________________
પ્રબુદ્ધ જીવન
to
બીજી સેવાઓ ઘણી છે. પછાત દેશને સારા પ્રમાણમાં મદદ અને માર્ગદર્શન મળ્યાં છે. પણ તેની આર્થિક સ્થિતિ હંમેશાં નબળી રહી છે અને વધારે કથળતી રહી છે. અત્યારે ઘણી ખરાબ હાલત છે. કેટલાય રાજ્યો પોતાના ફાળા આપતાં નથી અને સ્વતંત્ર આવક નથી. અબજો ડોલરનું ખર્ચ છે. ઘણા લોકો માનતા થયા છે કે લીંગ આફ નેશન્સની પેઠે, આ રાષ્ટ્રસંઘ પણ સર્વથા નિષ્ફળ જશે.
આવી જ નિરાશાથી ઉથાં સેક્રેટરી જનરલના પદે ચાલુ રહેવા ઈચ્છતા નથી.
તેમની પૂર્વના બે સેક્રેટરી જનરલ ટ્રીગ્વે લી અને દાગ હેમર– શાલ્ડ શકિતશાળી વ્યકિતઓ હતા. ઉ થાઁ પ્રમાણમાં શાન્ત પણ ભાવનાશાળી વ્યકિત છે. બંગલા દેશ બાબતમાં તેમનું વલણ રહસ્યમય રહ્યું છે. વિયેટનામ ઉપર તેમના જે ઉકળાટ અને વ્યથા હતાં તે બંગલા દેશના ભયંકર હત્યાકાંડમાં મૌન રહ્યાં છે. રાષ્ટ્રસંઘ નવા સેક્રેટરી જનરલની શોધમાં છે. સર્વમાન્ય પ્રભાવશાળી વ્યકિત મળવી બહુ મુશ્કેલ છે. રાષ્ટ્રસંઘના બંધારણ મુજબ સેક્રેટરી જનરલને સ્વતંત્રપણે વિશાળ સાઓ છે, પણ તેને અસરકારક અમલ કરી શકે અને કોઈ મહાસત્તાથી દબાઈ ન જાય એવી વ્યકિત દુર્લભ છે. આ બધી મુશ્કેલીઓ છતાં, રાષ્ટ્રસંઘનું અસ્તિત્વ રહે તેમાં દુનિયાને લાભ છે. યુદ્ધખારીનું માનસ વધતું જાય છે અને નિ:શસ્ત્રીકરણની ઘણી વાતો છતાં, શસ્ત્રોના ગંજ ખડકાયે જાય છે, તેવે સમયે, સાથે બેસે ત્યારે ભલે ઘુરકિયાં કરે તો પણ, સાથે બેસી વિચારવાનું એક સ્થાન છે તે આશાતંતુ છે. એક ડગલું પાછળ ?
શાસક કોંગ્રેસની સિમલાની મહાસમિતિની બેઠકમાં વિદેશમંત્રી શ્રી સ્વર્ણસિંઘે બંગલા દેશ વિશે જે કહ્યું તેથી કંઈક આશ્ચર્ય થયું છે. તેમણે કહ્યું કે બંગલા દેશના ચૂંટાયેલ પ્રતિનિધિઓને માન્ય હાય તેવું કોઈપણ રાજકીય સમાધાન ભારતને માન્ય રહેશે. આમાં કાંઈ વાંધા લેવા જેવું નથી. પણ પછી રાજકીય સમાધાનનો તેમણે જે અર્થ કરી બતાવ્યો તેથી શંકાનું કારણ રહે છે. તેમણે કહ્યું કે આવા રાજકીય સમાધાનમાં પાકિસ્તાનનું માળખું અખંડ રહે અને તેમાં બંગલા દેશ વધારે સ્વાયત્ત (autonomy) હોય એવું પણ બને.
