SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MH. 117 પબુ જીવન પ્રબુદ્ધ જૈન'નું નવસ સ્ફુરણ ૧૨ ૩૩: અક ૧૪ મુંબઇ નવેમ્બર ૧૯, ૧૯૭૧ મગળવાર વાર્ષિક લવાજમ રૂા. ૭, પરદેશ માટે શીલિંગ ૧૫ શ્રી મુંબઇ જૈન યુવક સંઘનુ... પાક્ષિક મુખપત્ર છૂટ્ક નકલ ૦-૪૦ પૈસા તંત્રી: ચીમનલાલ ચકુભાઈ શાહ ગાંધીને આપણે વેચી ખાધા છે? આ શીર્ષકથી ભાઈયશવંત દોશીની ચિંતનકણિકા‘પ્રબુદ્ધ જીવન’ના તા. ૧-૧૧-૧૯૭૧ના અંકમાં પ્રકટ થઈ છે. મહાપુરુષોનું કર્યું કારવ્યું ધૂળમાં મળે છે અને દુનિયા સુધરતી નથી તેના દોષ લોકો પર નખાય છે તે બાબતના સામે છેડેથી (લાકોની દષ્ટિથી) વિચાર કરવા ભાઈ યશવંત દોશીનું સૂચન છે. તેમના એ પ્રશ્ન છે કે “આમાં કયાંક મહાપુરુષો જ મેટી ભૂલ કરતા હોય એવું ન બને? સંતે ને અવતારી લોકોને સમજ્યા જ ન હોય એમ પણ ન બન્યું હોય? લોકોને સાચે માર્ગે ચડાવવાની એમની રીતો પૂરી અસરકારક ન હતી એમ નહિ? કદાચ લેાકમાનસને સમજાવવાનાં અને સુધારવાનાં એમનાં સાધના પૂરતાં કામિયાબ ન હોય એવું તો નહિ હોય ?'' આવા પ્રશ્ન કર્યા પછી ભાઈ યશવંત દોશી પેાતાના અભિપ્રાય જણાવે છે કે “આ મહાપુરુષોએ પ્રજા પાસેથી વધુ પડતી અપેક્ષા રાખી.” બુદ્ધ, મહાવીર અને ગાંધીના પ્રયત્નો છતાં આ દેશની પ્રજા અહિંસક ન થઈ તેનું કારણ, ભાઈ યશવંત દોશીના મત મુજબ, આ મહાપુરુષોએ લોકમાનસને સમજવામાં ભૂલ કરી. ભાઈ યશવંત દોશીને લાગે છે કે ઘણા લેખકોએ સંતોની દયા ખાધી છે અને પ્રજાને શબ્દોના પથ્થરોથી પાંસરી કરવી એવું વલણ લીધું છે. તેઓ પોતે સંતાએ કરેલી માટી ભૂલ તરફ આપણું ધ્યાન દોરવા ઈચ્છે છે. ભાઈ યશવંત દોશીના ચિન્તનમાં રહેલ વિચારદોષ, તેમનાં વિધાનામાં રહેલ અર્ધસત્યનું પરિણામ છે એમ હું નમ્રપણે સૂચવું છું. અવતારવાદને બાદ કરીએ તો, કોઈ મહાપુરુષ જન્મથી મહાપુરુષ ન હતા. એ ખરું કે કેટલાકમાં ગુણવિકાસ વહેલા થયા હોય ત્યારે કેટલાકની જીવનસાધના દીર્ઘ અનેં કઠોર હતી. ગાંધી, મહાત્મા જન્મ્યા ન હતા. પોતાની હિમાલય જેવડી ભૂલા તેમણે જાહેર રીતે સ્વીકારી છે. આ બધા મહાપુરુષોને પોતાની નિર્બળતાઓનું તીવ્રપણે ભાન હતું. તુલસીદાસે કહ્યું, મો સમ જોન કુટિલ્ડ જ વામી, શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું “ અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું, સેક્રેટિસે કહ્યું કે “હું અજ્ઞાની છું પણ એટલા પૂરતો જ્ઞાની છું મારી અજ્ઞાનતાનું મને બરાબર ભાન છે, જે કહેવાતા જ્ઞાનીઓમાં નથી.” ટોલ્સ્ટોયનું જીવનપરિવર્તન થયું, પછી તેમની જીવનસાધના અને તુમુલ અંતરયુદ્ધ, પાનાના આદર્શ અને આચરણ વચ્ચેના અંતરથી થતી હૃદય વલાવતી મનાવ્યથા, અમર સાહિત્યમાં તેમણે પોતે જ રજૂ કરી છે. આમાં કયાંય દંભ ન હતો, ખોટી નમ્રતા ન હતી. આ મહાપુરુષો લોકમાનસને સમજ્યા ન હતા એમ કહેવું યથાર્થ નથી. મનુષ્યની નિર્બળતા તે બરાબર સમજતા હતા. પોતે અનુભવી હતી. બીજું એમ કહેવું કે મહાપુરુષોનું કર્યુંકારવ્યું ધૂળમાં મળે છે અને દુનિયા સુધરતી નથી તે પણ અર્ધસત્ય છે. મહાપુરુષોના ઉપદેશ નિષ્ફળ જતા નથી. સારનાથમાં બુદ્ધ ધર્મચક્રપ્રવર્તન કર્યું, તે આજે હજારો વર્ષોથી સમસ્ત એશિયામાં અને જગતમાં કરોડો માનવીએ હ્રદયથી સ્વીકારે છે, ચીંતવે છે અને તેનું આચરણ કરવામાં જીવનની ધન્યતા અનુભવે છે. ક્રાઈસ્ટે માત્ર ત્રણ વર્ષ, ✩ પેલેસ્ટાઈનના એક નાના વિભાગમાં પ્રેમનો સંદેશ આપ્યો. ત્યાર પછી એક - બે સૈકા તેની બહુ ઓછી અસર જણાઈ. આજે દુનિયાના કરોડો માનવી તેના ઉપદેશને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરે છે. તે જ પ્રમાણે મહાવીર, કૃષ્ણ કે અન્ય સંતપુરુષોનું. એ ખરું છે કે દુનિયામાં અસત્ય છે, હિંસા છે, લાભ છે. પણ જગત નભે છે સત્ય, અહિંસા અને ત્યાગ ઉપર માનવીજીવનની ચિરકાળ ઝંખના રહી છે કે અસત્યમાંથી સત્યમાં જવું, મૃત્યુમાંથી અમૃત પ્રાપ્ત કરવું, તમસમાંથી જ્યોતિમાં પહોંચવું. ભાગ્યે જ કોઈ દુર્ભાગી માનવી એવા હશે કે જેને કાંઈક શુદ્ધ જીવન જીવવાની ભાવના ન હોય. ગાંધી કે મહાવીરે અહિંસાધર્મ બતાવ્યા ત્યારે તેઓ એમ માનતા ન હતા કે આ જગતનો દરેક માનવી મન, વચન અને કાયાથી, સંપૂર્ણપણે અહિંસક થઈ જશે. અને છતાં હિંસાને રોકવામાં અને માનવીદયમાં અહિંસા જાગ્રત કરવામાં તેમને મોટો ફાળા છે. છેવટે તો મહાપુરુષો પણ નિમિત્ત છે. વ્યકિતએ પેાતે જ પુરુષાર્થ કરવાના છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી હતા ત્યારે શ્રીમદ્ રાજચંદ્રને તેમણે એક પ્રશ્ન પૂછ્યો હતા કે આ અનીતિમાંથી સુનીતિ થશે ખરી ? આ સમયે ગાંધીજી બાઈબલની અસર નીચે હતા અને તેમાં આ દુનિયા ઉપર ઈશ્વરનું રાજ્ય (Ki: gdom of Go) અવતરશે એ માન્યતાના સંદર્ભમાં આ પ્રશ્ન તેમણે પૂછ્યો હતો. શ્રીમદે માર્મિક જવાબ આપ્યો હતો. હું આ જવાબ મારી યાદદાસ્તથી લખું છું. તેમણે કહ્યું હતું કે આ જગતમાં સત ્, અસત, હિંસાઅહિંસા, રાગ - દ્વેષ વગેરે દ્રુ સનાતન છે. દુનિયામાં અસત્ય, હિસા વગેરેનો સર્વથા અભાવ થાય તેવું કલ્પી શકાતું નથી. પણ વ્યકિત માટે તે નીતિમય આચરણ એ જ ધર્મ છે. રાગદ્વેષ એટલું જ સંસાર અને સંસાર અનાદિ અનંત છે. ભાઈ યશવંત દોશી કહે છે કે તેઓ શ્રદ્ધાળુ માણસ હોત ત એમ. કહેત કે ફરી ફરીને ઈશ્વર અવતાર લે છે ને ફરી પાછી ધર્મની ગ્લાનિ થાય છે. તેઓ શ્રાદ્ધાળુ ન હોય તો પણ આ કથનમાં ઐતિહાસિક સત્ય છે. મહાપુરુષે ફરી ફરી માનવીને સાથે રાહુ બતાવે છે. માનવી ભૂલી જાય છે. ફરી સાચા માર્ગે જવા પ્રયત્નશીલ થાય છે. ગાંધીએ બતાવેલ માર્ગ માર્ટિન લ્યુથર કિંગ આચરશે, ચેકોસ્લાવેક પ્રજા આચરશે, ભવિષ્યમાં જગત આચરશે. તે કદી નિષ્ફળ જતા નથી. આ જગતનાં ગૂઢ રહસ્યો માનવબુદ્ધિ પૂર્ણપણે પામી શકતી નથી. ત્યાં સાચી શ્રદ્ધાને સ્થાન છે, જે માનવીનું મેટામાં મેટું બળ છે. માણસની માનવતામાં શ્રદ્ધા ગુમાવી બેસીશું તા જીવન જીવવા જેવું નહિ રહે. ભાઈ યશવંત દોશી કહે છે તે અશ્રાદ્ધાળુ માણસ છે તેથી આટઆટલા મહાપુરુષોની મહેનત એળે જાય છે તેને ઈશ્વરની લીલા ગણી તેઓ સંતોષ લઈ શકતા નથી. ઈશ્વરની લીલા ભકનની ભાષા છે, જેમાં એ શ્રાદ્ધા છે કે આ જગતમાં મંગળમય શકિત સર્વોપરી છે. શાવાસ્ય નિવમ્ સર્વમ્, ચ િષત્યાં ખાતું આ જગતમાં જે કાંઈ જીવન કે પદાર્થ છે તેમાં ઈશ્વરના વાસ છે. મહાપુરુષોએ પ્રજા પાસેથી વધુ પડતી અપેક્ષા રાખી તેમ કહેવામાં નિરાશા છે. મનુષ્યની નિર્બળતાઓ જાણતા છતાં, આત્માની
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy