________________
૨૨૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૨-૧૯૭૧
ઉપર જણાવેલા હુમલા અંગે તાત્કાલિક તપાસ હાથ ધરવાની માંગણી કરી છે અને એ ઠરાવમાં વિશેષત: જણાવવામાં આવ્યું છે કે પ્રતાપ પર હુમલો એ સમાજવિરોધી તત્ત્વોનું કૃત્ય નહોતું પણ રાજકીય દષ્ટિથી પ્રેરાયલું કૃત્ય છે એમ માનવાને કારણે છે એમ ટ્રસ્ટની તપાસમાં જણાવ્યું છે. પોલીસ સત્તાવાળાઓનું વારંવાર ધ્યાન દોરવામાં આવેલું છતાં પોલીસ મોટા ભાગે નિષ્ક્રિય રહી હતી અને સમયસર પૂરતું રક્ષણ આપવામાં નિષ્ફળ ગઇ હતી.
પ્રસ્તુત ઠરાવ વધુમાં જણાવે છે કે પ્રતાપ' પર હુમલો એ અખબારી સ્વાતંત્રય ઉપર ગંભીર ફટકા સમાન છે અને તેથી એ ઘટના વધારે ગંભીર છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટને એથી ચાર લાખનું નુકસાન થયું છે.
આ બનાવનાં ગંભીર પરિણામને ધ્યાનમાં લઇને સૌરાષ્ટ્ર ટ્રસ્ટે એ ઠરાવમાં તુરત અદાલતી તપાસની માગણી કરી છે અને આ બનાવ માટે જવાબદાર વ્યકિતઓ સામે અસરકારક પગલાં લેવામાં આવશે એવી અપેક્ષા વ્યકત કરી છે.'
આશા રાખીએ કે ગુજરાત સરકાર, આ ઘટનાને પણ વિપક્ષની. દષ્ટિથી ન જોતાં, આ બાબત અંગે યોગ્ય પગલાં ભરવામાં વિશેષ વિલંબ નહિ કરે.
પરમાનંદ વિશ્વ સંધને વડલે (“A Song of United Nations’ નું રૂપાંતર ). જાગે....જાગે..! આ ...આ ...! ધરતીનાં બાલુડાં આવે, હસતાં કૂદતાં ગા;
આ વિશ્વસંઘને વડલે,
આ વિશ્વમાતને ખેળે..ધ્રુવ૦ કયારે એવાં પુણ્ય પ્રગટશે, માનવજાતિનાં ઈશ્વર પાપ માફ કરીને, સંગઠિત કરે રાષ્ટ્રોને; એકમેકના વિકાસ અર્થે, કામ કરીશું કયારે?"
આ વિશ્વસંઘને વડલે,
આ વિશ્વમાતને ખોળે..૧. દેશ–વેશ ને જાતિ-ધર્મના ભેદભાવ છે ભારે પક્ષ-વાદ ને વર્ણભેદ એ, ફૂટ પડાવે જ્યારે ‘બાળુડાં સી એક માતનાં,’ સમજ પ્રગટશે ક્યારે?
આ વિશ્વસંઘને વડલે,
આ વિશ્વમાતને ખેળે...૨. અહંકાર ને અભિમાનથી, સંઘર્ષો કંઈ કરતાં; રાગદ્વેષ ને વેરઝેરથી, દુનિયા દૂષિત કરતાં; સત્ય-પ્રેમને શાન્તિ-પંથે, દુનિયા પળશે ક્યારે?
' આ વિશ્વસંઘને વડલે, . આ વિશ્વમાતને ખેળે..૩ દરેકમાં સદ્અંશ છુ પાય, અચ્છાયા પણ સાથે; સદ્ગારેથી પ્રવેશ કરતાં, આતમભાવ પ્રગટશે; અનંતશકિત અણુથી પરિણમશે, ચિરશાન્તિમાં કયારે?
આ વિશ્વસંઘને વડલે,
આ વિશ્વમાતને ખેળે..૪ ‘જય જગત’ના બુલન્દ નાદે, અંતરને ભરી દઈએ; મન, વાચા ને કર્મથકી સૌ, પુનિતભાવ જગવીએ; એકમેકને કાજ જીવશું? સંકલ્પ જાગશે કયારે?
કરુણા રેલશે ત્યારે !
આ વિશ્વસંઘને વલે, . . આ વિશ્વમાતને ખેળે..૫.
પ્રા, હરીશ વ્યાસ,
રસપ્રદ કાવ્ય-વ્યાખ્યાનો અને કવિ-સંમેલન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઇતિહાસમાં વિરલ પ્રસંગ ગણાવી શકાય એવે-કાવ્ય-વ્યાખ્યાનને અને કવિ-સંમેલનને એક સુંદર કાર્યક્રમ ગુરુવાર તા. ૧૪-૧-'૭૧ ના સાંજના સમયે શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં શ્રોતાઓની ખીચખીચ હાજરીની વચ્ચે યોજાઇ ગયો.
સામાન્ય રીતે આવા કાર્યક્રમ કૉલેજમાં ગુજરાતી સાહિત્ય મંડળો યા તો સાહિત્ય રસિક સંસ્થાઓ ગોઠવતી હોય છે. પરંતુ મુંબઇ જૈન યુવક સંઘ માટે આવે સાહિત્યિક કાર્યક્રમ રાખવાને પ્રસંગ સૌથી પ્રથમ હતું, એટલે શ્રેતા–મિત્રોની હાજરી માટે ડર હતો. પરંતુ એ ડર ખોટો નીકળે અને અનેક મિત્રોને જગ્યાને અભાવે નીચે બેસવું પડયું અને કેટલાકને ઊભા પણ રહેવું પડયું. અઢી કલાક એકધારે ચાલેલે આ કાર્યક્રમ સૌને પ્રસન્નતાની અનુભૂતિ કરાવી ગયો.
આરંભમાં પ્રમુખસ્થાને શ્રી રામપ્રસાદ બક્ષી હતા અને તેમણે પહેલાની અને આજની કવિતા વચ્ચે ભેદ તારવતા કહ્યું :
પહેલાની કવિતા અર્ધખુલ્લા ઘૂંઘટમાંથી સૌન્દર્ય નીતારતી કામિની જેવી હતી, જ્યારે આજની કવિતા આખેય બુરખા એઢી બેઠેલી નારી જેવી છે.” શ્રી ગુલાબદાસ બ્રોકરે કહ્યું “ગાંધીયુગની કવિતામાં માત્ર ક્ષણિક સ્પંદને અને વિચાર નથી. એમાં કેટલુંક સનાતન તત્ત્વ પણ છે. તેમાં માત્ર આઝાદીના સૂત્રો નથી પણ પ્રકૃતિ અને સમગ્ર વિશ્વને જોવાની દષ્ટિ પણ છે.” શ્રી અમૃતલાલ યાજ્ઞિક રાજેન્દ્ર અને નિરંજનનાં કેટલાંક કાવ્યને નિર્દેશ કર્યો હતો. તેમણે કહ્યું : “ગાંધી યુગમાં કવિતા કરતાં આવેશ ઝાઝો હતે. આઝાદી પછી કવિતા સમાજાભિમુખ મટીને અંતરઅભિમુખ બની.” શ્રી યશવંત ત્રિવેદીએ ૧૯૫૭ પછીની કવિતાઓનો ઉલ્લેખ કંરતાં કહ્યું “આજને કવિ લખે છે એ બહારનું નથી. કોઈ સંદર્ભે – કોઈ વિચારનું એ લક્ષ્ય સેવતો નથી – એને ‘એક પ્લેનેશન’ની જરૂર નથી. તે તો વ્યકત કરે છે એની રિકતતા, શૂન્યતા, નિરર્થકતા.”
. આમાં પ્રથમ બેઠક “કવિતાના 'આનંદ' વિશે – ત્રણ યુગની કવિતાઓ પર–સમયની મર્યાદાને લીધે–ટૂંકમાં–પણ વિદ્વતાભર્યા વ્યાખ્યાનેથી પૂરી થઇ. ત્યારબાદ શ્રી તીન્દ્ર દવેએ કવિ સંમેલનની બીજી બેઠકનું પ્રમુખસ્થાન સંભાળ્યું હતું. તેમણે કહ્યું “આપણે કવિતા વિશે સાંભળ્યું પણ હવે કવિતા સાંભળીશું. કન્યા વિશે વાત સાંભળવાથી નથી ચાલતું, કન્યા જોવી પડે છે” આમ શરૂઆતથી જ શી જ્યોતીન્દ્રભાઇએ સૌને હસાવવું શરૂ કર્યું અને કવિ સંમેલનનાં સંચાલનમાં પણ વચ્ચે વચ્ચે એમની રમૂજ વાતાવરણને વધુ પ્રરાન્ન બનાવતી હતી. આ કવિસંમેલનમાં શ્રીમતી સુશીલાબહેન ઝવેરી, શ્રી સુધીર દેસાઇ, શ્રી ગુલાબદાસ બ્રોકર, શ્રી મેહુલ, શ્રી પ્રાધ્યાપક કોટક, શ્રી કૈલાસ પંડિત, શ્રીમતી હેમલતાબહેન ત્રિવેદી, અને શ્રી યશવંત ત્રિવેદીએ પિતાની સ્વરચિત કવિતાઓ સંભળાવી હતી.
શ્રી રામપ્રસાદ બક્ષી તથા શ્રી જ્યોતીન્દ્ર દવેને તેમ જ અન્ય કવિઓને યુવક સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે કવિ પ્રિયકાન્ત મણિયારની નીચેની પંકિતમાં આભાર માન્યો હતે:
- “એક્કે ય એવું ફલ ખીલ્યું છે નહીં
કે જે મને હો ના ગમ્યું! જેટલાં જોયાં–મને તે એ બધાં એવા જયાં
કે જે નથી જોયાં–થવું–કયારે હવે હું જોઉ?” ' અંતમાં શ્રી પરમાનંદભાઇએ પણ આ કાર્યક્રમ માટે એમની પ્રસન્નતા વ્યકત કરી હતી.
મંત્રી, શ્રી મુંબઈ જેન યુવક સંઘ.