________________
Regd. No. MH. 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
પ્રબુદ્ધ જીવન
‘પ્રબુદ્ધ જૈન'નું નવસ કરણ વર્ષ ૩૨ : અંક ૩૦
મુંબઇ, ફેબ્રુઆરી ૧૬, ૧૯૭૧, મંગળવાર પરદેશ માટે શીલિંગ ૧૫
શ્રી મુખઇ જૈન યુવક સઘનુ પાક્ષિક મુખપ છૂટક નકલ ૪૦ પૈસા
તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા કેટલીક
પાચની વાતા
✩
ચૂંટણીનો તખ્તો હવે ગાઠવાઇ ગયો છે. રા કીય પક્ષે એ પોતાના ચૂંટણી - ઢંઢેરા જાહેર કર્યા છે. ઉમેદવાર નક્કી થઇ ગયા છે. પ્રચાર શરૂ થયા છે. એક મહિનામાં ફૈસલે શે.
આ પાંચમી સામાન્ય ચૂંટણી ઘણી રીતે સામાન્ય છે. નિયત સમય કરતાં એક વર્ષ વહેલી થાય છે. ત્રણ રાજ્યો, એરિસ્સા, બંગાળ અને તામિલનાડ - બાદ કરતાં, માત્ર લાકસભાની ચૂંટણી છે. તેથી ઉમેદવારોને ઘણા વધારે ખર્ચ થાય અને મહેનત પડે. પણ રાષ્ટ્રીય પ્રશ્નો ઉપર ધ્યાન કેન્દ્રિત થાય. સમય ટૂંકો છે તે એક રીતે સારુ છે. કોઇ રાજકીય પક્ષ બેધડકપણે કહી શકે તેમ નથી કે પેતે જ બહુમિતમાં આવશે, શાસક કાગ્રેસને બાદ કરતાં. કોઇ એક પક્ષે આવી, બહુમતિ મેળવવાના પ્રયત્ન પણ નથી કર્યો. ચૂંટણી જેડાણા કર્યા છે. શાસક કોંગ્રેસે રાષ્ટ્રીય સ્તર ઉપર કોઇ ચૂંટણીજોડાણ નથી કર્યું. પણ રાજયકક્ષાએ અને વ્યકિતગત ચૂંટણીજોડાણો કર્યા છે. શાસક કૉંગ્રેસને હરાવવા માટે કેટલાક વિરોધ પક્ષાએ બની શકે તેટલું સંગઠ્ઠન કર્યું છે અને એક અસરકારક મેરો ઊભા કરવાના પ્રયત્ન કર્યો છે. રાજકીય પક્ષાના ઢઢંઢેરામાં જાહેર કરાયેલ નીતિ આ ચૂંટણીમાં અસરકારક ભાગ ભજવે તેવું દેખાતું નથી. ચારપક્ષી સંયુકત મેરચાસંસ્થાકૉંગ્રેસ, સ્વતંત્ર, જનસંધ અને સંસપ - કોઈ પ્રકારના લધુતમકાર્યક્રમ વિના, માત્ર શાસક કૉંગ્રેસને હરાવવાના એકલક્ષી કાર્યક્રમ ઉપર રચાયા છે. સામસામાં લડવાથી શાસક કૉંગ્રેસને લાભ ન મળે, તેથી શાસક કૉંગ્રેસના ઉમેદવારો સામે, એક જ ઉમેદવાર ઊભે! રાખવાની સમજૂતી, ઘણી મુશ્કેલીએ અને હોંશાતાંસી છતાં, મોટે ભાગે આ પક્ષોના આગેવાનો કરી શકયા છે. કેટલેક ઠેકાણે આ મેરા તૂટી પડયા છે, છતાં શાસક કૉંગ્રેસને સારી લડત આપવાની પરિસ્થિતિ ઊભી કરી છે. ગુજરાતમાં, ગુજરાત કૉંગ્રેસે વારંવાર જાહેર વચન આપ્યા હતાં અને ઠરાવા કર્યા હતાં કે ગુજરાત કોંગ્રેસ એકલી જ બધી બેઠકો લડશે અને કઇ સમજૂતી નહિ કરે, પણ આગેવાનીએ છેવટે પોતાનું ધાર્યું કર્યું છે. આમાં સૌરાષ્ટ્રને સૌી વધારે સહન કરવું પડયું છે. પણ આગેવાનીના અભાવે, સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓ કડવા ઘૂંટડા પી ગયા છે. સંસ્થા કોંગ્રેસ અને સ્વતંત્ર પક્ષ પોતાના ગમે તે ભોગ આપીને પણ, શાસક કૉંગ્રેસને હરાવી શકાતી હોય તે, તે માટે તૈયાર થયા છે. લાભ જનસંઘને છે. સાંસપને સાથે લઇ આ ચારપક્ષી મેરો વધારે લધુજીવી થયો છે. ભારતીય ક્રાન્તિદળને સાથે લઇ ન શક્યા. ચરણસિંહ પોતાની રમત
રમતા રહ્યા.
