________________
૧૨
બુદ્ધ જીવન
તેએ કારખાનામાં મજૂરી કરતા. હિટલર અને નાઝીવાદના કટ્ટર વિરોધી બીજા વિશ્વયુદ્ધમાં જર્મની છેટી નવે જઈ રહ્યા. વિશ્વયુદ્ધ પૂરુ’થતાં જર્મની આવ્યા. કેટલાક સમય પછી બર્લિનના મેયર થયા અને સુંદર કામગીરીથી બધાની પ્રશંસા પામ્યા. લોકશાહી સમાજવાદમાં દઢ શ્રાદ્ધા ધરાવનાર ૐ. એડૅનાર જર્મનીના ચાન્સેલર હતા ત્યાં સુધી તેમને પક્ષ સત્તા પર રહ્યો. પછીથી પક્ષનું બળ ઘટયું અને છેલ્લી ચૂંટણીમાં સંયુકત (Co lif on) પ્રધાનમંડળ થયું તેમાં વિલી બ્રાન્ટ ચાન્સેલર થયા. ત્યારથી આંતરરાષ્ટ્રીય તંગદિલી ઓછી કરવા અને વાસ્તવિકતા સ્વીકારી, શાન્તિનું વાતાવરણ સર્જવા સતત પ્રયત્નો કરતા રહ્યા છે. જર્મની અને રશિયા વચ્ચેના સંબંધો સુધારવા મેસ્કોની મુલાકાત લીધી. બીજા વિશ્વયુદ્ધના પરિણામે જર્મનીના કેટલાક વિભાગ પોલાંડના કબજામાં ગયો હતો. પેલાંડ-જર્મની વચ્ચેની સરહદ સ્વીકારી, ઓડર-નીસી લાઈન મંજૂર રાખી, સંધિ કરી. બલિન વિભાજિત છે, તેને કારણે પૂર્વ અને પશ્ચિમ જર્મની વચ્ચે તેમ જ જે ચાર મહાસત્તાઓ બિલનનો વહીવટ કરે છે તેમની વચ્ચે ઉશ્કેરટ રહેતા. પૂર્વ જર્મનીએ 'બલિન - દીવાલ બાંધી આ ઉશ્કેરાટમાં ઉમેરો કર્યો અને બન્ને જર્મનીના નાગરિકોની હારમારીઓ વધારી દીધી. પશ્ચિમ જર્મનીના તાબાનું લિન ચારે તરફ પૂર્વ જર્મનીની સરહદથી ઘેરાયેલું છે અને તેથી અવરજવરમાં વખતેાવખત મુશ્કેલીઓ અને કટોકટી ઊભી થતી રહી છે. લાંબી વાટાઘાટને અંતે ચાર મહાસત્તાઓ અને પૂર્વ અને પશ્ચિમ જર્મની વચ્ચે બર્લિન સંબંધે સમજૂતી થઈ શાન્તિ સ્થપાઈ છે. જર્મનીના ભાગલા પડયા અને બન્ને જર્મની એક થવા જોઈએ એવી તીવ્ર ઝંખના છતાં, નજીકના ભવિષ્યમાં આવી કોઈ શકયતા નથી એ નક્કર હકીકત સ્વીકારી વિલી બ્રા પૂર્વ જર્મની સાથેના સંબંધો સુધાર્યા. આવી રીતે બીજા વિશ્વયુદ્ધ પછી જે ઠંડા યુદ્ધની શરૂઆત થઈ હતી. તેમાં જર્મની અને બલિનનું વિભાજન એ મુખ્ય કારણ હતું. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી, જૅમ ઈંગ્લાંડમાં મજરપક્ષ સત્તાસ્થાને આવ્યા અને એટલીએ હિંમતપૂર્વક બ્રિટિશ સામ્રાજ્યના વિસર્જનની શરૂઆત કરી, આપણા દેશની સ્વતંત્રતા સ્વીકારી, દુનિયામાં નવા પ્રવાહ શરૂ કર્યો, જેને પરિણામે સંસ્થાનવાદ એશિયા - આફ્રિકામાંથી નાબૂદ થયા અને બે ખંડોના દેશો સ્વતંત્ર થયા. તેમ જર્મનીમાં કેટલાક વિરોધ છતાં, વિલી બાન્ટે જે નવી નીતિ અખત્યાર કરી છે તેથી યુરોપમાં શાન્તિની દિશામાં મહત્ત્વના ફાળા આપ્યા છે તેની કદર કરી, તેમને આશાન્તિપારિતોષિક અર્પણ થયું તે સર્વથા ઉચિત છે. આગામી ચૂંટણીએ
પાકિસ્તાનને કારણે દેશમાં સ્થિતિ ન કથળે તે, ત્રણ મહિના પછી રાજ્યોમાં ધારાસભાઓની ચૂંટણી થશે. શાસક કૉંગ્રેસના વિરોધી પક્ષામાં એક - બે રાજ્ય બાદ કરતાં બીજાં રાજ્યોમાં કોઈ પક્ષ બહુમતી તે શું, પણ અસરકારક લઘુમતી મેળવી શકે એવું જણાતું નથી. રાજકીય પક્ષા છિન્નભિન્ન થઈ ગયા છે. લાકસભાની ચૂંટણીના અનુભવે, સંયુકત રીતે શાસક કૉંગ્રેસનો સામનો કરે તેવું રહ્યું નથી. દરેક પક્ષ પેાતાના જોર ઉપર લડવા જશે અને તેમાં પરસ્પરના વિરોધ પણ થશે. સંભવ છે કેટલાંક સ્થળે, પક્ષા વચ્ચે સ્થાનિક સમજૂતી થાય. શાસક કૉંગ્રેસની સ્થિતિ પણ કેટલાંક રાજ્યામાં બહુ સારી નથી, સંસ્થાકીય સંગઠન સાધી શક્યા નથી. ગુજરાત, ઓરિસા, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યામાં શાસક કેંગ્રેસના અંદરના વિખવાદા શમ્યા નથી, લેાકસભાની ચૂંટણી પછી શાસક કૉંગ્રેસમાં, ડાબેરી તત્ત્વા અને સામ્યવાદીઓનું જોર વધ્યું છે. શાસક કેંગ્રેસનો દોર આવાં તત્ત્વોના હાથમાં જતા દેખાય છે.
સમાજવાદી ફોરમો મારફત ઉદ્દામ કાર્યક્રમો રજૂ થાય છે. ગુજરાત જેવામાં શ્રી કાન્તિલાલ ધિયાએ ઠરાવ કર્યો કે કાંઈ પણ
તા. ૧-૧૧-૧૯૭૧
વળતર આપ્યા વિના કાપડની બધી મિલેાનું રાષ્ટ્રીયકરણ કરવું. ગુજરાતમાં પણ આજે એવું વાતાવરણ છે કે વધારે ઉદ્દામ વાતા કરવી એ પ્રગતિશીલતાનું લક્ષણ ગણાય છે. વાસ્તવિક પરિસ્થિતિની અવગણના કરી લોકોને બહેકાવવા એ ગરીબી હટાવવાના માર્ગ લેખાય છે. ઉત્પાદન વધારવું, લોકોએ વધારે કામ કરવું, જાહેરજીવનની કાંઈક શુદ્ધિ કરવી, તેને બદલે જાણે દરેક ક્ષેત્રે રાષ્ટ્રીયકરણ અથવા સરકારી કબજો અને આવકના વધારો એ જ ગરીબી હટાવવાના રાજમાર્ગ હાય તેવું વાતાવરણ સર્જાય છે. આર્થિક પરિસ્થિ િભ ત પેઠે વણસતી રહી છે, ફુગાવા અને મોંઘવારી વધતાં જાય છે, તેમાં કમર કસી, ખોટા ખર્ચ ઓછા કરી, લોકપ્રિય ન હોય એવાં પણ કડક પગલાં લેવાને બદલે, લાકોને રાજી રાખવાનું જ લક્ષ્ય રહ્યું છે.
