________________
તા. ૧-૨-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
૨૨૧
માત્ર જૈન તરીકે ઓળખાય અને જુદા જુદા વાડા - ફિરકાઓ - મટી એક જૈન સંઘમાં ફેરવાઇ જાય. એ એમની ઇચ્છા હતી અને એ માટે પોતે છેલ્લા કેટલાક વખતથી પિતાની રીતે કેટલાક આગેવાને તથા આચાર્યો સાથે વાટાઘાટ કરતા હતા, પણ એ ઇરછાને અંકુર ફૂટે તે પહેલાં તેમના જીવનને અન્ન આવ્યું.
તીર્થો માટેના ઝગડા તેમને અસ્વસ્થ કરી નાખતા અને ધર્મ અને સમાજ Forget and forgive ને સિદ્ધાન્ત અપનાવે એવો હંમેશાં પ્રયત્ન થવો જોઇએ એમ તેઓ માનતા હતા. . (૨) તેમના અવસાનના એકાદ માસ પહેલાં તેમણે પોતાના પુત્રોને કહ્યું હતું કે, “મેં તમને વારસામાં કોઈ ઈન્ડસ્ટ્રી - ઉદ્યોગ આપેલ નથી, પણ હું તમને આપણું ઘર - દેરાસર વારસા તરીકે આપવા ભાગ્યશાળી થયો છું. તમે એ વારસાને એક મોટામાં મોટી ઇન્ડસ્ટ્રી સમજશે. અરિહંતના નામથી તમે જાગૃત રહે અને જે કોઇ વ્યકિત આપણા ઘરદેરાસરને લાભ લેતી હોય તેમને આપણા શેરહોલ્ડર સમજો અને જેમ એક ઉદ્યોગમાં આપણે ઉત્પાદન વધારવા માટે હંમેશા તત્પર રહીએ છીએ અને ફળ ચાખવા આતુરતા રાખીએ છીએ તેવી રીતે નવકારમંત્રને ગુણાકાર કરતા રહેજો. એ જ આપણું ઉત્પાદન છે. નવકારમંત્રના જાપથી આપણને અવશ્ય ફળ મળવાનું છે અને તે જ આપણા બધાને માટે નફો છે.
પરમાનંદ -પ્રકીર્ણ નેંધ - શું આ પણ વિનેબાજીની વાણી છે?
મૈત્રીના જાન્યુઆરી માસના અંકમાં “વિનોબા - નિવાસ - સે એ મથાળા નીચે પ્રગટ થયેલી નોંધમાં નીચે મુજબ નોંધાયું છે:
એક દિવસ બપોરની આ વાત છે. બાબા સફાઇ માટે નીકળી રહ્યા હતા. હેમભાઇએ તેમને હાથમાં એક ચિઠ્ઠી આપી. તેમાં એક ઘટનાનું વર્ણન હતું, જે આગળને દિવસે બજારમાં બની હતી. હેમભાઇ, રાધેશ્યામભાઇ તથા મનહરભાઇ શેરડી વેચવા માટે વર્ધાની બજારમાં ગયા હતા. સાંજ પડવા આવી. ત્યારે કેટલાક લોકો આવ્યા અને શેરડી ઉઠાવીને ભાગવાની કોશિષ કરી. રાધેશ્યામભાઇએ પૈસા માંગ્યા. તે તેઓ ચીડાઈને તેમને મારવા લાગ્યા. હેમભાઇએ લખ્યું છે કે – એ વખતે મને શું થયું એ માલુમ નથી. હું એ લોકોને મારવા માટે તેમની પાછળ દોડ. તેઓ ભાગી ગયા એટલે એ લકે બચી ગયા. પણ ત્યાર બાદ મને ઘણું દુ:ખ થયું. હું અહિંસામાં માનવાવાળો, બ્રહ્મવિદ્યાને વિદ્યાર્થી, હું હિંસા કરવા માટે કેમ ઉકત બન્યો? મારા હાથથી મોટો અપરાધ થશે. આખી રાત મને ઊંઘ ન આવી. મને લાગે છે કે આવી રીતે વ્યાપાર કરવાનું મારે છોડી દેવું જોઇએ.”
બાબાએ કહ્યું “ તમે બહુ સારું કામ કર્યું, ગીતાને અભ્યાસ તમે કર્યો છે કે નહિ? રાગ-દ્વેષ રહિત બનીને લડે, આ જ ઉપદેશ ભગવાને અર્જુનને આપ્યો છે. તે લેકે શરાબી હતી. ડાકુઓને. શરાબીઓને, વ્યભિચારીઓને મારવામાં દોષ નથી. શરાબ પીવે એ મહાપાપ છે. આ માટે તુકારામને પણ આધાર છે. - તુકા હણે, ઐસા નરા, મજૂનિ મારાવ્યા પંજરા એવા આદમીને વીણી વણીને ઠોકવા જોઇએ. કારણ કે પરપીડક તે આહાં દાવેદાર! વિઠ્ઠી વિધ્વંભર ભૂનિયાં - જે બીજાને પીડા દેવાવાળા છે તેઓ
અમારા દુશ્મન છે. શું કારણ? વિશ્વમાં વિશ્વભર છે એ માટે. તુકારામ આવા લેકને ઠોકવા માટે - મારવા માટે–સંમત છે. એવા અવસર ઉપર મારવામાં પાપ નથી. એવા એક એક કન્યને હિંસા સમજીને–છોડીને ભાગતા જશે તે કેમ ચાલશે? તમે વ્યાપાર છોડે અને વ્યાપારી વ્યાપાર કરે અને તમને ખવરાવે? અમે અલગ રહીને અમારી અહિંસા નભાવીશું. સહકારથી, મિલિટરીથી રક્ષણ લઇશું અને અમે પોતે અહિંસક બની રહીશું. જીવનક્ષેત્રથી ભાગવું ન ઘટે તમારા જીવનને હજુ તે આરંભ થયો છે. જીવનને અનુભવ
હજુ તે તમને મળી રહ્યો છે. પગલે પગલે હિંસા થઇ રહી છે. એ કારણે જો ભાગવા માંડશે તે. જીવન ક્ષેત્રમાં હારી જશે. એ માટે મજબૂત બને. ભાગે નહિ.”
શ્રી હેમુભાઇના અનુતાપયુકત ઉદ્ગારેના જવાબમાં શેરડી ઉઠાવીને ભાગતાં લોકોને મારવા માટે પ્રવૃત થયેલા તેમના અભિગમનું અનુમોદન કરતાં શ્રી વિનોબાજીએ કરેલાં આ વિધાને આપણને આશ્ચર્ય પમાડે તેવાં છે. આપણે સર્વની સામાન્ય માન્યતા એવી છે કે, અહિસાની બાબતમાં વિનોબાજીનું સમગ્ર ચિન્તન ગાંધીજીની એ વિષયને લગતી વિચારસરણીને લગભગ સમાન્તર છે, જ્યારે ઉપરનાં વિધાને, ગાંધીજીને આપણે જે રીતે સમજતા આવ્યા છીએ તેથી અનેક રીતે જુદાં પડતાં લાગે છે. - ગાંધીજીએ ગીતાનું સુન્દર વિશ્લેષણ કરીને તેમાંથી હિંસા નહિ પણ અહિંસાને તારવી છે, જ્યારે વિનાબાજી રાગદ્વેષથી રહિત બનીને પણ લડવાનું કહે છે અને એ રીતે તેઓ હિંસાને આગળ ધરે છે, તેનું સમર્થન કરે છે.
ગાંધીજી પણ અનિષ્ટ તત્વોથી ભાગવાનું કહેતા નથી પણ અનિષ્ટ તત્વોને સામને કરવા માટે તેમણે અહિંસક પ્રતિકારને એક નવો વિચાર દુનિયા સમક્ષ મૂક્યા છે, તેમ જ તેને અમલ પણ કરી દેખાડયો છે, જયારે વિનોબાજીની ઉપર જણાવેલી વિચારસરણીમાં અહિંસક પ્રતિકારનું સૂચન સરખું પણ નથી. દુષ્ટોને દંડતા રહે ' આ તેમના કથનનો સાર દેખાય છે. શઠ પ્રતિ શાઠય કુર્યાત એ સૂત્રને તેમના કથનદ્વારા સમર્થન મળતું લાગે છે.
તેઓ એમ પણ સૂચવતા લાગે છે કે, આફત અગવડના પ્રસંગે પિલીસ યા મિલિટરીથી રક્ષણ ન શોધતાં તમે જાતે જ તેને સામને કરો. આને અર્થ એ થયો કે કાયદો યા વ્યવસ્થાની બાબત તમે પોતે હાથમાં લઈને ચાલે. - આમ જો સૌ કોઇ ચાલે છે. તેમાંથી કેવો અનર્થ નીપજે તેને શું તેમને ખ્યાલ નહિ હોય!
તેઓ સૂચવે છે કે, શરાબ પી એ મહાપાપ છે તેથી જ્યાં લાગ આવે ત્યાં શરાબીને મારે–પી. શરાબી પ્રત્યે આવો વર્તાવ કરવો એ શું વ્યાજબી છે? શું શરાબી આથી અટકશે? શરાબીની ટેવ છોડાવવા માટે શું બીજે કેાઇ ઉપાય છે જ નહિ?
જેમના પ્રત્યેક વિચારને મન ઊંડા ભકિતભાવપૂર્વક આવકારતું રહ્યું છે એવા વિનબાજીના ઉપરના વિધાને મનમાં ઉપર જણાવેલ પ્રતિક ળ પ્રત્યાઘાત પેદા કરે છે. જેમના વિશે અત્યંત આદર રહ્યો છે તેમના વકતવ્યની આવી આલોચના કરતાં દિલ વ્યથા અનુભવે છે.
જેમ “લૂંટ’, ‘ચોરી કરો” એમ કહેનાર વિનોબા નથી સમજાતા તેમ વિનોબાજીની ઉપર આપેલી વણી પણ સમજાતી નથી. પ્રતાપ' ઉપર હુમલો : અદાલતી તપાસની માગણી
તા. ૧૫-૧-'૩૧ ના રોજ બપોરના ભાગમાં શ્રી ચેખાવાળા પ્રધાનપદ છોડયા પછી પ્રથમવાર સુરત આવ્યા. સ્ટેશન ઉપર તેમના ઉપર હુમલો થયો. સ્ટેશન બહાર તોફાની ટોળાને વિખેરવા પોલિસને લાઠીમાર કરવો પડયો. આ દિવસે સુરતનું વાતાવરણ તંગ બન્યું. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી સુરત ખાતે પ્રગટ થતા દૈનિક “પ્રતાપ ની સાંજની આવૃત્તિમાં “ સુરત સ્ટેશને ચોખાવાળા ઉપર હુમલે : ગુંડાઓને દમનદેર” એ મશાળા નીચે આ હુમલાને લગતા સમાચાર પ્રગટ થયા. ત્યાર બાદ પ્રતાપ કાર્યાલય ઉપર હુમલો થવાને છે એવી અફવા ચેતરફ ફેલાતાં કાર્યાલયમાંથી પોલીસ મદદ માટે અવારનવાર ટેલિફોન કરવામાં આવ્યાં પણ પોલીસની મદદ પૂરતા પ્રમાણમાં વખતસર આવી નહિ અને રાત્રિના ૯૩૦ લગભગ લોકોનું એક ટોળું પ્રતાપ કાર્યાલય ઉપર ચડી આc]; કાર્યાલયને આગ લગાડી અને ભારે નુક્સાન કર્યું.
દુ:ખની વાત છે કે આ તોફાનોને વખોડી નાખવાને બદલે ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી હિતેન્દ્ર દેસાઇએ એ મતલબનું જણાવ્યું કે સુરતને બનાવ અનીચ્છનીય છે. પણ પક્ષપલટો સુરતની જનતાથી સહન થયો નહિં તેથી જનતાએ પક્ષ પલટો કરનાર સામે સ્વાં પકડાર ફેંકયો. વધુમાં શ્રી દેસાઇએ જણાવ્યું હતું કે જનતાને મિજાજ સુરતે બતાવ્યો છે તેથી હવે કોઇ પક્ષપલટો કરવાની હિંમત નહિ કરે. '
આ સંબંધમાં તા. ૨૩-૧-૭૧ ના રોજ મળેલી સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની સભાએ એક ઠરાવ કરીને પ્રતાપ કાર્યાલય ઉપર થયેલા
-
માર્ગે વાર
ઇ