________________
તા. ૧૬-૧૨-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
સ મ તા ની
અન્ય
ભારતીય સંસ્કૃતિમાં સમતાની ભાવનાને વિચાર કરીએ તે પહેલાં ભારતીય સંસ્કૃતિના ઊગમ, વિકાસ અને ઘડતર ઉપર એક ઊડતી નજર નાખી લઈએ. આર્યો ભારતમાં આવ્યા તે પહેલાં ભારતમાં જે જાતિઓ વસતી હતી તેના ઉલ્લેખ દ્રવિડ, કિરાત, નિષાદ, દાસ - દસ્ક્યુ વગેરે નામેાથી મળે છે. આ જાતિએ સંસ્કારી હતી. તેમની સંસ્કૃતિ સારા પ્રમાણમાં વિકસિત હતી તે હકીકત હવે પુરાત્ત્તત્વવિદોએ સિદ્ધ કરી છે. મેહન–જો–ડેરી અને લેાથલના અવશેષો બતાવે છે કે આર્યો. આવ્યા તે પહેલાં આ દેશમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનને ક્ષેત્રે સારી પ્રગતિ થયેલી હતી. આર્યોએ સ્થાનિક જાતિઆને ઉલ્લેખ અનાર્ય નામે કર્યા એના અર્થ એટલો જ કે આયે તર જાતિએ તેના અર્થ અસંસ્કારી નહિ. આર્યા આવ્યા ત્યારે પ્રમાણમાં અલ્પ સંખ્યામાં હતા. પણ આર્યો સાહસિક હતા. જાતિઓ સાથે રકતમિશ્રણ અને સંસ્કારમિાણની પ્રક્રિયા વેગપૂર્વક કરી. બીજી જાતિઓને પોતાનામાં સમાવી દેવાની શકિત અને કુશળતા હતી. અન્ય સંસ્કૃતિનાં શ્રેષ્ઠ તત્ત્વ સ્વીકારવાની ભાવના હતી. સંઘર્ષો પણ થયા. આર્યોંમાં જાતિ અભિમાન હતું, પણ પારકાને પેાતાના કરવાની અદ્ભુત કળા પણ હતી. પરિણામે એક બેનમૂન રસાયણ સર્જાયું. આર્થીકરણની ક્રિયા વ્યાપક અને વેગીલી બની. આર્ય શબ્દ જાતિવાચક મટી જઈ, ગુણવાચક બન્યો અને આયે તર જાતિઓ આર્ય બનવામાં અને કહેવડાવવામાં ગૌરવ લેતી થઈ. પરિણામે ચાતુર્વર્ણ વ્યવસ્થા જન્મી. બ્રાહ્મણાએ પેાતાની સર્વોપરિતા જાળવી અને પોષી. અલ્પસંખ્યક હોવાથી પોતાની સંખ્યા વધારવા, અનુલામ લગ્નની છૂટ આપી પણ પ્રતિલેામ લગ્ન માટે ભારે દંડ અને બહિષ્કાર રાખ્યો. આર્યોની ભાષા સંસ્કૃત હતી. તેને શ્રેષ્ઠતા મળી પણ પ્રાકૃતથી તેને સમૃદ્ધ કરી. બીજી ઘણી જાતિએ ભારતમાં આવી. પણ આર્યોના રસાયણમાં બધી એકરસ થઈ.
ધર્મ અને તત્ત્વજ્ઞાનને ક્ષેત્રે આર્ય અને આયે તર જાતિઓ વચ્ચે ઘણું અંતર હતું. આર્યો મુખ્યપણે પ્રકૃતિની વિવિધ શકિતએને પૂજતા અને યજ્ઞયાગ અને અગ્નિપૂજામાં માનતા. તેમની દષ્ટિ ઐહિક અથવા સ્વર્ગના સુખાભાગની હતી. આ તર પ્રજાઓની ધાર્મિક દષ્ટિ સર્વથા જુદી હતી. તે મુખ્યત્વે તપપ્રધાન અને પારલૌકિક હતી. અવધૂત અથવા સંન્યાસીની હતી. ભારતીય સંસ્કૃતિનું પ્રધાન લક્ષણ આ બે ભિન્ન સંસ્કૃતિઓનું અદ્ભુત એકીકરણ. પરિણામે વર્ણવ્યવસ્થા સાથે જીવનના ચાર આશ્રમની રચના થઈ. આ વર્ણાશ્રમધર્મ તે ભારતીય સંસ્કૃતિને પાયો. તેનાં પ્રધાન અંગ બ્રાહ્મણ અને શ્રમણ સંસ્કૃતિ – જેનું સંમિશ્રણ એટલી હદે થયું કે બ્રાહ્મણ અને શ્રમણ શબ્દો પર્યાયવાચક થયા. સાચો બ્રાહ્મણ તે શ્રામણ અને સાચે. શ્રમણ તે બ્રાહ્મણ. આ સંસ્કૃતિ સમસ્ત ભારતવર્ષમાં વ્યાપી અને રાજકીય એકતા ન હતી પણ આ સાંસ્કૃતિક એકતાએ ભારતદેશને સાચી એકતા આપી. આ ભારતીય સંસ્કૃતિના પાયો છે દર્શન અથવા તત્ત્વજ્ઞાન અને જીવનસાધના અથવા યોગ. દાર્શનિક તત્ત્વચિન્તન અને જીવનસાધનાના યાગ હજારો વર્ષથી ચાલે છે. તેની લાંબી વિકાસપ્રક્રિયાને પરિણામે કેટલાક મૂળભૂત સિદ્ધાન્ત સ્થિર થયા છે. આ સિદ્ધાન્તો અન્ય દેશની સંસ્કૃતિથી ભારતીય સંસ્કૃતિને વિશિષ્ટ સ્વરૂપ આપે છે.
તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે આ સિદ્ધાન્તો સંક્ષેપમાં ત્રણ છે: (૧) સ્વતંત્ર આત્મતત્ત્વનું અસ્તિત્વ, (૨) પુનર્જન્મ અને તેના કારણ તરીકે કર્મવાદન સ્વીકાર, (૩) સ્વપુરુષાર્થથી આત્માની મુકિત. આ મુકિતપ્રાપ્તિની જીવનસાધના તે યોગ. આ યોગના મૂળભૂત સિદ્ધાંત સર્વ આત્મા પ્રત્યે સમાન ભાવ અથવા આત્મĂપમ્ય અને તેમાં
૩
૨૧૫
ભા વ ના
રહેલી જીવા અને જીવવા દા'ની ભાવના, દાર્શનિક મતભેદો હાવા છતાં જીવનસાધનામાં બધાં દર્શનાની પાયાની એકતા છે. જીવનના પરમ પુરુષાર્થ મેાક્ષ. તેની સાધનામાં જીવનમુકત દશા પ્રાપ્ત કરવી એ ધ્યેય. પ્રકૃતિ પ્રમાણે કોઈ જ્ઞાનથી, કોઈ કર્મથી, કોઈ ધ્યાનથી કે કોઈ ભકિતથી આ સાધના કરે. પણ તેનો મૂળ હેતુ જીવનશુદ્ધિ એટલે કે આત્મતત્ત્વનું શુદ્ધ સ્વરૂપ જાણવું અને અનુભવવું. આત્મા ઉપર કાંઈક મળા, કલેશ, કષાયો, રાગ પના થર જામ્યા છે તેને દૂર કરી, આત્માના શુદ્ધ સ્વરૂપને પામવું. આ અંતરદષ્ટિને પરિણામે દરેક આધ્યાત્મિક સાધનામાં એ સ્વીકારાયું કે મન: એવું મનુષ્યાણામ્ કારણમ્ બન્ધ મેક્ષય: સાચું સુખ પેાતાના અંતરમાં છે, બાહ્ય પરિગ્રહા કે ઉપાધિમાં નથી. આત્મા પોતે પોતાના શત્રુ છે, પેાતાનો મિત્ર છે. જ્યોતિર્મય આનંદ પ્રાપ્ત કરવા માટે ચિત્તની સ્થિરતા, પ્રસન્નતા અને શાન્તિ એકમાત્ર ઉપાય છે. મનુષ્યની સામાન્ય સ્થિતિ વાસનાઓ અને કામનાઓના ઝંઝાવાતમાં ભટકવાની રહે છે. આવેગાતા વંટોળિયામાં, વાયુમાં શવિનાની નાવડી ખેંચાય તેમ ઝેલાં ખાય છે. આ બધામાંથી કાયમ મુકિત મેળવવાન માર્ગ ચિત્તની સમતા પ્રાપ્ત કરવી એ જ છે. ભકિતયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ અથવા ધ્યાનયેાગ; એ બધાનું ચણતર સમત્વબુદ્ધિ અને સ્થિતપ્રજ્ઞા ઉપર છે. એટલે ગીતામાં કહ્યું છે: સમત્વમ યાગમુચ્યતે. બીજું બધું સુખ ક્ષણિક અને પરાધીન છે. મુકત આત્માનું પ્રધાન લક્ષણ સમતા છે. આધાતો અને પ્રત્યાઘાતાના સંઘર્ષમાં સમત્વયુકત અવિકારીપણ' પ્રાપ્ત કરવું તે આધ્યાત્મિક સાધનાનું અંતિમ લક્ષ્ય છે. આવી સમતા પ્રાપ્ત થાય ત્યારે મનની સર્વ કામનાઓ છેાડી આત્મા તિજમાં વિલીન થાય છે. આવી સમતાના અનુભવ થાય ત્યારે સર્વ જીવ પ્રત્યે સમાન ભાવ, આત્મીયતા જાગે છે. પણ આવી સમતા પ્રાપ્ત કરવાની સાધના સહેલી નથી. ચિત્તના આવેગા એટલા પ્રબળ હોય છે, ઈન્દ્રિય સુખાનું આકર્ષણ એટલું લલચામણુ` હોય છે કે એવા ક્ષણિક સુખમાં માણસ આનંદ લેતા હાય છે. સાધારણ માણસને પ્રકૃતિને વશ એવા પેાતાના જીવનમાં, રાજના સામાન્ય થઈ પડેલા અશાન્તિજનક ઉંગામાં આનંદ પડે છે. માણસમાં રહેલ .મિથ્યા અભિનિવેશ, અહંકાર અને હઠાગ્રહ આવી સમતાના બાધક થઈ પડે છે. તેથી જ પાતાંજલિયેાગશાસ્ત્રમાં યોગની વ્યાખ્યા ચિત્તવૃત્તિ નિરોધ: એમ કરી છે. ચિત્તની ચંચળ વૃત્તિઓ ઉપર કાબૂ મેળવવા. આ આત્મસંયમ અને મનૅનિગ્રહનું ધ્યેય સમત્વબુદ્ધિ અથવા સમાધિવૃત્તિ પ્રાપ્ત કરવાનું છે. વેદાંત, જૈન અથવા બુદ્ધ આ ત્રણે ધર્મમાં આધ્યાત્મિક સાધનાના પાયા સમતા અથવા સમભાવને માન્યો છે. બૌદ્ધધર્મના વિશુદ્ધિ માર્ગમાં, શીલ, સમાધિ અને પ્રશાસાધનાને ક્રમ છે. શીલમાંથી ચિત્તની સમાધિ પ્રાપ્ત થાય છે અને એવી સમાધિ પ્રાપ્ત થતા સ્થિરપ્રશા થાય છે. જૈન ધર્મ અહિંસા, સંયમ અને તપને સાધનાનાં અંગે ગણે છે. તેના ગુણસ્થાનક મારાહનું ધ્યેય કાયમુકિત અથવા ચિત્તની સમતા છે. તેને પરિણામે સર્વ જીવ પ્રત્યે મૈત્રીભાવ-મિત્તીમે સવ્વમૂયે જાગે છે. ભગવાન બુદ્ધ અક્રોધેન જીનમ્ ક્રોધમ - અક્રોધથી ક્રોધને જીતવા કહ્યું, ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે:
“યોગે થયેલ નુકતાત્મા, સર્વત્ર સમદષ્ટિના દેખે સૌ ભૂતમાં આત્મા, ને સૌ ભૂતાય આત્મમાં. આત્મસમાન સર્વત્ર જે દેખે સમ બુદ્ધિથી, જે આવે સુખ કે દુ:ખ, તે યોગી શ્રેષ્ઠ માનવા. આવી સમત્વ ભાવનામાં મુનિની ઉદાસીનતા, તપસ્વીની તિતિક્ષા અને ભકતના શરણાગત ભાવ એ ત્રણે માનવને માટે પગથિયા