________________
૨૧૬.
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૨-૧૯૭૧
એવું પરિવર્તન સાધ્યું છે, અને દૈવીશકિતમાં જેમણે શ્રદ્ધા અનુભવી છે અને તે શકિત સાથે જેમણે અનુસંધાન પ્રાપ્ત કર્યું છે તેવાના અંગત અનુભવને હું કેમ ઇનકારી શકું? પણ અમુક આવી બક્ષીસ ધરાવતા અલ્પ મનુષ્ય માટે આ શક્ય છે. મારે તો મારા માર્ગે જ જવું રહ્યું. હંમેશા એ સંભાળ લેતા રહેવાની કે મારૂં શારીરિક આરોગ્ય જેને મારી ઉમર સાથે ચક્કસપણે સંબંધ છે તેને વટાવી જાય એવી મારી કોઇ પ્રવૃત્તિ હાવી ન
નિર્માણ થયું? જવાબ: અગમ્ય. આથી વિશેષ તમે કશું પણ કહી શકો તેમ નથી. કારણ કે વસ્તુ ક્યાંથી આવી અને શા માટે આવી તે વિશે આપણે કોઈ કશું જાણતા જ નથી.”
બીજા ઉલ્લેખને અનુવાદ (પાનું ૫૯૭)
૧૯૬૭ ની સાલ સૌ. વિમળાબહેન સાથેના તેમના લગ્નની ૬૦ મી વર્ષગાંઠ ઊજવવામાં આવી હતી. આ દિવસ, તેઓ જણાવે છે તે મુજબ, તેમના માટે અત્યંત પ્રસન્નતાને હતા, એટલું જ નહિ પણ, આત્મનિરીક્ષણને હતા. આ પ્રસંગને અનુલક્ષીને શ્રી મેતીલાલ સેતલવડે પિતાની નોંધપેથીમાં નીચે મુજબ નોંધ કરી છે:
કેવું સુખી અને દી લગ્નજીવનકશા પણ ભંગાણ સિવાય લગભગ સતત અને સદા સંવધિત સુખથી ભરેલું! એ જીવન દરમિયાન ૧૯૩૭ અને ૧૯૩૮ માં કાળાં વાદળાંઓ ઉપસી આવેલાં પણ ઈશ્વરની કૃપાથી એ નવિદને પસાર થઇ ગયાં. ૧૯૩૭ની શરૂઆતના ભાગમાં વિમળાને ઓપરેશન કરાવવું પડેલું. ત્યાર બાદ ૩૦ વર્ષ સુધી. અલબત્ત, કદિ કદિ ઉપાધિઓ આવેલી એમ છતાંવિમળાનું જીવન સુખપૂર્વક ચાલી રહ્યાં છે. વખતસર નિદાન થયું અને મેગ્ય ચિકિત્સા કરવામાં આવી એ માટે ઇશ્વરને અને ડાકટરનો આભાર માનવો રહ્યો. મેં અહિં ઇશ્વરને ઉલ્લેખ કર્યો છે, એ શબ્દથી સામાન્યત: પ્રચલિત અર્થમાં સૂચવવામાં આવતે ઈશ્વર કે જે સમગ્ર જીવસૃષ્ટિમાં રસ ધરાવતે, પોતે ઇચ્છે એ મુજબ તેમના ચાલુ જીવનમાં ફેરફાર કરો અને પ્રાર્થના અને કરુણાથી જેને હલાવી શકાય એવા એક સર્વશકિતમાન ઈશ્વરને હું સૂચિત કરતો નથી. હું ઘણી વાર પ્રાર્થના કરું છું, વેદ અને ગીતામાંથી પ્રાર્થનાનો ઉપયોગ કરૂં કરું છું અને તે વડે સમાધાન - આશ્વાસન અનુભવું છું, અથવા તે ચાલુ જીવનના ચક્રાવામાંથી મારૂં ચિત્ત છૂટકારો અનુભવે છે અને કંઇક - કંઇક સશકિતમાન - કે જેણે વસતુઓનું નિર્માણ કર્યું છે તેને વિચાર કરવા મન પ્રેરાય છે. પણ
એ બાબત મારા માટે સ્પષ્ટ છે કે જે અગમ્ય શકિતએ આ બધું નિર્માણ કર્યું છે તે અનુલ્લાંઘનીય નિયમને આધીન છે. તેમાં અંગત અનુરોધ કે પ્રાર્થનાઓને, મને લાગે છે તે મુજબ કાર્યકારી બનવા માટે કોઈ અવકાશ છે જ નહિ અથવા તો એમ માનવાને પણ કોઇ કારણ નથી કે આ મહાન શકિત દયાળુ કે કરુણાળુ છે. ચારે તરફ એટલું બધું દુ:ખ અને યાતના હું જોઉં છું કે જેને લીધે આવા કોઇ અનુમાન કે નિર્ણય ઉપર આવવાનું મારા માટે શક્ય બનતું નથી. એવી જ રીતે કર્મને કે પુનર્જન્મને સિદ્ધાન્ત પણ મારી બુદ્ધિને કશું સમાધાન આપી શકતો નથી. એ એક એવું તત્વદર્શન છે કે જે અનેક લોકોની યાતનાનો ખુલાસો કરવાના એક માત્ર પ્રયત્નરૂપ છે. તો મારે મારું ભાવી જીવન શી રીતે પસાર કરવું? આજે મારી ઉંમર ૮૨ વર્ષ વીતાવી ચૂકી છે. આ બધાં વર્ષો દરમિયાન હું જે પ્રમાણે કમરત રહ્યો છું તે જ પ્રમાણે મારે હવે પછીનું જીવન ગાળવું કે તેમાં કાંઇ ફેરફાર કરવો? એક બે પહેલાં મલ્લીકંજી * જેમના પ્રત્યે મને ખૂબ પ્રેમ અને આદર છે તેમણે મને હવે અતર્મુખ બનવા સૂચવેલું. મારું મન જે રીતે ઘડાયું છે તે જોતાં હું એ મુજબ અન્તર્મુખ બની શકું ખરો? મને લાગે છે કે એ મારા માટે શકય નથી. સંભવિત છે કે એવી કેટલીક વ્યક્તિ હોઈ શકે છે કે જે તે પ્રમાણે અન્તર્મુખ બની આત્મત્કર્ષ સાધી શકે. મલ્લીકજી કે જેમણે પોતે
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પત્રનો અનુવાદ
મુંબઇ, તા. ૨૨મી ડિસેમ્બર ૧૯૭૦ 'પ્રિય શ્રી મોતીલાલભાઈ, - આપની આત્મક્યા મેં ખૂબ રસપૂર્વક વાંચી છે. - હાલતુરત, આપના તાત્વિક વિચારો સંબંધ થર્ડ લખવા ઇરછું છે. આ વિચારે, આપના બંધુ શ્રી જીવણલાલના અવસાન સમયે તથા આપના લગ્નજીવનનાં ૬૦ વર્ષ પૂરાં થયાં તે પ્રસંગે આપે આપની નોંધપોથીમાં જે નોંધ કરી છે અને જે આત્મકથામાં પૃષ્ઠ ૧૮૧-૮૨ તથા પ૯૭ ઉપર ટપકાવી છે, તે ઉપરથી જાણ્યાં છે.
પ્રત્યેક માનવીના ભાગ્યનું અંગત નિયમન કરતા વ્યકિતગત ઇશ્વર ( Personal God ) ની કલ્પના સ્વીકાર્ય બની શકે તેમ નથી તે બાબતમાં હું આપની સાથે સંમત થાઉં છું. આપ એમ માનતા લાગે છે કે એક વિશ્વશકિત છે, જે અફર નિયમ અનુસાર, નિષ્ફરપણે અને એટલતાથી કામ કરી રહી છે. આધ્યાત્મિક અનુભૂતિ આપને કેવળ સ્વલક્ષી ( subjective ) લાગે છે. આપ અયવાદી હે એમ લાગે છે.
આ દુનિયામાં ખૂબ દુઃખ અને અનિષ્ટ છે તે જોતાં, આ વિશ્વશકિત, દયાળુ અથવા માયાળુ હોય એમ માનવા આપને કઇ કારણ દેખાતું નથી. કર્મ કે પુનર્જન્મને સિદ્ધાન્ત અને સ્વીકાર્ય જણાતો નથી.
મને કોઇ આધ્યાત્મિક અનુભૂતિ છે એમ હું મારા માટે કહી શકું નહિ. પણ આ બાબતમાં મેં સારી પેઠે અભ્યાસ અને ચિત્તન
કર્યું છે. વિચાર આપને
શ્રાદ્ધા છે. બુદ્ધિથી સુ
જ મારા વિચારે આપને જણાવવાની હિંમત કરું?
મારો અભિગમ બુદ્ધિ અને શ્રદ્ધા ઉપર આધારિત છે. બુદ્ધિ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી અને ત્યાર પછી બુદ્ધિથી સુસંગત એવી શ્રદ્ધા. તે સાથે મહાપુરૂની આધ્યાત્મિક અનુભૂતિને હું માત્ર સ્વલક્ષી માનતો નથી. તે અનુભવગમ્ય અને વાસ્તવિક છે.
માનું છું કે એક વિશ્વશકિત આ બ્રહ્માંડનું નિયમન કરી રહી છે. તે શકિત એ જ કોટિની દે નિયમન કરે છે. આવી કોઇ વિશ્વશકિત ન હોત તો આ બ્રહ્માંડ ભય કયારનું ય ભાંગીને ભૂકકો થઇ ગયું હોત, જેમ આપણા દેહમાં રહેલી આ શકિત દેહને ત્યજી જાય છે ત્યારે દેહ માત્ર જડ ચેતનહીન બને છે તેમ, આપણી અંદર અને બહાર રહેલી આ શકિત, એક જ કોટિની હેઇ, બુદ્ધિગમ્ય અને અનુભવગમ્ય છે. આ શકિત આધ્યાત્મિક અને નૈતિક છે. એ આધ્યાત્મિક ચૈતન્યમય છે, જડ નહિ. કેદ માત્ર જડ શકિત આ વિશ્વને અથવા આપણા શરીરને ધારણ કરી શકે નહિ અથવા ટકાવી શકે નહિ. આ આધ્યાત્મિક શકિત કોઇ પણ જડશકિત કરતાં અનંતગણી વીર્યવાન છે. આપણા દેહની પેઠે, સકળ વિશ્વ ઉપર એ આધિપત્ય ભોગવે છે. એ સર્વોપરિ છે. આ શકિત જ્ઞાનસ્વરૂપ અને સહેતુક (intelligent and teleological) છે. જડશકિત પેઠે, અંધ અને યાંત્રિક નથી. આ સિવાય બીજું કોઇ સ્વરૂપ તેનું હોઈ શકે નહિ.
આ શકિત નૈતિક છે, આપખુદ કે મનસ્વી નથી. આ નૈતિક નિયમ (Moral Law) અટલ છે, તેથી આ શકિત દયાળ કે માયાળુ નથી, એટલે કે, આપખુદ કે મનસ્વીપણે વર્તી શકતી નથી. આ જ કર્મસિદ્ધાન્ત છે. દરેક વ્યકિત પોતાના ભાગ્યની
* શ્રી ગુરદયાળ મલ્લીકજી મૂળ સીંધના, કવિવર ટાગોરના શાનિતનિકેતનમાં કેટલાક સમય રહેલા, ગાંધીજીના આદરપાત્ર એક સો અને સાધુપુરુષ, શ્રી મોતીલાલ સેતલવડ કુટુંબના એક આત્મીયજન જેવા, જેમનું ગયા વર્ષે મુંબઇ ખાતે અવસાન થયું છે. તંત્રી
: