________________
તા. ૧-૧૨-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
૨૦૩
મનની આવી વલણ કેળવવા માંડ અને અઘરાં કામ હાથ ધરી તેને પાર પાડવા પ્રયત્નશીલ થા. તને તારા કાર્યમાં સિદ્ધિ મળતાં તારી લધુતાગ્રંથિ ઉત્તરોત્તર આપોઆપ દૂર થશે.”
પછી શિષ્ય ગુરૂની વાત સ્વીકારી, તેને અમલ કર્યો કે નહીં તે વાત અહીં પ્રસ્તુત નથી. પણ ગુરુ-શિષ્ય સંવાદ સાંભળી આ ગ્રન્થિની વાત મારા ચિત્તનો સારો એવો કબજો લીધે. ચિત્તના ખરલમાં એ ઘૂંટાવા માંડતાં ચિંતનનાં વલય વિસ્તરવા માંડયાં.
કેવી અજબ વસ્તુ છે કે કોઈ પણ માનવી એક યા બીજા પ્રકારની ગ્રન્થિથી વિમુકત હોઈ જ શકતો નથી ! માનસશાસ્ત્રીય પરિભાષામાં એક લઘુતાગ્રંથિ અને બીજી 'ગુતાગ્રંથિ એમ બે ગ્રંથિ જાણીતી છે. ઉપરાંત માનવ માત્રને પીડનારી એક ભયની ગ્રન્થિ પણ છે. “આ મારું જ રહેશે, બીજા કોઈને પણ કાળાંતરે એ નહીં જ આપું, આ ભાવ અથવા વલણ તે મમત્વ ગ્રંથિની ઘોતક છે.
“આત્મવત સર્વભૂતેષુ,' પ્રાણીમાત્ર પ્રત્યે પોતાના જેવો જ, આત્મવત ભાવ રાખવો અને તેનાં જે કંઈ સારા-માઠાં પરિણામ નીપજે તે પરત્વે તટસ્થ રહીને પણ નિર્ચાજ પ્રસન્નતા અનુભવવી એ અભેદભાવ ગ્રંથિ છે. “આ વિષયમાં તો મારા જેટલું બીજું કોણ સમજે? મેં કર્યું છે તેવું બીજું કોઈ કરી તે બતાવે!” આ અહંભાવમૂલક ગ્રંથિ તે ગુરુતાગ્રંથિ છે. આવી ઘણી ઘણી ગ્રંથિઓ છે. ગ્રંથિએનું વિશ્વ વિરાટ છે. એક ખરેખરા વિદ્વાન સજજનના મગજમાં કોણ જાણે શાથી એવું પેસી ગયું છે કે બહારની જરા જેટલી હવા પણ મને લાગશે તે હું માંદા પડી જઈશ. પવનને જરાક પણ ઝપાટે લાગી જતાં મને શરદી કે ન્યુમેનિયા થઈ જશે.’ આમ એમની આ ભયગ્રન્થિ એવી બધી સજજડ છે કે નિવૃત્તિની અવસ્થામાં પિતાના આવાસના એક ખંડમાંથી તેઓ ઝાઝું બહાર નીકળતા નથી. ખંડની બારીએ પણ લગભગ બંધ જ રહે છે. ભાગ્યે જ એ ખંડની કોઈ એકાદ બારી એ સહેજસાજ ઉઘાડી રાખતા હશે. શિયાળા અને ચોમાસામાં તો ઠીક, પણ ઉનાળામાં પણ એમને ગૃહાસ્થિત જેવી પરિસ્થિતિ પૂરેપૂરી ફાવી ગઈ છે. જો કે એટલું ખરું કે એ પિતાના ખંડમાં બેઠા બેઠા બહારના જગત સાથેનું પિતાનું અનુસંધાન પૂરેપૂરું જાળવી શકયા છે. એમના મિલનસારપણામાં જરાયે ફરક નથી પડયો. પોતાના ખાટ ઉપર આસન થઈ છાપાં વાંચે છે, રેડીઓ સાંભળે છે, પોતાને મળવા આવનારાઓને પ્રસન્નતાથી અને ખરા પ્રેમથી મુલાકાતે આપે છે. જીવનની ઈષ્ટ પ્રવૃત્તિઓમાંથી તેમને રસ જરાયે સર્યો નથી. જ્ઞાનવિજ્ઞાનના અને ધર્મ તથા તત્ત્વજ્ઞાનના એમ ભિન્ન ભિન્ન અનેક વિષયના પણ મુખ્યત્વે ઉચ્ચ અને શિષ્ટ સાહિત્યના ગ્રન્થોનું પરિશીલન કરતા રહી તેઓ પોતાના હૃદયના તારને બહારના સંકલ જગત, સાથે જોડેલે રાખી શક્યા છે. પિતાના ખંડની બારીમાંથી પ્રકૃતિનું અને બ્રહ્માંડનું દર્શન કરીને સમસ્ત વિશ્વની લીલા આનંદથી નિહાળતાં તેમજ પ્રકૃતિ સાથે તાદમ્ય સાધતાં પ્રસન્નતાથી શેષ
જીવન તેઓ વીતાવી રહ્યા છે. ચિંતન કરતાં કરતાં તેઓ આત્મસ્થ રહે છે અને તે સાથે વિશ્વસ્થ પણ રહી શક્યા છે. તેમની અસ્થિ તે હૃદયદૌર્બલ્યની દ્યોતક નથી.
સંયમપૂર્વક આ એકાંતવાસ સ્વીકારીને તેઓ પોતાનું સર્વો વિકસાવતા રહ્યા છે. પણ એમને બહાર ફરવા આવવાનું કહો તે તુરત જ તેઓ કહેશે “ના રે. જવા દો. બહાર જવાની શી જરૂર છે! અહીં શું ખોટા છીએ?” પિતાના આરોગ્યની અણીશુદ્ધ સતત રક્ષા કરવાની એમની પ્રકૃતિ થઈ ગઈ છે. અને તો યે તેઓ સંપૂર્ણપણે નિરામય રહી શક્યા નથી. કોઈક ને કોઈક તકલીફ એમને સતાવતી જ રહે છે.
આ ગ્રન્થિના વિશ્વમાંથી મુકત થઈ શકાય? ગ્રન્થિ સ્વત: ખરાબ વસ્તુ નથી. વ્યકિત-માનસ ઉપર એનું વિવેકરહિત વર્ચસ, તથા અવ્યભિચારી બુદ્ધિને અનુકૂળ ન થવાને જડતાભર્યો હઠાગ્રહ ઘણાં અનિષ્ટનાં ઉદ્ભાવક અને પોષક છે. લઘુતાગ્રંથિ મનુષ્યને
જે કેવળ તેની મર્યાદાઓનું જ સમ્યક્ ભાન કરાવીને ત્યાં જ અટકી જતી હોય તો એને અનિષ્ટ તરીકે ઘટાવવાનું કારણ નથી, ગુરુતાગ્રંથિ મનુષ્યની પરાક્રમશીલતાને, તેના સાર્વત્રિક આત્મવિકાસમાં ઉપકારક નીવડે એ રીતે વિકસાવતી હોય તે એ ગ્રંથિ પણ નિંઘ નથી.
ભયની ગ્રંથિ મનુષ્યને કાપુરુષ, નિર્બળ, નિષ્ક્રિય બનાવી મૂકે છે માટે એ અનિષ્ટકારક છે. પણ એ દુર્ગુણો કેળવતાં રોકતી હોય, દુ:સાહસ કરતાં અટકાવતી હોય તે તેટલા પ્રમાણમાં તે સહા લેખાવી જોઈએ. “અભયંસવાં શુદ્ધિમ” એમ કહીને શ્રીમદ ભગવદ ગીતા સત્ત્વસંશુદ્ધિ અર્થે અભય બંધ કરે છે તે ખરું, પરનું એમ કરીને પણ એ આખરે તે ભયની એક ચોક્કસ મર્યાદા જ બાંધે છે. ભયની ગ્રન્થિની એ અલબત્ત, પ્રતિષ્ઠા નથી કરતી પરંતુ તે સાથે એ કર્તવ્યનાં દુષ્પરિણામ પ્રત્યેની જાગૃતિનો નિષેધ નથી કરતી. ઈશ્વરથી ડરીને ચાલવું એટલે કે મારાથી અનાચાર થશે તે ઈશ્વર તેમાં રાજી નહીં રહે, મારાં માતપિતાને વાજબી રીતે ન ગમે એવું આચરણ કરીશ તે માતપિતા દુભાશે એ ભયને ગીતા નિષેધ નથી કરતી. પરંતુ અહીં ભયેનું પ્રવર્તન 9િ રૂપે નથી. એનું મહત્ત્વ લાલબત્તી પૂરતું જ છે. વિવેકબુદ્ધિને જાગૃત રાખવા પૂરતું છે.
ગ્રન્થિને બીજી રીતે પણ, એટલે કે બીજા સંદર્ભમાં પણ વિચાર કરવો જરૂરી છે. કારણ કે તે સંદર્ભમાં ગ્રન્થિ આમૂલાગ્ર અનિષ્ટ જ છે. માનવ માનવ વચ્ચેના સંબંધે સુદઢ રાખવા હોય, માનવહૃદય વચ્ચે આત્મકય સાધવું હોય, લાગણીના સેતુઓને સુરક્ષિત રાખવો હોય ત્યાં ગ્રન્થિના વિશ્વમાંથી મુકિત એ જ એકમાત્ર અપરિહાર્ય અને ઉત્તમોત્તમ માર્ગ છે. કારણ માનવીના ભાવજગતને એકદમ સંકુચિત, સાંકડું કરી નાખનાર, એને આત્મકેન્દ્રી રાખનાર, દષ્ટિ અને હૃદયની આસપાસ વાડ રચનાર, માનવ માનવ વચ્ચેના સંબધાને કલુષિત કરનાર અત્યંત અનિષ્ટ એવી કોઈપણ વસ્તુ હોય તો તે ગ્રન્થિ છે. “ગજાનનથી મારું કંઈ પણ સારું થાય તે સહન જ નથી થતું. એ બહુ જ પીલે છે, વ્રજરાય હમેશાં વિદનસષી થઈને જ ઊભું રહે છે, આ દુનિયામાં બધાં સ્વાર્થનાં જ સગાં છે, સેની તો સગી બહેનના સેનામાંથી પણ ચોર્યા વગર રહે જ નહીં, સગા બાપને યે ભરોસે કરવો નહીં, વેપારી માત્ર ચાર અને લબાડ, ખાદીધારી બધા જ દંભી છે” આ બધાં જ ખેટાં નિરીક્ષણ અને ખ્યાલો ગ્રન્થિની નીપજ છે. ગ્રન્થિને કારણે એક માણસ બીજા માણસ આગળ નિખાલસ થઈને પિતાનું દિલ ઉધાડો આકાશ જેવું કરી શકતો નથી. ગ્રન્થિને કારણે જ માનવ માનવ વચ્ચે મુકત મિલન થઈ શકતું નથી. ગ્રન્થિને કારણે જ માણસને બીજા માણસના સત્ય સ્વરૂપનું યથાર્થ દર્શન થઈ શકતું નથી. અજ્ઞાનથી, વહેમથી અને સ્વાર્થથી માણસે પોતાના મનમાં ગ્રન્થિનું એવું એક અભેદ્ય જંગલ ઉગાડી દીધું છે કે બે માનવહૃદય, બે માનવમન અને બે માનવઆત્મા વચ્ચે જોજન સુધી વિસ્તરતી ખાઈ જ નિર્માણ થઈ છે, ભાવને બદલે અભાવને જ વિસ્તાર થયું છે, પ્રેમના મુકત વહેણને અવરોધતી વહેમની શિલાએ જ ખડકાયેલી રહે છે. પરમાર્થની ભાવનામાં સ્વાઈનું જ દર્શન થતું હોય છે. અનુભવોનાં મૂલ્યાંકન પણ ખેરાં જ થતાં હોય છે. ગ્રન્થિના પહાડ, ગ્રન્થિએની ખીણ, અને ગ્રન્થિઓનાં જંગલો વિશ્વાસને અવિશ્વાસમાં અને શ્રદ્ધાને અશ્રદ્ધામાં ફેરવી નાખે છે અને અવિશ્વાસનું જ વાવેતર કરે છે. શ્રદ્ધાનું ઉમૂલન કરી નાખે છે, તેમજ જીવનની અમૃતવેલમાં વિશ્વનું સીંચન કરે છે. કોઈ પણ જાતની ગ્રન્થિ રાખ્યા વગર કેવળ નિર્ગુન્થ થઈને જીવનયાત્રામાં આગળ વધનાર માનવી “વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને જરૂર ચરિતાર્થ કરી શકે છે. ઈસુ, બુદ્ધ અને ગાંધી, આ વિભૂતિએ આ શ્રદ્ધાની પ્રતીતિ કરાવી ચૂકી છે. એ સત્યના ઝળહળતા પ્રકાશમાં હોવા છતાંયે માનવીને નિર્ગસ્થ થવાનું, ગર્થીિઓના વિશ્વમાંથી મુકિત મેળવવાનું જાણે પાલવનું નથી એ કેવી કરુણતા છે!
કૃષ્ણવીર દીક્ષિત