SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૧૯૯ ભાગમાં ખાલી ખાલી લાગ્યું. ઘણા મહિનાથી આ ફરિયાદ હોવાથી તેણે અનેક ડૅાકટરોની સલાહ લીધેલી, પણ દર્દનું ખાસ કોઈ કારણ જણાયું નહાતું. પોતે કોઈક ખરાબ રોગમાં સપડાઈ ગઈ હોવાની | બીકને કારણે તેણે ઑપરેશન કરાવી લઈ વહેમ ટાળવાનું વિચાર્યું. બગીચામાં તેને થયેલું દર્દ ઘણુ તીવ્ર હતું. અચાનક તેને જાણે અંદરથી થઈ આવ્યું કે તેની ફરિયાદનું કારણ શારીરિક નહિ પરંતુ આધ્યાત્મિક હતું. ઈશુની ઓળખ કરવા જાણે તેને અંતરના ઊંડાણહું માંથી સાદ થઈ રહ્યો હતો. આ ભાન થતાં જ તેનું દર્દ સદાને માટે અદશ્ય થઈ ગયું. તા. ૧-૧૧-૧૯૦૨ સેનેટોરિયમમાં રહેતી સ્ત્રીઓ પાસે ગયા અને પેાતાની યોજના તેમને સમજાવી; પરંતુ કોઈ જ કામ માટે તૈયાર થયું નહિ. ઊલટાનું એકે તે “અમારામાંથી જ અમે ઊંચા આવતા નથી,” એમ બડબડાટ કરી ફરિયાદ કરી ત્યારે એ મિત્રના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. એ લોકો જે પ્રકારની જિંદગી ગાળી રહ્યા હતા તેનું ખરું કારણ તેને સમજાઈ ગયું. પોતાની જાતમાં જ પુરાઈ રહીને એકેએકનું માનસ સાવ જડ બની ગયું હતું. હવે બીજો મુદ્દો. એકલતા અને એકાંત એ બંને ભિન્ન સ્થિતિ હાઈ તેના ભેદ આપણે બરાબર સમજવા જોઈએ. એકાંત એકલતાની લાગણીને લઈ આવે છે અને આમ થતું ઘણા લોકોના દાખલામાં આપણે જોઈએ છીએ, જે ખરી રીતે નહાવું જોઈએ. હું એવા કેટલાયે પ્રતિભાશાળી લોકોને ઓળખું છું જે પોતાનું કામ સારી રીતે કરી શકે એ હેતુથી એકલા રહે છે પરંતુ આ લોકો કંઈ ને કંઈ સર્જનાત્મક પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહી પેતાના સમયન ઘણા સરસ ઉપયાગ કરી જાણે છે. ખરી રીતે તે સમૂહમાં આપણે કુશળતાપૂર્વક કામ કરી શકીએ એ માટે થોડો સમય એકાંતમાં રહી આપણી જાતને તાલીમ આપી તૈયાર કરવાની ખાસ જરૂર છે. પ્રિયજનની ચિરવિદાય આપણને ખૂબ વસમી લાગે છે એ સૌના અનુભવ છે; પરંતુ વિયેળનું દુ:ખ આપણને શૂન્યતાથી ભરી દઈ પંગુ ન બનાવી દે એ તો આપણે જ જોવાનું રહે છે. મારા પર આવેલા એક ઉત્સાહી સ્રીના પત્રની વાત કરું. વાના કારણે અપંગ જેવી દશા ભગવતી આ બાઈ એકલી જ રહે છે, છતાં અનેક લોકો સાથે પત્રવ્યવહાર રાખી તેણે પોતાના જીવનને તેમ જ બીજાઓને પ્રફ ુલ્લિત રાખ્યા છે. તેના પત્રના આ વાક્યમાં તેના જીવનની પ્રસન્નતા વ્યકત થાય છે, “ઘણા યે દિવસે મેં એકલા ગાળ્યા છે પરંતુ મારો એક પણ દિવસ નકામા કે આળસમાં નથી ગયો.” તેના આ આશાવાદ આપણને ત્રીજા મુદ્દા ભણી લઈ જાય છે. બીજા લોકોનું કામ કરવાનો રસ કેળવે. જ્યારે કંઈ આફત આવી પડે છે ત્યારે લોકો સહજ રીતે એકબીજાને મદદ કરવા દોડે છે. પરંતુ આપણી જાણમાં એવા પણ અનેક લાકો હાય છે, જેમના અંતરમાં ચાલતી મથામણા અને અકળામણની આંધી બહારની મુસીબતા કરતાં વિશેષ ખતરનાક હાય છે. મેટા થઈ ગયેલાં પોતાનાં સંતાનોથી વિખૂટા પડવાના ખ્યાલથી ઉદાસ રહેતી એક બાઈને મેં કહેલું : “ એક સમય એવા હતા જ્યારે તારી હાજરી અને સેવાની તારા કુટુંબને ઘણી જરૂર હતી. એ સમય હવે વીતી ગયા છે તો તારે એ વાતને યાદ કરી દુ:ખી બનવાને બદલે તારા સ્નેહની ઉષ્મા બીજા લોકોને આપવી જોઈએ. તારા પડોશીનાં બાળકોને પ્યાર કરી તેમને જ્ઞાન આપ, એકલા પડી ગયેલા બુઢ્ઢા લોકો સાથે મૈત્રી કરી તેમના અંતરની દુવા મેળવ. બીજા લોકોના હિતમાં સક્રિય રસ લઈ તારા જીવનની પ્રસન્નતાને તું જાળવી રાખ.” અને અઠવાડિયા પછી તેનો જવાબ આવ્યો, “તમારી શિખામણને અનુસરી હું ખૂબ સફળ થઈ છું. તમે તે મને નિરાશાના અંધકારમાંથી પ્રકાશની દુનિયામાં લઈ આવ્યા!” એકલતાનાં કારણા વિશેના આપણા ખ્યાલા ઉપલકિયા હોય છે. ઈશ્વરને આપણે ચાહી નથી શકતા એ પણ એકલવાયાપણાનું મેટું કારણ છે. ૧૯૫૭ ની સાલમાં ધર્મપ્રચાર માટે ન્યૂ યોર્ક જવાનું થયું ત્યારે ત્યાં એક એક્ટ્રેસને મળવાનું બન્યું. તેણે આ સત્યની પ્રતીતિ કરાવતાં પોતાના અનુભવની મને વાત કરી. ત્યાંના મેડિસન સ્ક્વેર ગાર્ડ નમાં તે બેઠી હતી તે દરમ્યાન એકાએક તેને પેટના Raj એક સત્ય આપણે એ સમજવાનું છે કે જ્યારે આપણે કંઈ પણ છાનુંછપનું કરવા માગીએ છીએ ત્યારે જ બીજાથી એકલાં અલગ પડવાની તક શેાધીએ છીએ. ગુનેગાર માનસને હમેશાં પકડાઈ જવાની ભીતિ હાય છે. એટલે આપણે બીજાથી અળગાં તે થઈએ છીએ, પરંતુ અંતે તો આપણે સર્જેલી જુદાઈ આપણને જ ભારે થઈ પડે છે. કુદરતના કાનૂન વિરુદ્ધ જઈ રહ્યાના ડંખ રહેતા હાવા છતાં, આપણી ભીતરમાં ઊઠતી સદવૃત્તિઓની શુભ માગણીઓની આપણે અવહેલના કરીએ છીએ અને એ ક્ષમાવૃત્તિ અને ઉદાર ભાવનાથી આપણે વંચિત બનીએ છીએ કે જેને માનસ શાસ્ત્રના નિષ્ણાત ડા. લેસ્લી વેધરહેડ દુનિયામાં સૌથી વધારે બળવાન વૈદ્યકીય ઉપાય તરીકે રજૂ કરે છે. ખરું આધ્યાત્મિક જીવન કદી પણ એકલવાયું નથી; કદી પણ સૂનું નથી. જ્યાં સાચી ધાર્મિકતા છે ત્યાં આપણે સાહચર્ય અને સ્નેહની સુવાસ અનુભવીએ છીએ. સ્વાર્થ અને અહંતાના સંકુચિત વર્તુળમાંથી મેકળા બની જ્યારે આપણે બીજાનું ભલું કરીએ છીએ ત્યારે જ આપણને મૈત્રી અને ઐકયની સાચી પરખ થાય છે, અને ત્યાર પછી ઈશ્વર જે આપણા શ્ર્વાસાવાસથી પણ આપણી વધુ પાસે છે, આપણા હાથ-પગથી પણ વધુ નજીક છે તેનું સ્મરણ અને સાન્નિધ્ય કેવળ ધ્યાન કે પ્રાર્થનાના સમય પૂરતું જ નહિ પરંતુ આપણા જીવનનું એક અવિભાજ્ય અંગ બની જાય છે. સૌમાં તેમ જ આપણી આસપાસ સદા વર્તમાન અગોચર શકિત વિશે આપણે સભાન બનીએ છીએ. સૌમાં પ્રભુ વસેલા છે એ બાઈબલનું ઘણુ* મેટું આશ્વાસન છે. મેથ્યુના ધાર્મિક વાર્તાલાપમાં ઈશુના જન્મ સમયના પ્રસંગમાં આ હકીકતનો ઉલ્લેખ છે: “They shall call his name Emmanuel which being interpreted is, God with us", And consider this: 'Be not afraid, neither be thou dismayed for the Lord thy God is with thee whither soever thou goest ''(Joshua 1:9) (Emmanu 1 એ પ્રતીક નામથી ઈશુ ઓળખાશે એટલે કે પ્રભુ સદા આપણી વચ્ચે છે.” અને આગળ કહે છે: “ હું ગમે ત્યાં જા પરંતુ તારા પ્રભુ તારી સાથે જ છે; માટે ચિંતા ન કર તેમ નિરશ પણ ન થા!”) ઈશ્વરની દોરવણી અને રક્ષણમાં વિશ્વાસ મૂકીને જ આપણે તેની અતૂટ મૈત્રીની પિછાન કરી શકીએ છીએ. “હું તને સેવક નહિ પરંતુ સાથી ગણું છું. તારો ત્યાગ નહિ કરું તેમ તને તરછેડીશ પણ નહિ. આ દુનિયાના અંત સુધી હું તારાથી અળગા નથી થવાના. ” ખરેખર ! ભગવાનનું આ આશ્વાસન કેટલું શીતળ અને સલામતી બક્ષનારું છે! સર્જનહારને જ્યાં સાથ હોય ત્યાં એકલતાની ઉપસ્થિતિ હાઈ જ કઈ રીતે શકે? અનુવાદ : શારદાબહેન બાબુભાઈ શાહ મૂળ અંગ્રેજી : ડા. બીલી ગ્રેહામ
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy