________________
તા. ૧–૧૨–૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
૨૦૫
બધામાં પ્રગતિ અને સફળતાનાં દર્શન થાય છે. અલબત્ત, ચીનાઓ તે નમ્રતાપૂર્વક એમ કહે છે કે હજી ઘણી વસ્તુઓ કરવાની બાકી છે. પણ મારી માના ચીનની આ ચોથી મુલાકાત હતી અને દરેક વખતે મને પહેલ કરતાં ચીનમાં વધુ સારી સ્થિતિ જોવા મળી હતી.
રોબર્ટ ગીલન
૧)
|
જે લોકો રહેતા હતા તેઓ એમના વેતનને ચેાથો ભાગ ભાડા પેટે આપતા હતા. આજે તેઓ લગભગ કંઈ જ ભાડા પેટે આપતા નથી. અમે નવા માર્ગો બાંધી આપ્યા છે. કેટલાંક ઘર સુધી પાણી પહોંચાડયું છે અને બધી જ વસવાટને વીજળી તે મળી જ ગઈ છે. સાર્વજનિક સંડાસની સગવડ કરવામાં આવી છે. અમે લગભગ દસ લાખ માણસને ગંદા વિસ્તાર અને ખરાબ વસવાટમાંથી ખસેડીને નવાં રહેઠાણામાં વસાવ્યા છે.
ટિસ્ટીન, કેન્ટન અને પેકિંગ જેવા શહેરોમાં પણ મકાનોની પરિસ્થિતિને આ રીતે જ હલ કરવામાં આવે છે. મને કહેવામાં આવ્યું હતું એ મુજબ આમાં કેટલીક બાબતે મદદરૂપ થઈ છે.
- એક તો જાણે ગીચ શહેરી વિસ્તારમાંથી સંપૂર્ણ કારખાનાં, હોસ્પિટલો, વર્કશોપ, સંસ્થાઓ, દુકાને અને આ બધામાં કામ કરતા લોકોને ગ્રામપ્રદેશમાં ખસેડવામાં આવેલ છે. શહેરની મકાનવ્યવસ્થા પરના દબાણને ઓછું કરવા જ નહિ પણ શહેરે અને ગામડાંને જોડવા માટે તેમ જ આ બંને વિસ્તારો વચ્ચેનાં જીવનધોરણમાં જે અંતર રહે છે એ ઓછું કરવા માટે પણ આ પગલું લેવામાં આવ્યું છે.
યુવાન બુદ્ધિવાદીઓને પણ બીજે વસાવવામાં આવે છે એ એક બીજું કારણ છે. બુદ્ધિવાદી શહેર છોડીને ચામુક વર્ષ સુધી ગામડામાં રહે છે, શકય હોય તે હમેશ માટે ત્યાં રહી જાય છે. આને અર્થ એ થયો કે વિશ્વમાં બધે જ લોકોનું ગામડામાંથી શહેરે તરફ સ્થળાંતર કરવાનું વલણ હોય છે એવું વલણ ચીનમાં જોવા મળતું નથી. રાજ્ય અને ક્રાંતિની જરૂરિયાત મુજબ પુનર્વસવાટની આ આજના રાજ્યના આદેશ મુજબ ચાલતા સમાજમાં જ થઈ શકે. આનું પરિણામ એ આવ્યું છે કે ચીનનાં શહેર પહેલાં કરતાં ઓછાં ગીચ અને વધારે સ્વછ છે–જો કે એને ઝડપભેર વિકાસ તે થઈ જ રહ્યો છે..
કારખાનાં અપરિણીતે અને કુટુંબ વિનાના બીજા લોકોને રહેવા માટે ફલેટ આપે છે. આ રૂમમાં અમુક સંખ્યામાં અપરિણીત કામદારો સાથે રહે છે અને પાણી અને વીજળી સાથે એનું માસિક ભાડું સારી જાતની સિગારેટના એક પાકીટની કિંમત કરતાં યે છુિં હોય છે.
ગ્રામવિસ્તારોમાં મકાનની સમસ્યાનું જરા જુદી રીતે નિરાકરણ કરવામાં આવે છે. મેં જે કેટલીક કેમ્યુને અને ઉત્પાદન કેન્દ્રોની મુલાકાત લીધી ત્યાં પણ ગીચતા નહતી. કેટલાક ગામલોકો નવાં ઘરમાં રહેવા ગયા છે. ઘણા ગામલોકો હજુ યે જનાં મકાનમાં રહે છે. નવાં મકાન બાંધવામાં હવે ઇંટ અને એવાં સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે પણ એનુકુળ સ્થાનિક સાધન મળે તો એ પણ વાપરવામાં આવે છે.
પેકિંગ અને પશ્ચિમી ટેકરીઓની વચ્ચે આવેલી ટુન્ગ -પેવેન્ગ નામની કોમ્યુનની મેં બીજા વિદેશીઓ સાથે મુલાકાત લીધી હતી. આ કોમ્યુનમાં બાંધેલા માર્ગો નહોતા અને અમને કહેવામાં આવ્યું એ મુજબ પંદર વર્ષ પહેલાં આ આખાયે વિસ્તાર વેરાન હતો અને કયાંય એક પણ વૃક્ષ નહેતું. એ પછી તે અહીં ૧૮,૦૦૦ થી યે વધુ વૃક્ષો ઉગાડવામાં આવ્યાં છે અને વાતાવરણ હરિયાળું બની ગયું છે. કોમ્યુનની સમૃદ્ધિનું પ્રતીક સાઈક્લ હોય છે અને લગભગ બધાં જ કુટુંબ પાસે એક-બે સાઈ તો હતી જ.
મેટા ભાગની કોમ્યુનેનું આવું જ ચિત્ર જોવા મળે છે. આ બધા જ વિસ્તારોમાં તેઓ વૃક્ષ ઉગાડે છે. કેટલીક વાર તે માથાદીઠ દસ કરતાં યે વધુ વૃક્ષો ઉગાડવામાં આવે છે. સામાન્ય નિયમ એ છે કે પ્રથમ તેઓ વખારો, વર્કશોપ, નાનાં કારખાનાં, શાળાઓ, ચિકિત્સાલયો – અને પછી મકાન બાંધે છે. મકાને ગ્રામજનોની ખાનગી માલિકીનાં પણ હોય છે. શાંઘાઈની નજીકની એક કોમ્યુનમાં તે મને કહેવામાં આવ્યું હતું કે ગામલેક મકાને વેચી અને ખરીદી પણ શકે છે તેમ જ પિતાના માટે વધુ સારાં મોટાં ઘર પણ બાંધી શકે છે. ચીનમાં બચત કરવાની પ્રવૃત્તિ વિશેષ લોકપ્રિય છે એનું એક કારણ કદાચ આ પણ હશે. ' 1 .
અજેપાન મુકેક
એવો ભાગ્યે જ કોઈ દેશ હશે કે જેને વસવાટોને ગંભીર પ્રશ્ન નડતો ન હોય. જેમ વધુ વસતિવાળો દેશ એમ એને આ સમસ્યા વધુ ગંભીરપણે ભોગવવી પડે છે. આ દષ્ટિએ વિચારીએ તે ૭૫ કરોડની વસતિવાળા ચીન જેવા દેશમાં તે અભૂતપૂર્વ કહી શકાય એવી મકાનની તંગી હોવી જોઈએ. પણ ત્યાં આવી સ્થિતિ નથી. ચીનના સંદર્ભમાં જોઈએ તે બીજા દેશોના કરતાં અહીં ઘણા પ્રશ્નોનું સ્વરૂપ જ ભિન્ન લાગે છે. વસવાટને પ્રશ્ન પણ આ નિયમમાં અપવાદરૂપ નથી.
પેકિંગમાં રહેતા ઘણા વિદેશીઓએ ગયા વર્ષે અને આ વર્ષે ચીનના પ્રાંતને વ્યાપક પ્રવાસ કર્યો છે અને આ દરમિયાન એવી સામાન્ય છાપ પડી છે કે ચીનમાં સાવ જ ઘરબાર વગરના કહી શકાય એવા લોકો નથી. અલબત્ત, ઘણા લોકો હજુ યે ખરાબ સ્થિતિમાં રહે છે. આ રહેઠાણે પણ એક કે બે દાયકા પહેલાં હતાં એનાથી સારાં છે. દરેક જગ્યાએ આ સુધારો જોવા મળે છે. - ચીનનાં શહેરોને ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. પેકિંગની વસતિ ૬૦ થી ૭૦ લાખે પહોંચી રહી છે. દિલ્હીનની ચાલીસ લાખની વસતિ છે અને શાંઘાઈ તે દુનિયાનું એક સૌથી મોટું શહેર છે, જેની વસતિ અત્યારે એક કરોડે પહોંચી છે.
