________________
૨૩૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨-૧૯૭
સોંપવામાં આવ્યું હતું. કમિશને આ માટે મુખ્યપ્રધાનની ટીકા કરી ફજેત–ફાળકેા ચૂંટણીના ચગ્યા છે.
“આમ કરીને, મુખ્ય પ્રધાને રાજકીય શતરંજની વેદી પર જાહેર હિતનું બલિદાન આપ્યું હતું.”
ધરામાં શે. ધાંધલ ? હવામાં શું ગરમી ? અચાનક શું શૈલેના શૃંગામાં નરમી? ને પ્રવૃત્તિમય એકસરખાં દિસે કાં, આ કડકડતી ઠંડીમાં કર્મી - કર્મી?
શ્રી કામાઢ્ય નારાયણ સિંહે પાતાના અંગત સ્વાર્થને ખાતર સાના ખુલ્લંખુલ્લા દુરુપયોગ કર્યો હતો, અને રાજ્ય અને પેાતાની પેઢીઓ વચ્ચેની અદાલતી બાબતેમાં પણ ડખલગીરી કરવાની હદ સુધી તેએ ગયા હતા. બીજા પ્રધાનો પણ સત્તાનો દુરુપયોગ કરવા માટે દોષિત હોવાનું જણાયું હતું.
વેંકટરામાં અય્યર કમિશને એક મેટું કૌભાંડ શેાધીકાઢીને જાહેરમાં આણ્યું. એણે એમ શેાધી કાઢયું કે પ્રધાનમંડળ પૈકીના એક પ્રધાન શ્રી મહેશપ્રસાદસિંહે એક કોન્ટ્રાક્ટર પાસેથી બધું મળીને પેણા બે લાખ રૂપિયાની લાંચ લીધી હતી અને બીજા કોન્ટ્રાકટરો પાસેથી પણ બીજા એક સાદા મટે જુદી જુદી લાંચ લીધી હતી.
કોંગ્રેસી પ્રધાનમંડળના માજી મુખ્ય પ્રધાન શ્રી કૃષ્ણવલ્લભ સહાયે “પેાતાના દીકરાએ, સગાસંબંધીઓ અને મિત્ર પ્રત્યે ઘણી મહેરબાની કરી હતી.” બીજા એક પ્રધાન ન્યાતવાદ માટે દોષિત જણાયા હતા જ્યારે ત્રીજા એક પ્રધાને નાના મોટા અર્થલાભા મેળવ્યા હતા.
શ્રી સહાયનું મૂડીરોકાણ આ ગાળા દરમિયાન તેમની આવકના પ્રમાણમાં રૂપિયા એક લાખ જેટલું વધારે હતું. “એમ કહેવું જ જોઇએ કે તેમને પ્રાપ્ત થયેલી રકમેા વધુ પડતી હતી અને તેમની આવકના જાણીતા માર્ગોની સાથે પ્રમાણમાં બંધબેસતી ન હતી.”
આ બધા પ્રધાના ૧૯૬૬ના એપ્રિલની ૧૬મીથી ૧૯૬૭ના માર્ચની પાંચમી સુધીમાં જુદે જુદે સમયે પ્રધાનપદે હતા.
અદાલતી તપાસપંચની આ પ્રથા મેટામાં મેાટા સરકારી નાકરાની સામે થતાં ગેરવર્તનનાં આક્ષેપાની બાબતમાં એક નિષ્પક્ષ અને અસરકારક સાધન તરીકે પુરવાર થઇ છે. માત્ર મેનન અને માલવિયાના પ્રકરણમાં, કે જ્યાં આ પદ્ધતિનો ઉપયોગ થયો નથી, ત્યાં બીજા જે કોઇ માધ્યમનો ઉપયોગ થયા છે તેની સામે જાહેર પ્રજામાં ઉગ્ર અસંતોષ થયા છે. બીજી બાજુ, જ્યારે પણ વિધિસરનું અદાલતી તપાસપંચ નીમવામાં આવ્યું છે. ત્યારે સર્વત્ર રાહતની લાગણી અનુભવાઇ છે. પ્રધાન પોતે જ પોતાના બચાવ કરે અને પોતે જ ન્યાયાધીશ તરીકે રહે, અને લોકો પાસે સરકારી નેક્શના ગેરવહીવટની તપાસ કરવાનો કોઇ માર્ગ ન રહે એ ખૂબ દયનીય પરિસ્થિતિ છે.
.
સર આઇવર જેનીંગ્સ- જે એક માટા બંધારણીય બાબતેના પાંડિત ગણાયા છે તેઓએ કહ્યું છે કે, “એક વ્યકિતને પ્રધાન બનાવવા માટેનું તદ્ન પ્રાથમિક ધારણ એ છે કે તેનામાં પ્રમાણિકતા અને સત્યનિષ્ઠા હાવા જોઇએ. જોકે, આ બે ગુણા તેનામાં હાય એટલું પૂરતું નથી; એ ગુણા છે તેની પ્રતીતિ પણ જાહેર પ્રજામાં હાવી જોઇએ.’
