SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૦-૧૯૭૧ લે છે, તે શ્વાસ મૂકે છે. દીશ્વાસ લેતા-મૂકતા અને હૃસ્વ લેતા-મુકતા તે તે પ્રમાણે જાણે છે. સઘળા કાયસંસ્કારો શાંત કરીને આશ્વાસ તથા પ્રશ્વાસ કરવાને અભ્યાસ કરે છે. પ્રીતિને અનુભવ લઈને, સુખનો અનુભવ લઈને, ચિત્તસંસ્કાર જાણીને, ચિત્તસંસ્કાર શાંત કરીને, ચિત્તાને પ્રમુદિત કરીને, ચિત્તનું સમાધાન કરીને, ચિત્તને વિમુકત કરીને, અનિત્યતા અને વૈરાગ્ય સમજીને અને નિરોધ અને ત્યાગ જાણીને આશ્વાસપ્રશ્વાસને અભ્યાસ કરે છે. તે ચાલતાં, ઊભા રહેતાં, બેઠો હોય ત્યારે, કે પથારીમાં પડયા હોય ત્યારે પોતે તે તે અવસ્થાએમાં છે તે બરાબર જાણે છે, અને તેને અનુભવ લે છે. વળી તે જતાં-આવતાં, આમતેમ જોતાં પાત્રચીવર ધારણ કરતાં, ખાતાપીતાં, મળ-મૂત્ર ઉત્સર્ગ કરતાં, બેલતાં, વાંચતાં, લખતાં અને મૌન અવસ્થા આદિ સર્વ સ્થિતિમાં વિચારપૂર્વક અને સજગતાપૂર્વક વર્તે છે.” આવી રીતે બહુ જ સાવધાની અને લગનપૂર્વક સતત સવાર, બપોર, સાંજ અને રાત્રે આનાપાન સ્મૃતિ કરતાં કરતાં બે દિવસમાં શ્વાસોચ્છવાસ પર સ્મૃતિ ટકવા લાગે છે અને એક પ્રકારનું નિયંત્રણ આવી જાય છે. એટલે તેને આનંદ થાય છે. આ આશ્વાસપ્રશ્વાસ ઉપર ચિત્ત એકાગ્ર કરવા માટે પ્રથમત: બંધ નજર સામે ઉપરના હોઠ ઉપર કે જ્યાં શ્વાસ ટકરાય છે ત્યાં ધ્યાન કરવાનું હોય છે. નાકની બેઉ બાજુની કિનારી પર શ્વાસ ગરમ લાગે છે તે અનુભવવાનું હોય છે. શ્વાસને જયાં ટકરાવ થાય છે તે સ્થાન પરની ઝીણી રુંવાટીની સૂક્ષમ હલચલ અનુભવવાની હોય છે. આપણા શરીર ઉપર અને શરીરમાં પ્રત્યેક આશુમાં કંઈક ને કંઈક ગતિ–પ્રવૃત્તિ, આંદોલન, પરિવર્તન આદિ સૂક્ષ્મ રીતે ચાલતાં જ રહે છે, પરંતુ તે તરફ આપણી સંવેદના સૂક્ષ્મ નહીં હોવાને લઈને આપણને તેને અનુભવ થતો નથી. આપણે તે સૂક્ષ્મ બાબતે પ્રતિ તદ્દન બધિર બની ગયા છીએ, પરંતુ તે સંવેદના આનાપાન સ્મૃતિથી સરસ રીતે જાગૃત થઈ જાય છે. આપણે જયારે સંસારની કોઈપણ બાબત, વ્યાપારધંધે, વિદ્યાભ્યાસ, કલા, વિજ્ઞાન, આદિ સિદ્ધ કરવી હોય છે ત્યારે આપણે કેવા સમગ્ર શકિતથી તેના પર લાગી જઈએ છીએ? જેટલા પ્રમાણમાં તે તે બાબતે પ્રત્યે આપણે આપણા પુરુષાર્થ કામે લગાડીએ છીએ તેટલા પ્રમાણમાં પરિણામ આવે જ છે. ભૌતિક સિદ્ધિ માટે આવો પુરુષાર્થ કરવાનું જેટલું