આ નિવેદનના વિપરીત પ્રત્યાઘાતો પડયા ત્યારે બીજે દિવસે તેમણે ખુલાસા કર્યો કે તેમના નિવેદનથી બંગલા દેશ સ્વતંત્ર ન બને એવા અર્થ નથી. આ ખુલાસાથી શંકાનું સમાધાન થતું નથી. રશિયા અને અમેરિકા બન્ને રાજકીય સમાધાનની જ વાત કરે છે. રશિયા સાથે આપણે કરારો કર્યા એવી માન્યતાથી કે બંગલા દેશની આપણી નીતિને બળ મળે અને તે કારણે પાકિસ્તાન આપણા ઉપર આક્રમણ કરે તો રશિયાની આપણને પૂરી સહાય મળે. બંગલા દેશ વિશે રશિયાનું વલણ અસ્પષ્ટ રહ્યું છે. ઈન્દિરા ગાંધીની તાજેતરની રશિયાની મુલાકાત અને ખાસ કરી કોસિજીને જે કહ્યું તે ઉપરથી એમ લાગતું હતું કે રશિયા હવે આપણી નીતિ સ્વીકારે છે. પણ પછી અલ્જીરિયા સાથે એક સંયુકત નિવેદન બહાર પાડયું તેમાં વળી થોડો ફેર દેખાય છે. લોકોને શંકા થાય છે કે સ્વર્ણસિંઘનું નિવેદન રશિયાના કોઈ દબાણનું પરિણામ તો નહિ હોય? રશિયા સાથેના કરારનું આવું પરિણામ તે ન હોય? કદાચ એ પણ સંભવ છે કે શરણાર્થીઓનો બોજો એટલા અસહ્ય થઈ પડયા છે કે કોઈ રીતે સમાધાન થાય તે સારું. પણ એવા સમાધાનમાં બધા શરણાર્થીઓ વિશ્વાસપૂર્વક બંગલા દેશ પાછા જાય તે તે અનિવાર્યપણે હોવું જ જોઈએ, નહિ તે સમાધાનનો કોઈ અર્થ નથી. શરણાર્થીઓ પાછા જઈ શકે એવી પરિસ્થિતિ તા ત્યારે પેદા થાય કે જેમાં શેખ મુજીબુર રહેમાન અને તેમના સાથીઓના હાથમાં બંગલા દેશનું સુકાન હાય અને પાકિસ્તાની લશ્કર સર્વથા પાછું ખેંચાય. અલબત્ત
તા. ૧૬-૧૦-૧૯૭૧
ભારત એવા આગ્રહ ન જ રાખી શકે કે બંગલા દેશ સર્વથા સ્વતંત્ર થાય એવું જ સમાધાન તેને માન્ય છે. જો કે જે ભાંકર અત્યાચારો થયા છે તેમાં પાકિસ્તાનના બન્ને ભાગ હવે સાથે રહી શકે એવી કોઈ શકયતા દેખાતી નથી. છતાં પણ શેખ મુજીબુર રહેમાન અને તેમના સાથીઓને માન્ય હોય તેવા સમાધાનમાં ભારત કોઈ વાંધા લઈ શકે નહિ. એટલું જ કે શરણાર્થી બધા પાછા જાય તે નિશ્ચિત હોવું જોઈએ. શ્રી સ્વર્ણસિંઘના નિવેદનને કદાચ વધારે પડતું માની લેવું ન જોઈએ. પણ તેમના નિવેદનથી મુકિતવાહિનીના સ્વાતંત્ર્ય સંગામમાં કોઈ નિરાશા ન આવે તે જરૂરનું છે, તેમ દેશમાં પણ કોઈ ગેરસમજણ ન થાય તે જોવું રહ્યું. ત્રણ અધિવેશન
એક મહિનામાં જૈન સમાજનાં ત્રણ અધિવેશન થવાનાં હતાં. તેમાં, બે થઈ ગયાં. એક મુલતવી રહ્યું. ભારત જૈન મહામંડળનું અધિવેશન સપ્ટેમ્બર ૨૫-૨૬ તારીખે બીઆવરમાં શ્રી શાદીલાલજી જૈનની અધ્યક્ષતામાં થયું. સ્થાનકવાસી કોન્ફરન્સનું અધિવેશન ઑકટોબર તારીખ ૨-૩-૪ બીઆવરમાં મદ્રાસના આગેવાન ઉદ્યોગપતિ શ્રી મોહનમલજી ચારડિયાના પ્રમુખપદે થયું. શ્વેતામ્બર કોન્ફરન્સનું અધિવેશન ઑકટોબર તારીખ ૮-૯-૧૦ ને રોજ શ્રી રતિલાલ નાણાવટીના પ્રમુખપદે ભરાવાનું હતું તે મુલતવી રહ્યું છે.
