________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૯-૨-૧૯૭૧
સાથે આપણે કદાચ સંમત ન થઇએ પણ તેઓ જેવા હતા તેવા દેખાતા. તેમના જીવનમાં દંભને કોઇ સ્થાન નહેાનું, નિડરતા તેમને પ્રકૃતિથી વરેલી હતી. ગાંધીજી સાથે તેઓ ચાલ્યા, કર્દિ અઘ્યાયા, પણ કર્દિ સ્વત્વને ઝાંખું પડવા ન દીધું.
વટવૃક્ષની માફક સતત વૃદ્વિગત થતું ભારતીય વિદ્યાભવન તેમના જીવનનું ચિરંજીવ સ્મારક છે. ગુજરાતી પ્રજામાં તેમનું અગ્રન તમ સ્થાન હતું. સાહિત્ય તેમના પ્રાણ હતા. તેમના જેવી વ્યકિત વિરલ જોવા મળશે કે જેણે જીવનનાં અનેક ક્ષેત્રે પોતાનાં બનાવ્યાં હાય. તેમને પરિચય આ અંકમાં અન્યત્ર આપવામાં આવ્યો છે તેથી તેની વિગતમાં અહિં હું ઉતરતો નથી.
તેમનાં સહધર્મચારિણી શ્રી લીલાવતીબહેન આપણ સર્વની હાર્દિક સહાનુભૂતિના અધિકારી બને છે. શ્રી મુનશીના જીવનને આટલું બધું સમૃદ્ધ બનાવવામાં લીલાવતીબહેનના ફાળા નાનીસૂન નથી. કાળના વિરલ પરિપાકરૂપ ગુજરાતના આ જ્યોતિર્ધરને આપણાં અનેક વન્દન હા! તેમનું જીવન આપણને સદા માર્ગદર્શક
બને.
સર્વોદય ઍજ્યુકેશન સોસાયટીનો મોરબી-ના દશાબ્દી ઉત્સવ અને તરસંગે કરવામાં આવેલી દાનની જાહેરાત
આ સંબંધમાં ચેતનના એપ્રિલ માસના અંકમાં નીચે મુજબની માહિતી પ્રગટ કરવામાં આવી છે:
“ મેરબી ખાતે આર્ટ્સ, સાયન્સ, કૉમર્સની ત્રણ કૅલિજો તથા હાઇસ્કૂલ વગેરે ચલાવતી મેરબી મુંબઇની શ્રી સર્વોદય ઍજ્યુકેશન સેસાયટીના દશાબ્દી મહોત્સવ ઉત્સવ પ્રસંગે મેારબીમાં સંસ્થા તરફથી એક નવી હાઇસ્કૂલ અને લ! કોલેજ શરૂ કરવાના નિર્ણયની જાહેરાત સેસાયટીના એક સેક્રેટરીશ્રી ગીરધરભાઇ દફતરીએ કરી હતી. હાઇસ્કૂલ માટે સર્વેદિય સોસાયટીના સ્વર્ગસ્થ પ્રમુખ શ્રી રસિક ભાઇ પ્રભાશંકર શેઠના પુત્ર શ્રી હસમુખભાઇએ રૂપિયા એક લાખ અને તેટલી જ રકમનું દાન, સેસાયટીના બીજા સેક્ર ટરી શ્રી ગીજુભાઈ મહેતાના એક ટ્રસ્ટ તરફથી લા કૉલેજ માટે જાહેર કરાયેલ છે. આ પ્રસંગે મુંબઇમાં વસતા મેારબીવાસી પંદરેક જેટલા આગેવાન ગૃહસ્થા, જેઓ સર્વેદિય ઍજ્યુકેશન સેસાયટીના હૃદારો અને કેળવણીપ્રિય આગેવાના છે તેએ ખાસ દશાબ્દી મહોત્સવ પ્રસંગે મેરબી ગયા હતા. સેસાયટીના હાલના પ્રમુખ શ્રી મનહરલાલ સંઘવીના પ્રમુખસ્થાને અને અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ શ્રી બિહારીલાલ કનૈયાલાલના અતિથિવિશેષપદે યોજાયેલ દશાબ્દી ઉત્સવનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી અનંતપ્રસાદ બક્ષીએ ઉદ્ઘાટન કરતા આજનું શિક્ષણ હેતુલક્ષી અને કાર્યલક્ષી બનાવવા સમાજ અને વિદ્યાર્થીને યુનિવર્સિટીના વધુ અંગભૂત બનાવવા અનુરોધ કરેલ. તેમનાં વિદ્રતાભર્યા મનનીય પ્રવચનમાં શ્રી બક્ષીએ હાલના ઉચ્ચ શિક્ષણની સમસ્યાઓ અંગે વિશદ છણાવટ કરી ભાષાના પ્રશ્ને અંગ્રેજીના વધુ અભ્યાસની હિમાયત કરી હતી.”
શિક્ષણના ક્ષેત્રે આવી સખાવત કરવા માટે શ્રી હસમુખભાઇ રિસકલાલ પ્રભાશંકર અને શ્રી ગીજુભાઇ મહેતાને અનેક અભિનન્દન ઘટે છે. શ્રી ગીજુભાઈ મહેતા મુંબઇના સંયુકત જૈન વિદ્યાર્થીગૃહના એક મંત્રી અને જૈન સ્થાનકવાસી સમા જના આગેવાન કાર્યકર્તા છે.
ડૅ. બાલાભાઈ નાણાવટી હાસ્પિટલમાં ખૂલ્લા મૂકવામાં આવેલા નવા ત્રણ વિભાગ
મુંબઇના પશ્ચિમ વિશગનાં પરાંઓને મહાન આશીર્વાદરૂપ નિવડેલી ડૉ. બાલાભાઈ નાણાવટી ğાસ્પિટલમાં ખૂલ્લા મૂકવામાં આવેલા ત્રણ વિભાગોના અનુસંધાનમાં તા. ૪-૨-૭૧ ના ‘જન્મભૂમિ' માં નીચે મુજબની માહિતી આપવામાં આવી છે:
ડૉ. બાલા રાઇ નાણાવટી હાસ્પિટલ, કે જે મુંબઇના પશ્ચિમનાં પરાંઓમાંની સૌથી મોટી હૉસ્પિટલ છે તેણે નાગરિકોની સેવા કર
વાનાં વીશ વર્ષ સંપૂર્ણ કર્યા તે પ્રસંગની ઉજવણી ગયા રવિવાર, તા. ૩૧ મી જાન્યુઆરી ૧૯૭૧ ના દિને આ હૅાસ્પિટલની હરિયાળી જમીન ઉપર યોજાયેલા એક સમાર‘ભ સમક્ષ તેના ત્રણ નવા વિભાગો ખૂલ્લા મૂકવાની જાહેરાત કરીને કરી હતી. આ વિભાગા (૧) હ્રદયુના રોગોથી પીડાતા દર્દીઓ માટે ઇન્ટેન્સિવ કાર્ડીએક કેર યુનિટ. (૨)
૧
૨
૩
*
'
ક્યુપેશનલ થેરાપીડિયા અને (૩) મિકેનિકલ લોન્ડ્રી પ્લાન્ટ હતા. આ પ્રસંગે આ હાસ્પિટલના કમ્પાઉન્ડમાંની ‘સર’“મણિલાલ બી. નાણવટી એનેક્ષ હૉસ્પિટલ" ના પોર્ટીકામાં આ હાસ્પિટલના સર્વપ્રથમ સ્થાપક પ્રમુખ સ્વ. સર મણિલાલ બી. નાણાવટીની કાંસાની અર્ધપ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલની કામગીરી
આ પ્રસંગે આ ાસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી. એસ. સી. શેઠે પ્રવચન કરતાં આ હૉસ્પિટલની કામગીરીના ટૂંક પરિચય આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ હૉસ્પિટલ ૩૦૦ ઇનડોર બિછાનાં અને ૧૮ આઉટડોર વિભાગા ધરાવે છે. આ વિભાગામાં ચાવીસે કલાક ચાલુ રહેતી કેંઝયુઅલ્ટી સર્વિસ (બ્લડ બૅન્ક સહિતની સુસજ્જિત પેથાલાજીક લેબોરેટરી અને આખા દિવસ તથા આખી રાત ચાલતા સંપૂર્ણ રીતે સાધનસજ્જ એક્ષ-રે વિભાગના સમાવેશ થાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ હૅાસ્પિટલે તાજેતરમાં તેની જગ્યા ઉપર ‘આઇ-બૅન્ક' (ચક્ષુ-બૅન્ક) માટે પણ વ્યવસ્થા કરી છે. જે જરૂરિયાતવાળા અંધજનાને દષ્ટિ આપવા માટે આંખોનાં દાના સ્વીકારશે. ત્યાર પછી તેમણે સને ૧૯૭૦ ના ગયા વર્ષમાં જે દર્દીઓએ આ હાસ્પિટલના વિવિધ વિાગાનો લાભ લીધો હતો તેમની સંખ્યાના અને અન્ય સંબંધીત આંકડા નીચે મુજબ જણાવ્યા હતા
(3
6
૨૨૭
આઉટડોર વિભાગેામાં સારવાર અપાયેલા દર્દીઓ ઇન્ડોર વિમાગામાં સારવાર અપાયેલા દર્દીઓ લેબોરેટરીમાં કરાયેલા ટેસ્ટસ
દર્દીઓને અપાયેલાં લાહીના કેસે
Ever
૯૧,૭૭૫
૧૦,૩૪૩
૭૫,૮૦૨
લેવામાં આવેલા ઇલેકટ્રો કાર્ડીઓગ્રામ્સ
લેવામાં આવેલી એક્ષ-રે પ્લેટસ કરાયેલાં આપરેશન
સારવાર અપાયેલા કેઝયુઅલ્ટી કેસ શ્રી આર. એમ. નાણાવટી તરફથી શ. સવા લાખનું દાન
ત્યાર પછી ડા. શેઠે જણાવ્યું હતું કે, એમ જાહેર કરતાં મને ઘણો આનંદ થાય છે કે, આ હૌસ્પિટલના ચેરમેન શેઠ શ્રી આર. એમ. નાણાવટીએ આ હૉસ્પિટલમાં ઇન્ટેન્સિવ કાર્ડીઆક કેર યુનિટની સ્થાપના અને વિકાસ માટે રૂા. ૧,૨૫,૦૦૦ (સવા લાખ) ની રકમ દાનમાં આપવાની પોતાની ખુશી બતાવી છે. હું આ હૉસ્પિટલને આ ઉદાર દાન આપવા બદલ શેઠ શ્રી રતિલાલ મણિલાલ નાણાવટીના આભાર માનું છું.
૨,૧૬૫
૧,૯૮૬
૨૩,૧૨૫ ૫,૫૧૦ ૭,૫૭૪
આમ સતત વિકાસ પામતી જતી ડા. બાલા ઝાઈ નાણાવટી હૉસ્પિટલના સંચાલન માટે અને તેના લાાથે આવી ઉદાર સખાવત કરવા માટે વિલે પારલેના અગ્રગણ્ય નાગરિક અને જૈન શ્વે. મૂર્તિપૂજક સમાજના આગેવાન તથા પ્રસ્તુત હૈં।સ્પિટલના ચેરમેન શ્રી રતિલાલ મણિલાલ નાણાવટીને આપણા હાદિક અમિનંદન અને ધન્યવાદ!
પરમાનંદ
હું કાણું છું?
ઇશ્વર મારા પરમ પિતા છે. સત્ય મારી ઉપાસના છે. પ્રેમ મારો કાનૂન છે. આકૃતિ મારી અભિવ્યકિત છે. અન્ત:કરણ મારું માર્ગદર્શક છે. શાન્તિ મારું છત્ર છે. અનુભવ મારી નિશાળ છે. વિઘ્ન મારા બોધપાઠ છે. મુશ્કેલી મારી ઉત્તેજના છે. આનંદ મારું ગીત છે. દુ:ખ મારી ચેતવણી છે. કામ મારા માટે આશીર્વાદ સમાન છે. અન્ત:પ્રકાશ એ જ મારા માટે સાક્ષાત્કાર છે. નિસર્ગ મારા સાથી છે. શત્રુ મારા શિક્ષક છે. પાડોશી મારા બંધુ છે. પરિસ્થિતિ સાથેના સંઘર્ષ મારા માટે એક તક છે. ભાવિ કાળ મારા માટે આશા છે. વ્યવસ્થા મને રાદા અભિપ્રેત છે. સૌન્દર્ય અને પરિપૂર્ણતાની ઉપાસના મારું જીવન છે.
ઉષ્કૃત અને અનુવાદિત –પરમાનંદ