________________
તા. ૧૬–૧૨–૧૯૭૧
બુદ્ધ જીવન
મેઘાણીભાઇના સર્જનરાશિની ઝલક દાખવતા સ્મૃતિગ્રંથ
મેઘાણીગ્રંથ (ભા. ૧-૨): સંપાદક : ઉમાશંકર જોશી, પ્ર સંસ્કાર સાહિત્ય મંદિર, પો. બા. નં. ૩૪, ભાવનગર: પા. ૨૮૮ અને ૩૨૭, મૂલ્ય: શૃ. ૪૫/-.
સ્વાતંત્ર્ય જંગના રાષ્ટ્રીય શાયરનું મહામૂલું બિરુદ મેળવના૨, સૌરાષ્ટ્રના લાસાહિત્યને કંઠ અને લેખિની વડે રજૂ કરીને ગુજરાતને ઘેલું કરનાર અને તળપદા સાહિત્યના કસુંબલ સંસ્કારવારસા પ્રત્યે લેાિને અભિમુખ કરનાર સ્વ. ઝવેરચંદભાઈ મેઘાણીના વિપુલ સર્જનરાશિની પ્રસાદીરૂપે તેમની કેટલીક વાર જીવ રચનાઓનો થાળ મોટા કદના આ બે ગ્રથામાં પીરસાય છે.
સ્વ. મેઘાણીભાઈની સ્મૃતિના તર્પણ સમે આ ગ્રંથ નવો નથી. તેમના અવસાન પછી પાંચ વર્ષે ૧૯૫૨માં મૂળ ‘જન્મભૂમિ’ સંસ્થાએ એટલે કે સૌરાષ્ટ્ર ટ્રસ્ટે પ્રગટ કરેલા ‘મેઘાણી ગ્રંથ’ની આ નવી આવૃત્તિ છે. પ્રકાશકે જણાવ્યું છે તેમ, ‘મૂળ ગ્રંથની પ્રમાણમાં જૂજ નક્લા છપાયેલી હોઈને સ્વ. મેઘાણીભાઈ જેવા સાહિત્યકારના બહેાળા વાચકવર્ગને ગુજરાતમાં તેમ બૃહદ્ ગુજરાતમાં ગ્રંથની નકલ પ્રાપ્ત થઈ શકેલ નહિં અને તેથી આવા વિશેષ મૂલ્યવાન ગ્રંથની માગ સતત રહ્યા કરી છે. વિશાળ વાચકવર્ગને મેઘાણી ગ્રંથ સુલભ કરી આપવાના હેતુથી તેની નવી આવૃત્તિ તૈયાર કરવાનું સાહસ અમે કર્યું છે.'
આ નવી આવૃત્તિમાં મેઘાણી: વિવેચનની નજરે' નામના નવા વિભાગ ઉમેરાયા છે. આ વિભાગની જવાબદારી શ્રી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને શ્રી નિરંજન ભગતે સંભાળી છે. આ વિભાગ ગ્રંથની સમૃદ્ધિ અને ગુણવત્તામાં સારો ઉમેરો કરે છે. એ સિવાય સમગ્ર ગ્રંથ મૂળનું પુનર્મુદ્રણ છે, અને ક્રાઉન કદમાં બે ભાગમાં તે પ્રગટ કરાયા છે.
મૂળ ગ્રંથના સંપાદનમાં સ્વ. રામનારાયણ પાઠક સહિત અગ્રણી સાહિત્યકારો - વિવેચકોએ સાથ-સહકાર આપ્યો હતો. સમગ્ર ગ્રંથ મેઘાણીભાઈના એક ઉત્તમ સ્મારકસમા બન્યા હતા.
