________________
૧૬.
પ્રબુદ્ધ જીવન
-
તા. ૧-૧૨-૧૯૭૧
પ્રકીર્ણ નેંધ
૨૫માં ફેરફારથી આ બે સિદ્ધાંતને અમલ કરતા કાયદાઓ માટે કલમ ૧૪, ૧૯ અને ૩૧માં જણાવેલ મૂળભૂત હકો લગભગ રદ થાય છે. આ ઘણો મટે, પાયાને ફેરફાર છે જેનાં પરિણામે કલ્પવા મુશ્કેલ છે. આ સિદ્ધાંતેના અમલના નામે માત્ર મિલકતને લગતા મૂળભૂત હકો ગૌણ બને છે એટલું જ નહિ પણ કલમ ૧૯માં જણાવેલ બીજા હકો પણ ગૌણ બને છે; જેવા કે વાણી સ્વાતંત્ર્ય, વગેરે. બંધારણમાં આ ધરમૂળને ફેરફાર છે. વળી આ બે સિદ્ધાંતના અમલ માટે કાયદામાં કરવાની સત્તા માત્ર પાર્લામેંટને જ આપ- વામાં આવે છે તેમ નથી, પણ રાજય ધારાસભામાં પણ એવા કાયદાઓ કરી શકે છે, માત્ર તેને રાષ્ટ્રપતિની મંજૂરી મેળવવી રહેશે.
પણ ૨૫માં બંધારણને આ ફેરફાર આટલેથી જ અટકતો નથી. તેમાં વિશેષ પ્રબંધ છે કે આવા કોઈ કાયદામાં એમ જાહેર કરવામાં આવે કે ઉપર જણાવેલ બે સિદ્ધાંતના અમલ માટે તે કાયદો કર્યો છે કે કોઈ કોર્ટમાં એવા કાયદાને પડકારી શકાતું નથી. ટૂંકામાં કોર્ટની હકૂમત લઈ લેવામાં આવે છે. મારા નમ્ર મત મુજબ આવો પ્રબંધ ભયજનક છે. કોઈ કાયદે ખરેખર ઉપર જણાવેલ બે સિદ્ધાંતના અમલ માટે કર્યો છે કે નહિ તે હકીકત સંબંધે કાયદો ઘડનાર જ છેવટને ફેંસલો આપે તેમાં ભારે જોખમ છે. સત્તાનું ઘેન બધાને ચડે છે, પછી તે પાર્લામેંટ હોય કે કેર્ટ, Possibility of abuse of power. તે માટે અંકુશ જરૂરી છે, Judicial Review of legislation આ લાભદાયક અંકુશ છે. કોર્ટે ભૂલ નથી કરતી એમ નહિ. ગેલકનાથ, બેંક રાષ્ટ્રીયકરણ અને રાજવીઓનાં સાલિયાણાંના કેસમાં સુપ્રીમ કોર્ટે જે ચુકાદાએ આપ્યા છે તેથી હું નિરાશ થયો છે. પણ તેવા ચુકાદાએ અમુક ન્યાયાધીશોનાં વ્યકિતગત માનસિક વલણનું પરિણામ હોય છે. તેથી કાયમને માટે કોની હકૂમત લઈ લેવી વાજબી નથી. પાર્લામેંટ કે ધારાસભા એટલી જ, કોઈ વખત કદાચ વિશેષ, ભૂલને પાત્ર છે.