શાંઘાઈની મુલાકાત દરમિયાન એની વસવાટની સ્થિતિ વિશે વિગતવાર ખ્યાલ આવ્યો. ‘નવગ્રામ” નામે ઓળખાતા કામદારો માટેની એક વસાહતમાં કેટલાક ફલેટની મુલાકાતને આમાં સમાવેશ થતું હતું. આ વિસ્તારમાં બેથી પાંચ માળનાં મકાન હતાં પણ એના માર્ગો પહોળા હતા. માર્ગની બંને બાજુએ વૃક્ષો પણ સારી સંખ્યામાં ઉગાડવામાં આવ્યાં હતાં, શહેરી સગવડોમાં પ્રાથમિક અને મિડલ સ્કૂલે, સિનેમાગૃહો, થિયેટર, હોસ્પિટલ, બગીચાઓ, બાળમંદિરે, દુકાને, ડિપાર્ટમેન્ટ સ્ટોર, કેટરિંગ સર્વિસ અને સ્નાનાગારને. સમાવેશ થતો હતે. ‘ગામડા’નું નામ હોવા છતાં યે આધુનિક નગરનાં ધોરણે સાથે એને સારી રીતે સરખાવી શકાય તેમ હતું.
આ “નવગ્રામ માં લગભગ ૭૦,૦૦૦ માણસે, મોટે ભાગે કામદારો અને એમનાં કુટુંબ રહે છે. એના ફલેટ એક રૂમથી માંડી ત્રણ રૂમના હોય છે. દરેક રૂમ સે ચારસર્ટ કે એથી થડા વધારે કદને હોય છે. રસેડું, બાથરૂમ અને સંડાસ ત્રણ કુટુંબ વચ્ચે વાપરવાનાં હોય છે. બે રૂમના ફલેટનું ભાડું મહિને લગભગ પંદર રૂપિયા જેટલું હોય છે. વીજળી, ગેસ અને પાણીના દર વધારે એટલે કે બત્રીસેક રૂપિયાની આસપાસ થાય છે. પણ શાંઘાઈમાં ઘરભાડું અને આ બધી સગવડ મળીને વેતનના ૨૫ ટકા જેટલું ખર્ચ થાય છે; અને આ ખર્ચ ઓછામાં ઓછા બે માણસે વચ્ચે ભેગવવાને હોય છે, કેમ કે શાંઘાઈમાં કુટુંબના બે માણસો કામ ન કરતા હોય એવાં કુટુંબો ભાગ્યે જ હોય છે.
અહીં પણ બીજા સ્થળની માફક ક્રાંતિકારી સમિતિ હતી. ચાઉ - મે-ચીન નામની એક પ્રૌઢાએ સમિતિ વતી અમને આ વસાહતમાં ફેરવ્યો હતો. એના કહેવા પ્રમાણે શાંઘાઈમાં ૧૯૪૯ પહેલાં જેવા ગંદા વિસ્તાર હતા એવા ખરાબ ગંદા વિસ્તારો હવે કયાંય નથી. રોજગારીના પ્રમાણમાં વધારો થતાં આમ થવા પામ્યું હશે. પીપલ્સ ડેઈલી'એ ગયા મહિનામાં એવી જાહેરાત કરી હતી કે દર વર્ષે રોજગારીની તકો વધી રહી છે અને એ સાથે એવો દાવો કર્યો હતો કે ચીનમાં દસ વર્ષ પહેલાં બેકારી નાબૂદ કરવામાં આવી હતી. - શાંઘાઈ પાછા ફરીને શાંઘાઈના જીવન વિશે ખૂબ જ માહિતગાર એવા વેન્ગ - સે- હાઈને હું મળ્યો. મેં એમને પૂછ્યું : ‘શાંઘાઈની સારી એવી વસતિ હજુ યે મુકિત પહેલાંના દિવસોના જેવા ગંદા વિસ્તારોમાં રહે છે?” થોડો વિચાર કરીને એમણે દઢતાથી જવાબ આપ્યો કે ‘ના, એક પણ કુટુંબ અત્યારે એવી સ્થિતિમાં રહેતું નથી.’ એમણે કહ્યું કે: ‘અમે આવા વિસ્તારની કંઈ જ ખર્ચ કર્યા વિના સફાઈ કરી શકયા છીએ. એ પછી આવા વિસ્તારોમાં
ના