________________
Regd. No. MH. 117
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૩ : અંક ૧૨
બુદ્ધ જીવન
મુંબઈ ઓકટોબર ૧૬, ૧૯૭૧ શનિવાર વાર્ષિક લવાજમ રૂ. ૭, પરદેશ માટે શીલિંગ ૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૭-૪૦ પૈસા
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
પ્રકીર્ણ નેંધ
SS
ફૂલછાબની સુવર્ણ જયતી - તા. ૨-૧૦૭૧ને દિને ગુજરાતના રાજ્યપાલ શ્રી શ્રીમન્નીરાયણની અધ્યક્ષતામાં ફુલછાબને સુવર્ણ જ્યન્તી મહોત્સવ ઊજવાયો તે પ્રસંગે આ પત્રને ૫૦ વર્ષના ઈતિહાસની નોંધ લેવા જેવું છે.
ગાંધીજીના જન્મદિન ૨-૧૦-૧૯૨૧ને રોજ “સૌરાષ્ટ્ર સાપ્તાહિકનો પ્રથમ અંક રાણપુરથી પ્રકટ થયો ' તે દેશી રાજયોની પ્રજા માટે અને પત્રકારિત્વમાં એક ઐતિહાસિક બનાવ હતે. સત્યાગ્રહ અને અસહકારનું આંદોલન પુરજોશમાં ચાલતું હતું ત્યારે કચડાયેલી રિયાસતી પ્રજાને અવાજ રજ કરનાર અથવા સાંભળનાર કોઈ ન હતું. અમૃતલાલ શેઠ એટલે સાહસ અને નીડરતા. હાઈકોર્ટ પ્લીડરની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પહેલે નંબરે પાસ થઈ લીંબડીમાં વકીલાતની શરૂઆત કરી. થોડા વખત પછી. લીંબડીમાં ન્યાયાધીશ થયા. તે હોદ્દો ફગાવી દઈ આંદોલનમાં ઝુકાવ્યું, તે સમયના કાઠિયાવાડમાં રાણપુરનું નાનું બિન્દુ બ્રિટિશ હકૂમતમાં હતું. કોઈ દેશી રાજ્યમાંથી પત્ર શરૂ કરવું અશક્ય હતું. તે વખતે પત્રકારિત્વ એટલે એક મિશન, સમર્પણ. મુંબઈના મિત્રોએ રૂ. ૨૫,૦૦૦ ભેગા કરી આપ્યાં. બાકી જાતમજૂરી. અમૃતલાલભાઈ, ભીમજીભાઈ સુશીલ, કેટલોક સમય બળવંતરાય મહેતા, કમલભાઈ કોઠારી અને બીજા કેટલાય ભાઈઓએ આ યજ્ઞામાં ભાગ લીધો. આગઝરતી ભાષા, જીવને જોખમે રાજ્યના અત્યાચારો અને જુલમ અને રાજવીઓની ભોગવિલાસની લીલા ઉધાડાં પાડયાં. ત્યાર પછી મેઘાણીભાઈ આવ્યા. તેમણે નવી ભાત પાડી. લંડત દરમ્યાન પત્ર અને પ્રેસ જપ્ત થયાં. ફરી શરૂ કર્યા. નામ બદલાવ્યું. “સૌરાષ્ટ્રનું “ફૂલછાબ થયું. થોડાં વર્ષ પછી પત્ર રાજકોટ લાવ્યા. ત્યાં કેટલાક મિત્રોએ થોડો સમય ચલાવ્યું, પણ મોટી ખોટ ગઈ. છેવટે સૌરાષ્ટ્ર ટ્રસ્ટે (જન્મભૂમિ પત્રો) “ફૂલછાબ” પિતાના હસ્તક લીધું. દૈનિક થયું. સખત હરીફાઈમાં મુશ્કેલીથી ચાલતું. પણ છેલ્લાં દસ વર્ષમાં અસાધારણ પ્રગતિ કરી. ૩,૦૦૦ થી ૪૦,૦૦૦નું સરકયુલેશન થયું. હવે સૌરાષ્ટ્રનું અગગણ્ય ૫ત્ર લેખાય. તેને જોઈતાં સાધને પણ સારા પ્રમાણમાં સાંપડયાં છે. વિશાળ સ્વતંત્ર મકાન છે, અદ્યતન મશીનરી છે, નવું શટરી મશીન છે, અમદાવાદ, મુંબઈ, દિલહી અને જુનાગઢને સાંકળતી પિતાની ટેલિપ્રિન્ટર લાઈન છે. નીડર અને સ્વતંત્ર પત્ર તરીકે સૌરાષ્ટ્રની પ્રજાને સારો વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે. મોટો દ્વારા સૌરાષ્ટ્રના મુખ્ય શહેરોમાં સુરત પત્ર પહોંચી જાય તેવી વ્યવસ્થા છે.
સૌરાષ્ટ્ર ટ્રસ્ટનાં પત્રો (મુંબઈમાં ‘જન્મભૂમિ, સુરતમાં “પ્રતાપ,’ રાજકોટમાં ‘ફલછાબ, કચ્છમાં `કચ્છમિત્ર') પ્રાહિત માટે જ જાહેર ટ્રસ્ટ છે. કોઈને અંગત સ્વાર્થ કે માલિકી નથી. કોઈ ઉદ્યોગપતિ કે રાજકીય પક્ષને આધારે નભતાં નથી પણ પ્રજાના વિશ્વાસ અને સહકાર ઉપર નભે છે. સુવર્ણ જ્યન્તી પ્રસંગે આ વિશ્વાસ અને સહકાર સારા પ્રમાણમાં જોવા મળ્યા. રાજકોટની જુદી જુદી સંસ્થાઓએ “ફૂલછાબ'નું અભિવાદન કર્યું. “ફૂલછાબે” યોજેલ રમતગમત, શત્રુંજય - ગિરનાર આરોહણ, નિબંધ, વાર્તા વિગેરે હરીફાઈમાં ઘણાં ભાઈઓ અને બહેને ભાગ લીધો. .
( આ પ્રસંગે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ શ્રી અમૃતલાલ શેઠ અને શ્રી મેઘાણીનાં તૈલચિત્રનું અનાવરણ કર્યું અને અમૃતલાલ શેઠનું કાયમી સ્મારક કરી તેમના પ્રત્યેનું ઋણ યત્કિંચિત અદા કર્યું. રાણપુર ખાતે જે મકાનમાં
સૌરાષ્ટ્ર' સાપ્તાહિક શરૂ કર્યું, તે મકાન શ્રી અમૃતલાલ શેઠના નામે ચાલતી હસ્પિટલને ભેટ આપ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એક લાખ રૂપિયાના દાનની દરખાસ્ત કરી છે, જેથી અમૃતલાલ શેઠને નામે પત્રકારિત્વની શાળા School of Journ 1 sm સ્થાપવી. યુનિવર્સિટી આ દરખાસ્ત સ્વીકારશે એવી આશા છે. યુનાઈટેડ નેશન્સ
રાષ્ટ્રસંઘની આ વર્ષની જનરલ બેઠક અતિ મહત્ત્વની છે. સામ્યવાદી ચીન, વર્ષોના અમેરિકાના વિરોધ પછી, અમેરિકાની દરખાતથી જ, રાષ્ટ્રસંધનું સભ્ય બનશે અને તેની કારોબારી. સિકયોરિટી કાઉન્સિલના પાંચ કાયમી સભ્યમાં એક સભ્ય તરીકે સ્થાન મેળવશે. ખાસ સભ્યપદ અત્યારે ચીનને નામે તાઈવાન ભોગવે છે. તાઈવાનને સામાન્ય સભ્ય તરીકે ચાલુ રાખવા અમેરિકા ઈંતેજાર છે. સામ્યવાદી ચીનને બે ચીનની નીતિ માન્ય નથી. બીજાં કેટલાંક રાષ્ટ્રોને પણ આ નીતિ માન્ય નથી. છતાં સંભવ છે કે અમેરિકા પિતાની લાગવગથી અત્યારે તે ચાંગકેઈ–શેકને વધારે આઘાત ન થાય તેમ કરવામાં કદાચ સફળ થશે. સામ્યવાદી ચીન રાષ્ટ્રસંઘનું સભ્ય થાય અને તેમાં પણ સિકયોરિટી કાઉન્સિલનું કાયમી સભ્ય બને અને તેને Veto Right ચીનને મળે તેને કારણે રાષ્ટ્રસંધના સ્વરૂપમાં અને તેની કાર્યવાહીમાં મહત્ત્વનો અસરકારક ફેરફાર થશે. અત્યાર સુધી રાષ્ટ્રસંઘમાં બે મહાસત્તાઓ-અમેરિકા અને રશિયા-વર્ચસ્વ ભેગવતા રહ્યા છે. એક ત્રીજી મહાસત્તા હવે તેમાં જોડાશે. રશિયા અને ચીનના બગડેલા સંબંધે જોતાં, આ ત્રિકોણ દુનિયાના રાજકારણમાં નવો પલટો લાવશે. રાષ્ટ્રસંઘ ઉત્તરોત્તર નિર્બળ અને નિરુપાય બનતો રહ્યો છે. જગતમાં વિશ્વશાંતિ સ્થાપવા અને માનવજાતને યુદ્ધના દૈત્યથી બચાવવા સ્થાપેલ આ મહાન સંસ્થા, સિદ્ધિને બદલે સ્વપ્ન જ બની ગઈ છે. મહાસત્તાઓ સંમત હોય ત્યારે તેને કાંઈક સફળતા મળી છે. કોરિયા, બર્લિન, વગેરે કટોકટીને સમયે યુદ્ધ ફેલાતું અટકાવી શકી છે. પણ મહાસત્તillએને સ્વાર્થ આડે આવે ત્યાં નિષ્ફળ ગઈ છે. વિયેટનામ, કયુબા, મધ્યપૂર્વમાં આરબ-ઈઝરાઈલ, નાઈજીરિયા, બંગલા દેશ વગેરે ઘટનાઓમાં રાષ્ટ્રસંઘ અસહાય સાક્ષી બની રહી છે. રાષ્ટ્રસંધાને
૬ પર
૬ શ્રી મુંબઈ જેન યુવક સંઘના સભ્ય અને : “પ્રબુદ્ધ જીવનના ગ્રાહકે, વાચક અને
લેખક-મિત્રોને ઉં નૂતન વર્ષની મંગલ કામનાઓ
પાઠવીએ છીએ ચીમનલાલ ચકુભાઈ, પ્રમુખ ચીમનલાલ જે. શાહ |
સુબોધભાઈ એમ. શાહ | ડ તા ૧૬-૧૦-'૩૧