએ. અછતની અકળામણ માણસને ભયંકર બનાવે છે; ને કરવાનું કરવા પ્રેરી અનુચિત માર્ગે ઘસડી જાય છે. આપણી પાસે નથી પૂરતું અનાજ; નથી પૂરતાં વસ્ત્રો. આવી પરિસ્થિતિમાં વળે જતી જનસંખ્યા પરિસ્થિતિને વધુ ને વધુ તંગ બનાવે છે. જીવનના નિભાવ માટે પ્રાથમિક જરૂરિયાતને જ્યાં અભાવ છે ત્યાં પ્રજા અષથી અકળાઈને હિરાત્મક વલણ અપનાવે છે. માનવજાતિને આ
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy