________________
તા. ૧૬-૧૧-૧૯૭૧
પ્રખુ
જીવન
૧૮૭
અ.:- સામાન્ય સમજણ આપોઆપ આગળ ચાલશે. બર્બ- રતાની પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી માણસ ગરીબ થવાનું ઈચ્છશે અને એમ જ થશે.
- બ.:-એકવાર પૈસાદાર બન્યા પછી ગરીબ બનવા માટે માણસ શું કરશે? - અ.:-કશું જ નહિ. એટલે કે એ એટલો વપરાશ નહિ કરે તેમ સાથેસાથે જરૂર સિવાય વધુ ઉત્પન્ન પણ નહિ કરે.
બ.:-પરંતુ માણસને તે ઉત્પાદન કરવાને શોખ છે અને ભોગવવાને અભરખે છે. - અ. :-સામાન્ય રીતે કહેવાતા આજકાલના માણસે વિશે હું કંઈ જાણતા નથી. હા, તમે કહે છે તેમ એમને સર્જન અને ભેગ બને પ્રિય છે, પરંતુ આવતી કાલનો માણસ આથી જુદો પણ હોઈ શકે છે.
બ.:-આપણે મૂળ વાત પર આવીએ. ખરી સમૃદ્ધિ અને ગરીબી જે આજે દુનિયામાં નજરે પડે છે એ વિશે જોઈએ. સાધારણ રીતની લખી શકાય એવી ગરીબી આજે કયાં છે?
અ. :-મારા મત પ્રમાણે ચીનમાં–આ ક્ષણનું ચીન. એટલે કે આજે જે ચીન છે તે આવતી કાલે પણ હશે એમ ન માની લેવાય.
બ.:-હવે એ કહે કે સૌથી વધુ અમાનુષી સંપત્તિ આજે કયાં છે?
અ. :-પશ્ચિમમાં. મારા માનવા મુજબ.
બ.:-ધારા કે સ્વપ્નશીલ ગરીબ ચીન પોતાનાં સ્વપ્નોને સાકાર કરી શકે છે પરન્તુ આ પરિણામ તે કઈ રીતે લાવી શકશે?
અ. :-આજે તેઓ જે કંઈ કરી રહ્યા છે તે તેમણે ચાલુ રાખવું જોઈએ. આથી વિશેષ કંઈ નહિ.
બ. :-એ તે તમે બરાબર જાણો છો કે ચીનની પ્રજાએ પિતાના દેશને કૃષિપ્રધાનમાંથી ઉદ્યોગપ્રધાન બનાવવો જોઈએ. પછી તેમની ગરીબી એ, ઔદ્યોગિક ક્રાંતિ લાવવા માટે રોકાયેલી મૂડીનું એકમાત્ર પરિણામ જ ગણાય.
અ.:-એ હું જાણું છું. ૪૦ વર્ષ પહેલાં રશિયનએ અને સદી પહેલાં પશ્ચિમે જે કર્યું તે આજે ચીન કરી રહ્યું છે. પરંતુ આપણે કલ્પના પ્રદેશ એવા ચીનની વાત કરી રહ્યા છીએ. ચીન આદર્શો સેવે છે; કહો કે એ આદર્શોને ઈતિહાસમાં સાકાર કરવા પ્રયાસ કરે છે. દેખીતી વાત છે કે આદર્શવાદી વિચારસરણીને ઉકેલ એની રીતે જ આવે છે.
બ.:-પૈસાદાર બનવા છતાં ગરીબ રહેવા ચીન એવું કયું કલ્પનાર્શીલ સમાધાન લાવશે?
અ. :--સૌથી પહેલાં તો કલ્પનાશીલ ચીને સભાન બનવું જોઈશે. આ જાગૃતિ આવી કે પછી જે ઉકેલ આવશે એથી એટલું સમજાઈ જશે કે સંપત્તિ એ પાપમય દોષિત અને અનિચ્છનીય વસ્તુ છે...
બ.:–અને આ બધું કઈ રીતે બનશે?
અ. :-ઈતિહાસની સૌથી ટૂંકા ગાળામાં માનવજાતિને સંપૂર્ણપણે પૈસાદાર થવાની તેમ જ જીવનની સર્વ મોજમજાએ માણવાની તક પ્રાપ્ત થશે. અમુક લોકો જ નહિ પણ સમસ્ત માનવજાતિ પૈસાદાર હોવું એટલે શું એ જાણી શકશે અને જ્યારે એણે સમૃદ્ધિને ઔપચારિક આસ્વાદ માણી લીધું હશે ત્યારે સૌ એકસૂરે ગરીબીને આવકારવા તત્પર થશે.....
જાવવા તમને મેં ચીનનું દષ્ટાંત આપી એ લોકોને સહજ માનવ કહ્યા, તેમ અમાનુષી સંપત્તિનો પરિચય કરાવવા હું અમેરિકાને દાખલો આપીશ.
બ.:-અમેરિકા કે પછી સામાન્ય રીતે પશ્ચિમ?
અ.:-પશ્ચિમમાં અમેરિકાનું અનેખું સ્થાન છે. કહો કે એ જ પશ્ચિમ છે.
બ.:-તમને નથી લાગતું કે પશ્ચિમ સદા શ્રીમંત રહેશે?
અ.:-જરા પણ નહિ! ગરીબીની ઉપસ્થિતિ માટે જે કિંઈ થવું જોઈએ તે જ હકીકતમાં પશ્ચિમ કરી રહ્યું છે. જવા દો ને એ વાત! આપણે સંપત્તિ શા માટે અમાનુષી છે એને વિચાર કરીએ.... માનો કે કોઈક એક વ્યકિત કંઈક નવી પરંતુ નકામી શોધ કરીને તે દ્વારા પૈસાદાર થવાની ઈચ્છા રાખે છે. એ વસ્તુની એ જાહેરાત કરે છે અને આમ એક અનાવશ્યક વસ્તુને આવશ્યક બનાવી કહેવાતા ગ્રાહકો–વાપરનારા ઊભા કરે છે.
બ: પરંતુ વાપરનારા તે દરેક જગ્યાએ હોય છે. ચીનાઓ પણ કયાં નથી? એક જોડી પાયજામાની ખરીદી કરે છે એ પણ વાપરનાર તો કહેવાય જ ને?
અ, –ના, એમ નથી. માણસ વસ્તુઓ ખરીદી વાપરે તેથી કંઈ તુચ્છ નથી બની જતું, પરંતુ તે કેવળ ખાઈ જાણનાર પ્રાણીએ જેવું બની જાય છે તે વસ્તુ આપણને ખટકે છે. એને પછી વાપરવા સિવાય કંઈ સૂઝતું જ નથી. જ્યારે ગરીબ બિચારો ચીને તો નગ્નીવરસ્થાને ઢાંકવા પાયજામે ખરીદે છે...વાપરનાર ઉત્પાદન અને વ૫રાશ વચ્ચેની ખૂટતી કડી છે. એ જ રીતે ઉત્પાદક એ ઉત્પાદન અને વપરાશ વચ્ચેની કડી છે.
બ.:- તો પછી પશ્ચિમ ઉત્પાદન અને ભેગ સિવાય બીજા કશાન વિચાર કરતું નથી ?
અ.:-વસ્તુસ્થિતિ એવી જ છે.
બ.:-અને એ લોકો પોતાની જાત વિશે પણ વિચાર કરતા નથી ?
અ.:-તમે જેને “જાત’ કહે છે તેનું અસ્તિત્વ જ આજે નથી. આપણે એટલું જ કહીશું કે અદ્યતન સંસ્કૃતિનું અંતિમ ધ્યેય ઉપભેગ છે, જેમાં કશે સાર નથી. નકામી છે...કેવળ વાપરવું એ જ લક્ષ્ય બની જાય છે અને આ વિચારને વળગી રહી ઠેઠ સુધી ફાંફાં મારતી ધડા વગરની જિંદગી એ જીવે છે. એટલે તો કહું છું કે અદ્યતન સંસ્કૃતિ સારહીન છે.ઉત્પાદન-વપરાશના ફરતા ચક્રમાં ઝડપથી ફરતું નાણું તેની સાથે જ રહેતું હોઈ નફાની વાત આમાં પછી આવે છે. ઉદ્યોગની આ દુનિયામાં નફો મુખ્ય વસ્તુ નથી, પરંતુ કંઈક બીજું જ છે. એની વ્યાખ્યા આપવી અઘરી છે. પણ એટલું કહી શકાય કે માણસને પિતાનું સામર્થ્ય બતાવવાની અભિલાષા છે. ખરી રીતે તે એમ જ કહેવાય કે માણસ પોતાની નિર્બળતાથી ડરતે ફરે છે. ઔદ્યોગિક દુનિયામાં સમર્મ એટલે શું? કંઈક કરી બતાવવાની શકિત જે મૂળમાં તે કુદરતની નકલ જ છે. કુદરતનું સર્જન અવિરત અને વિપુલ હોઈ આપણે તેને સમર્થ કહીએ છીએ. માણસ ઢગલાબંધ ઊભું કરી જાણતો હોય તે સત્તાધીશ કહેવાય છે. ઉત્પાદન–ઉપભેગની આ સંસ્કૃતિમાં બને તેટલું વધારે ઉત્પન્ન કરી માણસ પોતાની આવડત અને શકિતનું પ્રદર્શન કરે છે.
બ. :-એટલે શું? ઔદ્યોગિક સંસ્કૃતિએ કુદરત સાથે હરીફાઈ માંડી છે?
.:-જરૂર. ઉત્પાદન અને વપરાશમાં નિરંતર ફેરફાર કરીને માણસ કુદરતની માફક કાળ અને સીમાને ઓળંગવા મથામણ કરે છે. મૂળમાં તે અખંડ કુદરતના બોબરિયા થવાના આ પ્રયાસ છે.
બ.:-પણ તે પછી ઉત્પાદન અને ભેગ સિવાય બીજી કોઈ રીતે માણસ પિતાને પુરવાર નથી કરી શકો?
- અ.:-આપણે વાત થઈ જ ગઈ કે ઔદ્યોગિક સંસ્કૃતિમાં કંઈ સાર નથી અને એને અંત પણ એ રીતે જ હોવો જોઈએ. ઉત્પાદન અને વપરાશના સતત ચાલતા ક્રમમાં ઉત્પાદક અને વાપરનાર વર્ગને અમુક તબકકે જે અપ-ભાવો થાય છે તેને દૂર કરવા માટે યુદ્ધ
બ. :–અમેરિકા-દાખલા તરીકે યુદ્ધ ઊભાં કરે છે એ સાથે ગ્રહો પર વિજય મેળવવાની જંગી યોજનાઓ પણ ધરાવે છે અને છતાં યે પૈસાપાત્ર દેશ છે.
- અ.:-- અમેરિકા એ, જેમ ચીન “કામચલાઉ” ગરીબ દેશ છે તેમ “કામચલાઉ' સમૃદ્ધ દેશ છે. સ્વાભાવિક ગરીબીને અર્થ સમ-