________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૨-૧૯૭૧
પોતાની શાળામાં પણ આમ જ બનતાં કુ. માર્ગારેટ એકાએક હાથ ઊંચા કર્યો અને જવાબ આપ્યો : ‘ભારતમાં મહારાણી એક જ છે અને તે ભૂમિકન્યા-જાનકી - સીતા.’
સાહેબ આ સાંભળીને છક થઈ ગયા. માર્ગારેટ નેબલની તાલીમના આમ શ્રીગણેશ થયા. આ તાલીમની સ્ત્રીઓને જ નહિ, પણ પુરુષોને પણ જરૂર હતી; અને તેને કુ. માર્ગારેટે પ્રારંભ કર્યો. તેમણે પુરુષોને પણ આ તાલીમ આપી.
સંસ્કૃતિના પ્રાણ જતાં જે કઢંગી માન્યતા રહી જાય એવી કઢંગી માન્યતા સામે લડવા માટે માર્ગારેટ સર્વત્ર પગપાળા ફર્યાં, સેવા કરી અને સંન્યાસીઓએ તેમને સાથ આપ્યો, અને રામકૃષ્ણ મિશન મઠને પરમ ગુરુ મળ્યાનો આનંદ થયો.
એકવાર કર્ઝનની મૅટી સભા હતી. કર્ઝન તે સમયને હિટલર જોઈ લો, તેની સામે કોઈ દલીલ ન થાય. તેનું ધ્યેયસૂત્ર હતું : રાજકર્તા એ રાજકર્તા અને ગુલામ એ ગુલામ, આવું સૂત્ર તેઓ કઠોર રીતે કહી સંભળાવતા. ભરસભામાં વાઈસરોય કર્ઝને કહ્યું: સાચા - ખોટાનું આ પ્રજાને ભાન નથી અને એ ભાન કરાવવા અમે આવ્યા છીએ. ત્યાં જ એક બહેને પડકાર કર્યો: ‘Shut up’ ‘Sit own.' નોકરી માટે ખોટી ઉંમર લખાવનાર તું અમને શું સાચાપણાનું ભાન કરાવવાના છે!
બાલનાર સ્ત્રી ગારી હતી. તેણે કર્ઝનને આ પડકાર કર્યો અને કર્ઝનને કબૂલવું પડયું. દેશવિદેશમાં આ વાત જઈ પહોંચી કે કર્ઝનને ભારતમાં એક સ્ત્રીએ પડકાર કર્યો અને કર્ઝન કાંઈ ન કરી શકયો.
એક અલગારી પુરુષ હતો. તેની ખાસિયત પકડી પાડીને માર્ગારેટે તેને કહ્યું: તું તો સારું લખી શકે તેમ છે. તું લખવા માંડ. એ લેખકનું નામ હતું શરદબાબુ. બીજો એક માનવી મળ્યો. તે હસમુખા હતા. તેનામાં સુષુપ્ત પડેલી શકિતનું નેબલને દર્શન થતાં જ તેને પણ તેમણે લખતો કર્યો. તેણે વંદેમાતરમ ગીત લખ્યું. તેમનું નામ બંકિમબાબુ.
“એક જાગીરદારના છેકરો હાથ ચડયા. તે ભાવનાશીલ અને પુષ્પ જેવા કોમળ. એ સ્વપ્નાંમાં ખોવાયેલા જ રહે; તેનામાં પ્રાણ પૂર્યો. એમણે ‘જન ગણ મન' રચ્યું અને શાંતિનિકેતન સ્થાપ્યું. એ' હતા ભારતના ગુરુદેવ ટાગાર:
એક માણસ આવ્યો. એને થોથાં જ બહુ ગમે. તેને પણ પ્રેરણા આપી અને સાચા ઈતિહાસ શોધવા પ્રેર્યા. તેણે ઈતિહાસના સંશોધનકામમાં જ જાતને સોંપી દીધી અને ભારતના ઈતિહાસ લેખાયો. એ હતો જદુનાથ સરકાર.