શાસક કોંગ્રેસે તામિલનાડમાં રાજ્યકક્ષાએ બધું જતું કરીને, ભાવિ માટે ચિન્તાજનક દાખલ ઊભા કર્યા છે. બંગાળમાં બંગલા કૉંગ્રેસ અને શાસક કૉંગ્રેસ વચ્ચે સમજૂતી ન થઇ તેથી સામ્યવાદીઓનું જોર રહેશે. પંજાબમાં શાસક કૉંગ્રેસે અકાલીઓ સાથે સમજૂતી કરી છે. માયસેરમાં શારાક કૉંગ્રેસના ગઢના કાંગરા
✩
ખરતા જાય છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને સૌરાષ્ટ્રમાં, રાજાએ એ પૂરી કમર કસી છે. ઉદયપુરના મહારાણા મેલા સામે લડવા નિકળ્યા હોય તેમ, જ્યૂ એકલિંગજી સાથે ફતવા બહાર પાડી રહ્યા છે. કામરાજ, કૃષ્ણમેનનને ટેકો આપવા તૈયાર થયા છે. ઉત્તર પ્રદેશમાં, ટી. એન. સિંઘ, મેટી બહુમતિથી હારી જવા છતાં, ચૂંટણી દરમ્યાન સત્તાસ્થાને રહેવા માટે રાજીનામું આપવા તૈયાર નથી. નિલિંગપ્પા આ વર્તનને ટેકો આપે છે. બીજા વિભાગમાંથી ફરી ચૂંટણી લડવાનો વિચાર કરે છે. ચરણસિંગ કયાં સુધી તેમને ટકવા દેશે તે જોવાનું રહે છે. મુસ્લિમ લીગ ઠીક માથું ઊંચકે છે. પણ એકંદરે શાસક ૉંગ્રેસને ટેકો આપશે. પક્ષપલટાઓ, તકવાદીતા, સત્તા લાલ્સા અને નીતિનો અભાવ, પરાકાષ્ટાએ પહોંચ્યા છે. કોઈ રાજકીય પક્ષ આ અનિષ્ટોથી મુક્ત નથી, પણ હરીફાઇ કરે છે.
ચાર સામાન્ય ચૂંટણીએ, દુનિયાની મેટામાં માટી લેાકશાહીએ, મોટા ભાગની અશિક્ષિત પ્રજાએ, શાન્તિપૂર્વક, સ્વસ્થતાથી કરી બતાવી. ૧૯૬૭ની ચૂંટણીમાં પ્રજાએ પોતાનું ખમીર બતાવી, ઘણે ઠેકાણે કોંગ્રેસ અને તેના મહારથીઓને ફગાવી દઇ, લેાકશાહી દઢ કરી. કેટલાક રાજ્યોમાં, કેંગ્રેસને સત્તાસ્થાનેથી હટાવી, બીજા રાજકીય પક્ષાને સ્થિર, સ્વચ્છ અને લોકહિતકારી રાજ્યતંત્ર રચવાની તક આપી. આ ચાર વર્ષનો અનુભવ કડવા થયો. ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, પંજાબ, ઓરિસા જ્યાં જ્યા સંયુકત દળાના રાજ્યતંત્ર થયા તે બધા અસ્થિર, અને વધારે ખરાબ નિવડયા. આ ચૂંટણીમાં રાજકીય પક્ષા, આગેવાનો કે ઉમેદવારો કરતાં, મતદારની મેાટી કસોટી છે. તેઓ સમજણપૂર્વક મતદાન કરી શકશે ? આવી અનિશ્ચિત, ગૂંચવણભરી પરિસ્થિતિમાં, પ્રચાર અને સૂત્રેાથી તણાઇ ન જતાં, પાયાના પ્રશ્નો સમજી, યાગ્ય પસંદગી કરવાની જવાબદારી મતદારની છે.
ચારપક્ષી મેરચાના મુખ્ય પ્રચાર એ છે કે શાસક કોંગ્રેસ સત્ત્તાસ્થાને આવશે તે, લેશાહીના અંત આવશે. સરમુખત્યારશાહી આવશે, સામ્યવાદ આવશે. તેથી લેાકશાહીને બચાવવા, દેશને બચાવવા અને હવે કહેવાય છે કે, ઇદીરા ગાંધીને બચાવવા શાસકકોંગ્રેસને હરાવવી. વિશેષમાં કહેવામાં આવે છે કે શાસકકોંગ્રેસે, સામ્યવાદીપક્ષ અને મુસ્લીમલીગ સાથે સમજૂતી કરી છે. સ્વતંત્રપક્ષે સંસ્થાકોંગ્રેસની નીતિ સ્વીકારી છે, જનસંઘ રાષ્ટ્રીય અને બિનસાંપ્રદાયિક પક્ષ છે એમ કહેવાય છે. આ ત્રણે પક્ષા મિલકતના અધિકારોનું પૂરું રક્ષણ કરશે એમ તેમના ચૂંટણી ઢઢાએમાં જણાવ્યું છે. સંસપ આ ત્રણે પક્ષેથી જુદો પડે છે એનું શું?
શાસકોંગ્રેસના પ્રચાર છે કે તેની નીતિ લાકશાહી સમાજવાદની છે, જે અવિભકત કૉંગ્રેસની નીતિ આટલાં વર્ષોથી રહી છે. શાસકોંગ્રેસના કહેવા મુજબ, સંસ્થાકોંગ્રેસ, જનસંઘ અને સ્વતંત્રપક્ષ, સ્થિતિચુસ્ત, મુડીવાદી અને સ્થાપિત હિતોને બચાવ