જરૂરનું છે તેટલું જ પરમાત્માના માર્ગમાં આધ્યાત્મિક પરિણામ માટે પણ તે જ પુરુષાર્થ અને સાતત્ય જરૂરી છે. જન્મોજન્મના સંગ્રહિત કરેલા વિચાર–સંસ્કારોના બહુર્મુખી જબરદસ્ત પ્રવાહને જો અંતરમુખી બનાવ હશે, અને અંતરમાં વિલીન કર હશે તે તે માટે સતત પુરુષાર્થની જરૂર રહેશે. તે માટેની સાવધાની અને શરતે મંજુર હોવી જોઈશે. અને તે જ તે મહદ્દદાયક અને મહાહિતકારી સાધનાદ્વારા સિદ્ધિનાં પાને પર ચઢી શકાશે. એટલે જ શ્રી ગોએન્કાજી આ દસ દિવસની શિબિરને “કલ્યાણ કારાગાર” કહે છે. એ દસ દિવસ સુધી કેવળ સાધનામાં જ રત રહેવાનું. વાતચીત, પ્રવૃત્તિ, વિચાર, ચર્ચા, વચન, બહાર જવા-આવવાનું આદિ સર્વ જે આપણા રોજિંદા જીવનમાં અંગ છે, તે બધાને છોડીને માત્ર બતાવેલી સાધનાના અભ્યાસમાં જ વ્યસ્ત રહેવાનું હોય છે. શરૂઆતમાં આ બધુ થોડું કઠિન લાગે છે, પણ ધીરે ધીરે અભ્યસ્ત થતાં તેમાં ખૂબ આનંદ આવવા લાગે છે અને પ્રતીતિ થાય છે કે કેવી ભ્રામક અને વ્યર્થ બાબતમાં આપણે નકામે સમય વેડફતા હતા ! ઉપર કહેલ આનંદ એટલા માટે આવે છે, કે જાણે આપણે સ્વએ આપણા સ્વામી બની ગયા હોઈએ તેની પ્રસન્નતા અનુભવાય છે. બાહ્ય અનેક વસ્તુઓના, આપણા વેપારધંધાના, કારખાનાંઓના, ભવન', આપણા તાબેદાર નેકરોના, અને કોઈ સ્ત્રીના સ્વામી તે બની શકાય છે પરંતુ મનુષ્ય પોતાનો સ્વામી નથી બની શક્યો તેનું જ મોટું દુ:ખ છે. જે સંસારનાં બીજાં અનેક દુ:ખનું સર્જક છે. તે બધા પર વિજય મેળવાય એવી એકાદ ચાવી મળી જાય અને તેને સાવધાનીથી ઉપયોગ કરતાં તેનું સફળ પરિણામ આવે તેનો આનંદ અવર્ણનીય છે. તે તો “માહી પડયા મહાસુખ માણે”વાળું કલ્પનાતીત સુખ છે. આનાપાન સ્મૃતિને અભ્યાસ પાકો થયા પછી આવે છે “વિપશ્યના સાધના”, જે શિબિરને ચોથે દિવસે આપવામાં આવે છે. આ વિપશ્યના પદ્ધતિ ભગવાન બુદ્ધ દ્વારા પ્રવર્તિત થઈ, એટલે શુદ્ધ ભારતીય છે. પણ કાલાંતરમાં ભારતમાં બૌદ્ધ વિચારધારા મતમતાંતરમાં અટવાવાથી પોતાનું શુદ્ધ સ્વરૂપ જાળવી ન શકી અને નામશેષ થતી ગઈ. પણ જે સમયમાં તે પોતાના શુદ્ધ સ્વરૂપમાં વિકસિત હતી, તે સમયમાં ભારતથી આ વિચારધારામાં પ્રવીણ થયેલા સંતે અને મિશનરી સ્પિરિટવાળા ભિક્ષુઓ બ્રહ્મદેશમાં જઈ વસી ગયેલા, એટલે એ દેશમાં આ પદ્ધતિ પોતાના અસલ સ્વરૂપમાં સુરક્ષિત રહી શકી છે. તેનું અસલ સ્વરૂપ જાળવી રાખવામાં ગુરુ-શિષ્ય પ્રણાલીને મુખ્ય ફાળે ગણી શકાય. ગુરુ એ બહુ જ સાવધાનીપૂર્વક પોતાના ઉત્તરાધિકારીની પસંદગી કરીને પછી જ તેને આ મહાન જ્ઞાનસંપત્તિને વારસો આપતા હતા. અને તે જ પ્રમાણે બર્મી સંત ઉબા-ખીન પાસેથી શ્રી સત્યનારાયણ ગોએન્કાજીને આ સંપત્તિને વાર મળ્યા છે. ગોએન્કાજી પિતાને ગુર કહેવડાવવાને બદલે “કલ્યાણ મિત્ર” કહેવડાવવાનું પસંદ કરે છે. વિપશ્યના ભાવનામાં ધ્વનિ, ગંધ, સ્વાદ, સ્પર્શ અને વિચારાદિના વિષયે અને હાથપગ આદિ શરીરની ક્રિયાએ પ્રતિ સ્મૃતિ રાખવાને ભાવ કરવાનો છે. અર્થાત્ કાયા અને મનમાં જે કંઈ ચેષ્ટાઓ, ક્રિયાપ્રકિયાએ, અને સૂક્ષ્માતિસૂક્ષ્મ ગતિ ચાલી રહેલી છે એ બધાની બરાબર સ્મૃતિ રાખવાની છે અને સંવેદનનો અનુભવ કરવાનું છે. પ્રારંભમાં આ બધા પ્રતિ એકીસાથે સ્મૃતિ રાખવાનું મુશ્કેલ લાગે છે એટલે શરીરના એકએક ભાગ લઈને વિપશ્યના કરવાની હોય છે, માથાથી શરૂ કરીને ચહેરાનાં બધાં જ ઉપાંગો, જેવાં કે કપાળ, ભ્રમરે, નાક, આંખના ઉપર નીચેનાં પોપચાં, કાન ગાલ, ઉપર નીચેના હોઠ, દાઢી, ગળું આદિ તરફ અત્યંત ધીરી ગતિથી મનમય દષ્ટિથી બંધ આંખે જોવું અને સ્મૃતિ રાખતાં રાખતાં ધીમે ધીમે આગળ વધવું અને તે તે અંગે માં જે કંઈ સૂમ હલચલો થતી હોય તેને અનુભવ કરતા જવું. શરૂઆતમાં તે આપણા બધિરપણાને લઈને કશી સ્પષ્ટ હલચલ કે ગતિ માલૂમ નહીં પડે, પણ તેથી નિરાશ ન થતાં અત્યંત શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક સાધના ચાલુ જ રાખવી. ગળા પછી બેઉ હાથ, છાતીથી પેડુ સુધી, અને પછી બેઉ પગોનો પ્રવાસ કરવો. પગને અંગૂઠે પહોંચીને પાછો તેવી જ રીતે વળતો પ્રવાસ કર. સાથેસાથે પંચદ્ધ અને તેની અનિત્યતાને પણ વિચાર - કરો. રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાનાદિના વિષયો પણ દુ:ખમાં વધારો કરનારા જ છે. એટલા માટે જ કહ્યું છે કે વનિન્ને તે સુવાં એટલે કે જે અનિત્ય છે, તે દુ:ખકર છે, અને જે દુ:ખકારક હોય છે તે આત્મા નથી. આત્મા એટલે તો સુખદુ:ખાતીત, કુટસ્થ, અવિનાશી સત્તા છે. ભગવાન કહે છે કે “હે ભિક્ષુઓ, જે તમારું નથી તેને છોડી દો. તેને ત્યાગવાથી ચિરકાળ તમારું ભલું થશે, ચિરકાળને માટે તમને સુખ થઈ જશે. તમારું શું શું નથી? રૂપ તમારું નથી, વેદના તમારી નથી, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy