SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૧૯૭૧ પ્રબુદ્ધ જીવન ૧૭૩ મદદ કરવાની રીતમાં એવી કાંઈક ખુમારી છે કે જેને મદદ મળે તે પણ કૃતજ્ઞતા અનુભવવાને બદલે, નાનપ અનુભવે, અને મદદની કદર થતી દેખાય નહિ તેમ અમેરિકાનું અહમ ઘવાતું જાય. નિકસનને ચીનની સાથે ફરજિયાત સમજૂતી ઉપર આવવાના પ્રયત્ન કરવા પડયા તે અમેરિકાની ઓછી થતી જતી પ્રતિષ્ઠા અને લાગવગનું છેલ્લું પ્રકરણ છે. વિયેટનામના યુદ્ધમાં સરિયામ નાલેશી ભોગવી અને હવે એશિયામાંથી હટવું પડે છે. યુરોપમાં દગલે આ પ્રક્રિયા શરૂ કરી. અમેરિકાનું કાંઈક એવું દુર્ભાગ્ય છે કે તેની બધી વિદેશનીતિ, લોકશાહી બળાનું સમર્થન કરવાને બદલે પ્રત્યાઘાતી બળાને જ ટેકો આપતી રહી છે. બંગલા દેશમાં પણ તેમ જ થયું છે. રાષ્ટ્રસંઘમાં ચીન સંબંધે મતદાન થયું તે આ બધી પ્રક્રિયાનું પરિણામ છે. અમેરિકામાં આ પરિણામથી ભારે નિરાશા અને રોષ વ્યાપે તે સ્વાભાવિક છે. અમેરિકાએ રાષ્ટ્રસંઘમાંથી નીકળી જવું, રાષ્ટ્રસંઘને અમેરિકામાંથી હાંકી કાઢવું, છેવટ રાષ્ટ્રસંઘને અમેરિકા તરફથી અપાતી મોટી સહાય બંધ કરવી અથવા ઓછી કરવી, આવા સૂરો સંભળાય છે. અલબત્ત, આ બધું થાળે પડશે અને શાણપણ આવશે. એક એવી શંકા વ્યકત કરાય છે કે દેખીતી રીતે તાઈવાનને રાષ્ટ્રસંઘના સભ્ય તરીકે ચાલુ રાખવા અમેરિકાએ પ્રયત્નો કર્યા, પણ છેવટના પરિણામથી નિકસન નિરાશ નથી થયા અથવા કદાચ આ પરિણામ નિસનને આવકારદાયક છે. તાઈવાન સભ્યપદે ચાલુ રહ્યું હોત અને સાથે ચીનને સભ્યપદ મળ્યું હોત તો કદાચ ચીન તે સ્વીકારત નહિ અને ચીન સાથે સમજૂતી કરવાના નિક્સનના પ્રયત્નને બાધ આવતે. - બીજા વિશ્વયુદ્ધ પહેલાં પચાસ વર્ષ સુધી તાઈવાન જપાનને કબજે હતું. જાપાનના પરાજ્યથી તાઈવાન ચીનને પાછું મળ્યું. ચીનમાં સામ્યવાદીઓ સત્તા ઉપર આવ્યા અને ચ્યાંગ-કાઈ–શેકને નાસવું પડયું ત્યારે, અમેરિકાની મદદથી તાઈવાનનો કબજો લીધો અને ૨૨ વર્ષથી યાંગ-કાર્ય-શેક ત્યાં સત્તાસ્થાને છે. તેનાં સ્વપ્નો હતાં અને કદાચ અમેરિકા પણ એમ માનવું કે કોઈક દિવસ ચીનમાંથી સામ્યવાદીઓને હઠાવી. શકાશે અને તે કારણે ૨૨ વર્ષ અમેરિકા ચીનનું કટ્ટર વિરોધી રહયું. પણ હવે આ સ્વપ્ન ભાંગી ભૂકો થયાં છે એમ ભાન થયું અને નિકસને નીતિ બદલાવી. હિન્દ માટે આમાં એક મોટો બોધપાઠ છે. અમેરિકારશિયા અને દુનિયાના બીજા ઘણા દેશોના પ્રબળ વિરોધ અને અસહકારની કાંઈ પણ પરવા કર્યા વિના, ચીનમાં માઓ પોતાને માર્ગે દઢપણે આગળ વધ્યા અને ચીનની પ્રજાએ અનેક હાડમારી અને યાતનાઓ. વેદી, સ્વબળે શકિતશાળી થયા તો દુનિયા નમતી આવી. રાષ્ટ્રસંઘમાંથી કોઈ સભ્યને બરતરફ કરવાનો આ પહેલો પ્રસંગ છે. સામ્યવાદી ચીનના પ્રવેશથી રાષ્ટ્રસંઘની એક ઊણપ ઓછી થશે. આંતરરાષ્ટ્રીય રાજકારણ ઝડપથી પલટાતું જાય છે તેને હવે વેગ મળશે. સંભવ છે કે ચીન સાથેના આપણા સંબંધોમાં પણ કાંઈક સુધારો થાય. ઈન્દિરા ગાંધીએ ચાઉને અભિનંદન મોકલ્યાં તે સૂચક છે. લાંચરુશવતનું મૂળ * સરકારી ખાતાએ, અમલદારો અને નોકરીમાં લાંચરુશવત ફેલાતી જાય છે તે હકીકત છે. આવી ફરિયાદ કરવાથી અથવા સરકારને જ દોષ દેવાથી આ રોગ ઘટે તેમ નથી. તેનું મૂળ પકડવું જોઈએ. થોડા સમય પહેલાં, વાત બહાર આવી હતી કે દિલ્હીમાં અમુક લત્તાઓમાં નિમણૂક મેળવવા પોલીસના માણસે જ પોતાના ઉપરીઓને લાંચ આપે છે. આ હકીકતનો ઈનકાર શ નથી. માત્ર અમલદારોની બદલી કરી. આપણા દેશમાં જ આવે છે એમ નથી. હમણાં સમાચાર આવ્યા છે કે ન્યૂ યોર્કના ૩૨૦૦૦ વીસદળમાં પણ આ જ સ્થિતિ છે. ત્યાં એક તપાસ દરમ્યાન પોલીસના માણસે જ માહિતી આપી કે ન્યૂ ર્કના અમુક લત્તાઓમાં સ્થાન મેળવવા પોલીસ, પિતાના અમલદારોને લાંચ આપે છે. - ર્કનું લગભગ સમસ્ત પોલીસદળ લાંચરુશવતની બદીથી ભરેલું છે. કેવા લત્તાઓમાં સ્થાન પ્રાપ્ત કરવા પ્રયત્ન થાય છે? જ્યાં ગેરકાયદે પ્રવૃત્તિમાં વધારે હોય ત્યાં. દારૂ ગાળવાનું, જુગાર, કૂટણ- ખાનાં, મટકા, ગુનાનું વધારે પ્રમાણ, એવા લત્તામાં આવી પ્રવત્તિઓ ચાલુ રાખવા દેવા માટે પોલીસને લાંચ મળે છે. પણ માત્ર અમુક લત્તા પૂરતું જ આવું છે એમ નથી. દાણચારી, કરચેરી, હોટેલમાં બીભત્સ રાત્રિપ્રવૃત્તિઓ, ગેરકાયદે સટ્ટો-દા.ત. ચાંદીને. જ્યાં જ્યાં ગેરકાયદે પ્રવૃત્તિ કરવી હોય ત્યાં સરકારી નોકરને લાંચ અપાય. પ્રજાજીવનને આ રોગ છે અને તે વ્યાપક છે. અલબત્ત, સરકારી અમલદારે પ્રમાણિક હોય તો આ રોગ આટલો ન ફાલે. પણ સમાજ અપ્રમાણિક હોય ત્યાં સરકારી અમલદારેમાં પ્રામાણિકતાની આશા રાખવી વ્યર્થ છે. એમ બચાવ કરવામાં આવે છે કે સરકારી કાયદા એવા છે કે આવી ગેરકાયદે પ્રવૃત્તિ અનિવાર્ય બને છે. એ ખરું છે કે કેટલાક કાયદા વાસ્તવિક પરિસ્થિતિની અવગણના કરતા હશે. તેને ઉપાય તેવા કાયદા સામે જાહેર આંદોલન અને તેમાં ફેરફાર કરાવવા પ્રયત્ન કરવો તે છે. પણ મોટા ભાગની ગેરકાયદે પ્રવૃત્તિ માણસના લાભ, સ્વાર્થ અને અસામાજિક વૃત્તિઓનું પરિણામ છે. એ પણ ખરું છે કે સરકારી તંત્ર એટલું શિથિલ છે કે જે કામ સરળતાથી થવું જોઈએ તે પણ લાંચ વિના થતું નથી. આવી પરિસ્થિતિમાં પણ લાંચ આપવાને લાભ રોકી, સહન કરવું અથવા આવી શિશિલતા સુધારવા સરકારને ફરજ પાડવી એ માર્ગ છે. ઘણાં પ્રસંગોમાં, બીજાના ભાગે પતે લાભ મેળવવા, લાંચ અપાય છે. ટેન્ડર પાસ કરાવવા હોય, લાઈસન્સ મેળવવાં હોય એવી ઘણી બાબતમાં આવું બને છે. મતલબ કે પ્રજાજીવનનું નૈતિક સ્તર પ્રજા પોતે ઊંચું ન લાવે ત્યાં સુધી, સરકારી તંત્ર કે કોને દોષ દેવાથી આ બદી ઘટે તેમ નથી. વ્યાપારી સંસ્થાઓ, સામાજિક કાર્યકરોએ આ દિશામાં અસરકારક પ્રયત્ન કરવા જોઈએ. પ્રજાના અમુક વર્ગોમાં આવેલી સમૃદ્ધિ પણ આ નૈતિક અવનતિનું કારણ છે. પંજાબમાં ખેડૂત અને સામાન્ય વર્ગ ઠીક સુખી થયો છે, તો ત્યાં દારૂ, અફીણ, ગાંજો, ચરસ, બીજાં કેફી પીણાં અને દવાઓના ઉપયોગનું પ્રમાણ ખૂબ વધ્યું છે. પિલીસ કે સરકારી તંત્ર માટે આવી પરિસ્થિતિ આવકનું મેટું સાધન છે. પોલીસ ઉપર પોલીસ રાખવી? આ વિષચક્રમાંથી બચવા પ્રજાએ જ પુર્ણ કરવો રહ્યો. ઘણા સંત-મહીમાઓ ભારતમાં છે. તેમની અસર પણ પ્રજાજીવન ઉપર હજી સારી છે. તેમના પ્રવચનમાં હજારો-લાખ માણસે જાય છે. યોગ, આધ્યાત્મ, ધ્યાન, એવા મોટા ઉપદેશ આપવાને બદલે આવી સીધીસાદી પ્રમાણિકતા અને નૈતિકતા માટે તેઓ પ્રયત્ન કરે તો આવા સંતમહાત્માઓ પછવાડે લાખો રૂપિયા ખરચાય છે તે કાંઈક સાર્થક થશે. ચીમનલાલ ચકુ ભાઈ “દુનિયા! આ સત્ય નહીં, આ “દુનિયા", રંગરંગના તેજ બધા જ્યાં ગગશે’ જઈ વસીયા - આ ... મૂલ્ય શિર્ષાસન કરતાં સૌ સુખકરી રટણામાં, ભૂલેચૂકે સચ્ચાઈ જડી તે તેય ભળે ભ્રમણામાં ભવાઈવેશે ઘૂમે સહુ, પણ - રંગમંચ છાવરિયા – એ... હૃદય અને મુખ વચ્ચે અંતર પડયું લાખ જોજનનું, આંબે છે, પણ ઘુવડ સમી ત્યાં અજવાળું શા ખપનું? જન-મહેરામણ છલકે સઘળે તે શુન્ય જ અહિયા – આ ... [* દુન્યવી ડહાપણની દષ્ટિએ સત્યના માપદંડ જુદા છે. એ સત્યનું અહીં દર્શન કરીએ!] ગીતા પરીખ
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy