________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૨-૨-૧૯૭૧
પ્રેરવા કેસરબહેને પાલણપુરમાં સને ૧૯૪૬માં ‘મહિલા મંડળ’ સ્થાપ્યું, અને પોતે તેમાં પ્રાણ બનીને બેસી ગયાં. જીવનને વિશેષ આનંદ તેમને અહીં મળ્યા. કેસરબહેનની સાથે તેમનાં નાનાં બહેન તારાબહેન જોડાયાં અને અનેક પ્રવૃત્તિઓ ફાલીફ લી.
આજે કેસરબહેન એટલે મહિલામંડળ અને મહિલામંડળ એટલે કેસરબહેન. સંસ્થામાં તેમણે જીવ મૂકયો છે, ભાવના પ્રેરી છે. પોતે સંસ્થારૂપ બની ગયાં છે.
‘મહિલા મંડળ’ અને તેનું ‘બાલ મંદિર’ એક સુંદર મકાન સાથેની ચેતનવંતી સાર્વજનિક, સામાજિક સંસ્થા બનાસકાંઠાનું ગૌરવ બની રહી છે.
રચનાત્મક પ્રવૃત્તિઓ કરતાં કરતાં કેસરબહેન પાલણપુર રાજ્યસભાનાં સભ્ય તરીકે અને નગરપાલિકાના સભાસદ તરીકે રહી જે સ્વચ્છ પ્રભાવ પાથરી શકયાં છે તે વિરલ જોવામાં આવે છે.
ગુજરાત વિદ્યાપીઠની રાષ્ટ્રભાષા પ્રચાર અને પરીક્ષાઓનું જિલ્લાભરનાં કેન્દ્રોના કાર્યોનું સતત સાત વર્ષ સુધી સંચાલન કરી કેસરબહેને સુંદર અને સ્વચ્છ વહીવટની છાપ પાડી.
અનેક આકર્ષણા અને શકયતાઓ છતાં સીધી રીતે રાજકારણમાં ન પહેલાં કેસરબહેને સને ૧૯૫૧માં બનેલ આબુ પ્રકરણમાં ત્યાંની બહેનેા તરફની હમદર્દીથી પ્રેરાઇ હિંમતપૂર્વક પોલીસ અત્યાચારની જાતે તપારા કરી નિવેદન કર્યાં અને બે વખત ધરપકડ વહારી લીધી. કેસ ચાલ્યો અને સર્વથા નિર્દોષ ઠર્યાં. પણ આ પ્રકરણથી તેમના દિલમાં ગંદા રાજકારણ તરફ વિશેષ અણગમો થયો. વર્ષોથી કાગ્રેસનાં સક્રિય સભ્ય કેસરબહેન કોન્ગ્રેસથી છૂટાં થયાં અને બીજો કોઈ પક્ષ ક્યારેય સ્વીકાર્યો નહિ.
દેશી રાજ્યની મરૂભૂમિમાં ગુજરાતને છેવાડે આવેલા આ પ્રદેશમાં સ્ત્રીસંગઠનનું અને વ્યકિતત્વવિકાસનું બીજ વાવી એને કુશળતા અને હિંમતથી ઉછેરી વટવૃક્ષ બનાવનાર કેસરબહેને આજીવન તપશ્ચર્યા કરી છે, અને પોતીકાંને તપાયજ્ઞની દીક્ષા આપી છે. કોઇ પણ જાતના ભેદભાવથી પર એવાં કેસરબહેને સૌને સદ્ભાવ અને ચાહના મેળવ્યાં છે,
વર્ષોથી અંગત સંબંધ ધરાવતા પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્ય શ્રી સુખલાલજીએ કહેલું કે:
“કેસરબહેન બ્રિટીશ હદમાં હોત તે વ્યકિતગત સત્યાગ્રહ સમયે તેમનું નામ પ્રથમ હરાળમાં ગાંધીજીએ મૂકયું હોત.”
આવાં કેસરબહેનનું જાહેર સન્માન કરવા મુંબઇ વસતા પાણપુરના ભાઇઓએ વિચાર્યું ત્યારે પ્રેમથી તેમણે સાભાર નકારીને એટલું જ કહ્યું કે “મને ગમતાં કામેામાં સાથ આપશેા તે! એ જ મારું સન્માન સમજીશ.”
આજે ૭૫ વર્ષે પણ શારીરિક નબળાઈ છતાં મનથી સતેજ અને સ્વસ્થ એવાં કેસરબહેનની અભિલાષા છે:
પાલણપુરમાં એક ઘરડાં ઘર’, એક ‘બાળભવન’, એક ‘શ્રી અને બાળ બગીચા’, એક ‘ઘેડિયાં ઘર’, એક વધુ ‘બાલમંદિર’ અને એક ‘પ્રાથમિક શાળા’ કરવાની. તેઓ વિચાર મૂકે છે પણ આગ્રહ કરતાં નથી. પણ તેમની ભાવનાના હીરના પારખુ સમાજમાં છે અને એમની અભિલાષાના પડધા પાડશે જ,
તેમની સર્વજનહિતની ચિંતા સાથે સહૃદય, નિષ્કામ સેવાઓ બદલ પાલણપુર હમેશાં તેમને આદરપૂર્વક યાદ કરશે અને પ્રેરણા મેળવશે.
પરમા મા એમને આરોગ્યમય શતાયુ બક્ષે એજ અંતરની પ્રાર્થના. કાન્તિલાલ છાટાલાલ મહેતા, મુંબઈ પ્રભુ જીવનના તા. ૧-૨-૭૧ના એ અંગે
તા. ૧ લી ફેબ્રુઆરીના ૧૯મા અંકની નક્લા ખૂટી પડી છે તે આ અંકની વિશેષ નક્લાની કાર્યાલયને જરૂર હાઇને, જેમણે વાંચી લીધી હોય અને જે ફાઇલ ન બનાવતા હાય તેમને તે અંક કાર્યાલય ઉપર મેકલી આપવા વિનંતિ કરવામાં આવે છે, --વ્યવસ્થાપક
૨૩૫
ભારતીય સ ંસ્કૃતિના પુરસ્કર્તા સ્વ. કનૈયાલાલ મુનશી
શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી ગુજરાતમાં અને ગુજરાતી સાહિત્યમાં વ્યકિત ન્હોતા. મુનશી એક સંસ્થા હતા. તેનું કારણ મુનશીની સર્વમુખી પ્રતિભા હતી. સાહિત્ય . અને ક્લાને તેઓ અવિભિત માનતા. એજ રીતે જીવન અને સંસ્કૃતિ પણ એમને મન જુદા ન્હાતાં. એક જ તથ્યનાં બે પાસાં હતાં. મુનશીનું અર્પણ રાષ્ટ્રીય ચેતનાના વિકાસમાં પણ ગુણનીય છે.
કનૈયાલાલ મુનશીના જન્મ ઇ. સ. ૧૮૮૭ના ડિસેમ્બરની ૩૦ મી તારીખે ભરૂચમાં થયા હતા. ભરૂચમાં ટેકરાના મુનશીનું માનધન મશહૂર હતું. એ ટેકરાના મુનશી કુટુંબમાં પ્રેમાળ માતા પિતાના ખોળામાં મુનશીનો જન્મ થયો. મુનશીના માબાપ વચ્ચે અદ્ભુત ઐક્ય હતું. અર્વાચીન અને આદર્શમય મુનશી જન્મ્યા ત્યારથી મેઘા ને માનીતા હતા. છ બહેને પછીના એક મેઘેરા ભાઇ હતા. મુનશીનો વંશ ભાગવકુળ. મુનશી પોતાને આધુનિક કહેતા પણ બ્રાહ્મણવંશની પરંપરાનો પાસ એમના જીવનને રહ્યા કરતા. એમનું અંગ્રેજી શિક્ષણ, જગતના પ્રવાસ અને અનેક ધર્મ તથા જાતિના મહાપુરુષા સાથેનો સંપર્ક એ સર્વ હોવા છતાં મુનશીના જીવનનું નિયામક બળ ભારતીય સંસ્કૃતિને આત્મા રહ્યો હતેા.
