________________
તા. ૧-૧૦-૧૯૭૧
પ્રભુ
જીવન
૬૭ - -
-
-
-
-
પણ તમારાં નથી. તેને છોડે. હે ભિક્ષુઓ, જેતવનમાં ખરી પડેલાં પાંદડા, ડાળીઓ તથા કચરો લોકો લઈ જશે. અને તેને બળતણ તરીકે વાપરશે, તે વખતે “આ લોકો અમને લઈ જાય છે, અમને [ બાળે છે” એમ શું તમને લાગશે? ભિક્ષુઓએ જવાબ આપ્યો કે
ભદત, અમને એમ લાગશે નહિ, કારણ આ ખરેલાં પાંદડાં અને કચરો અમારો આત્મા અથવા અમારા આત્મીય નથી.” ભગવાન બેલ્યા, “તેવી જ રીતે હે ભિક્ષુ, આ પંચસ્કંધ પણ તમારા નથી, તેને છોડવામાં જ તમારું કલ્યાણ રહેલું છે.”
બે દિવસ સુધી નિરંતર આ જ સાધના કરવાની રહે છે. ત્રીજે દિવસે આપણાં સૂક્ષ્મ સંવેદને થોડા પ્રમાણમાં જાગૃત થાય છે. પછી આપણા કલ્યાણમિત્ર આ એકએક અંગને બદલે સળંગ માથાથી પગ સુધી અને પગથી માથા સુધી ધીરી ગતિએ વિપશ્યના કરાવે છે. ત્યાર બાદ ભીતરમાં મને મયદષ્ટિથી દેખીને વિપશ્યના કરાવે છે. એટલે શરીરની અંદરના અણુઅણુમાંથી આ ભાવના પસાર કરવાની રહે છે. આમાં એક બીજો. અનાયાસ લાભ થાય છે. શરીરના કોઈપણ ભાગમાં કંઈક તકલીફ યા રોગ હોય તે ત્યાં વારંવાર વિપશ્યના થવાથી રોગનું કારણ દૂર થાય છે. મહદ્અંશે તે પૃથ્વીતત્ત્વનું ઘનત્વ જયાં વધી જાય છે ત્યાં સમત્વ નથી રહેતું અને તે અંગના અણુએ પિતાનાં સ્વાભાવિક સ્વરૂપમાં ન રહેતાં ત્યાં અવ્યવસ્થા અને અસંતુલન થાય છે. એટલે રકતપરિભ્રમણમાં પણ અવરોધ થાય છે અને પરિણામરૂપે તાણ ખેંચ, વંદનાદિ શરૂ થાય છે અને પછી ઉત્તરોત્તર તેમાં વધારો થતો રહે છે. તેવા અનેક સંતના રોગ વિપશ્યના ભાવનાને સતત મારો ચલાવવાથી નષ્ટપ્રાય બને છે. આ કોઈ ચમત્કાર નથી, માત્ર શુદ્ધ વૈજ્ઞાનિક અને વિચારમાં ઊતરે તેવો સિદ્ધ પ્રયોગ છે. શ્રીગોએન્કાજીને માથાને અસહ્ય દુ:ખાવો પણ આ જ રીતે મટયો હતો અને બીજા અનેકને પણ તેના પરિણામને લાભ થયો છે.
સાધના કરતાં કરતાં સાધક યા સાધિકાને કંઈક તકલીફ હોય તો તેને ઠીક કરવા માટે કલ્યાણમિત્ર પ્રત્યેક સાધકને પોતાની સામે બેસાડીને અત્યંત પ્રેમથી વિપશ્યના કરાવે છે, તે વખતે પોતે પણ વિપશ્યના કરતા હોય છે. એટલે એને તરત જ લક્ષમાં આવી જાય છે કે સાધકની તકલીફ કયાં છે; અને ત્યાં દુરસ્તી કરાવી આપે છે. આ ભાવને કરતાં કરતાં અભ્યાસ પાકો થતાં, શરીર અને મનની પ્રત્યેક ક્રિયાઓ પ્રતિ સ્મૃતિ રાખવાનું સાધકમાં સામર્થ્ય ઉત્પન્ન થાય છે. આ સામી મળતાં સાધકમાં પિતાની આંખ સામે જે જે વિષયો આવે તે બધાને સમગ્રપણે જાણી લેવાની શકિત આવે છે. આ રીતે પ્રારંભમાં જે એક અંગ ઉપર બરાબર સ્મૃતિ રાખતાં, તેની બધી કિયા પ્રતિ સજાગ રહેતાં રહેતાં આગળ જતાં બીજાં અનેક જ્ઞાનની ઉપલબ્ધિ સહજ બની શકે છે. બુદ્ધિ અને સ્મરણશકિત સતેજ બનતાં સંસારનાં કાર્યો પણ સહજ અને ક્ષમતાપૂર્વક થાય છે. એટલે જ કહ્યું છે કે “યોગ: કર્મસુ કૌશસ્ત્રમ” - આ રીતે કાયાનુપશ્યના, વેદનાનપશ્યના, ચિત્તાનુપશ્યના, અને ધર્માનપશ્યના નામનાં ચાર મૃત્યુપસ્થાનને લાભ થાય છે. શરીરના કોઈ અંગવિશેષની હલચલ આદિ ક્રિયાને જાણવી તે કાયાનુંપશ્યના. આ ક્રિયાનું ઉત્પાદક જે ચિત્ત છે તેની ગતિ–પ્રવૃત્તિઓ જાણવી તે ચિત્તાનુપશ્યના. એ ચિત્તમાં ઉત્પન્ન થતી વેદના-લાગણીને જાણવી તે વેદનાનુપશ્યની. અને ઈચ્છા, ક્રોધ, રાગ, દ્વેષ, શ્રવણ, ચિંતન અને દર્શન આદિને જાણવાં તે ધર્માનું પશ્યના.