મેઘાણીભાઈની પ્રતિભા બહુલક્ષી હતી. એમનું સર્જન - કાર્ય એકાંગી ન હતું. એમની લેખિનીએ સાહિત્યનાં વિવિધ અંગાને અજવાળ્યાં છે. લેાકસાહિત્યના સંશોધનનું આરંભનું રમતિયાળ લાગતું ઝરણુ ઉત્તરોત્તર કાવ્ય, વાર્તા, નવલકથા, વિવેચન ઈત્યાદિ વિવિધ ક્ષેત્રને પરિપ્લાવિત કરતા એક વિશાળ નદપ્રવાહમાં પલટાઈ
ગયું હતું. એ પ્રવાહમાંથી આચમની વડે તીર્થોદકનું પાન કરતા હોઈએ એવી લાગણી આ ગ્રંથ આપી જાય છે.
પ્રથમ ખંડમાં આરંભમાં શ્રી રામનારાયણ પાઠકે ‘સૌરાષ્ટ્રી સાહિત્યકારમાં સ્વ. મેઘાણીના જીવન - વનનું સંક્ષેપમાં મૂલ્યાંકન આપ્યું છે. શ્રી ઉમાશંકર જોષીએ સ્વ. મેઘાણીની જીવનરેખાઓ શબ્દબદ્ધ કરી છે. એ પછીનાં દેઢસા પૃષ્ઠોમાં મેઘાણીભાઈનાં કાવ્યા અને વાર્તાઓ પૈકી કેટલીક ચૂંટેલી કૃતિઓ પથરાઈ છે.
એ પછી એમની નવલક્થાઓમાંથી એક એક પ્રકરણ વાનગીરૂપે અપાયું છે. બધી નવલક્થાઓમાંથી એક એક પ્રકરણ અપાયું તેને બદલે આ નવી આવૃત્તિમાં એકાદ નવલકથાને સંક્ષેપ અપાયો હોત તા તે વધુ તૃપ્તિ બનત.
“ઈતિહાસ, જીવનક્થા, પત્રા અને પ્રવાસ” વિભાગમાં એમના એ પ્રકારના સાહિત્યની ઝાંખી કરાવાઈ છે. તે છેલ્લે વ્યાખ્યાના, નિબંધા, વિવેચના' ની કેટલીક કૃતિઓ અપાઈ છે, જેમાં ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલનના ૧૬મા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકેનું વ્યાખ્યાન ઉલ્લેખનીય છે.
By
૨૧૧
દષ્ટિએ રસિક છણાવટ અને મૂલવણી કરતા બીજા ઘણા લેખા
અપાયા છે.
‘લાકસાહિત્ય : કથાએ’ એ વિભાગમાં બહારવટિયા અને રસધારની કથાઓ પૈકી કેટલીક ઉત્તમ રચનાઓ રજૂ થઈ છે.
‘લાસાહિત્ય : ગીતા’માં રઢિયાળી રાત, ચૂંદડી, ઋતુગીતા, કંકાવટી - ઈત્યાદિમાંથી લાકઠે રમતી થયેલી ઘણી ગીતરચનાઓ અપાઈ છે.
‘અંજલિ’વિભાગમાં સ્વ. મેઘાણીભાઈની સ્મૃતિને સાહિત્યકારો તેમ જ વિવિધ ક્ષેત્રાના અગ્રણીઓએ અપેલી નિવાપાંજલિએ સંગૃહિત થઈ છે. મેઘાણીભાઈ કેવા લાકાદરને પાત્ર બની રહ્યા હતા તેની ઝાંખી તેમાંથી સાંપડે છે.
નવા ઉમેરાયેલા વિભાગ ‘મેઘાણી : વિવેચનની નજરે’માં અગ્રણી વિવેચકોએ મેઘાણીભાઈના સર્જનકાર્યનાં વિવિધ પાસાં પર પ્રકાશ ફેંકતી તલસ્પર્શી સમીક્ષાઓ આપી છે. આ લેખા મેઘાણીભાઈના જીવનકાર્યને યથાર્થ રીતે સમજવા - મૂલવવામાં ઘણા ઉપકારક બને તેવા છે.
બન્ને ગ્રંથામાં સંખ્યાબંધ તસવીરો મૂકવામાં આવી છે. ટૂંકમાં, ગ્રંથ સમગ્રતયા મેઘાણીભાઈના વ્યકિતત્વનાં વિવિધ પાસાંને અજવાળીને એક યુગમૂર્તિ સાહિત્યકારની જવલંત પ્રતિમા સુરેખપણે ઉપસાવે છે.
મૂળ ગ્રંથની કિમત સાડાબાર રૂપિયા હતી. આ નવી આવૃત્તિનું મૂલ્ય પિસ્તાલીસ રૂપિયા રાખવું પડયું છે તે આ ગાળા દરમિયાન આપણા રૂપિયાના થઈ ગયેલા અવમૂલ્યનની જ ચાડી ખાય છે એમ જ ગણવું ને ? સામાન્ય વાચકને આટલી ઊંચી કિંમત ભાગ્યે જ પરવડે. તેને માટે ત। મેઘાણીભાઈની આવતે વર્ષે આવતી ૭૫મી જન્મજ્યંતીને નિમિત્તે ભાવનગરના ‘લોકમિલાપ’કાર્યાલયે મેઘાણીભાઈનું સાહિત્ય તદ્દન સસ્તામાં સુલભ બનાવવાની જે યોજના ઘડી છે તે વધુ આવકારપાત્ર બની રહેશે.
હિંમતલાલ મહેતા
ખાલી ખાલી વાત
નહિ
મને કોઈ જીવ શાનની ખાલી વાતો કરે તે રુચતું નથી. જ્ઞાનમાં જે અનુભવની હકીકત હોય, અથવા તો જે સાધના કરતા હોય ને તેમાં તેની જે મુશ્કેલી હાય તે સાંભળવાનું તે જરૂર ગમે છે; પરંતુ ખાલી ખાલી જ્ઞાનની વાત કે વેદાંતની વાત મને ગમતી નથી. આ કાળમાં તા જ્યાં ત્યાં જ્ઞાનની વાત કરનારાં પ્રગટેલાં છે; અને જ્ઞાન જાણે વાણીમાં જ પૂરેપૂરું સમાઈ જતું હોય એવા કાળ પ્રવર્તે છે.
માટે આપણે તો કંઈ પણ કશું બોલવું નહિ, આપણે તે માત્ર આચરવાનું રાખવું. જ્ઞાનમાં બાલવાપણું નથી, માટે જેટલું બને તેટલું પૂરેપૂરું મૌન જાળવા, સમજી સમજીને વર્તો, જાગી જાગીને આચરો. અહમ્ ડોકિયું ન કરી જાય તેની સાવચેતી રાખો. ભૂલેચૂકે પણ જીવપણાથી વર્તતાં પોતાની જાતને સાત સાત ખાસડાં મારા ને ચેતીને જાગા. વાત કરવાનું મૂકી દો. જે કંઈ થાય તે સતત એકધારું કર્યા કરો. સતત મંડી રહે.
શ્રી મોટા
વર્તમાન કટાકટી
ઉપરોકત વિષય પર સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ જાહેર વાર્તાલાપ આપશે.
બીજા ભાગમાં પ્રારંભમાં ‘લોકસાહિત્ય: વિવેચન'માં ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળાનું બીજું વ્યાખ્યાન – ગુજરાતનું લાકડા મટુકી સાહિત્ય પ્રકટાવનારાં સંરકારબળા' ઉપરાંત લાકસાહિત્યની વિવિધ
રસ ધરાવતા ભાઈબહેનોને સમયસર ઉપસ્થિત રહેવા વિનંતી છે.
સમય : રવિવાર તા. ૧૯-૧૨-’૭૧ સવારે ૧૦-૦૦. સ્થળ : શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહ,
૩૮૫, સરદાર વી. પી. રોડ, વનિતા વિશ્રામ સામે, મુંબઈ-૪.
મંત્રીએ, શ્રી મુંબઇ જૈન યુવક સઘ