________________
તા. ૧-૨-૧૯૭૧
જ નકારી ન દીધી? આવે પ્રશ્ન કરીને શ્રી દ્રિવેદીએ ભારે જોરદાર દલીલ કરતાં જણાવ્યું કે શ્રી માલવિયાનું આ પગલું ભલામણનો રૂપમાં જ હતું.
વડાપ્રધાને આ વિષે એટર્ની-નરલ શ્રી સી. કે. દફતરીને પુછાવતાં તેમણે સંપૂર્ણ તપાસની ભલામણ કરી. પરંતુ શ્રી નેહરુએ સંપૂર્ણ તપાસ માટે તપાસ-પંચ નીમવાને બદલે તે વખતના સુપ્રિમ કોર્ટના જજ શ્રી જસ્ટીસ એસ. કે. દાસને આ વિષયની Quasi Judicial તપાસ કરવાનું કામ સોંપ્યું. – “ કોઇપણ જાતની ધાંધલ વિનાની, ખાનગી અને હરકત ન કરનારી તપાસ ’
૧૭મી ઓગસ્ટે શ્રી. નેહરુએ લેક્સમાં જાહેર કર્યું કે નામદાર જજના હેવાલ – જે તેમણે હેરમાં મૂકવાની ના પાડી—થોડે અંશે શ્રી માલવિયાના પક્ષમાં છે અને થડે અંશે પક્ષમાં નથી. તેમણે પ્રધાનમંડળમાંથી શ્રી માલવિયાનું રાજીનામું જાહેર કરતાં કહ્યું કે, “ જો કે શ્રી માલવિયાએ પોતાની નિષ્ઠા અને નિષ્પક્ષતાને એબ લાગે એવું કાંઇ પણ કર્યું હોવાની મને ખાતરી થઇ નથી, તો પણ મે તેમનું રાજીનામું સ્વીકાર્યું છે.” જો કે પાછળથી તેમણે કબૂલ કર્યું હતું કે આ સ્વીકાર સ્વાભાવિક રીતે જ “કંઇક અંશે જસ્ટીસ દાસના હેવાલને આભારી હતા.
"
પ્રબુદ્ધ જીવન
શ્રી દ્રિવેદી અને શ્રી ભાર્ગવે તેમના પુસ્તકમાં (કે જેના આગળ ઉલ્લેખ કરવામાં આવેલા છે) આ વિષે સચાટ ટીકા કરી છે અને કેટલાક મૂંઝવનારા મુદાઓ ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું છે, “ જો જસ્ટીસ દાસને આ હેવાલ અંશત: શ્રી માલવિયાની વિરુદ્ધમાં હતા, તે - જ્યારે શ્રી નેહરુએ એમ કહ્યું કે અંગત રીતે તે શ્રી માલવિયાએ કશું એવું કર્યું હોય કે જેથી એમની પ્રામાણિક્તાને કલંક લાગે એવું પોતે માનતા નથી ત્યારે – શું શ્રી નેહરુએ જસ્ટીસ દાસના હેવાલૂને સાચા ગણ્યો ન હતો.?
જો એમ હતું તો પછી તેમણે રાજીનામું સ્વીકાર્યું શું કરવા? શું આ તપાસપંચના હેવાલ એવા ગંભીર હતા કે જેથી એક પ્રધાનને પ્રધાનમંડળમાંથી નીકળી જવું પડે; પણ એવા ગંભીર ન હતા કે જેથી તે જ પ્રધાનની નિષ્કલંક નિષ્ઠાને કલંક ન લાગે? આ સંજોગામાં શ્રી માલવિયા પોતે એવા દાવા કરવાનું કેમ ચાલુ રાખી શક્યા કે પોતે નિર્દોષ છે? '
દેખીતી રીતે જ આ પ્રકારની “ધાંધલ વગરની ” તપાસ શ્રી માલવિયાના ફાયદા માટે જ હતી.
આવી અર્ધ-સરકારી તપાસ વિશે પ્રો. ડબલ્યુ. એ. રાબસને એક સુંદર કટાક્ષિકા નીચે પ્રમાણે લખી છે:
A Quasi judicial court is presided over by a Quasijudge administering Quasi-law in Quasi-disputes, the Quasi-pasties give theiQuasi-evidence : The tribunal finds the Quasi facts and considers the Quasiprinciples. It then applies to Quasi-law in a Quasijudicial decision which is promulgated in a Quasiofficial document and given Quasi-enforcement.
"The members of the tribunal having concluded their Quasi-judicial business, then go out and drink Quasi-beer before taking lunch consisting of Quasichickens croquettes. They then go home to their Quasi-wives".
સદ્ભાગ્યે, Quasiનો યુગ આથમી ગયો, અને કશુંના કેસમાં નીમાયેલા દાસ કિંમશનથી વિધિસરના તપાસપંચનો યુગ શરૂ થયો. ત્યારથી આજ સુધીમાં આવા વિધિસરના તપાસપંચેાએ બક્ષી ગુલામમહંમદ, શ્રી બીજું પટનાઇક અને તેમના જોડીદાર શ્રી બિરેન મિત્ર, તેમ જ બિહારના પ્રધાનાના કરતૂતા વિશે પોતાના હેવાલો પ્રગટ કર્યા છે. આ હેવાલાએ આગળ થઇ ગયેલા તપાસપંચના પ્રમાણભૂત લેવાલામાં સારો ઉમેરો કર્યો
છે.
અનુવાદક :
સુબોધભઈ એમ. શાહ અપૂર્ણ
મૂળ અંગ્રેજી: શ્રી એ. જી. નૂરાણી
3
૨૧૫
થોડુંક તત્ત્વચિંતન ટ પૂર્વ ભૂમિકા
ભારત સરકારના માજી એટર્ની જનરલ શ્રી મેાતીલાલ ચીમનલાલ સેતલવડની આત્મકથા તાજેતરમાં પ્રગટ થઇ છે. તે વાંચીને અને ખાસ કરીને તે પુસ્તકમાંના અમુક આત્મચિંતનલક્ષી બે ફકરાઓ ધ્યાનમાં લઇને શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહે તેમની ઉપર એક પત્ર અંગ્રેજીમાં લખેલા જેનો અનુવાદ અહિં રજુ કરવા ધારણા છે. પણ તે પહેલાં તે પત્રમાં શ્રી મેાતીલાલ સેતલવડના પુસ્તકમાના જે બે ફકરાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે ફાઓના ગુજરાતી અનુવાદ શ્રી ચીમનભાઇના પત્રના મર્મને સમજવામાં ઉપયોગી થઇ પડશે એમ સમજીને, ક્રમસર નીચે આપવાનું ઉચિત ધાર્યું છે.
અહીં જણાવવું અપ્રસ્તુત નહિ ગણાય કે શ્રી મેાતીલાલ સેતલવડ ખ્યાતનામ બેરિસ્ટર સ્વ. સર ચીમનલાલ સેતલવડના જ્યેષ્ઠ પુત્ર થાય. પિતાની માફ્ક તેમના વ્યવસાયી જીવનની શરૂઆત મુંબઇની હાઇકોર્ટમાં બેરિસ્ટર તરીકેની પ્રેક્ટીસથી શરૂ થઇ. કેટલાંક વર્ષ તેમણે મુંબઇની હાઇકોર્ટના એડવોકેટ જનરલ તરીકે કામ કર્યું અને સમય જતાં તેમણે ભારત સરકારના એટર્ની જનરલ તરીકે સેવા આપી. તે પદ ઉપરથી ૧૯૬૨ ની સાલમાં તેઓ નિવૃત થયા. આજે તેમની ઉંમર ૮૬ વર્ષની છે અને એમ છતાં બૌદ્ધિક ક્ષેત્રે તેઓ એટલા જ જીવન્ત છે.
હવે આપણે પ્રસ્તુત ઉલ્લેખોના અનુવાદ તરફ જઇએ. પરમાનંદ
પ્રથમ ઉલ્લેખના અનુવાદ (પાનુ ૧૮૧-૮૨)
૧૯૫૧ની સાલમાં તેમના લઘુબંધુ શ્રી જીવણલાલ સેતલવડનું અવસાન થતાં શ્રી મોતીલાલ સેતલવડને સખ્ત આઘાત લાગ્યો. તે ગમગીન પ્રસંગને અનુલક્ષીને તેમણે પોતાની નોંધપોથીમાં નીચે મુજબ નોંધ કરી છે:
“તાજેતરમાં બનેલા બનાવાએ જે વિચાર યુગોથી માનવજાતને મુંઝવતા આવ્યા છે. તે વિચાર ફરી ફરીને મારા મન સામે ઉપસ્થિત થતો રહ્યો. આ બૃધું શું છે? આ સમસ્યા હંમેશાને માટે, જ્યાં સુધી પૃથ્વીના ફરીથી ભાંગીને ભૂક્કા થાય અથવા તે। જીવસૃષ્ટિ ટકી ન શકે એટલી બધી થીજી જાય અને માનવજાતનું અસ્તિત્વ ખતમ થાય ત્યાં સુધી કદાચ અણઉકલી રહેવાની. માનવજાતના અથવાતા દરેક માનવીના ભાવીની દેખરેખ રાખતા પરમ કૃપાળુ અને સર્વશક્તિમાન ઇશ્વરની કલ્પના મારા માટે ગ્રાહ્ય બનતી નથી. ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ ધર્મ અથવા ત હિન્દુ ધર્મ અથવા તો કોઇ પણ ધર્મના તે પાયા મને આકર્ષતા નથી, મારા અન્તરને સ્પર્શતા નથી. આ સંબંધમાં વૈદિક અને બૌદ્ધ ધર્મના ખ્યાલો વિષે શું વિચારવું? બૌધ ધર્મ વિષે હું પૂરતું જાણત નથી. એક વિશ્વવ્યાપી શકિત જેમાંથી આપણું નિર્માણ થયું છે અને જેમાં આપણે વિલીન થવાના છીએ આવે જે વૈદિક વિચાર છે તે ખરેખર એક ભવ્ય કલ્પના છેઅને જે મહાન વિચારકોએ આ ભવ્ય વિચારને પ્રસ્થાપિત કરેલ છેતેમની મહત્તાને તે ખરેખર અનુરૂપ છે. પણ આ એક તાત્વિક કલ્પનાથી કાંઇ વિશેષ છે ખરૂ ? આના જવાબ તરીકે, આધ્યાત્મિક અનુભૂતિને આગળ ધરવામાં આવે છે. તે આ બધી કહેવાતી આધ્યાત્મિક અનુભૂતિ કેવળ subjective - સ્વલક્ષી – નથી ? ઊંડેથી વિચાર કરતાં એમ લાગે છે કે કાર્યકારણના અફર નિયમ અનુસાર કોઇથી પણ ટાળી ન શકાય એવી એક શકિત આ વિશ્વમાં નિષ્ઠુરપણે કામ કરી રહી છે. તેના અનત અને વૈવિધ્યપૂર્ણ બળાથી સંચાલિત આ વિરાટ વિશ્વ કેવી રીતે અને શા માટે