એટલે મુનશીને ભારતવર્ષના ભૂતકાળ સાથે જાણે ગાઢ અને જીવનના સંબંધ હતા. એમના સાહિત્ય સર્જનમાં ગુજરાત અને આર્યાવર્તનાં ભૂતકાળના જીવન અને પાત્ર, એમની સર્ગશકિતને સદા આહ્વાન કરતાં ઊભાં રહ્યાં હતા. વર્તમાન અને તદ્ન અદ્યતન સમયના જીવન સાથે એમને સારી ને સાચી નિસ્બત રહી હોવા છતાં, પેતે વર્તમાનકાળનાં વહેણ, સંઘર્ષ અને હાર્દમાં જીવતા હોવા છતાં, એમના હૃદયમનનું વલણ હંમેશા ગઈકાલને સંભારવામાં ને વાગાળવામાં રહ્યું હતું ને રાચ્યું હતું. એક રીતે તે એવું પણ લાગે છે કે મુનશી જીવતા હતા ત્યારે પણ તેમના માનસમાં ભૂતકાળ જ ઉપસ્યા કરતા હતા. તે તેમની મર્યાદા હતી અને મહત્તા પણ હતી. એમના સાહિત્ય જીવનનો ઉદયકાળે રચાયેલી નવલકથા “પાટણની પ્રભુતા” અને એની આગળની કથાના ગ્રંથા “ ગુજરાતનો નાથ ” “રાજાધિરાજ” અને “ જય સેમિનાથ” એ સર્વ નવલકથાએમાં જીવંત મુનશી ગુજરાતના મધ્યકાળના ઇતિહાસમાં ઘણાં વર્ષો ગાળી આવ્યા છે એવું લાગ્યા વિના રહેતું નથી. આ નવલકથાએ પ્રગટ થઇ છે. એ જમાનામાં ગુજરાતી સાહિત્યમાં મુનશીના મધ્યાહ્ન તપતા હતા. એમની કીતિની સુગંધ અને યશની ગાથા, એમના સર્જનનું સૌન્દર્ય અને એમના જીવનનું રંગદર્શન એ સર્વ ગુજરાતને માટે પ્રેરણા અને પુરુષાર્થની અનન્ય કથાએ હતી. એ સમયના વિવેચકોએ આ ચારે નવલકથાઓમાંથી “ગુજરાતને નાથ’ને સર્વોત્તમ નવલકથા સર્જન દષ્ટિએ કહી હતી. સ્વ. નરસિંહરાવ દિવેટિયા જેવા વિવેચકો પણ એ નવલકથા ઉપર એક રીતે કહીએ તે વારી ગયા હતા અને સાથે જ સર્જનાત્મક દૃષ્ટિએ અને પ્રતિભાના લાવણ્યના સંદર્ભમાં “ગુજરાતના નાથ” અલ્ફ્રેડ નવલકથા તરીકે ગણાઇ ચૂકી હતી અને પંકાઇ ચૂકી હતી. એનાં પાત્રે સિદ્ધરાજ જયસિંહ અને રાણકદેવી, રાખે ગાર, કાક અને મંજરી, કીતિદેવ અને મુંજાલ, મીનળદેવી અને કાશ્મીરાદેવી એ સર્વ પાત્રાને મુનશીએ ઇતિહાસમાંથી ઊંચકીને જીવનની ધરતી ઉપર ઉતારીને જીવતાં કરી દીધાં હતાં. તેમની પ્રતિભાના એ નાનેસૂનો વિજ્ય ન હતા. એ દિવસેામાં મુનશીનાં વ્યાખ્યાને જ્યાં જ્યાં ગુજરાતમાં થતાં, ત્યાં આ સંસ્કારી ગુજરાતી સ્ત્રી – પુરૂષો ટાળાબંધ હાજર રહીને પ્રેરણા અને સંસ્કારિતાનું પાવન જળ પીતાં અને પેાતાના જીવનની તરસ છીપાવતાં.
એવાં એમના યશકીતિના મધ્યાહનકાળમાં એમણે સાહિત્યના