આવા સંજોગામાં, સંસ્થા કૉંગ્રેસનું સ્થાન અને કાર્ય ગંભીર વિચારણા માગે છે. તેના આગેવાનામાં તીવ્ર મતભેદો જાગ્યા છે. સ્થિચુિસ્ત આગેવાનો સામે બળવો જાગ્યો છે. રામસુભગસિંહ, તારકેશ્વરી સિંહા અને બીજા સંખ્યાબંધ કાર્યકર્તાઓ અકળાયેલ છે. વખતોવખત વાત બહાર આવે છે કે કામરાજ, હિતેન્દ્ર દેસાઈ, વીરેન્દ્ર પાટિલ વગેરે શાસક કોંગ્રેસમાં જોડાવા તૈયાર થયા છે અને પછી તેવી વાતોના શૅરદાર ઈનકાર થાય છે. શાસક ગ્રેસમાં જૂની કોંગ્રેસના પી, કસાયેલ આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં છે, પણ ડાબેરી અને ઉદ્દામ તત્ત્વા સામે આ બધા કાંઈક દબાઈ ગયા હોય તેવો ભાસ થાય છે. શાસક કૉંગ્રેસને સાચા લેકશાહી સમાજવાદના માર્ગ ઉપર જ રાખવી હાય અને બિનલોકશાહી અને સામ્યવાદી તત્ત્વોથી તેને બચાવવી હાય તે લોકશાહી સમાજવાદમાં શ્રદ્ધા રાખતાં બધાં બળોએ સંગઠિત થવાની જરૂર છે. સંસ્થા કોંગ્રેસમાં પ્રગતિશીલ વિચારો ધરાવતા આગેવાનો અને કાર્યકર્તાઓએ ગંભીરપણે વિચાર કરવાની જરૂર છે. મેરારજીભાઈ, પાટિલ નિલિંગપ્પા અથવા તેમના જેવા વિચાર ધરાવતી વ્યકિત” એની વાત જુદી છે. સંસ્થા કોંગ્રેસમાંની પ્રગતિશીલ વિચાર ધરાવતી વ્યકિતઓને શાસક કૉંગ્રેસમાં આવતી અટકાવવા, નવાં જાગેલાં ડાબેરી અને સામ્યવાદી તત્ત્વો પૂરો પ્રયત્ન કરશે જ, વ્યકિતગત અને અંગત સંઘર્ષો પણ થોડા નથી.
શાસક કૉંગ્રેસમાં રહેલ જૂની કૉંગ્રેસના પીઢ આગેવાન અને કાર્યકર્તાઓએ, તેમાં દાખલ થયેલ સામ્યવાદી તત્ત્વોને કાબૂમાં રાખવા વધારે જાગ્રત થવું પડશે. શ્રીમતી ઈન્દિરા ગાંધીને ફરજિયાત આવાં સામ્યવાદી તત્ત્વોનો આધાર વધારે પ્રમાણમાં લેવા ન પડે તે માટે સાચા લોકશાહી સમાજવાદમાં માનતાં બધાં બળેા તેમને ટંકો આપે અને તેમના હાથ મજબૂત કરે તે જરૂરનું છે.
આગામી ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી મહત્ત્વની બની રહેશે. લાકસભાની ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીના વ્યકિતત્વ અને ગરીબી હટાવાના નારાએ મોટી સફળતા આપી. રાજ્યકક્ષાએ ધારાસભાની ચૂંટણીમાં ઘણા સ્થાનિક પ્રશ્નો અને વ્યકિતઓ ભાગ ભજવશે. એટલી આશા રાખીએ કે શાસક કોંગ્રેસ સારા, સેવાભાવી, પ્રામાણિક ઉમેદવારોની પસંદગી માટે આગ્રહ રાખશે. ચીન અને રાષ્ટ્રસંઘ
2
એક સપ્તાહન! ઉશ્કેરાટભર્યા વિવાદ પછી, અને અમેરિકાના બધા પ્રયત્નો છતાં, તાઈવાનને રાષ્ટ્રસંધમાંથી બરતરફી મળી અને ચીન રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું. તાઈવાન અને ચીન બન્નેને સભ્ય રાખવાના અમેરિકાના પ્રયત્નને ભારે પરાજય મળ્યો. અમેરિકાના મિત્ર અને આાિતાએ પણ આ ઠરાવની વિરુદ્ધ મત આપ્યા. ઈઝરાયલ, જે આટલું બધું અમેરિકાના દબાણ નીચે છે, તેણે પણ આ ઠરાવ વિરુદ્ધ મત આપ્યો, એક વલણ એવું જણાય છે કે બીજા વિશ્વયુદ્ધ પછી, અમેરિકાએ યુરોપ, એશિયા અને આફ્રિકા ઉપર સત્તા અથવા વર્ચસ ભાગવ્યાં છે અને દુનિયાની—સામ્યવાદી દેશ સિવાય.-આગેવાની લીધી છે, તે હઠાવવી, બીજા વિશ્વયુદ્ધ પછી બધા દેશા ભાંગેલા હતા. અમેરિકાએ અઢળક મદદ કરી છે, પણ અમેરિકાની