________________
તા. ૧૬-૨-૧૯૭૧
અબુ
જીવન
૨૩૩
- -
-
—
-
-
-
-
-
- - -
-
-
(એટલું કબૂલ કરીએ કે ૧૯૬૭માં કોંગ્રેસ પક્ષના નેજા હેઠળ ચૂંટાયેલ કે ઇ પણ સભ્ય એ સંસ્થાના ભાગલા પછી જૂની કેંગ્રેસમાંથી નવીમાં કે નવમાંથી જૂનીમાં જોડાયા હોય તે તેને પાટલીબદલું ગણી શકાય નહિ. પરંતુ આજે હવે તે બે પૈકી એકના નેજા હેઠળ કોઇ ચૂંટણીમાં જીતે અને આવતી કાલે તે જૂની-નવી કેંગ્રેસ વચ્ચે આવ-જા કરે, તે પછી એને પાટલીબદલુ જ ગણી શકાય.). - ૩, સંસદના કેટલાક સભ્યોમાં એટલી પણ પ્રાથમિક સમજણ નથી કે સભાગૃહની અંદર અધ્યક્ષની આજ્ઞાનું તેમણે પાલન કરવું જોઇએ, એ બાબત અમને બહુ જ ખટકે છે. અધ્યક્ષની રજા મળે ત્યારે જ બેલવું, એ કહે કે તરત બોલતાં બંધ થઈને બેસી જવું અને કયારેક એ સભાગૃહની બહાર કાઢી મૂકે તે પણ સવિનય જતાં રહેવુંઆટલી સાદી શિસ્ત પણ ન પાળી શકનાર માણસ સંસદમાં, કે કોઇ પણ નાની લોકશાહી સંસ્થામાં, બેસવા માટે લાયક ન ગણાય. આવા સભ્યોની સભ્ય વર્તાવને કારણે જગતની સહુથી મોટી આ લકશાહીની સંસદનું વાતાવરણ મછીબજારથી યે બદતર બનનું નિહાળીને અમે અનેક વાર ઊંડી વેદના અનુભવી છે. પંચાવન કરોડની પ્રજાના , સાર્વભૌમત્વના પ્રતીક સમી સંસદનું આ જાતનું અપમાન સાંખી લેવા અમે મતદારે હરગીજ તૈયાર નથી. માટે અમારી માંગણી છે કે દરેક ઉમેદવાર અત્યારે જાહેરમાં એવો કોલ આપે કે સંસદમાં ગયા પછી તે અધ્યક્ષની આજ્ઞાનું પાલન કરશે. અલબત્ત, અધ્યક્ષ પણ કદીક ભૂલ કરી શકે છે. પણ તે ભૂલના નિવારણ માટે સંસદની કાર્યવાહીમાં દર્શાવેલાં પગલાં જ ભરી શકાય– ધાંધલ મચાવીને દેશની સર્વોચ્ચ પ્રજા-પ્રતિનિધિસભાનું કામકાજ થંભાવી દઇ શકાય નહિ જ.
૪. સંસદ–સભ્યોના પગાર-ભથ્થાને સવાલ પણ મહત્ત્વને છે, આજે એમને મહિને રૂા. ૫૦૦ને પગાર અને સંસદમાં હાજરી આપે તેટલા દિવસ રેજનું રૂા. ૫૧ ભથ્થુ મળે છે. દેશભરમાં મફત રેલન્સફર કરવા માટે દરેક સભ્યને પહેલા વર્ગને અને તેના એક સાથીદારને ત્રીજા વર્ગને પાસ મળે છે. સંસદની બેઠક દરમિયાન પિતાના મતવિસ્તાર અને દિલ્હી વચ્ચે બેથી ચાર વિમાની સફ એ મફત કરી શકે છે. બીજી પણ પાર વગરની મફત સગવડો એમને સાંપડે છે. જે દેશમાં ૨૧ કરોડ લોકોની આવક મહિને પૂરા રૂા. પચીસ પણ ન હોય, તેમાં પ્રજા પિતાના ચૂંટેલા પ્રતિનિધિઓને માટે આટલી જોગવાઇ કરે તે જ જરૂરી હોય, તે તેની સામે સંસદસભ્યો પૂરી નિષ્ઠાથી પોતાનું કામ કરે, અને આ સગવડોને અંગત હેતુસર ગેરલાભ ન ઉઠાવે, એટલી અપેક્ષા રાખવાને પ્રજાને અધિકાર છે. એટલે અમે ઇચછીએ કે દરેક ઉમેદવાર હોલની પોતાની આવકની તથા પિતાના કુટુંબની મિલકતની અત્યારે જાહેરાત કરે, અને તે રચુંટાય તો પછી દર વરસે એ રીતે કરતા રહે. આ ઉપરાંત, સંસદસભ્યના વિશેષાધિકારે અંગે પણ કંઈક અતિશકતીભરેલા ખ્યાલ તેઓ પૈકી કેટલોક સેવતા હોય એવું અમને જણાયું છે. સભ્યના જે કાંઈ વિશેષાધિકાર છે તે સંદ-ગૃહની અંદર રહીને તેમણે ભેગવવાના છે... ને તે પણ અધ્યક્ષની આમન્યાની મર્યાદામાં રહીને. તે સિવાય સંસદ-ગૃહની બહાર તે એ માનનીય સભ્યોના વાણીવર્તનના અધિકારો બીજા નાગરિકોના જેટલા જ હોઇ શકે. જેમ કે સભા-સરઘસના મનાઇહુકમ કે વાહનવહેવારના નિયમોને ભંગ કરનાર સંસદ-સભ્યની સામે કેઇ પણ સામાન્ય નાગરિકનાં જેવાં જ પગલાં પાલીસ લઇ શકે. માટે સંસદની બહાર એક અદના નાગરિકથી વિશેષ કશાયે અધિકારે એમણે ભેગવવાના નથી, એવી સ્પષ્ટ સમજણ સાથે જ ઉમેદવારો અમારો મત માગવા આવે.
૫. ચૂંટણી પહેલાંના આ દિવસેના એમના વર્તન વિશે પણ ઉમેદવારો પાસેથી કેટલીક અપેક્ષા રાખવાનું મન અમને થાય છે. પહેલી વિનંતી તે એ કે તેઓ પોતાની વાણી પર સંયમ રાખે.
વિરોધીઓને બેફામપણે ભાંડવાની કળામાં સિદ્ધહસ્ત થોડાક લોકો આ પહેલાંની ચૂંટણીમાં વિજયી નીવડયા હશે. પણ એ દિવસે હવે ગયા છે, એની સહુ ઉમેદવારે બરાબર નેધ લે. અમે માગીએ છીએ કે કોઇ પણ ઉમેદવાર પોતાના વિરોધીને ગાળે સંભળાવવા અમારી સમક્ષ ન આવે, પરંતુ પિતાની યેગ્યતા અને પ્રજાની સેવા માટેના પોતાના વિચારે જ અમારી પાસે મૂકે, એ મેગ્ય ગણાશે. ઉમેદવારે માત્ર પોતાનું ભાષણ કરીને જતો ન રહે, પણ દરેક સભાને અરધાઅરધ સમય સભાજનોના સવાલોના જવાબ દેવા માટે ફાજલ રાખે તે પણ બહુ જરૂરી છે.
- આ રાષ્ટ્રની સામે જે મોટી મોટી રામસ્યા છે તેને રાતોરાત ઉકેલ લાવવાની ઇલમની લાકડી પિતાની પાસે છે, એ હાસ્યાસ્પદ દાવે કોઇ પક્ષ કે ઉમેદવાર અમારી પાસે ન કરે. બીજી બાજુ, પાતે નહિ ચૂંટાય ને વિરોધીઓ સત્તા પર આવશે તે આ મુલકનું એક યી બીજી રીતનું સત્યાનાશ વળી જશે એવી બાલિશ બીક પણ અમને કઇ બતાવે નહિ.
ચૂંટણીપ્રચાર દરમિયાન પિતાનાં ભીંતપત્ર કે લખાણોથી અમારાં મકાનની દીવાલો બગાડનારા અથવા રસ્તે ફરતાં લાઉડસ્પીકર મારફત અમારાં ઘરની, શિક્ષણ-સંસ્થાઓની અને ઇસ્પિતાલની શાંતિના ચૂરા બેલાવી દેનારા ઉમેદવારો અમને અત્યંત ત્રાસદાયી લાગે છે. ધર્મ કે નાતજાતને નામે અમારા મત માગવા આવનારા લકોને અમે આ દેશની શાંતિના ને પ્રગતિના મોટામાં મોટા દુશમન ગણીએ છીએ. એ જ રીતે, સંકચિત પ્રાદેશિક લાભની લાલચ આપીને પણ અમારો મત કોઇ માગે નહિ, વિરોધીઓ સામે હિંસા આચરનારાઓને તે અમે કદી પણ મત આપી શકીએ નહિ.
એ વાતની એક વાત આ દેશની ગરીબી છે. એ દૂર કરવાની જાદુઇ કરામત કોઈ પક્ષના ગજવામાં પડેલી છે અને અમારે, જનતાએ, તો માત્ર એમને મત આપી દઈને પછી લીલાલહેર કરવાની છે– એ ભ્રમ ફેલાવવાની કોશિષ કોઈ કરશે નહિ. અમે બરાબર સમજીએ છીએ કે દેશની ગરીબી દૂર કરવા માટે અમારે જ ઇમાનદોરીથી તનતોડ મહેનત કરવાની છે. એ મહેનત અમે હવે બરાબર કરવા માગીએ છીએ, અને તેનાં ફળ ચાખવા માટે બીજાં વીસપચીસ વરસની રાહ જોવાની પણ અમારી તૈયારી છે. આ પ્રજાએ ઘાણી યાતનાઓ વેઠી છે અને હજીયે વધારે એ વેશે– પણ પિતાનાં સંતાને માટે એક ઉજળી આવતી કાલ એ મૂકતી જવા માગે છે. એ આવતી કાલ માટેનાં એનાં સેણલાંને ઝીલીને વહેવારુ યોજનાનું સ્વરૂપ જે આપી શકે અને એ યોજનાના અમલ માટે પસીને ને લેહી રેડવાની પ્રેરણા જે નિરંતર પૂરી પાડી શકે એવા પનેતા પ્રતિનિધિઓને ચૂંટીને અમે આ મહાન રાષ્ટ્રની સંસદમાં બેસાડવા માગીએ છીએ. એ ત્રાજવે તેળાવાની જેમની ત્રેવડ હોય તે જ અમારે મત માગવા આવે.
, મૂળશંકર મ. ભટ્ટ
મહેન્દ્ર મેઘાણી ધર્મ સત્ય-વિજ્ઞાન અસત્ય એક વાર બર્નાડ શેને નામાંકિત વૈજ્ઞાનિક આઇનસ્ટીનના સ્વાગત-સમારંભમાં પણ કરવાનું કહેવામાં આવ્યું. એમણે ભાષણમાં કહ્યું - “ધર્મ હંમેશાં સાચે છે, જ્યારે વિજ્ઞાન કાયમ ખેટું છે.'
આઇનસ્ટીન ગ”રાયા. આ શો તે વળી કેવું સ્વાગત કરે છે? પૂછયું, “શ, તમારા કહેવાનો મતલબ શું છે?”
શએ કહ્યું, “ધર્મના ઠેકેદાર પાદરીઓ એકનું એક જઠ્ઠાણું એકધારું હાંકયે રાખે છે, તેથી ધર્મ હંમેશાં સાચો જ હોય છે. તેને ક્યારેય ખોટા પડવાપણું નથી!
અને વિજ્ઞાન હંમેશાં ખોટું શા માટે?
કારણ કે દરેકે દરેક નવી શોધ સાથે તમે કાયમ બદલાત રહો છે, તેથી વિજ્ઞાન હંમેશાં ખોટું જ પડતું રહે છે!
પરંતુ રાજનીતિવાળા તો એનાથી એક ડગલું આગળ છે. રાજનીતિ તે હરપળે બદલાતી રહે છે. સવારનું એનું સત્ય સાંજે બદલાઈ ગયું હોય! સવારના છાપામાં કાંઈ કહ્યું હોય અને સાંજના છાપોમાં તેનાથી સાવ જુદું! " -દાદા ધર્માધિકારી