________________
પ્રભુ વન
પાલણપુરનાં એક તેજસ્વી સન્નારીના પરિચય
“દુનિયા હૈં અંધેરી રાત ઓરત હૈ ચિરાગ"
આ ચિત્રગી જવલંત ચિનગારી જેવાં છે શ્રીમતી કેસરબહેન મૂળચંદ ઝવેરી.
પાલણપુરનાં (બનાસકાંઠાના) જાહેર જીવનનાં એ વર્ષો - જૂનાં અગ્રણી છે. તેપનું ૫૦ વર્ષ ઉપરાંતનું એકધારું રોવામય જીવન કોઈ તપસ્વિનીનું જીવન છે. સંસારના દવમાં અતિ અતિ પ્રજવલીને એમણે આત્માના સુવર્ણને પાવન બનાવ્યું છે. એમના વાત્સલ્યભર્યા પ્રેમમય અસહકારથી જીવનમાર્ગના કાંટા પણ ફૂલ બન્યા છે. અન્યાયની સામે લડતાં લડતાં જે જડ લોકોએ તેમના વિરોધ કર્યો, અનેક પજવણીઓ કરી એ જડ લોકોએ મુશ્કેલીમાં, વૃદ્ધાવસ્થામાં કે મૃત્યુ સમીપે આ માતાનો વાત્સલ્યભર્યા ખાળેા માગ્યો એવા દાખલા જૂજ નથી. સિદ્ધાંતમાં દઢ છતાં વિરોધીઓ પ્રત્યે નર્યું પ્રેમળતાભર્યું વર્તન સદાય દાખવનાર કેસરબહેન અજાતશત્રુ છે. ‘વજ્રાદિપ કઠોરાણિ મુનિ કુસમાપિ’એમના સ્વભાવ છે.
२३४
✩
કેસરબહેનના જન્મ સને
૧૮૯૬માં થયો. પિતૃગૃહ પાલણપુરમાં. પિતા સ્વ, બેચરદાસ છગનચંદ ગાંધી અને માતા સ્વ. સમરઘુબાઈ હતાં. પતિગૃહ પાટણ. એમના પતિ સ્વ. મૂળચંદ ખેમચંદ ઝવેરીના રંગુનમાં ઝવેરાતનો વ્યવસાય હતો.
છેક નાની ઉમરે બાવીસ વર્ષની કુમળી વયે કુદરતે તેમને વૈધવ્ય આપ્યું અને ઘણુ છે.ડાવ્યું, ઘણું જાને જ છેડયું. પિતૃગૃહ અને પતિગૃહના વારસાગત સાંપ્રદાયિક સંસ્કારોએ એકાએક શુભ પલટો લીધો અને કેસરબહેન માનવતાના માર્ગે વળ્યાં. વિત્ત અને વૈભવ ત્યાગીને ગ્રામસેવા, રાષ્ટ્રસેવાનો ધર્મ સ્વીકારી માનવસેવાની દીક્ષા લીધી. શાળામાં રીતસરનું શિક્ષણ લીધા સિવાય આંતરસૂઝી અસહકાર યુગના પ્રારંભમાં જ રેંટિયા, ખાદી, દારૂબંધી, કોમી એકતા, શિક્ષણ અને સફાઈના ગાંધી-ચિધ્યા કાર્યક્રમોમાં દેશી રાજ્યમાં પણ એકાકી કેસરબહેન અગ્રણી રહેતાં, ત્યારે અપાર દુ:ખરાશીમાં તારણના ત્રાપા સમા, અંધારી રાતના ચાંદ સમા એકના એક પુત્ર ચંદુભાઈ તેમનું બળ હતું, વિસામે હતાં.
સમજણા થતાં જ ચંદુભાઈએ અભ્યાસની સાથે સાથે મ!તાની પ્રવૃત્તિથી પ્રેરાઈને બાળ—કેળવણી, ખેતી, અસ્પૃશ્યતાનિવારણ, રેંટિયા—પ્રચાર, ગ્રામસેવા વગેરે પ્રવૃત્તિનાં સ્વપ્નામાં ડુબીને પોતાની દુનિયા ઘણી વિસ્તારી હતી. સે.ળે કળાથી ખીલનાર રાંદુ ભાઈ સૌના પ્રિય હતા.
ત્યાં તો અજ્ઞાત જીવનનો બીજો અણધાર્યો ક્રૂર અકસ્માત પો. વિધિએ વિધવા માતાનું શેષ સર્વસ્વ છીનવી લીધું. પુત્ર ચંદુભાઈ ૧૯ વર્ષની ઉછરતી યુવાવસ્થામાં કાળના કરાળ પંજામાં આવી ગયો. ટૂંકી તાવની બિમારી જીવલેણ વિડી. કેસરબહેનની હ્રદયની પાંગરતી કુંજ
તા. ૧૬-૨-૧૯૭૧
નિકુંજ મરૂભૂમિમાં પલટાઈ ગઈ. તેમને સંસાર અરણ્ય બની ગયો. પણ તરૂણ પુત્રના તર્પણમાં માતાએ તરણેાપાય જોયો. પુત્રની સમસ્ત પ્રવૃત્તિઓ સ્વીકારી લેવા નિરધાર કર્યો.
કોઈ રાંયોગે—સુયોગે ચંદભાઈના સહપાઠી અને મિત્ર કાન્તિ લાલ ચુનીલાલ બક્ષીને (અત્યારે શ્રી કાન્તિલાલ મૂળચંદ ઝવેરી) દત્તક લેવાની કેસરબહેનને આંતરપ્રેરણા થઈ આવી. કેસરબહેને કાન્તિભાઈના વ્યકિતત્વમાં, આચાર-વિચારમાં, સ્વ. ચંદુભાઈનું પ્રતિબિંબ નિહાળ્યું. પ્રસ્તાવની સાથે જ શ્રી કાન્તિભાઈએ ભાવપૂર્વક કેસરબહેનનું માતૃત્વ સ્વીકારી લીધું.
શ્રી કેસરબહેન
કેટલાંક ગામડાં જોયા પછી, પાલણપુર પાસેના જસલેણી ગામે આશ્રમશાળા તેમણે શરૂ કરી. તેમાં અંત્યજ બાળકોને પણ પૂરા ભાવ અને વાત્સલ્યથી સ્વીકાર્યાં. દશ વર્ષ સુધી માતા-પુત્રે શાળામાં જીવ રેડી તપોવન સરજ્યું.
એ કાળે અંત્યજ જાતિના સ્પર્શ પ્લેગના જંતુથી યે વધારે ભયંકર ગણાતો. શાન્ત તપોભૂમિમાં એકાએક ખળભળાટ થયો. શાળાના ચોગાનમાં કૂવા બનાવ્યા પછી, હરિજન અને સવર્ણ બાળકો તેમાંથી પાણી ખેંચી પીતાં અને બગીચા પાતાં. વાલીઓને જાણ થતાં વિરોધ થયો. સવર્ણો માન્યા નહિ અને પેાતાનાં બાળકોને ભણાવવાનું છેડાવ્યું. સિદ્ધાંતમાં અડગ રહીને માતા-પુત્રે હિંસક વિવાદ અને વાતાવરણના પ્રેમ
અને સમજાવટપૂર્વક સામને કર્યો, પૂજ્ય ગાંધીજીએ ત્યારે પત્રમાં લખ્યું.
બહાદુર બહેન,
તમારો પુત્ર તમને શેશભાવે છે. મારું દ્રઢ અભિપ્રાય છે કે હરિજન અને સવર્ણ બધાય છેડે, તે પણ તમારે તમારો શુભ આગ્રહ ન છેડવા. શિક્ષકો ભાગે તે! તમે ભણાવો......
રૂબરૂ મુલાકાતે આવ્યા બાદ
તા. ૯ ઑગસ્ટ ૧૯૩૬ના ‘હરિજન બંધુ’માં લેખ લખતાં બાપુજીના “કેસરબહેનની મંત્રી શ્રી છગનલાલ જોષીએ લખ્યું............... દઢતા જોઈ અસ્પૃશ્યતાના નાશ વિશે આશા ઉપયા વિના ન રહી.”
દિલની તાકાત ઉપર જીવનાર આ બહાદુર બહેનને પૂજ્ય ગાંધીજી, પંડિત શ્રી સુખલાલજી, મુનિશ્રી જિનવિજયજી અને શ્રી ગિજુભાઇ બધેકાનું પ્રેરક બળ ત્યારે મળી રહ્યું.
આ જસલેણી ગામને પાછળથી કેસરબહેનના અસ્પૃશ્યતા નિવારણના પ્રયત્નાની કદર રૂપે ગુજરાત રાજ્ય તરફથી શ. ૧૦૦૦નું ઇનામ મળેલું..
અંતરની વેદનાના નિંભાડો, સામાજિક ત્રાસનાં બળતણ અને સ્ત્રીની જન્મજાત ઋજુતા—આ બધામાં કેસરબહેન તપ્યાં. તપને અંતે દર્શન થાય છે, ધ્યાનને અંતે સાક્ષાત્કાર થાય છે.
અનેક સ્ત્રીઓનાં દુ:ખદર્દનાં પોટલાં છેડતાં, તેમાંથી હજારો સાપ—વીંછી જયાં. એ તો ઝેર મૂકી બેપરવાઈથી ચાલ્યાં જતાં, ઝેરનો ભાગ થનાર ભામિની માટે કોઇ આરો ઓવારો ન હતો.
આવી સ્ત્રીઓને વાચા આપવા, આસાયેશ આપવા અને હિંમત
10