________________
૨૨૮
✩
પ્રભુ જીવન
ઉચ્ચ સ્તરે ભ્રષ્ટાચાર
(ગતાંકથી અનુસંધાન)
પ્રતાપસિંગ કરો
૧૯૬૩ના નવેમ્બરમાં ભારત સરકારે પંજાબના મુખ્યપ્રધાન સરદાર પ્રતાપસિંગ કૈરાં ની સામે થયેલા આક્ષેપોની તપાસ માટે ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ શ્રી એસ. આર. દાસના પ્રમુખપણા નીચે જે તપાસપંચની નિમણૂંક કરી તે પણ અત્યંત આનાકાનીપૂર્વક કરી હતી. છેક ૧૯૫૮માં કૅૉંગ્રેસ હાઇકમાન્ડે આ વિષે તપાસ આદરી હતી અને પરિણામે મુખ્ય પ્રધાનને દોષમુકત જાહેર કરવા સાથે, તેમના કુટુંબના સભ્યોને “improprieties” માટે દોષિત જાહેર કર્યાં હતાં અને જેને માટે મુખ્યપ્રધાનને “Constructively Responsible'
ઠરાવ્યા હતા.
ત્યારબાદ, પોતાની સત્તાનો દુરુપયોગ કરવા બદલ સુપ્રિમકોર્ટે દોષિત ઠેરવ્યા છતાં સરદાર કૈરીએ રાજીનામું આપ્યું નહીં. ઉપરથી તપાસપંચની નિમણૂંક કરતી વેળા શ્રી નહેરુએ જાહેરમાં તેમની પ્રશંસા કરી.
જસ્ટીસ દારાના હેવાલે સરદાર કરીને એક દાખલામાં પોતાના જ લાભાથે સત્તા અને લાગવગનો ગેરઉપયોગ કરવા માટે અને બીજા ત્રણ કિસ્સાઓમાં પોતાના દીકરાઓ અને સગાંવહાલાંઓને મિલ્કતા યોગ્ય રીતે પ્રાપ્ત કરવામાં અથવા તેના નિકાલ કરવામાં મદદ કરવા માટે દષિત ઠેરવ્યા હતા, જ્યારે બીજા પાંચ કેસામાં તેમનાં સગાંવ્હાલાંઓએ મુખ્ય પ્રધાન દ્વારા ગેરવાજબી લાભા મેળવ્યાં હતાં. “સરદાર પ્રતાપસિંગ કરીં જાણતા હતા અથવા એમ માનવાને માટે તેમની પાસે પૂરતાં કારણા હતાં કે તેમના પુત્ર અને સગાંઓ તેમની સત્તા અને લાગવગના ગેરલાભ ઉઠાવી રહ્યાં છે. આ પ્રકારના એમના કરતૂતો પ્રત્યે “આંખમિંચામણા” કરવાના આરોપ તેમના પર આવ્યો હતા.
ઉપર પ્રમાણે દોષિત ઠરવા છતાં પણ સરદાર કૈરોંએ રાજીનામું આપ્યું નહીં; પરંતુ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ આખા હેવાલ પ્રગટ ર્યો અને એ રીતે, તેમને રાજીનામું આપવાની ફરજ પાડી. બક્ષી ગુલામમહંમદ
૧૯૫૩ના ઑગસ્ટમાં બક્ષી ગુલામમહંમદ જમ્મુ અને કાશ્મીર રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા અને દશ વર્ષ પછી કામરાજ યોજના મુજબ તેમણે રાજીનામું આપ્યું. તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો, તેઓ હાદ્દા પર હતા તે દરમ્યાન, છુટથી કરવામાં આવ્યા હતા, પણ તેની ઉપેક્ષા કરવામાં આવી,
૧૯૬૪ના સપ્ટેમ્બરમાં, શ્રી જી. એમ. સાદીકના પ્રધાનમંડળ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થવાની હતી તેના ટાંકણે અટકાયતી ધારા નીચે બક્ષી ગુલામમહંમદની ધરપકડ કરવામાં આવી અને થોડા મહિના બાદ તેમને છેડવામાં આવ્યા.
૧૯૬૫ના જાન્યુઆરીની ૩૦મી તારીખે સાદીકની સરકારે બક્ષીની સામે થયેલા ગેરવહીવટના આક્ષેપોની તપાસ માટે શ્રી એન. રાજગોપાલ આયંગર (સર્વોપરી અદાલતના માજી ન્યાયાધીશ)ની બનેલી એક તપાસપંચની નિમણૂંક કરી. બક્ષીની ધરપકડ થઇ તે પહેલાં તેમ જ તપાસપંચની કામગીરી ચાલુ હતી તે દરમ્યાન પણ કેન્દ્રના પ્રધાનાએ બક્ષી અને સાદીક વચ્ચે સમાધાન કરાવવાના ખુલ્લેખુલ્લા પ્રયત્નો કર્યા, પણ તેનું કાંઇ પરિણામ ન આવ્યું.
જસ્ટીસ આયંગરે ઝીણવટભરી પરંતુ સંપૂર્ણપણે નિષ્પક્ષ તપાસ કરી. તેમના સાતસાએક પાનાને હેવાલ બક્ષીને પૂરતા પ્રમાણમાં શંકાનો લાભ-Bnefit of Doubt આપે છે. તેમ છતાં પણ તેઓ આ માણસને હોદ્દા પર રહેવા દરમ્યાન પેાતાની
તા. ૧૬-૨-૧૯૭૧
સત્તાનો ચોખ્ખો દુરુપયોગ કરવા માટે તેમ જ પંચ સમક્ષ જુઠી જુબાની આપવા માટે દોષિત ઠેરવ્યા વિના રહી શકતાં નથી.
જસ્ટીસ આયંગરને જણાયું કે ૧૯૪૭માં જ્યારે બક્ષી ગુલામમહંમદ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેમના કુટુંબની કુલ મિલકત— જેમાં ઘેાડાં રહેવાનાં ઘરો માત્ર હતાં– શ. ૧૦૦૦૦થી વધારે ન હતી. તેમના કુટુંબના બધા જ સભ્યોની ધંધાકીય કમાણી ઉપરાંત તેમના પૈકીના જે કોઇ સભ્યો નોકરીઓ મેળવી શકયા હતા તેમની આવક ભેગી કરીએ તે પણ માસિક માંડ રૂા. ૮૫૦થી વધારે આવક થતી ન હતી.
ત્યારથી માંડીને ૧૯૬૩ના ઑકટોબર સુધીના ગાળા સ્પષ્ટ રીતે ત્રણ ભાગમાં વહેંચાઇ જાય છે. પહેલા ભાગ ૧૯૪૭ના ઑઑકટોબરની આસપાસથી ૧૯૫૬ સુધીના છે કે જેના અંતે બક્ષીના કુટુંબની કુલ મિલકત રૂપિયા પચીસ લાખથી વધુ અંદાજી શકાય.
(આ ગાળા દરમિયાન) આ આરોપોના અનુસંધાનમાં સરકાર તરફથી રજૂ કરાયેલા પૂરાવાઓની પૂરી તપાસ કરવા છતાં મને માલુમ પડયું છે કે એક પણ આક્ષેપ પુરવાર થતા નથી.
આ જ ગાળા દરમિયાન ફિરોઝ એન્ડ કંપની નામની બક્ષીના કુટુંબના મુખ્ય મુખ્ય ગ્રુપોની જ બનેલી ભાગીદારી પેઢી હયાતિમાં આવી; અને આ પેઢીને જે લગભગ એકમાત્ર કાર્યકર હતા તે બક્ષીના ભાઇ અબ્દુલ મજીદે મિલીટરીના સત્તાવાળાઓને પુરવઠા પૂરો પાડવાના કરારો વગેરે દ્વારા પેાતાને માટે તેમ જ શેડા પ્રમાણમાં કુટુંબના બીજા સભ્યો માટે ઘણું નાણું એકઠું કર્યું. આરોપી (બક્ષી) એ નાયબ મુખ્ય પ્રધાનના હોદ્દા ધારણ કર્યો તે પછી તરત જ—એટલે ૧૯૪૮માં- આ કૌટુંબિક પેઢીએ મિલિટરીને સામાન પૂરો પાડવાનાં ઓર્ડર લેવાનું બિઝનેસ ચાલુ કર્યું. એ શકય છે અને મને લાગે છે કે એ ઘણું બધું શકય છે– કે અબ્દુલ મજીદ કે જેના હાથમાં ફિરોઝ એન્ડ કંપનીના વહીવટ હતા તેમજ કુટુંબના બીજા સભ્યો કે જેઓ તેને ધંધાના સંચાલનમાં મદદ કરતા હતા, તેઓ બધાએ આરોપીના સરકારી હોદ્દાના લાભ ઉઠાવ્યા છે. આરોપી જે હોદ્દા પર હતા તેના રૂવાબને લઇને અબ્દુલ મજીદ વગેરેને એક બાજુ લશ્કરી અધિકારીઓ સાથેના વ્યવહારમાં, તે બીજી બાજુ તેઓ જેમની પાસેથી સામાન ખરીદતા હતા તેમની સાથેના વ્યવહારમાં પણ એમ બન્ને બાજુ પ્રતિષ્ઠા અને લાગવગ પ્રાપ્ત થતાં હતાં. કોઇપણ મેટા હાદ્દાધારીના નજીકના રાગાંઓને આ પ્રકારના આડકતરા લાભાની પ્રપ્તિ થાય જ છે કે જેના વિષે અયોગ્ય સાધને દ્વ્રારા ધંધા મેળવવાના આરોપ જલ્દી મૂકી ન શકાય. આ કિસ્સામાં રજૂ કરાયેલા કેટલાક સેગંદનામાઓ ( affidavit ) પરથી તેમ જ નિયમ ૬ (૧) બ નીચે બહાર પાડેલી પબ્લિક નોટિસના ઉપલક્ષમાં જાહેર પ્રજાએ નોંધાવેલા નિવેદન પરથી એમ જણાય છે કે અબદુલ મજીદે જેની ૫ સેથી માલા લીધાં છે. તેઓનાં નણાં નહીં ચૂકવીને પણ આરોપી સાથેના પેાતાના સંબંધને પૂરેપૂરો લાભ ઉઠાવ્યો છે. તેમ છતાં આરોપી તે આમાં સંડોવયેલા હોવાનું જણાવતા પુરાવાઓના અભ વે, તેમ જ આરોપનામાનાં એક ભાગરૂપે આ વાત નહીં હોવાથી, મેં આ બધું લક્ષમાં લીધું નથી.” ચોક્કસપણે, બનેલી હકીકતાનું આ એક ઘણું ઉદાર નિરુપણ હતું.
૧૯૫૭થી ૧૯૬૦ના અંત સુધીના ગાળામાં “મને લાગે છે કે બક્ષીના દીકરા બશીર એહમદને તેના ઓટોમાબાઇલના ધંધામાં મદદરૂપ થવા માટે પેતાની સત્તા અને પોતાના હોદ્દાનો દુરપયોગ કર્યો હોવાના ઘણા ખુરાવા છે.”
૧૯૬૧થી ૧૯૬૩ સુધીના સમયમાં- કે જ્યારે બક્ષીએ હોદ્દા