SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ પ્રભુ જીવન ઠીક સમય સુધી વૃત્તિના દમનની અમુક ઉપયોગીતા છે. પણ સાથે સાથે એ સ્પષ્ટ કરવાની જરૂર છે કે યમનિયમના અનુપાલનમાં માત્ર દમનનો જ ખ્યાલ અભિપ્રેત નથી. એ ઉપરાંત તેમાં ધ્યાન, તપ, ૫, ઉપાસના, વૃત્તિઓનું વિશ્લેષણ વગેરે ઘણી બાબતો અભિપ્રેત છે, અને તેના માટે સતત સજગતા એટલી જ આવશ્યક છે. આને આશય આખરે વૃત્તિઓ ઉપર કાબુ મેળવવાના છે. આના સ્થાને તમે સાધક માટે સતત સજગતા અને સાક્ષીભાવ પૂરતા ગણા છે અને તેથી ઉપરના હેતુ સહજપણે સિદ્ધ થાય છે એમ તમારા અનુભવ ઉપરથી તમે જણાવેા છે. મને આ બાબતના પૂરો અનુભવ કે મારા ચિત્ત ઉપર આ બાબતનું પૂરું ચિત્ર નથી. એમ છતાં તમારા અનુભવને સ્વીકારવામાં મને વાંધો નથી. પણ મારી સમજણ મુજબ, જેવી રીતે પાંચ વ્રતના અનુપાલન અંગે પ્રચલિત ખ્યાલ છે કે ગૃહસ્થ માટે પ્રસ્તુત પાંચ વ્રતોનું અલ્પ આકારમાં જ પાલન શક્ય છે, પણ સંપૂર્ણ આકારમાં તેનું પાલન કરવા માટે સાધુ જીવન-- સંન્યાસીનું જીવન- આવશ્યક અને વધારે ઉપયોગી છે, તેવી રીતે તમે જે સજ ગતા અને સાક્ષીભાવ આગળ ધરો છે તેનો અમલ રાગદ્વેષના અનેક નિમિત્તાથી ભરેલા ગૃહસ્થાશ્રામમાં બહુ ઓછા પ્રમાણમાં શક્ય છે. તેની સંપૂર્ણ અનુભૂતિ માટે મારી દષ્ટિએ સંન્યાસીનું જીવન- પછી તે આજીવન હોય કે મુદતી હાય- આવશ્યક અને સવિશેષ ઉપયોગી છે. આ વિચારને વધારે સ્પષ્ટ કર્યું તે ગૃહસ્થાશ્રમમાં રહીને પણ જીવનના ઊંચામાં ઊંચા આદર્શનું અનુપાલન માનવી માટે શકય નથી એમ નથી, પણ તે બહુ જ વિરલ માનવીએ માટે છે, જ્યારે સંન્યાસીના જીવનમાં ઊંચા આદર્શના અનુપાલન માટે વધારે સરળતા અને શકયતા છે આવા મારા અભિપ્રાય છે. વિશેષમાં જણાવવાનું કે તમે જણાવે છે. તે મુજબ સજગતા સાક્ષીભાવ– જીવનની પૂર્ણ સાધના માટે પૂરતા હોય તો પણ તેવી વ્યકિતને સંન્યાસી તરીકે ઓળખાવવી હોય તે તેને પાયે ગૃહત્યાગ હોવા જ જોઇએ. ઉચ્ચ કોટિનું ગૃહસ્થ જીવન ગાળનારને સાધુપુરુષ કહી શકાય, સંન્યાસી ન કહી શકાય. જેમાં ગૃહત્યાગ સૂચિત ન હોય એવા કોઇ સંન્યાસની હું કલ્પના કરી શકતા નથી. મારા લખાણના વિશેષ ઝાક તો માત્ર બાહ્ય પરિવર્તનારા કહેવાતા સંન્યાસના જે વિચારને આચાર્ય રજનીશજી આગળ ધરે છે તે વિચાર કેટલા પાકળ અને સંન્યાસના સત્વ અને તત્ત્વના વિરોધી છે તે તરફ પ્રબુદ્ધ જીવન'ના વાચકોનું ધ્યાન ખેંચવાના હતા અને છે. તમે કહેા છે. તેવી સજગતા સાક્ષીભાવ સિદ્ધ કરેલ હોય તેવી વ્યકિતએ પણ ભગવાં વસ્ત્ર પહેરવાની, રજનીશજીની છબી સાથે ગળામાં માળા નાંખવાની અને પોતાનું નામ બદલવાની શી જરૂર છે તે મને સમજાતું નથી. આ ચર્ચાપત્રમાં ઘણા એવા મુદ્દાઓ છેકે જેની ચર્ચા પત્રમાં શક્ય નથી. આ સંબંધમાં રૂબરૂ મળવાનું બને તો વધારે વિગતથી ચર્ચા થઇ શકે. શ્રી બાબુભાઇને મારા પ્રણામ કહેશે. અવકાશે પહોંચ અથવા જવાબ લખશેા. પરમાનંદની સપ્રેમ આશિષ તા.ક. તમે તમારા ચર્ચાપત્રના છેવટના ભાગમાં નોંધપે ઉમેરતાં જણાવા છે કે “આચાર્યશ્રી એક એવા સમાજના સર્જનનાં બી વાવી રહ્યા છે કે જેમાં સાધના સર્વસુલભ હોય અને ગામેગામ બુદ્ધ, મહાવીર કે ક્રાઇસ્ટ પેદા થઇ શકે. વાતાવરણ જ એવું હોય કે સાધના એ કઠોર તપશ્ચર્યા ન બને પણ જીવનનો આનંદ હોય.” આના જવાબમાં જણાવવાનું કે આન્તર તેમજ બાહ્ય કઠોર તપશ્ચર્યા અને ઉપાસના સિવાય માનવમાંથી કોઇ મહામાનવ પેદા થઇ શકતા જ નથી, પણ આચાર્યશ્રી જેવી રીતે સર્વજનસુલભ સાધના વડે નકલી સંન્યાસીએ પેદા કરી રહ્યા છે તેવી જ રીતે કદાચ આપણી સામે જ ગામેગામ નક્લી બુદ્ધ, મહાવીર કે ક્રાઇસ્ટ તેઓ જરૂર પેદા કરશે એમાં મને કોઇ શક નથી. પરમાનંદ તા. ૧૯-૨-૧૯૭૧ મતદારાનું જાહેરનામુ (નીચેના પરિપત્ર મેક્લનાર મિત્રો જણાવે છે કે, પંડિત સુખલાલજી, શ્રી દિલખુશ દિવાનજી, શ્રી બબલભાઇ મહેતા, આચાર્ય હરભાઇ ત્રિવેદી, આચાર્ય મનુભાઇ પંચાળી, શ્રી ઇશ્વર પેટલીકર, શ્રી વિનોદિની નીલકંઠ, શ્રી નગીનદાસ પારેખ, ડૉ. વસન્ત પરીખ, શ્રી ભાગીલાલ ગાંધી, સ્વામી આનંદ, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, ગુજરાત સર્વોદય મંડળ તથા શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા તરફ્થી આ પરિપત્ર ઉપર પોતપોતાની સહી મૂકવાની સંમતિ મળી છે. —તંત્રી) ભારતની સાંસદ માટેની ૧૯૭૧ની ચૂંટણી વખતે અમે કેટલાક મતદારો નીચે મુજબનું જાહેરનામું બહાર પાડવાનું જરૂરી સમજીએ છીએ અને તે અમારાં બંધુ–ભગીની—મતદારો પાસે, તથા અમારા મતના ઉમેદવારો સમક્ષ, સવિનય રજૂ કરીએ છીએ. અમારી પ્રાર્થના છે કે સહુ મતદારો એની ઉપર વિચાર કરે અને પેાતાને તે યોગ્ય લાગે તે! આ જાહેરનામાનું લખી બોલીને સમર્થન કરે. આ દેશના કરોડો મતદારો જુદા જુદા પક્ષના કે ઉમેદવારોના કાર્યક્રમા ને વિચારાની ચકાસણી કરીને પછી જ પેાતાનો મત કોને આપવા તે ઠરાવશે, તેમ છતાં તમામ ઉમેદવારો પાસેથી અમે મતદારો ઓછામાં ઓછી આટલી અપેક્ષા રાખીએ છીએ : ૧. સહુથી પહેલી વાત પક્ષ-પલટાની કરીએ, કારણ કે એને ખૂબ કડવા અનુભવ છેલ્લી ચૂંટણીમાં જીતેલા સેંકડો ઉમેદવારોએ આ દેશને કરાવે છે. અમારી એ અફર માન્યતા છે કે એક પક્ષના (કે અ—પક્ષ) ઉમેદવાર તરીકે ચૂંટણી જીતનાર કોઇ પણ સંસદ–સભ્ય (કે વિધાનસભા—સદસ્ય) પાછળથી જો બીજા પક્ષમાં જોડાવા ઇચ્છે તે પ્રજાએ તેમને જે સ્થાને ચૂંટી મેાકલ્યા હોય ત્યાંથી તેમણે અચૂકપણે રાજીનામું આપી દેવું જોઇએ અને પછી નવા પક્ષના ઉમેદવાર તરીકે પેટા—ચૂંટણીમાં ઊભા રહેવું જોઇએ. આમ ન કરનાર માણસ, ચાહે તેટલા મેટા હોદ્દા ધરાવતા હાય તો પણ, પોતાના મતદારોનો તે દ્રોહ અને વિશ્વાસઘાત જ કરે છે, એ વિશે અમારા મનમાં કશી શંકા નથી. તેથી એક વાત બિલકુલ સાફ છે કે ૧૯૬૭ની ચૂંટણી પછી જે સેંકડો ચૂંટાયેલા આયારામ–ગયારામે સંસદમાં કે વિધાન સભામાં પાટલીઓ બદલી છે (કેટલાકે તે એકથી વધુ વાર), તેમાંના કોઇને આ ચૂંટણીમાં અમે મત આપવાના નથી, સિવાય કે, ઉપર જણાવ્યા મુજબ, પક્ષ બદલવાની સાથેાસાથ પેાતાના સ્થાનનું પણ રાજીનામું કોઇ વીરલાએ આપ્યું હાય. અમે જાણીએ છીએ કે અમારી, એટલે કે પ્રજાની, યાદદાસ્ત ટૂંકી છે. કેટલાય પાટલીબદલુઓનાં નામ આ મહિનાએ તે વરસે દરમિયાન અમે ભૂલી પણ ગયા હશું. તેમ છતાં તેમના વિશ્વાસઘાતના જખમ તો પ્રજાના દિલમાં રુઝાયા નથી. તેથી આ દેશનાં જે અખબારોને હૈયે અમારું હિત હેાય તેમને અમારી નમ્ર વિનંતી છે કે છેલ્લાં ચાર વરસની પેાતાની ફાઇલોમાંથી તે આવા પાટલીબદલુએનાં નામ શેાધી શે!ધીને ત્યારે પ્રજા પાસે મૂકે. મતદારો પણ એવા લોકોનાં નામ યાદ કરીને છાપામાં ‘વાચકોના પત્ર’ વિભાગ મારફત જાહેર કરે. ૨. એટલું ભૂતકાળ પૂરતું. અત્યારે જે લોકો ચૂંટણીમાં ઊભા હોય તેમની પાસેથી પણ અમે એવી સ્પષ્ટ જાહેરાત માગીએ છીએ કે ચૂંટાયા પછી કયારેય પણ જો એ પક્ષપલટો કરવા માગશે તે તરત જ સંસદમાંથી રાજીનામું આપી દેવાની પ્રમાણિકતા બતાવશે. આવી ખાતરી જાહેરમાં અમને મતદારોને ન આપનાર કોઇ પણ ઉમેદવારને હવે અમે મત આપવાના નથી જ, તેની એ સહુ પક્ષી ખાતરી રાખે. ∞
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy