________________
૨૧૪
પ્રભુ જીવન
એક પેઢી મેસર્સ એન્ટી - મીસ્ટન્ટીસને આશરે ૮૦ લાખના જીપ ગાડીઓના ઓર્ડર આપ્યો હતો, જેની નાણાંની ચૂકવણી આ પ્રમાણે કરવાની હતી: ૬૫ ટકા ઇન્સ્પેકીંગ ફર્મના સરર્ટીફિકેટની રજૂઆતની સામે, બીજા ૨૦ ટકા બિલ ઓફ લેડીંગની રજૂઆતની સામે અને બાકીના ૧૫ ટકા નાણાં ભારતનાં બંદરે જીપગાડીઓ ઊતરે તે પછીના એક મહિનામાં ચૂકવવાના હતા. આમ છતાં પણ, કોન્ટ્રાકટ પર ૧૯૪૮ના જુલાઇની ૯ મી તારીખે સહી થઇ તેના એક જ મહિનામાં અને ઇન્સ્પેકટશન સર્ટીફિકેટની પરવા કર્યા વિનાજ, ૬૫ ટકા નાણાં સદરહુ કહેવાતી સપ્લાયર કંપનીને ભરપાઇ કરવામાં આવ્યા. ત્યારપછી પણ તેવી જ અસ્વાભાવિક છૂટછાટો મૂકવામાં આવી. હાઇકમિશનના કાયદાના કે નાણાંકીય સલાહકારની સલાહ પણ માંગવામાં આવી નહીં. ડીફેન્સ સર્વિસીઝના નાણાંકીય સલાહકાર શ્રી એ. કે. ચંદાએ કહ્યું છે કે “આ સોદાની તમામ વ્યવસ્થા હાઇકમિશનરે જાતે જ કરી છે.”
કોન્ટ્રકટ મુજબ ૧૯૪૮ના ડિસેમ્બરની ૨૬મી પહેલાં બધા માલ ભારતને મળી જવાના હતા. પરંતુ ૧૫૫ જીપનું પહેલું જ કન્સાઇનમેન્ટ છેક ૧૯૪૯ ના માર્ચમાં ભારત પહોંચ્યું—બરાબર કાશ્મીરમાં સીઝ-ફાયર થયાંને બે મહિના વીત્યા પછી! અને એ બધી જ જીપા અહીં આવ્યા પછી બિનઉપયોગી માલુમ પડી !!
લંડનની બીજી એક પેઢી મેસર્સ એસ. સી. કે, એજન્સીઝ સાથે ત્યારબાદ શ્રી મેનને દરેકના ૪૫૮૫ પૌંડના ભાવે ૧,૦૦૭ જીપના નવા ઑર્ડર મૂક્યો, કે જે દર મહિને ૬૮ના હિસાબે પૂરી પાડવાની હતી. આગળના સેાદામાં પડેલી નુકસાની પેટે રૂપિયા ૧૯ લાખ આ નવી પેઢીએ જમા આપવાના હતા. આ ઓર્ડરની શરતામાં પણ જલ્દિથી છૂટછાટો મૂકવામાં આવી. શ્રી મેનને ૬૮ને બદલે માત્ર ૧૨ જીપ પહેલાં છ માસ માટે સ્વીકારવાનું કબૂલ કર્યું. બાકીના ગાળામાં દર મહિને ૬૮ ને બદલે ૧૨૦ જીપ પૂરી પાડવાની હતી. જો કે વાસ્તવમાં તે, રૂ. ૯૪,૬૬૭ની કિંમતની માત્ર ૪૯ જીપ પૂરી પાડીને સદરહુ પેઢીએ બાકીની જીપો પૂરી પાડવાની પેાતાની અશકિત જાહેર કરી.
શ્રી મેનને કરેલા બીજા ત્રણ કેન્ટ્રેકટ્સ પણ અધૂરા રહ્યાં –જેમાં એક તો ૧૦૦ પૌંડની ઇસ્યુડ કેપિટલ વાળી મેસર્સ જે. સી. જે નેટ ઍન્ડ કુાં. પાસેથી રાઇફલા અને બીજા શસ્રોની ખરીદીના ઓર્ડર હતા, જ્યારે બીજો એક ઓર્ડર ૨૫ મીચેલ બામ્બરોની ખરીદીના હતા ને ત્રીજો ઓર્ડર સ્ટીલની પ્લેટોની ખરીદીના આશરે ચાર લાખ પૌંડની કિંમતના હતા અને તે પણ આશ્ચર્ય થાય એવી ગેરલાભકારી શરતોએ મૂકેલા હતા.
એસ્ટીમેટ્સ કમિટી ૧૯૫૦-૫૧ના પ્રથમ રિપોર્ટમાં જ જીપના બંને સેાદાની ટીકા કરવામાં આવી હતી. શ્રી અનંતશયનમ્ આયંગર – કે જેઓ એસ્ટીમેટસ કમિટીના ચેરમેન પણ હતા – તેમના વડપણ નીચે કૉંગ્રેસ સંસદીય પક્ષની એક પેટાસમિતિએ આ પ્રકારણની વધુ તપાસ હાથ ધરી હતી. પં. ઠાકુરદાસ ભાર્ગવ, શ્રી બી. પી. ઝુનઝુનવાલા, શ્રી આર. કે. સિંધવા અને શ્રી બી. શિવરાવ આ પેટાસમિતિના બીજા સભ્યો હતા.
આ કમિટીએ પોતાના હેવાલમાં કહ્યું કે, “સૌપ્રથમ તો જુદાજુદા નામની કોન્ટ્રેકટ કરનારી બધી પેઢીઓમાં મી. પાટ્ટર નામની વ્યકિત કર્તાહર્તા જેવી હતી. જીપ માટેના કોન્ટ્રેકટ મેસર્સ એન્ટીમીસ્ટેન્ટીસને આપવામાં આવ્યો હતા; રાઇલ અને દારૂગોળાને લગતા કોન્ટ્રેકટ મેસર્સ નોટ ઍન્ડ કંપનીને આપવામાં આવ્યો હતા; બામ્બર કૅન્સ્ટ્રકટ હગ્સન્સ ઍરોનોટિકલ કોર્પોરેશનને આપવામાં આવ્યો હતો અને સ્ટીલ પ્લેટોને લગતા કૅન્ટ્રેકટ બ્રિટિશ આફ્રિકન શિપિંગ કંપનીને આપવામાં આવ્યા હતા. આ ચારે પેઢીએ એક બીજી સાથે સંકળાયેલી હતી અને ચારેની કુલ ઇસ્યુડ કેપિટલ ૧,૦૦૦ પાઉન્ડથી વધારે ન હતી.
*
બીજું આ કરારોની ભાષા ખામીભરેલી હતી, કારણકે એમાં દંડને લગતી એકપણ ક્લમના સમાવેશ કરવામાં આવ્યો નહોતો. આ પ્રકારના કરારો માટે જે પ્રકારનું, ધેારણસરનું કરારનામું સામાન્ય રીતે સ્વીકૃત થયેલું હોય છે તેમાં, લાગતાવળગતા પ્રધા
તા. ૧-૨-૧૯૦૧
નની સંમતિ લીધા વિના કે જાણ પણ કર્યા વિના, છૂટછાટો આપ
વામાં આવી હતી. ”
ત્યારબાદ આ પ્રકરણ Public Accounts Committee એ હાથ ધર્યું હતું જેણે પેાતાના નવમા રિપોર્ટમાં એવી ભલામણ કરી હતી કે આ સાદાઓની એક ઉચ્ચ કક્ષાની સમિતિ – એક યા બે હાઇકોર્ટના ન્યાયાધીશેની બનેલી દ્વારા ફેરતપાસ થવી જોઇએ.
આ વિશે કેન્દ્રસરકારનું વલણ ચોંકવનારૂ હતું. સૌ પ્રથમ એટલે ૧૯૫૪ના ૧૮ મી ડિસેમ્બરે એણે કમિટીને પોતાની આગળની ભલામણાની ફેરવિચારણા કરવા કહ્યું. કમિટીએ જ્યારે આ સપ્ટેમ્બરની વિશે નમતું ન જૉખ્યું ત્યારે—એટલે, ૧૯૫૫ ના ૩૦ મી તારીખે – આ આખું પ્રકરણ ભીનું સંકેલી લીધું અને શ્રી વી. કે. કૃષ્ણમેનનને ૧૯૫૬ ના ફેબ્રુઆરીની ત્રીજી તારીખે કેન્દ્ર સરકારના દફ્તરવિનાના પ્રધાન તરીકે લેવામાં આવ્યા. શ્રી. કે. ડી. માલવિયા
માલવિયા—સિરાજુદીન પ્રકરણને પ્રકાશમાં આણવાના યશ શ્રી સુરેન્દ્રનાથ દ્રિવેદી એમ. પી. ના ફાળે જાય છે. મેસર્સ સિરાજુદીન એન્ડ કુ. નામની પેઢી ઓરિસ્સામાં ખાણાની માલિક છે. આ પેઢી પર થયેલા ઇન્કમટેક્ષ અને કસ્ટમની જકાત છુપાવવાના આક્ષેપોની તપાસ અર્થે સેન્ટ્રલ ઈન્ટેલીજન્સના અધિકારીઓએ ૧૯૫૬ માં પેઢીની ઓફિસ તથા મિ. સિરાજુદીન વગેરે કેટલાકના રહેઠાણા પર ધાડ પાડીને કેટલાક ચોપડા અને દસ્તાવેજો જપ્ત કર્યાં.
૧૯૬૩ માં અખબારોમાં એવા સમાચાર ચમકયાં કે આચાપડાઓની કેટલીક એન્ટ્રીઓ વડે સિદ્ધ થયું છે કે મિ. સિરાજુદીન કેટલીક વગદાર વ્યકિતઓને નાણાં ધીરી રહ્યાં છે. શ્રી સુરેન્દ્રનાથ દ્રિવેદીએ આ વિશે સંપૂર્ણ તપાસની માંગણી કરી.
દરમ્યાન, કૉંગ્રેસ સાંસદીય પક્ષના અધિકારીઓની એક મિટી ગમાં શ્રી કે. ડી. માલવિયા– જે ખાણા અને બળતણ ખાતાના પ્રધાન હતા—તેમણે કબૂલ કર્યું કે “ઉત્તરપ્રદેશમાં તેમના મતદાર વિભાગ બસ્તી ખાતે ૧૯૫૭ ની ધારાસભાની ચૂંટણી લડી રહેલા એક કાગ્રેસી ઉમેદવારના લાભાર્થે તેમણે રૂપિયા દશ હજારની માંગણી મી. સિરાજુદ્દીન પાસે કરી હતી અને એ રકમ તેમને મળી હતી.'
શ્રી વેિદીએ એક બીજો મુદ્દો ઊભા કર્યો. શું એ વાત સાચી હતી કે શ્રી માલવિયાએ વ્યાપાર પ્રધાનને એવી ભલામણ કરી હતી કે સિરાજુદ્દીનની પેઢીને મે ંગેનીઝના બદલામાં ઝેકોસ્લાવેકિયાથી મશીનરી આયાત કરવા દેવાના પરવાના આપવા? આ મંત્રસામગ્રીની શ્રી માલવિયાના ખાતાનાં અધિકાર નીચે આવતાં ઓઇલ ઍન્ડ નેચરલ ગેસ કમિશનને જરૂર હતી.
૧૯૬૩ ના માર્ચની ૨૩ મીએ શ્રી દ્વિવેદી પર લખેલા એક પત્રમાં શ્રી માલવિયાએ આવી ભલામણ પેતે કરી હાવાનો ઇન્કાર કર્યાં, પણ કહ્યું કે “ આ પ્રકારની અદલાબદલીની દરખાસ્ત ( Barter proposal ) ઘણા સમયથી વિચારાઈ રહી છે.” તેમણે વધુમાં લખ્યું, “મેસર્સ સિરાજુદીન એન્ડ કુાં. એ પણ મેન્ગેનીઝ અને ક્રમ કૉન્સન્ટ્રેટની નિકાસના બદલામાં O, N. G, C. ને જોઇતી અંત્રસામગ્રી આયાત કરવા દેવાની અરજી કરી હતી. આ બધા કાગળો તેના નિકાલ માટેવ્યાપાર અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પર મોકલવામાં આવ્યા હતા અને અમારા ખાતાના જૉઇન્ટ સેક્રેટરીએ ફાઇલ પર પોતાની નોંધ પણ કરી હતી કે આ રીતે અદલાબદલાની બીજી પેઢીઓની દરખાસ્ત – જેવી કે, મેન્ગેનીઝ એર (ઇન્ડિઆ) લિ. (જાહેરક્ષેત્રની સંસ્થા)–પણ વિચારી શકાય. '
પરંતુ એપ્રિલની ૫ મી તારીખે તે વખતના આંતરરાષ્ટ્રીય વ્યાપારને લગતા ખાતાના પ્રધાન શ્રી મનુભાઇ શાહે કહ્યું કે મેસર્સ સિરાજુદ્દીન એન્ડ કુાં. ને આ પ્રકારનો અદલાબદલા કરવાની ભલામણ નકારવામાં આવી છે, કારણકે “આ પેઢીની એ વિષયની લાયકાત શંકાસ્પદ જણાઈ હતી the firm was under a cloud ”. તે પછી શા માટે શ્રી માલવિયાના ખાતાઓ જ શ્રી મનુભાઇના ખાતાની જેમ સિરાજુદ્દીનની આ દરખાસ્તને મૂળથી
2