કોર્ટને અંકુશ હોય તો પુનવિચારણા કરવાની તક મળે છે. કોર્ટ ભૂલ કરે તો પાર્લામેંટ નો કાયદો કરી તે સુધારી શકે છે. alfaldlai uzz42 anigêtl-Chek an! Counter-Checks, જરૂરી છે. સમાજવાદને નામે પાર્લામેંટ કે રાજય ધારાસભાઓને અમર્યાદ સત્તા આપી લોકશાહી જોખમમાં મૂકવી અત્યંત ભયાવહ છે. રાજ્ય ધારાસભાએ મૂળભૂત હકમાં ફેરફાર કરી શકતી નથી. તેને આવી આડકતરી રીતે મૂળભૂત હકોની સર્વથા અવગણના કરવાની સત્તા આપવી અને તે પણ દરેક રાજયમાં કે રાજકીય પક્ષ સત્તાસ્થાને હશે તે દેખાય છે ત્યારે, લેકશાહીને જોખમમાં મૂકીએ છીએ તે ઉપર ગંભીર વિચાર કરવો જોઇએ. ડૉકટર ગજેન્દ્રગડકર જેના ચેરમેન છે તે લો કમિશને પણ આગ્રહપૂર્વક ભલામણ કરી છે કે Judicial Re ew of legislat on રહેવા દેવું જોઈએ. પણ કેન્દ્ર સરકાર આ ભલામણ સ્વીકારે તેવું અત્યારે જણાતું નથી. - ૨૬ ફેરફાર રાજવીઓનાં સાલિયાણાં અને વિશેષ અધિકારોની નાબૂદી માટે છે. આ બંધારણીય સુધારે માત્ર એક મતે રાજયસભામાં ઊડી ગયું હતું તે ફરીથી રજૂ થાય છે. તે સમયે રાજવીઓને વળતર આપવા સરકારને ઈરાદો હતો. હવે વલણ કાંઈક કડક થયું જણાય છે. ખાસ કરી ૨૫મે ફેરફાર પસાર થાય પછી વળતર આપવાની કોઈ કાયદેસરની ફરજ રહેતી નથી.
આ બન્ને ખરડાઓ લોકસભા અને રાજ્યસભામાં પસાર થશે તે સ્પષ્ટ છે. તેને પડકારવામાં આવશે તે પણ સ્પષ્ટ છે. સુપ્રીમ કોર્ટે શું કરે છે તે જોવાનું. સુપ્રીમ કોર્ટે કાંઈ કરી શકે કે નહિ, પણ ૨૫માં સુધારામાં કલમ ૩૧સી જે ઉમેરવામાં આવે છે (ઉપર જણાવેલ (૩) ) તેનાં પરિણામે વ્યાપક અને દુરગામી હશે. ઈજારાશાહી હટાવવાના નામે વર્તમાનપત્રો સંબંધ જે કાયદો કરવાનું બહાર આવ્યું છે તે આ નવા ફેરફારનું ભયસ્થાન સૂચવે છે.
ચીમનલાલ ચકુભાઈ
યુદ્ધના આરે?
ભારત - પાકિસ્તાન વચ્ચે વણકહ્યું યુદ્ધ શરૂ થઈ ગયું છે? પાકિસ્તાનમાં યાહ્યાખાને કટોકટી જાહેર કરી છે. લશ્કરમાં બધાની રજા રદ કરી, રજા ઉપર હોય તેમને પાછા લાવ્યા છે. આપણી હદમાં આવેલાં ત્રણ પાકિસ્તાની વિમાને આપણે તેડી પાડયાં છે. પાકિસ્તાનની હદમાં જઈ, તેની ટૅન્કો અને લશ્કરી સરંજામ કબજે કર્યો છે અને ૮૭ પાકિસ્તાની સૈનિકો મરી ગયા હોવાનું જાહેર થયું છે. જરૂર પડયે પાકિસ્તાનની સરહદમાં જવાને આપણા સૈન્યને આદેશ મળે છે. પૂર્વ સરહદ ઉપર સામસામા ગોળીબાર અને સરહદભંગ થયે જાય છે. પૂર્વ અને પશ્ચિમ સરહદે બન્નેનાં લશ્કરે કોઈ પણ ક્ષણે આક્રમણ કરવા તૈયાર ખડાં છે. યાહ્યાખાને કહ્યું છે: દસ દિવસમાં યુદ્ધ થશે. આપણે હજી કટોકટી જાહેર કરી નથી. વિદેશથી પાછા ફર્યા પછી ઈન્દિરા ગાંધીએ કહ્યું હતું કે વિદેશી સત્તાને પોતાની લાગવગને ઉપયોગ કરી, રાજકીય સમાધાન કરાવવા ડો સમય તક આપવી જોઈએ. એમ કહેવાય છે કે યાહ્યાખાન ઉપર બ્રિટન, અમેરિકા અને બીજાં રાજાનું દબાણ ચાલુ છે. આપણા ઉપર પણ દબાણ છે કે કોઈ સંજોગામાં યુદ્ધ ન કરવું. મુકિતવાહિનીને ઠીક સફળતા મળતી હોય તેમ જણાય છે. પાકિસ્તાનને આક્ષેપ છે કે મુકિતવાહિનીને આપણી સર્વ પ્રકારની સહાય છે એટલું જ નહિ પણ આપણું લકર તેની સાથે છે. ગુજરાતના ગવર્નરને પરિસ્થિતિની એટલી ગંભીરતા લાગી કે ગવર્નરોની પરિષદમાં દિલ્હી જવાનું તેમણે બંધ રાખ્યું. જનસંઘ અને અન્ય રાજકીય પક્ષોએ સરકારને સંપૂર્ણ ટેકો આપવાની ખાતરી આપી છે. બંગલા દેશને માન્યતા આપવા સરકાર ઉપર દબાણ વધી રહ્યું છે. ઈન્દિરા ગાંધી ખૂબ દૌર્ય અને કુનેહથી કામ લઈ રહ્યાં છે તેની મુકતકંઠે સર્વત્ર પ્રશંસા થાય છે. હવે શું થશે તેની સમસ્ત પ્રજા આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે. યુદ્ધને આરે ઊભા છીએ અને ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે. રાષ્ટ્રસંઘની સિકયુરિટી કાઉન્સિલ સમક્ષ મામલો રજૂ કરી બન્ને ઉપર અને ખાસ કરી આપણા ઉપર દબાણ લાવવાને પ્રયત્ન થઈ રહ્યો છે. બેલિજયમે એ એક પ્રસ્તાવ - ગળગળ ભાષામાં – રજૂ કર્યો છે. નજીકમાં નિકસન - હીથ મંત્રણા થશે તેમ જાહેર થયું છે. આપણી પ્રત્યે સહાનુભૂતિ છે એવી વિદેશી સત્તાઓ પણ યુદ્ધ ન થાય તે જોવા ઈંતેજાર છે. “ ગાર્ડિયન' જેવું પત્ર પણ આપણને ઠપકો આપે છે, આરોપ કરે છે. આ બધું બતાવે છે કે યુદ્ધ થાય તે આપણા પગ ઉપર જ આપણે ઊભા રહેવાનું છે. રશિયા આપણને આર્થિક અને લશ્કરી સરંજામની સહાય કરે તે પણ સીધી રીતે યુદ્ધમાં નહિ ઊતરે. એવી રીતે ચીન અથવા અમેરિકા પાકિસ્તાનને સહાય કરશે. ચીન સીધી રીતે પાકિસ્તાનની મદદ યુદ્ધમાં ઉતરે અથવા આપણને ઉત્તર સરહદે સંડાવશે? રાષ્ટ્રસંધમાં દાખલ થયા પછી ચીની પ્રતિનિધિએ પાકિસ્તાનતરફી ચીનનું વલણ જાહેર કરી છે. છતાં રાજકીય નિરીક્ષકોની માન્યતા છે કે ચીન સીધી રીતે યુદ્ધમાં નહિ ઊતરે. ચીન સાથેના આપણા સંબંધો સુધારવા આપણા પ્રયત્નો સતત ચાલુ છે. તે સાવ નિષ્ફળ નથી. અમેરિકા સીધી રીતે યુદ્ધમાં નહિ જ ઊતરે. યુદ્ધ ભારત - પાકિસ્તાન વચ્ચે મર્યાદિત રહે તો આપણી લશ્કરી તાકાત પૂરતી છે. આપણું વલણ સ્પષ્ટ અને મક્કમ છે. આપણે યુદ્ધ જોઈતું નથી. ૯૦ લાખ શરણાર્થીઓ પાછા જવા જ જોઈએ. તેને ઉકેલ પાકિસ્તાને કરવાનું છે. શેખ મુજીબને મુકત કરી યાહ્યાખાને તેની સાથે વાટાઘાટ કરવી જોઈએ. . બંગલા દેશ સ્વતંત્ર થાય કે પાકિસ્તાનના માળખામાં રહી, સ્વાયત્ત બને તે બંગલા દેશની પ્રજા અને નેતાઓએ નક્કી કરવાનું છે. શરણા