________________
૧૯૦
ગબુ
જીવન
તા. ૧૬-૧૧-૧૯૭૧
માર્ગે જાણવાની ઈચ્છા જાગે છે. દુ:ખમાંથી સદાની મુકિત મેળવવી એ સર્વ ધર્મનું ધ્યેય છે, પછી ભલે મોક્ષ કે નિર્વાણને સચ્ચિદાનંદ- રૂપ લેખવામાં આવે અથવા શુદ્ધ ચેતનારૂપ માનવામાં આવે, કે પછી જ્ઞાન, અજ્ઞાન, સુખ, દુ:ખ આદિ વિશેષ ગુણો રહિત આત્માની શુદ્ધ સ્થિતિના રૂપે તેને ગણવામાં આવે. આ ભલાં-બૂરો સર્વ પ્રકારનાં કર્મોથી મુકિત મેળવવી એનું જ નામ મેક્ષ છે. સંસારમાં રહીને સાંસારિક દુ:ખ દૂર કરવાના તથા સુવ્યવસ્થિત સમાજ નિર્માણ કરવાના પ્રયાસ કરવાની દિશામાં જ ધર્મ પ્રવૃત્ત રહે છે; કારણ કે નિવૃત્તિપ્રધાન સાધના દ્વારા વ્યકિતગત મોક્ષ પ્રાપ્તિ જ ધર્મોને મુખ્ય ઉદ્દે શ છે. એ સામાજિક પ્રવૃત્તિ ધર્મનું અનિવાર્ય અને અવિભાજ્ય અંગ બની રહેલ નથી, પરંતુ મહાયાની બૌદ્ધોએ આવી પ્રવૃત્તિઓને ધર્મના અંતરંગ માનેલ છે; જ્યારે હીનયાની બૌદ્ધોએ લાભ, દ્રપ અને મેહ જેવાં આવરણોથી મુકત થવાને જ મેક્ષ માળે, જેને મહીયાની બૌદ્ધોએ સ્વીકાર કર્યો નથી. વિશ્વની સર્વાગીણ હિતસાધનાને જ તેઓએ ધર્મનો એકમાત્ર ઉદ્દેશ માનેલ છે અને તે ઉદ્દેશથી પ્રેરાઈને જ તેમણે બોધિચિતની કલપના કરેલી છે. બેધિચિર્યાવતાર (૩:૭-૧૦)માં બેધિચિતગત સંકલ્પ નીચે પ્રમાણે વર્ણવવામાં આવેલ છે:
ग्लानानामस्मि भैषज्यं भवेयं वैद्य एव च । तदुपस्थायकश्चेव यावद्रोगापुनर्भव ॥ क्षुत्पिपासाव्यथां हन्मामन्न पानप्रवर्षण : । दुर्मि क्षान्तरफ्लेषु भयेवं पानभोजनम् ॥ दरिद्राणां च सत्वानां निधिः खामहमक्षायः । नानोपकरणाकारुपतिष्ठेयमठातः ॥ आत्मभावांस्तथा भोगान् सर्वश्यध्वगळं शुभं । निरपेक्ष स्त्यजामयेष सर्वेसत्वार्थ सिधये ।।
અર્થ: રોગપીડિતે માટે હું ઔષધ બને અને તેની રોગમુકિત સુધી હું તેને તબીબ અને પરિચારક બની રહું. હું પ્રાણીઓની ભૂખ- તરસને અનાજ-પાણી વગેરેની પ્રાપ્તિ દ્વારા શાંત કરવા માગું છું. હું એને માટે ભજન અને પાણી બની રહેવા માગું છું..દરિદ્ર જીવોને માટે હું અખૂટ ધનભંડાર બનવા ઈચ્છું છું તેમ જ વિવિધ સાધન બનીને તેમની સેવા કરવા ચાહું છું. નિષ્કામ ભાવે સર્વ જીવોના કોય નિમિત્તે મારું શરીર, ભેગો અને ભૂત, વર્તમાન અને ભાવિ એમ ત્રણેય કાળનાં શુભ કાર્યોને ત્યાગ ઈચ્છું છું. આ જગતમાં એક પણ પ્રાણી કોઈ પણ પ્રકારનું દુ:ખ અનુભવતું હોય ત્યાં સુધી બાધિસત્વ મા પ્રાપ્ત કરવાને ઈરછતા નથી. મોક્ષની આ ઉદાત્ત કલપના બૌદ્ધ ધર્મની એક અપૂર્વ અર્પણ છે. આ કલ્પનાના મૂળમાં દુ:ખી અને પીડિત જીવો પ્રત્યે સતત સક્રિય અસીમ કરુણા અને પ્રજ્ઞા રહેલાં છે. ભગવાન બુદ્ધના આ ધર્મને ઉત્તરોત્તર વિકાસ થતો ગયે, જેમાં આ કલ્પનાને અત્યંત મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત થયું છે.
બદલાતાં મૂલ્યો અંગેના આ વિવરણ દરમિયાન પર્યુષણ પર્વની ચર્ચા પણ અસંગતે નહિ ગણાય. પર્યુષણને અર્થ છે નિયત સ્થળે વસવું. ભાદરવા સુદિ પાંચમ સુધી ચાતુર્માસ (વર્ષાના) ગાળવા માટે કંઈક સ્થળ પસંદ કરી લેવાનું હોય છે. આથી આ તિથિ પહેલાં આઠ દિવસ કે પછીના દસ દિવસ સુધી પર્યુષણ અથવા દસલહાણી પર્વ ઊજવવાની પ્રથા શરૂ થઈ. હિન્દુ, જૈન તેમ જ બૌદ્ધ ગ્રંથમાંની વર્ષાવાસની ચર્ચાઓના તુલનાત્મક અધ્યયન દ્વારા પર્યુષણ પર્વના ઉત્તરોત્તર કમવિકાસ પર પૂરે પ્રકાશ પાડી શકાય. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણાં ધાર્મિક પર્વોનાં સ્વરૂપ પણ યુગેયુગે હેતુપુર:સર બદલાતાં રહે છે.
હવે ધર્મ અને મૂલ્યો વચ્ચેના પરસ્પરના સંબંધ પર વધુ વિચારણા કરવી આવશ્યક છે. જે ધર્મોમાં આ વિશ્વના સૃષ્ટા તેમ જ નિયંતાના રૂપમાં ઈશ્વરની કલ્પના કરાઈ છે એ ધર્મોમાં સાંસારિક, નૈતિક
તેમજ આધ્યાત્મિક મૂલ્યોને આધાર ઈશ્વરજ છે, એ વાત ગીતા (૩:૧૦-૧૨) ના નીચેના શ્લોકોથી સ્પષ્ટ થાય છે.
सहयज्ञाः प्रजाः सृष्ट्रवा पुरोवाच प्रजापत्तिः । अनेन प्रसविष्यध्वमेष वोऽ स्तिष्टकामधुक् ।। देवान भावयतानेन ते देवा भावयन्तु वः ॥ परस्परं भावयन्तः श्रेय : परभवाप्स्यथ । इष्टान्भोगान्हि वो देवा दास्यन्ति यशभाविता: । तर्दतानप्रदायेम्यो यो मुङयते तेन एव सः ।।
અર્થ : પ્રારંભમાં યજ્ઞસહિત પ્રજાનું સર્જન કરતાં બ્રહ્માએ તેને કહ્યું: આ (યજ્ઞ)ના વડે તમારી વૃદ્ધિ થાવ, આ તમારી કામધેનુ બની રહે, તમે આના વડે દેવતાઓને સંતુષ્ટ કરતા રહે, એને એ દેવતાએ તમને સંતોષ આપતા રહે. આ રીતે પરસ્પર એકબીજાને સંતોષ આપતાં રહીને પરોથ પ્રાપ્ત કરી લે. યજ્ઞથી સંતેષ પામીને દેવતાલકો તમારી ઈચ્છા અનુસારના ભાગે તમને આપશે. હવે એમણે દેવતાઓએ આપેલ એમને જ પાછું આપ્યા વિના જો માણસ પોતે જ તેને ઉપયોગ કરે છે તે ખરેખર ચેર જ છે. દેવ, મનુષ્ય, પશુ અને વનસ્પતિ સહિત આ જગતનું સંચાલન ઈશ્વર જ કરે છે અને એ સૌને એમનાં કર્મ અનુસાર ફળ આપે છે. આત્મા, પુનર્જન્મ તેમ જ કર્મ આવા ઈશ્વરવાદી ધર્મોને પણ માન્ય છે; જ્યારે અનીશ્વરવાદી જૈન, બૌદ્ધ વગેરે ધર્મોમાં આત્મા થા વિજ્ઞાનતત્વને જ ઈશ્વરના સમગ્ર અધિકાર અપાયેલ છે. આત્મા સ્વતંત્ર છે અને કર્મોને કરનાર તેમ જ ભાગવનાર પણ એ જ છે. આત્મા સર્વશકિતમાન છે અને સર્વશ બનવાની ગ્યતા પણ આત્મામાં છે. ગીતામાં પ્રબોધેલ ઉપર જણાવ્યા મુજબ પ્રજાપતિ (ઈશ્વર) ના સ્થાને જૈન ધર્મે તેના આદિ તીર્થકર ભગવાન ક્ષભદેવને પ્રસ્થાપિત કર્યા છે, જેમાં સ્વપ્રયને સર્વજ્ઞપણું પ્રાપ્ત કરીને આ જગતના પ્રથમ ધર્મપ્રવર્તક બની ગયાં છે. ભગવાન -શષભદેવની સ્તુતિ કરતાં જૈનાચાર્ય સ્વામી સમંતભદ્ર કહે છે : (સ્વયંભૂસ્તોત્ર ૧,૨,૫૧).
स्वप्रम्भुवा भूतहितेन भूतले समजस-ज्ञान-विभूति-यक्षुषा । विराजितं येन विधन्वता तमः ક્ષમીરશૈવ કુળો: : I ? प्रजापनिर्यः प्रथमं जिजीविषूः शशास कुष्यादिषु कर्मसु प्रजा: । प्रबुद्धतत्त्व पुनरवभुतोदयो । ममत्वतो निविविद विदावरः ।। २ ॥ પુનમતુ તો મમ નામનન : પંકિત-૩: શ્લોક ૫].
અર્થ: એ નાભિનન્દન શ્રી ક્ષભદેવ મારા અંત:કરણને પવિત્ર કરે, જેમાં સ્વયંભૂ હતા (અથવા જેમણે કોઈના ઉપદેશ વિના જ આત્મવિકાસ સાધ્યો હતો, જેમાં આ ભૂમંડળ પર પ્રાણીઓનાં હિત અર્થે સમ્યક જ્ઞાનની વિભૂતિરૂપ દષ્ટિ ધરાવતા હતા અને પોતાના ગુણસમૂહરૂપ કિરણે વડે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરતા આ પૃથ્વીપટે એવા તે શેભતા હતા કે જાણે પોતાના પ્રકાશ વગેરે ગુણાનાં વિશિષ્ટ કિરણો વડે રાત્રિને અંધકાર નિવારતે પૂર્ણિમાને ચન્દ્ર ન હોય! જેમણે પ્રથમ પ્રજાપતિના રૂપે દેશ, કાળ અને પ્રજાની પરિસ્થિતિ અંગેનાં તત્ત્વોને સારી રીતે જાણીને જીવવાની ઈચ્છા રાખતા લોકોને સૌથી પહેલાં ખેતીવાડી વગેરેનું શિક્ષણ આપ્યું.
તત્ત્વનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત થતાં તેમને અજબ પ્રકાશ લાધ્યો અને એ રીતે તેઓ મમત્વથી પર બન્યા અને તત્ત્વવેત્તાએમાં શ્રેષ્ઠ પદને પામ્યા.
આથી એ સ્પષ્ટ થાય છે કે જૈન ધર્મ અનુસાર પણ મૂલ્યોને ઉદ્ભવ ધર્મપ્રવર્તક દ્વારા જ થાય છે. આ અંગે પ્રાચીન બૌદ્ધ ધર્મની