પ્રત્યેક સમૂહસાધના સભામાં સાધના ચાલતી હોય ત્યારે કલ્યાણમિત્ર પોતાના શીદારચિત ધર્મદેહાએ અત્યંત શાંત સુસ્થિર અને | લાગણીસભર અવાજે ગાય છે. તેની ઘણી ઊંડી અને લાભદાયી અસર સાધકે પર થાય છે. .'
"धर्म विहारी है वही, शीलवंत जो होय काया वाणी चित्तके, शील न खंडित होय ।।
काया ही मलता रहा, किया न चित्तसुधार - મૂસકૂલ સં વિયા, છુટા ઘર્મ શા સાર | वाणीको संयत करे, संयत करे शरीर પર નો વિત્ત સંત રે, વહી સંયમી વીર” વિપશ્યનાના અભ્યાસથી વર્તમાન જીવનમાં જીવતા શીખાય છે. વર્તમાનમાં જીવવાને અર્થ છે નિર્વાણમાં જીવવું, મુકત અવસ્થામાં જીવવું. ભૂતકાળની સ્મૃતિઓ અને ભવિષ્યની કલ્પના–કામનાઓ વર્તમાનને ડુબાડી રાખે છે. ભૂતકાળને પીછા તો ત્યારે છૂટે કે જયારે ચિત્તના સમગ્ર સંસ્કાર દૂર થાય, ભવિષ્યને પીછો ત્યારે છૂટે કે જ્યારે સમગ્ર તૃણાએ સમાપ્ત થાય. એટલે કે સમગ્ર ચિત્તપ્રદેશની ઝાડીઝૂડીને સફાઈ થઈ જાય, દિવાળીમાં જેમ આખાયે ઘરની ઝાડુ અને ધુલાઈ દ્વારા સફાઈ થઈ જાય છે તેમ. આ સફાઈની પાછળ સરસ અર્થ રમાયેલ છે. વર્ષમાં એકવાર આ સફાઈ જેમ અનિવાર્ય સમજીએ છીએ તેવી જ રીતે પર્યુષણ પર્વ આદિ બીજા પર્વોના દિવસોમાં ચિત્તપ્રદેશની સફાઈને અર્થ અપેક્ષિત છે. વાસ્તવમાં તેમ જ થાય તેવી ઊંડી સમજ દ્વારા તકેદારી રખાય તે સુંદર પરિણામે સંભવિત છે. (ક્રમશ:)
પૂર્ણિમા પકવાસા, | સમન્વય એ જ સાધના
માણસ કુદરતના વિસ્તારમાં જન્મ્યો. કુદરતને ઓળખે નહિ ત્યાં સુધી અને, ત્યાર પછી પણ, એણે કુદરત સામે લડી લડીને જીવનસિદ્ધિ મેળવી. આગળ જતાં એણે જોયું કે, લડવા કરતાં કુદરતને ઓળખવી એની મદદ લેવી એમાં જ લાભ છે. જેમ કુદરતનું જ્ઞાન વધ્યું તેમ કુદરતની સેવા અદ્ભુત રીતે મળવા લાગી. કેટલાક લોકોએ કુદરત સામે લડીશું નહિ, તેમ એની સેવા પણ યાચીશું નહિ એમ નક્કી કરી અલિપ્તભાવ કેળવ્યા અને આત્માની ઉપાસના ચલાવી. એ લોકોએ નક્કી કર્યું, જડસૃષ્ટિ પ્રત્યે ઉદાસીનતા અને ચૈતન્ય સૃષ્ટિની ઉપાસના એ જ આપણો સ્વ-ધર્મ છે, આત્મશુદ્ધિ અને આત્મપ્રાપ્તિને રસ્તે તેઓ ચાલ્યા.
હવે એ બંને માર્ગો વચ્ચે સમન્વય સાધી કુદરતના સ્વામી અને સાથી થવું એ માર્ગ માણસ જાતને સૂઝ છે. જડ અને ચેતન, બાહા અને અંતર એ ભેદ મટાડી ‘સમૃદ્ધ અત’ ની સાધના એ જ સાચો માર્ગ છે.
કાકા કાલેલકર સંઘ સમાચાર - શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે, નીચેનાં બે વ્યાખ્યાન 'સાંઘના પરમાનંદ કાપડિયા સભાગૃહમાં જવામાં આવ્યાં છે. '
સંઘના સભ્ય તેમ જ બીજા ભાઈઓ તથા બહેનોને આ વ્યાખ્યામાં હાજર રહેવા નિમંત્રણ છે.
યુનાઈટેડ નેશન્સ યુનાઈટેડ નેશન્સ દિન પ્રસંગે શનિવાર તા. ૨૩ મી એકટેબર ૧૯૭૧ ની સાંજે ૬ વાગ્યે શ્રી વી. કે. નરસિહન, તંત્રી ઈન્ડિયન એકસપ્રેસ, જાહેર વ્યાખ્યાન આપશે
- વિશ્વપ્રવાસના અનુભવે
સ્થાનકવાસી જૈન સમાજના આગેવાન શ્રી દુર્લભજી કે. ખેતાણી જેએ તાજેતરમાં ત્રણ મહિનાને વિશ્વપ્રવાસ કરી આવ્યા છે તેઓ એમનાં અનુભવ વિશે શનિવાર તા. ૩૦ મી ઓકટોબર ૧૯૭૧ ની સાંજે ૬-૦૦ વાગ્યે વાર્તાલાપ આપશે.
છે . ચીમનલાલ જે. શાહ
' સુધભાઈ એમ. શાહ 0 મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સ્વાં.