________________
૧૪
પ્રબુદ્ધ જીવન
✩
કૅલાકૃતિના સાચા મૂલ્યાંકનમાં એનું સમગ્ર દર્શન જેટલું જરૂરી છે તેટલું જ ખંડદર્શન પણ છે. ખંડદર્શનથી કલાકારની ખૂબી અને ખામી, જે કંઈ હોય તે, સારી રીતે જાણી શકાય છે. કલાકૃતિ વિશેના આખરી અભિપ્રાય તે તે પછી પણ સમગ્ર દર્શનથી જ ઉચ્ચારી શકાય, કારણ કે ખંડનાં સર્વ સારાં તત્ત્વો પણ જો એકરૂપ ન બની શકયાં હોય તો કૃતિ સુંદર ન બની શકે. એટલું ખરું કે જે કૃતિ ખંડમાં નિર્બળ કે વિરૂપ હોય તે સમગ્રમાં સબળ કે સુરૂપ બની શકે નહિ, પરંતુ ખંડમાં સુંદર હોય તે સમગ્રમાં અસુંદર બની જાય ખરી, જો આયોજનમાં–મેળવણીમાં ખામી હોય તો. કોઈ પણ વિવેચક કૃતિના સમગ્ર દર્શનને અંતે એને ઉત્તમ, મધ્યમ કે કનિષ્ઠ ઠરાવે તે યોગ્ય છે, પરંતુ તેણે પોતાના અંતિમ અભિપ્રાયના સમર્થનમાં આયોજન કે મેળવણીની જે ખામી હોય તા તેના નિર્દેશ કરવા જોઈએ. સાથેસાથે ખંડદર્શનદ્રારા કલાકૃતિનાં સબળ અને નિર્બળ તત્ત્વો પણ દાખવવાં જોઈએ. દા. ત. એક કૃતિ આરંભમાં ને મધ્યમાં સુયોગ્ય હાય એટલે કે એના જન્મ ને વિકાસ યોગ્ય રીતે થયો હોય, પરંતુ સહજ રીતે ચરમ વિકાસે એ પહોંચી શકી ન હોય તો અંતની નિર્બળતાના ઉલ્લેખ કરી તે પહેલાંનાં સબળ તત્ત્વો તરફ પણ આંગળી ચીંધવી જોઈએ. એ જ રીતે વસ્તુ, આયોજન, ભાષા, સંવાદ વગેરેમાં પણ જે કંઈ સારું-માઠું હોય તે તરફ ધ્યાન ખેંચવું જોઈએ. સમગ્ર રીતે વિરૂપ ગણી શકાય એવી કોઈ કૃતિનું એકાદ અંગ સુંદર હોય, તો તે વિશેહતાના ઉલ્લેખથી કલાકારને પોતાના ઉત્તમ અંશનું ભાન થાય. એ ભાન બીજા અંગોના વિકાસમાં તથા સમગ્રના આયોજનમાં, વિકાસમાં પ્રેરણારૂપ પણ બની રહે. સમગ્રની વિશેષતા સ્વીકાર્યા પછી પણ એટલું કહેવું જોઈએ કે ખંડની નબળાઈ દૂર થાય તો સમગ્રને સુંદર તથા સબળ કરવાનું પ્રમાણમાં સહેલું બની જાય. કુદરતની અદ્ ભુત કલાકૃતિ ગણાતા માનવીના જીવનનું પણ એવું જ છે. એને સમગ્ર રીતે અવશ્ય જોવા જોઈએ. એમાં એના ગુણદોષનાં સરવાળા-બાદબાકી પછી જે શેષ રહે તે આવે, પરંતુ અન્ય કલાકૃતિનું પૂર્ણ દર્શન, જો પામી શકાતું હોય તો, જેટલું સહેલું છે તેટલું માનવીનું નથી. માનવી કોઈ દિવસ ખુલ્લી કિતાબ બની શકે નહિ. એ પોતે પણ પેાતાને પૂર્ણ રીતે જાણી શકતા નથી, જાણે તે એનો બેડો પાર થઈ જાય, જ્યારે એનું વલાકન કરનારા તો એનાં અમુક પાસાઓ જ જૉઈ—જાણી શકે છે. અંતરની અતલ ગુહામાં કોણ પ્રવેશ કરી શકે? માનવીનું સ્થૂળ પણ પૂરું જોઈ શકાતું નથી, પછી સૂક્ષ્મની તો વાત જ કર્યાં ? આ સ્થિતિમાં કોઈ પણ માણસ વિશે અંતિમ ને દઢ અભિપ્રાય ઉચ્ચારી દેવાનું યોગ્ય ન ગણાય. વધુમાં વધુ આટલું કહી શકાય: ‘હું જાણુ ́ છું ત્યાં સુધી આમ છે.’ આ અભિપ્રાયમાં ફેરફાર કરવાના અવકાશ રહેવા જોઈએ. જેમની સામે અભિપ્રાય ઉચ્ચારવામાં આવે તેઓ પોતાના સ્વતંત્ર અભિપ્રાય બાંધી શકે એવી સગવડ ને અપેક્ષા પણ રાખવાં જોઈએ. પોતાના જ અભિપ્રાયમાં પૂર્ણ સત્ય પ્રગટ થાય છે એવું અભિમાન કોઈએ ન રાખવું જોઈએ.
આટલી સાવધાની પછી પણ એનું ખંડદર્શન જરૂરી છે. માનવીને પ્રમાણમાં સાચી ને સારી રીતે ઓળખવા માટે એ સહાયરૂપ બને છે. કુદરતે દરેક માનવીમાં ઓછાવત્તા પ્રમાણમાં પૃથક્કરણ અને વિવેકની શકિત મૂકેલી છે, પરંતુ રોજના વ્યવહારમાં, આપણા ને બીજાના જીવનમાં, આ પૃથક્કરણ અને વિવેકનો આપણે કેટલા મેાટા પ્રમાણમાં અભાવ જોઈએ છીએ ! આપણા વ્યવહાર, વ્યવસાય અને વભાવ અનુસાર આપણે બીજા લોકોના સંપર્કમાં
તા. ૧૯-૧૦-૧૯૭૧
કુદરતની કલાકૃતિ
✩
આવીએ છીએ. આ સંપર્કને
પરિણામે દરેક માણસ વિશે આપણા મન પર આછી કે ઘેરી છાપ પડે છે. કેટલીક વાર બીજાના અભિપ્રાયો પણ મન પર સવાર થઈ જાય છે. આપણી વલાકનશકિતને ઘણી બધી મર્યાદાઓ છે તેનું આપણને ભાન રહેતું નથી. આપણા ગમાઅણગમા ને પૂર્વગ્રહોથી એ શકિત દૂષિત બની હાય એવા યે સંભવ છે. આમ છતાં આપણે તે બીજા માનવી વિશેના આપણા અભિપ્રાયને આખરી ફેંસલા જેવા માની બેસીએ છીએ ને બીજા પણ એ જ માને એવું ઈચ્છીએ છીએ. અન્ય માનવી સાથેનું વર્તન— આ માન્યતા અનુસાર ઘડાય છે અને તેથી ઘણી વાર જાણતા અજાણતા આપણે એને અન્યાય પણ કરી બેસીએ છીએ.
સત્ય અને ન્યાયની રક્ષા માટે તથા આપણા પોતાના વિકાસ માટે પણ આવી સ્થિતિમાંથી આપણે છૂટવું જોઈએ. સમગ્ર દર્શન ધૂંધળું હોય તે! એક બાજુ તેને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરવા જોઈએ અને બીજી બાજુ ખંડદર્શન પણ કર્યા કરવું જોઈએ. આવા પ્રયાસ નમ્રતા ને પ્રામાણિકતાથી થાય તે અસત્ય અને અન્યાયનો ભય ઘણા પ્રમાણમાં નિવારી શકાય. ઉપરાંત, સમગ્ર દષ્ટિએ દુષ્ટ દેખાતા માનવીના ઉત્તમ અંશા, જે હોય તે, આ ખંડદર્શન વડે આપણે જોઈ શકીએ. આમ થતાં આપણા દિલમાં એના પ્રત્યે સહાનુભૂતિની લાગણી સહજ રીતે પ્રગટી આવે. આવી લાગણીના પ્રતાપે એના નબળા અંશાનાં કારણેા તરફ આપણું ધ્યાન જાય અને એને પરિણામે જેને દુષ્ટ ગણી તિરસ્કારતા હોઈએ તે આપણી દષ્ટિએ દયાપાત્ર પણ બની જાય. તિરસ્કાર અને દયા એ એક જ લાગણીનું વિરુદ્ધ અને સુંદર સ્વરૂપ છે એમ માનવામાં હરકત નથી. સુંદર સ્વરૂપની પ્રાપ્તિ થતાં જો એમાંથી પ્રેમ પ્રગટે તે આછાપાતળા અદ્વૈતભાવ પણ આપણામાં જાગે. એના દોષ તે આપણા પેાતાના જ હોય એવી વેદના હૃદયમાં વ્યાપી જાય.
માનવીમાત્રના સંબંધમાં એટલું તે સ્વીકારવું જોઈએ કે નિર્ભેળ દુર્જનતા કર્યાંય હાતી જ નથી. જેને આપણે કસાઈ તરીકે ઓળખીએ છીએ તેના હૈયાના ખૂણામાં પણ માયા-મમતા પહેલાં હાય છે. એ પેાતાનાં સ્ત્રી-બાળકોને જ નહિ, બીજા ઘણાને, અરે, આંગણાનાં પશુને પણ ચાહતા હોય છે. જેને આપણે લંપટ કહી તિરસ્કારતા હાઈએ છીએ એના હૈયામાં અનેક વ્યકિતઓ પૂજ્યસ્થાને બિરાજેલી હોય છે. ઘણીવાર તો ચોક્કસ દુર્ગુણાના દર્શનથી અમુક વ્યકિતને આપણે સર્વ રીતે હીન માની બેસીએ છીએ, એ હોય છે ખંડદર્શન—અધૂર દર્શન, પણ આપણે તેને સમગ્રનું રૂપ આપી દઈએ છીએ. માનસિક સ્વસ્થતા સાથે આપણે જો માનવજીવનનાં બધાં પાસાંઓ અવલોકવાનો પ્રયાસ કરીએ તો આપણને ખાતરી થાય કે દરેક માણસમાં, આપણે એને ચાહી શકીએ, એના મિત્ર બની શકીએ એવાં અનેક તત્ત્વો પડેલાં જ હોય છે. ખંડદર્શનનું મહત્ત્વ છે, પરંતુ એક કે અમુક ખંડનું જ દર્શન થાય અને બીજા ખંડા તરફ આંખ મીંચાઈ જાય તે વિશેષ અનર્થ સરજાય. ખંડદર્શન દ્રારા સત્ય શોધવાનો અર્થ એ કે અંધકાર અને પ્રકાશ, દુર્ગુણ અને સદ્ગુણ, શકિત અને શકિત ઓછાવત્તા પ્રમાણમાં સૌમાં પડેલાં જ છે. આપણે બંને બાજુઓ જ નહિ, બધી બાજુઓનું અવલાકન કરવું જોઈએ. કેવળ સદ્ગુણા જ જોવા, પ્રકાશ જ નીરખવા, શકિતનો જ ખ્યાલ મેળવવા તે પણ યોગ્ય નથી; એવું દર્શન પણ ધૂંધળું કે ખાટું જ ગણાય. આમ છતાં જો પસંદગી જ કરવાની હાય તે। એવાં પાસાં જોવાનું ઈષ્ટ ગણાય, કારણ કે એ દ્વારા લાભનું પ્રમાણ ઘટે, હાનિનું પ્રમાણ વધે નહિ; પરંતુ દુર્ગુણ, અંધકાર ને અશકિતને જ માત્ર જોઈએ તે ભયાનક સ્થિતિ પેદા થાય.