SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ i.૧૬-૧૦-૧૯૦૧ પ્રભુ જે વર્ષો સુધી ઘણી સક્રિય હતી તે છેલ્લા ૫-૭ વર્ષથી નિષ્ક્રિય થતી રહી છે. તેના સાદડી અધિવેશનમાં એક શ્રામણ સંઘની સ્થાપના કરી તે સાંગઠનનું કારણ બનવાને બદલે, ભિન્નતા વધારવાનું નિમિત્ત બન્યું છે. શ્વેતામ્બર કોન્ફરન્સ, અખિલ ભારતીય કહેવાય છે પણ વર્ષોથી તેનું કાર્યક્ષેત્ર માટે ભાગે મુંબઈ અને કાંઈક ગુજરાત-સૌરાષ્ટ્ર પૂરતું સીમિત રહ્યું છે. મુંબઈમાં શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજ ઘણા સમૃદ્ધ અને શકિતશાળી હોવા છતાં, સંગઠન અને સર્વમાન્ય નેતૃત્વના અભાવે, કોન્ફરન્સ ક્રિયાશીલ બની નથી. આ અમૃત મહોત્સવ અધિવેશનની શરૂઆત સારા ઉત્સાહથી થઈ હતી અને શ્રી રતિલાલ નાણાવટી જેવા શકિતશાળી પ્રમુખની વરણી થઈ હતી તેથી એવી આશા જન્મીકે કોન્ફરન્સ હવે જાગતી થશે. પણ મળતી માહિતી મુજબ અંદરના મતભેદો અને કેટલાક વિરોધને કારણે અધિવેશન મુલતવી રાખવું પડયું. કોન્ફરન્સના વર્તમાન કાર્યકર્તાઓના મુંબઈના વિશાળ મૂર્તિપૂજક સમાજ સાથે ગાઢ સંપર્ક નથી, જે થોડી વ્યકિતઓ કોન્ફ રન્સના વહીવટમાં અત્યારે છે તેમનામાં એકરાગ ન હેાવાને કારણે સમાજમાં સંગઠન થતું નથી. મૂર્તિપૂજક સમાજમાં ઘણી શકિતશાળી શિક્ષિત, સેવાભાવી અને ધનવાન વ્યકિતઓ છે. તેઓ ધારે તે મુંબઈમાં જૈતાનું પ્રભાવશાળી સંગઠન થઈ શકે. જુદી જુદી સંસ્થાઓ અને સંધો મારફત ઘણાં સમાજકલ્યાણનાં કાર્યો થાય છે, પણ સંગઠન અને સર્વમાન્ય આગેવાનીના અભાવે, ઘણું કરવા જેવું રહી જાય છે. આ બાબતમાં સ્થાનકવાસી સમાજ પાસેથી કાંઈક દાખલા લઈ શકાય તેમ છે. મુંબઈમાં જેટલાં દેરાસરો તેટલા જુદા સંધે છે. સ્થાનક વાસી સમાજમાં પણ મુંબઈથી વિરાર અને કલ્યાણ સુધી જેટલા ઉપાંશ્નયો તેટલાં સંઘા છે. પણ તે બધાં સંઘોના એક મહાસંઘ રચ્યા છે અને સ્થાનકવાસી સમાજને લગતા બધા પ્રશ્નોના મહાસંધ મારફત નિર્ણય લેવાય છે. કોઈપણ દીક્ષા મહાસંધની આજ્ઞા વિના નથી થતી. કોઈ સાધુસાધ્વીનું ચાતુર્માસ મહાસંઘની મંજૂરી વિના નથી થતું. મહાસંઘ તરફથી શ્રામણી વિદ્યાપીઠની સ્થાપના થઈ છે. સાધુસાધ્વીઓના અભ્યાસ માટે મહાસંધ પ્રબંધ કરે છે. બધી જૈન શાળાઓની દેખરેખ અને પરીક્ષાઓ મહાસંઘ મારફત થાય છે. મુંબઈના મૂર્તિપૂજક સમાજ સ્થાનકવાસી સમાજ કરતાં ઘણા વધારે શકિતશાળી, સમૃદ્ધ અને દાનની દિશામાં આગળ વધેલા છે. તેના આગેવાને ધારે તે ઘણાં સમાજકલ્યાણનાં કાર્યો વ્યવથિત રીતે કરી શકે તેમ છે અને આખા દેશને માર્ગદર્શન આપી શકે તેમ છે. અધિવેશન મુલતવી રાખવું પડયું તે દુ:ખદ ઘટના છે, પણ આશા રાખીએ કે ટૂંક સમયમાં વધારે યશસ્વી રીતે અધિવેશન ભરી કોન્ફરન્સને પ્રેરણાસ્થાન બનાવશે. ચીમનલાલ ચકુભાઈ ખાદીના પ્રથમ સેવક : સ્વ. જેરાજાણી કાકા ખાદીજગતમાં બેરાજાણી કાકાના નામે ઓળખાતા શ્રી વિઠ્ઠલદાસ જેરાજાણીનું તા. ૫ ઓકટોબરના રોજ રાત્રે બાર વાગ્યે ૯૦ વર્ષની પાકટ વયે વિલેપાલેમાં અવસાન થયું છે. જામનગર પાસેના જામ-ખંભાળિયામાં ઈ. સ. ૧૮૮૨ના સપ્ટેમ્બરની પાંચમી તારીખે જન્માષ્ટમીને દિવસે એમના જન્મ થયો હતો. ગુજરાતી ચાર ચોપડી અને બે અંગ્રેજી જેટલું જ મર્યાદિત તેમનું ભણતર હતું. નાની વયે જ તેઓ મુંબઈ આવ્યા, પરંતુ કુટુંબની નબળી આર્થિક સ્થિતિના કારણે તેઓ આગળ અભ્યાસ કરી શક્યા નહિ. પ્રથમ સેવાની દીક્ષા તેમણે લેાકમાન્ય ટિળક પાસે લીધી, તે પછી સ્વદેશી કો-એપરેટિવ સ્ટોર્સના વ્યવસ્થાપક તરીકે તેમણે જીવન ચૌદ વર્ષ સુધી કાર્ય કર્યું. લોકમાન્યના અવસાન બાદ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની રાહબરી નીચે ખાદીનું ખાસ કરીને વેચાણનું કામ તેમણે સંભાળ્યું. ખાદીના વધતા જતા ઉત્પાદનની સાથે તેના વેચાણનો પ્રશ્ન ગંભીર સમસ્યા જેવા રહ્યો હતો, તેના નિરાકરણના બેબાજ ગાંધીજીએ તેમના પર નાખ્યો. જેમ ગાંધીજીએ દરેક ક્ષેત્રે યોગ્ય સેવકોને ચૂંટીને તેમનાં સ્થાને મુકરર કર્યાં હતાં—જેમ કે, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાદેવભાઈ દેસાઈ, ઠક્કર બાપા વગેરે—તેવી રીતે જેરાજાણી કાકાને ઉદ્દેશીને ગાંધીજીએ પોતાની રોજનીશીમાં આદેશાત્મક રીતે લખાવ્યું કે : “ખાદીનું કામ કરોડોએ પહોંચવાનું છે, એ તમારે સંભાળવાનું છે, કોઈ પણ લડતમાં તમારે જોડાવાનું નથી. તમારું સ્વરાજ ખાદીવેચાણમાં જ સમાઈ જવું જોઈએ.” આ ગાંધીજીની આજ્ઞાનું તેમણે જીવનના અંત સુધી અક્ષરશ: પાલન કર્યું એટલું જ નહિ પરંતુ આખી ખાદી પ્રવૃત્તિને વેગ આપ્યો, તેમાં નાવિન્ય આણ્યું, તેને અદ્ભુત એવા વિકાસ કર્યો, તે એટલે સુધી કે પરદેશના માણસો પણ ખાદી તરફ આકર્ષાયા—એ રીતે તેમને સોંપેલા કાર્યને એક મિશનરીની અદાથી વળગી રહીને, ખાદીના તાંતણા સાથે અંતરના તારની મિલાવટ કરીને આ કાર્યને તેમણે ઉત્તમાત્તમ રીતે દીપાવ્યું. ૧૬૧ તેમની આટલી અસાધારણ સફળતાની ચાવી એ હતી કે તેઓ સત્યનિષ્ઠ હતા અને તેમના ઉપદેશ અને આચરણ વચ્ચે તેઓ અંતર નહાતા રાખતા. આપણને આવા કર્મઠ સેવકો બહુ જૂજ પ્રાપ્ત થયા છે. એટલે તેમણે ભલે માટી ઉમ્મરે વિદાય લીધી પરંતુ તેમની ખોટ આપણને સાલવાની જ, પરંતુ તેઓ તે તેમનું જીવન ધન્ય બનાવીને ગયા, એમ કહી શકાય. હજ હમણાં જ ૧૮મી જુલાઈએ ઉપનગર ગ્રામોઘોગ સંઘના ઉપક્રમે પૂ. રવિશંકર દાદાના પ્રમુખપણા નીચે વિલેપાર્લે માં તેમના સન્માનને લગતા એક સમારંભ યોજાઈ ગયું. તેમાં હાજરી આપવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. ત્યારે જે મહાનુભાવાએ તેમની પ્રશસ્તિ કરી હતી તેમણે તેમને અનેક વિશેષણાથી સંબાધ્યા હતા, તેમાં કોઈએ તેમને સાચા અર્થમાં “કર્મૠષિ” તરીકે વર્ણવ્યા હતા અને કોઈએ તેમને “ખાદીના રાજા ” કહ્યા હતા. હમણાં તેમના અવસાન પછીના વર્તમાનપત્રાના અહેવાલામાં પણ તેમને “ખાદીના રાજા” તરીકે સંબાધવામાં આવ્યા છે. પરંતુ આ શબ્દ પ્રયોગ મને રૂચતા નથી. કેમકે સેવક અને રાજા વચ્ચે તે ઘણુ એવું અંતર છે. એટલે તેમને તો ખાદીકાર્યના પ્રથમ સેવક તરીકે જ સંબોધી શકાય. આવા એક ખાદીના પ્રથમ કક્ષાના સેવકને ગુમાવવાથી આપણે ચિન્તિત થઈએ તે સાવ સ્વાભાવિક છે, પરંતુ આવે વખતે તે આમ કરવાને બદલે તેમનાં પગલે ચાલીને તેમના અધૂરા કાર્યને પૂરું કરવા માટેના નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન કરવા માટે પાછળ રહેલા કાર્યકર્તાઓએ પ્રયત્નશીલ રહેવું તે જ તેમને આપેલી સાચી અંજિલ ગણાશે. આવા પ્રખર સેવકના આત્માને ચિર શાન્તિ મળે એવી આપણે પરમેશ્વરને પ્રાર્થના કરીએ. શાન્તિલાલ ટી. શેઠ હું મથામણ કરવાવાળા સામાન્ય જીવ છું, અને સંપૂર્ણપણે સારા થવાને, સંપૂર્ણપણે સાચા થવાને અને મન, વાણી તેમ જ કર્મથી સંપૂર્ણપણે અહિંસક થવાને ઝંખું છું; છતાં જે આદર્શને સંપૂર્ણપણે સત્ય માનું છું તેને પહોંચવામાં નિત્ય નિષ્ફળ જાઉં છું. આ ચઢાણ સીધું ને કઠણ તેમ જ કષ્ટદાયક છે પણ એ કષ્ટ મને ખરેખર આનંદ આપે છે. એ ચઢાણ પર આગળ પગ માંડત જાઉં છું તેમ તેમ દરેક પગલે હું વધારે મજબૂત અને એથી એ આગળનું પગલું માંડવાને વધારે લાયક થતો જાઉં છું એવું મને લાગે છે. ગાંધીજી
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy