________________
૧૯૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૧૯૧
લગ્ન વખતે લગ્ન રજીસ્ટર કરવાના કેવળ પાંચ રૂપિયા મે ખચ્યા. બાહ્ય વસ્તુ નથી કે જેને જોઇને બેસી રહેવાનું હાય. એ તો એક હતા તે વાત તેને કહીને આટલા બધા ખર્ચ ન કરવા મે" તેને ‘એવી પ્રાણવંત વસ્તુ છે કે એના ધબકાર આપણા વિચારો, કાર્યો સમજાવ્યા. અને વ્યવહારોમાં સંભળાય. રીતરિવાજો
ઉચ્ચ વર્ગના લોકો નીચી કામ પ્રત્યે કેવું વલણ દાખવી રહ્યા છે? શ્રીમંત વર્ગ ગરીબ પ્રજા તરફ કઇ રીતે વર્તી રહ્યો છે? નોકરચાકર અને આપણા હાથ હેઠળના માણસા તરફની આપણી રીતભાત કેવી છે ? ખુલ્લા દિલથી આપણે કબૂલ કરી લઇએ કે જે રીતે આપણે જીવી રહ્યા છીએ તેને લાકશાહી કહી ન શકાય. પરંપરાગત રૂઢિઓમાંથી હજી આપણે બહાર આવી શક્યા નથી.
પર્દાના રિવાજ
દીનભાવે તેણે જવાબ આપ્યો : “ સાહેબ ! તમે લોકો એમ કરી શકો. અમારે તે સમાજમાં જીવવું છે. રિવાજ મુજબ ન કરીએ તો ન્યાતમાં અને ગામમાં રહેલુંય ભારે થઈ પડે.”
આની સામે મારે કંઇ દલીલ કરવાની રહી નહિ, હું જાણતા હતા કે કોઇ ધીરધાર કરનાર પાસેથી તે ૫૦૦ રૂપિયા લેશે તે ભારે વ્યાજના બાજા હેઠળ ચડાઇને દસ વર્ષે ય દેવામાંથી તે મુકત નહિ થાય. તેને બીજી કેટલી પુત્રીઓ છે તે પૂછવાની તે પછી મારી હિંમત જ ન ચાલી. આ સ્તરના સમાજમાં પ્રગતિ કે સુધારાને સ્થાન મળ્યું જ નથી.
- રિવાજોની પર કંઇ જેવી તેવી નથી. ગામડાના માણોને ખાવાપીવાના ભલેને સાંસાં હાય, ' પરંતુ મજાથી ટ્રાન્ઝીસ્ટર લઇને તેઓ ફરશે. આની પાછળ કોઇ પ્રગતિશીલ હેતુ નથી હોતા, પરંતુ લગ્નપ્રસંગે ખર્ચ કરીને જેમ પોતાના સમાજમાં વટ રાખવાની વાત હોય છે તેમ અહીં પણ સુધરેલામાં ખપી વટ બતાવવાની મનોવૃત્તિ જ કામ કરતી હાય છે.
અભણની વાત કયાં કરવી, ભારતની શિક્ષિત પ્રજાના વિચારવર્તનમાં પણ સ્વતંત્ર દષ્ટિનો અભાવ દેખાય છે. આપણા વ્યવહારોનું જો કાળજીપૂર્વક વિશ્લેષણ કરીશું તે જણાશે કે ગામડાનાં માણસોથી આપણે કંઇ બહુ આગળ નથી ગયા. એટલા ફેર પડશે કે એ લોકોની જેમ આપણે કાયમ દેવું નહિ કર્યા કરીએ. સમય બદલાયો છે એમ જો આપણે કહેતા હોઇએ તે તે જીવનની સપાટીને જ સ્પર્શી શકયા છે. મૂળ સુધી પહોંચવાનું તો હજી બાકી છે.
શહેરમાં રહેતા ઉજળિયાત ગણાતા વર્ગની રીતભાતનું અને તેમના વિચારોનું સ્વરૂપ બદલાયું છે ખરું? સ્વાતંત્ર્ય પહેલા આપણે પોષાક અને બાહ્ય રીતભાતમાં અંગ્રેજોનું અનુકરણ કરતા હતા. અને આવી નકલને પરિણામે જરાતરા અંગ્રેજ જેવા આપણે દેખાવા લાગ્યા હતા. હવે આપણે પશ્ચિમની લાકશાહી અને સામ્યવાદનું અનુકરણ કરીએ છીએ.
કેટલાક લોકો વળી માનું અંધ અનુકરણ કરે છે. આમાં અપવાદ છે પણ તે બહુ થોડા છે. સમય બદલાયો છે એમ આપણે કઇ રીતે કહેવું, જ્યારે આ દેશની ૮૦ ટકા પ્રજાની રોજની સરેરાશ આવક કેવળ એક રૂપિયા છે. આટલી મોંઘવારી અને દિનપ્રતિદિન વધતા ભાવે સામે ટક્કર ઝીલવાનું રૂપિયાનું શું ગજુ છે?
ભારતમાં ખરેખરી લાકશાહી છે કે કેમ એ હવે આપણે જોઇએ. લાકશાહીના ઊંડા અને ખરો અર્થ તો એ છે કે લોકો પોતાના હક્કો વિષે સંપૂર્ણ જાગૃત હોય. આપણા દેશમાં આ પ્રમાણે છે ખરૂ ? જે કોઇ અમુક સમય માટે સત્તા ઉપર હોય તેના નેતૃ ત્વ અને ગુલામીના આપણા લોકો નીચું માથું રાખીને સ્વીકાર કરી શું ચાલતા નથી હોતા?
આ સિવાય આપણે ત્યાં મતદાન ઉપર કામ અને જાતિના ખ્યાલ અસર કરે છે; પૈસાના બળે પણ કામ લેવાય છે. સત્તારૂઢ લાકો ગરીબ પ્રજાનો મત મેળવવા ભાતભાતની રીતે અખત્યાર કરી જે રીતે દબાણ કરે છે એમાં નામાથી જેવું રહ્યું છે પણ કાં?
એટલું સાચું કે આપણે લોકશાહીનું સ્વરૂપ ઊભું કર્યું છે; પરંતુ એમાં જે પ્રાણ અને સત્ત્વ હાવાં જોઇએ તેના અભાવ છે એમ ખેદપૂર્વક કહેવું પડે છે. જ્યાં લોકોને સરખું લખતાં, વાંચતા અને હિસાબ કરતા પણ આવડતું નથી, જ્યાં કોમવાદ અને જાતિવાદનું ઝેર પ્રસરેલું છે ત્યાં લાકશાહીના ઉજળા ચિત્રની આશા પણ રાખી કેમ શકાય ?
આપણી પાસે વ્યાપક પ્રમાણમાં જો કંઇ હોય તે બે વસ્તુઓ છે. એક છે અજ્ઞાન અને બીજી છે મતાધિકાર. લોકશાહી એ કેવળ
ખરી લેાકશાહી જ્યાં નથી ત્યાં સમાજવાદની વાત કરવી
એ તો હવામાં બાચકા ભરવા જેવી વાત છે. અલબત્ત ! આપણે સામ્યવાદી ાઇએ અને સરમુખત્યારશાહીમાં માનતા હેાઇએ તે અલગ વાત છે. સંમાજવાદનું સ્વરૂપ વૈજ્ઞાનિક ઢાંચા પર ખડું થયેલું છે. આજે તો સૌ કોઇ જાણે છે કે લગભગ આપણા બધા જ પ્રધાનો જોષીઓમાં શ્રાદ્ધા ધરાવે છે, અને તેમનું માર્ગદર્શન સ્વીકારે છે. કેટલીક વાર તો જોષીએને અપાતા આ પ્રકારના ઉત્તેજનનો ખર્ચ ભારતની ગરીબ પ્રજા ભાગવે છે. આ આપણી કમનસીબી નથી ?
જે લોકો ઉંચા હોદ્દા પર છે, જેના હાથમાં પ્રજાના જીવનનો દાર છે, એ લોકો પોતાને લાભ થાય એ હેતુથી અમુક ખાસ પ્રકારના નંગ કે કીંમતી પત્થરની વીંટી પહેરતા હોય એ દેશમાં સાચી લોકશાહી કે થોડોઘણા પણ સમાજવાદ હોઇ શકે ખરો ? ઉંચ્ચ હોદ્દો સંભાળતી સ્ત્રીએ અમુક જ રંગના વસ્ત્રો પહેરે કે ગળામાં નેકલેસને બદલે રુદ્રાક્ષની માળા પહેરે એ શું સમાજવાદના સમર્થન માટેનું કોઇ તત્ત્વ છે?
વળી ઉત્તરભારતમાં તે એવી સ્થિતિ છે કે સમાજવાદની માટી માટી વાતો કહેનારા પોતાના કુટુંબની સ્ત્રીઓને તે હજી પર્દામાં જ રાખે છે. આપણું સમાજજીવન જ્યાં સુધી આ રીતનું છે ત્યાં સમાજવાદ આવ્યો છે એમ આપણે કઇ રીતે કહેવાના? વળી જ્યાં ઉત્પાદન નબળું છે ત્યાં સમાજવાદ આવી શકશે ખરો?
આપણી પાસે જે સંપત્તિ છે તેનું વિકેન્દ્રિકરણ કરવાથી સમાજવાદનો હેતુ પૂરો નથી થઇ જતો. આથી કંઇ દારિદ્રયના દાવાનળ નથી હોલવાઇ જવાના કે નથી બેકારી મટી જવાની કે નથી પ્રજાનું જીવનધારણ સુધરી જવાનું. ઉત્પાદન વધે અને તેની સમાન વહેંચણી થાય ત્યારે આટલી દારુજ્જુ ગરીબી અને બેકારીને પ્રશ્ન હળવા થઇ સમાજવાદ આવી શકે છે. આપણે એ ધ્યાનમાં રાખવું ઘટે કે આધ્યાત્મિકતા અને લેાકશાહીની જેમ સમાજવાદ એ કેવળ વાત કરીને બેસી રહેવાની વસ્તુ નથી. એ તે આપણા રોજના જીવનમાં સાકાર થતી એક જીવનપ્રણાલી છે. નમ્રતાપૂર્વક આપણે કબૂલ કરી લઇએ કે આપણે જે રીતે જીવી રહ્યા છીએ તેને સમાજવાદ કહી શકાય તેમ નથી.
પ્રધાનોનો ખર્ચ
ચોથા મુદ્દા પર વિચાર કરીએ. ભારત જેવા ગરીબ દેશમાં સાલિયાણાં પસાય નહિ એમ કહી બંધારણમાં ફેરફાર કરવાના જે લોકો આગ્રહ રાખે છે તેમની વાત ખોટી નથી, પરંતુ રાષ્ટ્રપતિ ભવન અને પ્રધાનોના બંગલામાં જે નાણાં ખર્ચાઇ રહ્યાં છે તેને ભારતની કંગાલિયત સાથે કંઇ લેવાદેવા ખરી કે નહિ?
કહેવાય છે કે મધ્યસ્થ સરકારના દરેક કેબિનેટ પ્રધાન વાર્ષિક ખર્ચ સાડાચાર લાખ રૂપિયા છે. કર ભરી ભરીને પ્રજાતી કેડ ભલેને વાંકી વળી જતી! નવી દિલ્હી જેવા શહેરમાં દરેક પ્રધાન પાંચ એકર જમીનના વિસ્તાર ધરાવતાં બંગલામાં રહે છે. આ જમીન ફળદ્રુપ હાઇ તેમાં દરેક જાતનું કઠોળ અને શાકભાજી પ્રધાનાના કુટુંબ માટે ઊગાડવામાં આવે છે, અને આ ઉત્પાદનનો ખર્ચ નાણાખાતું ભાગવે છે.
આ તો જાણીતી વાત છે કે બંગાળના એક પ્રધાને પ્રજાના ખર્ચે પોતાના કમ્પાઉન્ડમાં માછલીઓ રાખવાનું જળાશય (Fish
4