એક માનવી રવીન્દ્રનાથ સાથે જ આવતો. તે ચિત્રકાર હતા. તેને પાસે બેસાડી બેસાડીને નવા નવા વિષયો આપે અને એ રીતે પર પરા તોડીને નવું નિર્માણ કરવાની પ્રેરણા આપી: એ માનવી તે નંદલાલ બાઝ. એ જ રીતે નાટયનો મંચ હોય અને સારા નેતા અને અભિનેતા હોય તો મોટી ક્રાંતિ થાય એવું સમજી ગિરીશ Ùાષને પ્રેરણા આપી એમની પાસે નાટકો લખાવ્યાં .
આમ શકિતશાળીઓને જમેલા જામ્યા. વિવેકાનંદને અંધકારમાં દીપ જલાવે તેવી શકિત જોઈતી હતી અને એ માર્ગારેટમાં મળી રહી. આ રીતે વિવેકાનંદ તેમ જ કુ. માર્ગારેટ આવા એક એક દીપ તૈયાર કરી શકતાં. '
વિવેકાનંદ કઠોર તાલીમ, ગારી ચામડીના અહંકાર નહિ, ઉદ્ધારકની ભાવના ભૂલી જવાનું ઈચ્છતા હતા અને એ મુજબ કુ. માર્ગારેટ વિવેકાનંદજીની કસેાટીમાં પાર ઊતરતાં વિવેકાનંદે એમને દીક્ષા આપી અને નવું નામ આપ્યું નિવેદિતા, નિવેદિતા એટલે સમર્પિતા. નિવેદિતા થતાં તેમને આધ્યાત્મિક અધિકાર મળ્યો. તેમણે આગળ વધવા સતત પ્રયત્ન કર્યા .
ભગિની નિવેદિતાના કાર્ય વિશે ગુરુને સંતોષ હતા. ગુરુ દેવ પામ્યા તે પૂર્વે નિવેદિતા ત્યાં પહોંચ્યાં ત્યારે નિવેદિતાને પેાતાના ઉત્તરાધિકારી તરીકે નિયુકત કર્યા અને કોઈ સ્ત્રીને નહિ મળેલા અધિ
*
૨૧૩
કાર મળ્યો. તેમની ઉત્તરક્રિયાના અધિકાર ગુરુએ ભગિની નિવેદિતાને આપ્યો. આમ નિવેદિતા વિવેકાનંદના પુત્ર સમાન બન્યાં.
પછી ક્રાંતિકારી સ્વરૂપ ધારણ કર્યું. તેઓ મઠથી અલગ થયાં, પણ નામ લખે ત્યારે તેએ રામકૃષ્ણ - વિવેકાનંદની નિવેદિતા
લખતાં હતાં.
નિવેદિતા ક્રાંતિકારી બનીને બૉમ્બ બનાવવા, શસ્ત્રો લાવવા, પૈસા મેળવવા વગેરેમાં ક્રાંતિકારીઓને મદદ કરતાં. પત્રિકાએ લખનારાઓ જેલમાં ગયા હોય ત્યારે જાતે જ પત્રિકાઓ લખતાં અને વહેંચતાં. ક્રાંતિકારીઓનું બધું જ કામ તેઓ જાતે કરતાં. અનેક વાર અસફળતા પણ મળતી.
એકવાર બાબુ અરવિંદ ઘોષ આવ્યા. આવીને કહેવા લાગ્યા : માથે વારંટ છે, પણ હવે આ માર્ગ પરથી મન હટી ગયું છે. મારે પરમ તત્ત્વની પાછળ પડવું છે. આમાંથી છૂટવું છે. ભગનીએ નમતે પહેા૨ે હાડીમાં બેસીને તેમને પોંડિચેરી મેકલી આપ્યા. બીજા પણ ચાલ્યા ગયા. હવે તેઓ એકલાં પડયાં. એકલતા તેમને સાલવા લાગી.
ત્યાં વળી એક નવું આહ્વાન સામે આવી પડયું. એક મેટા વૈજ્ઞાનિક હતા. વર્ષોથી સંશોધન કરતા, વનસ્પતિમાં પણ જીવ છે એ તેમણે સિદ્ધ કર્યું. એ વૈજ્ઞાનિક હતા. જગદીશચન્દ્ર બોઝ. એ અરસામાં પારિસમાં વૈજ્ઞાનિકોની એક પરિષદ મળેલી. જગદીશચન્દ્ર પણ પરિષદમાં હાજરી આપવા પારિસ ગયા અને ત્યાં પરિષદ સમક્ષ પોતાની આ શોધ મૂકી. તેમની આ શોધ મૌલિક હતી; પણ ગુલામ દેશના કાળા આદમી આવી શેાધ કરે તે વાત જો માન્ય રખાય તે પશ્ચિમી વૈજ્ઞાનિકોનું નાક કપાઈ જાય, એટલે પરિષદે જગદીશ બાઝની એ મૌલિક શોધને અમાન્ય કરી; એટલું જ નહિ પણ તેમને પ્રબંધ ચારી લીધા અને જગદીશચન્દ્રની શેાધનું તે નામનિશાન પણ ન રહે તેમ કર્યું.
પરિણામે કમનસીબી એ ઊભી થઈ કે આવા મહાન વૈજ્ઞાનિક જગદીશચન્દ્ર બોઝ સમતુલા ગુમાવીને પારિસમાં ગાંડા થઈ ગયા. આ વાતની જાણ થતાં જ નિવેદિતા ત્યાં દોડી ગયાં. ઈંગ્લેન્ડમાં જગદીશચન્દ્રનાં પત્ની બેલાને બાલાવી ત્યાં રાખ્યાં. તેમની સેવા કરી અને માતૃભૂમિમાં લાવવાથી જગદીશચન્દ્ર સાજા થશે એમ લાગવાથી તેમને ભારત લાવ્યાં અને હિમાલયમાં આલ્ભાડા ખાતે મઠમાં રાખ્યા અને તેમની ઘેલછાની વાતો ભેગી કરીને અને તેમનાં પત્નીના સહકાર મેળવીને આખા પ્રબંધ ફરીથી તૈયાર કરાવ્યા અને જગદીશચન્દ્રને વંચાવ્યા. જગદીશબાબુને સારું થતાં . નવેદિતાએ તેમના પ્રબંધ ફરી રજૂ કરાવીને આપણા એ વિશાનીને વિજયની વરમાળા પહેરાવી. આમ વિજ્ઞાનજગતનું મહાયુદ્ધ એ ખેલ્યાં અને જીત્યાં. હવે નિવેદિતા થાકી ગયાં હતાં. ૪૪ મું વર્ષ બેઠું હતું. પોતાનું કામ હવે પૂરું થયું હોય એમ તેમને લાગ્યું. આજ સુધીના કામનું સરવૈયું મૂકતાં તેમના આત્માને સંતોષ થયો હતો.
સ્વામી વિવેકાનંદ શિલા પર બેસી ચિંતન કરતા હતા ત્યારે તેમને એમ લાગ્યું હતું કે પૂર્વ અને પશ્ચિમને સંયોગ થાય તે નૂતન દીપ પ્રગટે, અને બન્યું પણ એવું જ. સાહિત્ય, શિક્ષણ, સંગીત, ચિત્રકલા, રાજકારણ, ઈતિહાસ, નાટય, વિજ્ઞાન, એમ એક એક ક્ષેત્રે તેમણે દીપ પ્રગટાવ્યા હતા, તેમાં સ્નેહ પૂર્યો હતો અને જ્યોતિ પ્રગટાવી હતી.
પેાતે પ્રકટાવેલી એ દીપાવલી વચ્ચે ભાવિના ઉજ્જવલ સૂર્યના ઉદય જોતાં જોતાં એમણે જગતની ચિરવિદાય લીધી. અંતમાં પોતાની સ્મૃતિરૂપે પ્રાર્થના મૂકી ગયાં : ‘સર્વત્ર આનંદ હો, સૌ પોતપેાતાને રસ્તે આગળ વધા, વેર, ઈર્ષા કે દારિદ્રય ન હેા. સર્વત્ર સુખ અને શાંતિ રહે.’
શ્રીમતી મૃણાલિની દેસાઈ