________________
૨૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨-૧૯૭૧.
(ભગવાનની ) વાત સાંભળો. તે વાત ન કરતાં તેમને (ભગ- વાનનો) અવાજ સાંભળીએ. આ માટે આપણે મૌન સેવીએ. મૌનની સાધના એ જીવનની નહિ પણ જ્ઞાનની સાધના છે. એથી એવી શાંતિ મળે છે કે એમને (ભગવાનને ) અવાજ સાંભળી શકાય છે. - ' પ્રાર્થનામાં આપણે ભલે કીર્તન, ભજન વગેરે કરીએ. એ આ અરી છેપણ આપણે જ બોલ્યા કરીએ અને એને (ભગ- વાનને) બેલવા જ ન દઈએ તે તે અવિવેક જ ગણાય. ભગવાનને પણ બોલવાને સમય આપીએ. સામાને બોલવા ન દઈએ અને આપણે બોલબોલ કરીએ તો એ તે ભારે અવિવેક જ લેખાય. માટે મૌન અને શાંતિ વચ્ચે એ (ભગવાન) જે કાંઈ બોલે તે એકાગ્ર બનીને પહેલાં સાંભળીએ તે જ છે સાચી પ્રાર્થના.
આપણે ઉપવાસ અને ઉપાસના કરીએ છીએ તે ઉપવાસ અને ઉપાસનાને સાચો અર્થ સમજીએ અને પછી જ તેને આચરીએ તે ગ્યા છે. ઉપવાસને અર્થ છે સાથે રહેવું અને ઉપસનાને અર્થ છે તેની સાથે બેસવું. આથી ઉપવાસ અને ઉપાસના દરમિયાન આપણને એ આવે છે, એ આવે છે, એ આવે છે એવી ભાવના થવી જોઈએ અને તેના આગમનની આપણે પ્રતીક્ષા કરીએ છીએ; કારણ કે પ્રતીક્ષાને આનંદ અને તે બાદ મિલનને આનંદ અનેરે છે. આ માટે રાધાકૃષ્ણની પ્રતીક્ષા અને મિલનને દાખલો આપણને શાસ્ત્રોમાંથી મળી આવે છે.
ભગવાને ભકત માટે શું શું કર્યું છે તેની આંખને, કાનને કે મનને ખબર નથી હોતી.
મૌનના પ્રયોગ દ્વારા ભગવાનને જવાબ મળે છે. દિલને તેની પ્રતીતિ થાય છે; અને તે માટે રામનામ સરળ સાધન છે. આ સાધન ખૂબ જ ફાયદાકારક છે. ભગવાનપ્રાપ્તિની પ્રતીક્ષાપ્રાર્થના નમ્રતાથી કરાવાં જોઈએ. એમાં સહેજ શુષ્કતા પણ લાગે છે – ઘડીભર ભકિત જેવું ન પણ લાગે પરંતુ જે તીવ્ર ઝંખનાને કારણે પ્રાર્થના-પ્રતીક્ષા કરીએ છીએ તે સફળ જ થાય છે. ( રામદાસે “ શ્રીરામ, જય રામ, જયજય રામ” ને જાપ કરવા કહયું છે. આમ સાધના વેળાએ નામજપ સાથે ઉપવાસ પણ આપણે પ્રાર્થનાના સાથી તરીકે કરીએ છીએ અને એ રીતે મનની સાથે શરીરને પણ આપણે સાધનામાં જોડીએ છીએ. પ્રાર્થના એ મનની પ્રવૃત્તિ છે. શરીરને પણ તેમાં સાથે જોડવા-પ્રાર્થનામાં જોડવા આપણે ઉપવાસ કરીએ છીએ. આથી પવિત્રતા સાથે દિલને ભારે સંતોષ થાય છે.
હું આ બધું લઈને ભગવાનને પ્રાર્થના કરું છું. આપણે દિલની આરઝુ - વિનતિએ લઈને ભગવાન પાસે જઈએ છીએ. આને ઘણા નાનું કામ માને છે; પણ સાચી લાગણી, સાચા આદરથી અને શ્રદ્ધાથી આમ કરીએ – શ્રદ્ધાથી ભગવાન પાસે વાંછિતની માગણી કરીએ – આપણી એ માગણી – પ્રાર્થનામાં નમ્રતા, આદર અને પ્રેમ આવે તો પછી ન થઈ શકે? સર્વ કાંઈ શકય બને છે; પરંતુ આપણામાં કહેવત છે ને કે ‘માગ્યા વિના માં પણ પીરસતી નથી” એ મુજબ ભગવાન આપણા આંતર–મનની ભાવના જાણતા-સમજતા હોવા છતાં આપણે મનવાંછિતની તેની પાસે માગણી કરવી પડે છે.
આમ થવાનું કારણ જોઈએ. એક વિદ્યાર્થી છે. તે બહારગામ ભણવા જાય છે. તેને બહારગામ છાત્રાલયમાં રહેવા, જમવાને તેમ જ કપડાંલત્તાને વગેરે ખર્ચ થતો હોય છે. વિદ્યાર્થીને બહારગામ ભણવા એક્લતાં પહેલાં તેનાં માબાપેએ પિતાના પુત્રને માસિક કેટલો ખર્ચ આવશે–એટલે કે પોતે પુત્રને ભણવા તો મેકલ્યો, પણ માસિક કેટલાં નાણાં મેકલવાં પડશે તેને ખ્યાલ તો મેળવી જ લીધો હોય છે; પરંતુ દર મહિને પુત્ર નાણાં મગાવે તે પછી જ માબાપ તેને ખર્ચના પૈસા મેક્લતાં હોય છે. આમ કેમ? માતા-પિતા પુત્રને વર્ષભરના પૈસા એક્સાથે શા માટે નથી મોકલી આપતાં? આમ કરવા પાછળ માતાપિતાની એ લાગણી કામ કરતી હોય છે કે દર મહિને જેમ જેમ નાણાંની જરૂર પડે તેમ તેમ પુત્ર મગાવત રહે તે એ રીતે પુત્રે દર મહિને માબાપને થાદ કરવાં પડે છે અને એ રીતે મા-બાપની–માબાપ તરફથી મળતા પૈસાની પુત્રને પ્રતીક્ષા કરવી પડે છે; માબાપ વિસારે પડતાં નથી.
એમ પણ નાણાં મગાવવા છતાં કોઈ વાર પૈસા આવવામાં મોડું થતાં પુત્રે વધુ વાર પ્રતીક્ષા કરવી પડે છે; છતાં પોતે વિસરાઈ ન જાય તે માટે માબાપે સમજીને જ પુત્રને દર મહિને તેની માગણી પ્રમાણે જ પૈસા મોકલે છે. . એ જ રીતે ભગવાન પણ ભકત તેને ભૂલી ન જાય–સદા યાદ કરતે રહે તે માટે જે કાંઈ આપવું હોય તે મેંડું કરીને જ આપે છે – ભકત માગે તે પછી જ આપે છે. આપણે ભગવાનને કશી પ્રાર્થના - વિનતિ કરીએ છીએ તે પછી જ ભગવાન તેની કસોટી કરીને પછી જ આપે છે. * એક મિત્ર સાથે મકાન-ફંડને પ્રસંગ બન્યા. મેં ગમ્મતમાં કહ: એમ કર, દરરોજ એક ક્લાક મકાન-ફંડ એકઠું કરો અને એક કલાક પ્રાર્થના કરે. મિત્રે કહ્યું : તમારી વાત સાચી છે, પણ આ મકાનને હેતુ પવિત્ર નથી. ર તે માત્ર કીર્તિ માટે છે. આમ કઈ પણ નિયમ કરવામાં તેને હેતુ પવિત્ર હોય તે ખૂબ જ મહત્ત્વનું છે. - રાવણે સીતાનું હરણ કર્યું છે તે આપણે જાણીએ છીએ. રાવણ સીતાને ઉઠાવીને લંકા લઈ ગયો અને ત્યાં સીતાને એક અલાયદા સ્થળે રાખીને સીતાને મનાવવા અનેકવિધ પ્રયાસ રાવણે કર્યા. પણ સીતાજી માને જ નહિ. સીતાને લલચાવવા માટે રાવણે અનેક રૂપ ધારણ કર્યા – આકર્ષક ફટડા યુવાનનું રૂપ પણ લીધું; પરંતુ સીતા એકનાં બે ન થયાં. આથી કોઈકે રાવણને એવું સૂચન કર્યું કે તમે હવે રામનું રૂપ ધારણ કરે એટલે સીતા તમને રામ માનીને તમારી જાળમાં સપડાશે.
રાવણે કહ્યું: “મેં રામનું રૂપ ધારણ કરવાની યુકિત પણ અજમાવી જોઈ. હું રામના ધ્યાનમાં બેઠે, પણ જયારે રામસ્વરૂપ બની ગયા ત્યારે મારા મનમાંની પેલી બેટી ઈરછા–કામવાસના પિતે જ અદશ્ય બની ગઈ –જતી રહી.' આ રીતે આપણે પ્રાર્થનામાં બોલીએ ત્યારે જે એકાગ્રતા સધાય છે તેમાં આપણી વાસનાઓ નાશ પામે છે- વાસના દૂર થઈ જાય છે.
સ્ત્રી સવારમાં શુંગાર-સજાવટ કરે છે, સુગંધી તેલ - ધૂપેલ, પુષ્પ વગેરેથી પોતાની જાતને શણગારે છે તે સાથે જ પ્રભાતના વાતાવરણને પણ સુગંધથી ભર્યુંભર્યું બનાવે છે. એવી જ રીતે પ્રાર્થના સવારની સુગંધી હવા સર્વત્ર પ્રસરાવે છે. વાતાવરણને શુદ્ધ બનાવે છે. માનવીના દિલને પવિત્ર બનાવે છે. આથી પ્રાર્થના આપણા દિલને મૃદુ બનાવે છે. આપણે લોકોની સેવા કરવી છે તે લોકો માટે દિલમાં પ્રેમ જોઈએ. તે પ્રાર્થનાથી આવે છે. શાંતિ, પ્રેમ, સંતોષ બધું જ પ્રાર્થના વડે પ્રાપ્ય બને છે. તે એકવાર સ્વામી રામદાસ પિતાના સાધુઓની મંડળી સાથે પ્રવાસમાં નીકળેલા. તેમની કોઈની પાસે ટિકિટ નહોતી. ટિકિટ કલેક્ટરે એક પછી એક દસેય સાધુઓને ટિકિટ વિના મુસાફરી કરવા માટે અટકાવીને ઊભા રાખ્યા. ટિકિટ લેવા માંડી. ટિકિટ કલેકટર ટિકિટ લે અને સાધુની જટા હલાવે. સાધુ હસે. આથી રામદાસને વારે આવી રહ્યો હતો ત્યાં જ રામદાસે જગ્યા બદલી. પેલી સાધુએ ના પાડી. આમ ને આમ અડધો કલાક વીત્યો. સાધુએ બાંય ચડાવી હાથ પકડયો. પણ તેના (રામદાસના મેમાં રામનામ હતું. ટિકિટ કલેકટરે બધાને જવા દીધા.
આમ હોઠ પર રામનામ રમતું હોય તેને કેવો ભવ્ય પ્રભાવ છે તે આના પરથી સમજવા જેવું છે. હોઠ પર રામનામ હોય તે ટિકિટ કલેકટર તે શું ભલભલા શેતાનનું પણ કાંઈ ન ચાલે.
પ્રાર્થના અનુભૂતિનો વિષય છે. નમ્રતાપૂર્વક પ્રાર્થના કરીએ તે જીવન ધન્ય બને. શુભ સંકલ્પ, તીવ્ર ઝંખના વડે પવિત્રતા આવે છે, અને જીવનમાં પવિત્રતા આવે તે જીવન ધન્ય બની રહે. આથી આપણે સૌ જ ઝંખનાપૂર્વક પ્રાર્થના કરીએ અને ભગવાનના આશીર્વાદ માગીએ.
–ફાધર વાલેસ