ભારત જૈન મહામંડળનું આ અધિવેશન ૪૧મું હતું. મંડળની સ્થાપના ૧૮૯૫માં થઈ. જૈનાની એકતા તેનું મુખ્ય ધ્યેય રહ્યું છે. તેના પ્રમુખસ્થાને જૈન સમાજના બધા ફ્રિકાની આગેવાન વ્યકિતઓ આવી છે, જેવા કે રાયબહાદુર સુલતાનસિંહજી, શેઠ માણેકચંદ ગુલાબચંદજી ઢઢ્ઢા, વાડીલાલ મેાંતીલાલ, કુન્દનમલ ફિરોદિયા, શાન્તિપ્રસાદ જૈન, અચલસિંહજી, અમૃતલાલ દલપતભાઈ શેઠ, અમૃતલાલ કાલિદાસ દોશી વિગેરે. કેટલાંય વર્ષો સુધી એક એવી છાપ હતી કે મંડળમાં દિગમ્બર સમાજના આગેવાનોનું વર્ચસ્વ વધારે છે. વર્ષો સુધી વર્ષામાં શ્રી ચિરજીલાલ બડજાતે મંડળનું સંચાલન કરતા. મુંબઈ ઑફિસ આવ્યા પછી શ્રી રિખવદાસ રાંકા તેના મુખ્ય કાર્યકર્તા રહ્યા છે. ત્રણ-ચાર વર્ષથી મંડળ વધારે સક્રિય થયું છે. મંડળની પ્રેરણાથી ભગવાન મહાવીર કલ્યાણકેન્દ્ર અને ભગવાન મહાવીર ૨૫૦૦ વર્ષ નિર્વાણ મહાત્સવ સમિતિની સ્થાપના થઈ છે. આ ત્રણે સંસ્થાઓ સમસ્ત જૈન સમાજની સંસ્થાઓ છે અને ત્રણેની સંયુકત ઑફિસ વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે. જૈન સમાજમાં સંગઠનના અભાવે અને સામ્પ્રદાયિક ભાવના હજી પ્રબળ હાવાને કારણે આવી સંસ્થાઓને જે બળ મળવું જોઈએ તે મળતું નથી. મુનિ રાજાના પ્રભાવ, તેમના ત્યાગી જીવનના કારણે, જૈન સમાજ ઉપર, અન્ય સમાજના ધર્મગુરુ કરતાં પણ વધારે છે. સમાજ ગમે તેટલા શિક્ષિત અને સામાજિક વ્યવહારમાં પ્રગતિશીલ થયા હોય તો પણ ધર્મની બાબતમાં અંધશ્રદ્ધા ઓછી થઈ નથી. કેટલાક અપવાદ બાદ કરતાં સાધુ-સાધ્વીઓએ જૈન સમાજના સંગઠનમાં અને એકતાની ભાવના મજબૂત કરવામાં બહુ ઓછે ફાળે આપ્યો છે.
બીઆવરના અધિવેશનમાં, વડીલો અને ત્યાં બિરાજતા સ્થાનકવાસી મુનિઓના સહકાર ઓછા હોવા છતાં, યુવકોએ ઘણું સુંદર કામ કરી અધિવેશનને સફળ બનાવ્યું. ત્યાર પછી શ્રી રાંકાજીએ અજમેર, ઉદયપુર, જયપુર, ઈન્દર વગેરે સ્થળાએ પ્રવાસ કર્યો ત્યાં પણ યુવકોમાં સારો ઉત્સાહ હતા અને મંડળની શાખા સ્થળે સ્થળે શરૂ થઈ છે.
સ્થાનકવાસી કોન્ફરન્સના અધિવેશનની કાર્યવાહીના સત્તાવાર અહેવાલ હજી મળ્યા નથી, પણ જે ખબર મળ્યા છે તે ઉપરથી જણાય છે કે અધિવેશનમાં અંદરના મતભેદો બહાર આવ્યા અને કોઈ ઉપયોગી કાર્યવાહી થઈ નથી. સ્થાનક્વાસી કોન્ફરન્સ
2