ભારતમાં ઉપરના પાયાના સિદ્ધાંતની લગાતાર ઉપેક્ષા થતી આવી છે. જે પ્રધાનાને તપાસપંચેાએ પાછળથી ભ્રષ્ટાચારી જાહેર કર્યા છે અને જેમના ગેરવર્તન માટે પુરાવા મળ્યાં છે એવા પ્રધાને એ પણ વરસ સુધી હોદ્દેશ છેડ્યો નથી. જાહેર નાણાંની નુકસાની તા એમાં અગણ્ય થઇ છે, તેથી પણ વધારે હાનિ તો જાહેરજીવનના ધારણમાં અને નૈતિક મૂલ્યોનાં અવમૂલ્યનમાં થયેલી છે.
સંથાનમ કમિટીની ભલામણેાના સ્વીકાર કરવાની ભારત સરકારને હજી જરીકે ઉત્સુકતા નથી. લુચ્ચાઓની મંડળીમાં નવા સભ્યો ઉમેરાતા જાય છે; દરેક નવાગંતુક આગળના કરતાં વધારે રંગીન છે. સામાન્ય નાગરિક માટે, ગિબને કહ્યું છે તેમ, એક જ વાત શ્વાસન લેવા જેવી છે, અને તે એ કે; “ભ્રષ્ટાચાર એ બંધારણીય સ્વતંત્રતાનું નીતાંત અનિવાર્ય ચિહ્ન છે.”
(સમાપ્ત)
અનુવાદક : સુબોધભાઇ એમ. શાહ
મૂળઅંગ્રેજી. શ્રી એ. જી. નૂરાની
વસે દેવતા, તે મેરુ ડગ્યા છે! ફજેત ફાળકો ચૂંટણીના ચગ્યો છે
ઊઠાં સળવળી સૂનાં જૂનાં સ્મશાન : ને વેરાનામાં પ્રગટયાં વિશ્રામસ્થાન : ઉરી ખંડેરાનાં ઘડીભર રિઝવવા; મુકાયાં છે વહેતાં મદીલાં જો, ગાના !
નજર – બંધીના ખેલ ઊઘડી ચૂક્યો છે! ફજેત – ફાળકો ચૂંટણીના ગ્યો છે!
મદારીના
કુંડાળામાં અન્યોન્યને દેતા ડારા, જેવા જ દેકારો કાળા; (પ્રેક્ષકના ગજવાને ઝંઝેડવાને !) રહ્યા છે. મચાવી જો, ઉમ્મેદવારો !
કો' હારે, કા' જીતે, પ્રજાના મરા છે! ફજેત – ફાળકો ચૂંટણીના ચગ્યો છે!
છે પહેોંચેલ સૌએ: ખરા ખેલાડી છે: ઘડિક વેરાગી ને ધર્ડિક વિકારી છે: છે નૂતન ક્ષણેક્ષણ : જબ વેધારી એ, શિકારી ઘડિક ને ઘર્મિક વેપારી છે;
ઘડિક દાની છે ને ઘડિક યાચકો છે! ફજેત - ફાળકો ચૂંટણીના ચગ્યો છે!
તમે શું ચહે છે? જે માગો તે હાજર : છે ભૂખ્યાંને દાણા, ને બે-ઘરને છે. ઘર : કુંવારાને કન્યા, ને કન્યાને કંકુ, ને ઘોડાને ચંદી, ગધેડાને ગાજર ;
છે મેાસમ ખુલી : માગનારો ભૂલ્યે છે! ફજેત ફાળકો ચૂંટણીના ગ્યો છે!
-
મનાહારી પહેરેલ છે સૌએ મહેરાં: કળાતા નથી કોઇના સાચુકલા ચહેરા : ઉછીના અવાજો લઇ ગૂર્જતા સૌ; યથા-સ્થળ-સમય કર્યાંક આછા, ક્યાંક ઘેરા.
સદા - ફરતા રંગાતણા તાશેશ છે ! ફજેત - ફાળકો ચૂંટણીને ચગ્યો છે!
ગરીબી ? રખે અપશુકન કોઇ તા : અહીં તા કૂબેરા જ દેખું હું ફરતા 1 કરોડોથી ઓછી નથી. ક્યાંય વાતા, નથી ધરતી પર પગ : ગગનમાં વિહરતા !
ખરો લોકશાહીના સૂરજ ઊગ્યો છે! ફજેત - ફળકો ચૂંટણીના ચગ્યો છે!
કરસનદાસ માણેક.