________________
તા. ૧–૩૦–૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
સંયમ ઃ વરુ નીવનમ્ સંયમ એ જ જીવન
ટ
· [શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આાયે યોજાયેલી ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં મુનિશ્રી રૂપચંદજીએ આપેલું વ્યાખ્યાન નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી
વર્તમાનમાં, પશ્ચિમની પેઠે આપણે ‘પ્રગતિ’ માટે દોટ મૂકી છે. પણ આપણે કયાં પહોંચવું છે અને શેને માટે તેની આપણને ખબર નથી.
થોડા જ દિવસો પૂર્વેની આ વાત છે. કેનેડાના એક યુવક વિદ્યાર્થી મારી પાસે આવેલ. તેઓ કેનેડાની કોઈ કાલેજના પ્રતિભાશાળી વિદ્યાર્થી હતા. મેં તેમને પૂછેલું: ‘કયા આકર્ષણથી ખેંચાઈને તમે ભારતમાં આવ્યા છે ?'
તેણે કહ્યું: આપને વિશ્વાસ નહિ આવે, મુનિજી, અમે કોઈક પ્રકારનું તાણવાળુ તેમજ બેચેન જીવન જીવી રહ્યા છીએ. અમારી પાસે સર્વ પ્રકારનાં સુખ - સમૃદ્ધિનાં વિપુલ સાધન છે; છતાં યે અમારાં જીવન જાણે પંગુ બનતાં રહ્યાં છે. અમારી પાસે સર્વ કાંઈ છે, પરંતુ શાંતિ અને આનંદ નથી. મેં સાંભળ્યું છે કે ભારતીય લાકો પાસે શાંતિ અને આનંદપૂર્ણ જીવનની ચાવી છે. એ ચાવીની શોધમાં હું અહીં આવ્યો છું.
હવે પ્રશ્ન એ થાય છે કે એ ચાવી કઈ છે, કે જે ચાવી વિના આપણે મંજિલ સુધી પહોંચવા છતાં તેમાં પ્રવેશ પામતા નથી. પાશ્ચાત્ય લોકોને એવી કઈ ઊણપ છે કે જેથી તેઓ પૂર્વના દેશ તરફ આશાભરી મીટ માંડી રહેલ છે. પૂર્વ પાસે એવું તે શું છે કે પશ્ચિમના લોકો કયારેક ભાવાતીત ધ્યાન, કયારેક અણુવ્રત, કયારેક ભૂદાન તો કયારેક ‘હરેકૃષ્ણ હરે રામ’માં પોતાની જાતને પણ ખાઈ બેસવા તત્પર બને છે.
મને લાગે છે કે પૂર્વની પાસે એવી જો કોઈ ચીજ હોય તે તે સંયમ છે. સંયમ શાંતિ અને આનંદનાં દ્રાર ખાલનારી ચાવી છે. આ સંયમના ધને જ ભારતનું શિર સદાયે ઉન્નત રહ્યું છે. આ દેશે અનેક વાર પેાતાની સ્વાધીનતા ગુમાવી છે અને કેટલીયે વાર સંપત્તિ, વૈભવ અને ભૌતિક સમૃદ્ધિની દોડમાં અન્ય દેશો કરતાં પાછળ રહી ગયેલ છે; પરંતુ તેની સંયમની પરંપરા - યમના વારસાએ તેને સદાયે અક્ષુણ્ણ - અણનમ રાખેલ છે અને તેથી જ અન્ય દેશો ભારતમાં આવી રહેલ છે. આમ પાસે નથી તેનું મહત્ત્વ છે અને જે પાસે છે તેની કીંમત નથી. લોકો સંયમનો ખોટો અર્થ કરે છે તેનું દુ:ખ છે.
આથી સૌથી પહેલાં સંયમ શું છે તે બરાબર સમજી લેવું ખૂબ આવશ્યક છે; કારણ કે સંયમ શબ્દ વડે આજે અનેક ભ્રાંતિઓ ફેલાઈ રહી છે. લોકોએ સંયમ અને દમનને એકબીજાના પર્યાય સમજી લીધા છે, પરંતુ આ બન્નેમાં તડકો અને છાંયા, ઉત્તર અને દક્ષિણ જેટલું અંતર છે. સંયમ શબ્દના અર્થ દમનથી સાવ વિપરીત જ છે. ‘સંયમ શબ્દ સંસ્કૃતની યમ્ ધાતુમાંથી બનેલ છે. જેના અર્થ છે ‘યમુ–પરમે' ઉપરત થવું; જ્યારે દમનનો અર્થ છે મુખ- ૩પતાપે ઉત્તાપ થવા. સંયમમાં આપણે તનાવમાંથી મુકત બનીએ છીએ; જ્યારે દમનમાં આપણે તનાવમાં સપડાઈએ છીએ.
આમ સંયમમાં ઉપશમ છે, દમનમાં ઉત્તાપ; સંયમમાં સ્વતંત્રતા છે, દમનમાં વિવશતા; સંયમમાં સુરક્ષા છે, આશ્વાસન છે; જ્યારે દમનમાં ભય રહેલા છે, પીડા અને તાણ રહેલાં છે. બહુ સારા સમજદાર લોકો પણ સંયમનું મહત્ત્વ સમજવા છતાં ખોટું કરે છે. સંયમ અને દમનને એક માનવા - મનાવવા મથે છે. અને એ રીતે નવી પેઢીને આ શબ્દો વડે ગુમરાહ બનાવવા પ્રયત્ન કરે છે.
દિવસભર ઓફિસમાં કામ કરીને આપણે થાકયાપાકયા ઘરે આવીએ છીએ. દરવાજો બંધ કરીને રાતભર ઘરમાં વિશ્રાંતિ કરીએ છીએ, પરિણામે આપણા સમગ્ર થાક દૂર થઈ જાય છે. આપણે અનુ ભવેલ સમગ્ર તાણનો અંત આવી જાય છે. ઘરમાં આપણને આપણી
ܗ
૧૫૫
જાત સુરક્ષિત અને નિર્ભય લાગે છે અને એવામાં એક દિવસ એવું બને છે કે, ઘરે આવીને પેાલીસ આપણને પકડીને સામા મકાનમાં પૂરી દે છે. એ મકાન આપણા પોતાના મકાન કરતાં વધુ સુસજ્જ અને આરામદાયી છે. ત્યાં પ્રકાશ વધુ છે, હવા વધુ છે, સાધન સગવડો વધુ છે, છતાં પણ આપણને ત્યાં રાતભર નિંદર હરામ થઈ જાય છે. થાક અને બેચેની ઊલટાનાં બહુ વધી જાય છે. આપણે હરપળે ભય અને મુશીબતોનો સામનો કરવા પડે છે.
તો પછી આ બન્ને સ્થિતિઓમાં આવડો મોટો ફેર કેમ પડયો ? આનું કારણ એ છે કે એકમાં આપણે જાતે જ પુરાઈએ છીએ; જ્યારે બીજામાં આપણને જોરજુલમથી પૂરવામાં આવે છે. એકમાં આપણા સ્વૈચ્છિક આચાર છે; જ્યારે બીજામાં પરાધીનતા છે. બહારથી બન્ને સ્થિતિમાં કશો ફેર જણાતા નથી. અને બીજી સ્થિતિ વધુ આરામદાયી લાગે છે; પરંતુ વાસ્તવમાં તેમ નથી હોતું. આ જ ભેદ સ્વતંત્રતા અને ગુલામીની વચ્ચે રહેલા છે. સંયમ અને દમન વચ્ચે પણ આટલા જ ભેદ છે. સંયમ અને દમન વચ્ચે એટલું બધું અંતર છે કે એ બન્નેને એક માની લેવાં એ સૌથી મોટામાં માટી ભૂલ છે. જ્યારે હું કેટલાક સમજદાર અને ચિંતનશીલ માણસાને પણ સંયમના વિરોધ કરતા જોઉં છું ત્યારે મને ભારે આશ્ચર્ય થાય છે. સંયમ અને દમનને એક માની લેવા એ અજ્ઞાનનું કારણ છે. એ ન ભૂલવું જોઈએ કે સંયમ સ્વૈચ્છિક રીતે આવે છે; જ્યારે દમન તો શાસન દ્વારા બળજબરીથી લદાય છે. હવે આપણે એ જોઈએ કે ખરેખર સંયમી કોણ ગણાય?
ભગવાન મહાવીરને પૂછવામાં આવ્યું હતું: એક વ્યકિત પોતાને પ્રાપ્ય ન હેાવાને કારણે સુંદર વસ્ત્ર, સુગંધી દ્રવ્યો, મનહારી આભૂષણા, સુંદર સ્ત્રીઓ અને ઐશ્વર્યસંપન્ન મહાલયને ઉપયોગ નથી કરતા તો શું તે સંયમી છે?
ભગવાન મહાવીરે કહ્યું:
"वत्थ गंध मलंकारं इत्थीओ सय णाणिय अच्छन्दा जे न भुंजंति, न से चाइति बुच्चई"
વસ્ત્ર, સુગંધીદ્રવ્યો, અલંકાર અને મહાલયોના ઉપયોગ તે એટલા માટે નથી કરતો કે તે તેને પ્રાપ્ય નથી. આથી તે ત્યાગી કે સંયમી નથી. આમાં તો સંયમ નહિ, પણ દમન રહેલું છે. તેને તે તે ચીજો મળતી નથી માટે તે તે ભાગવતો નથી. ઉપભાગ કરવા માટે તે અસમર્થ છે. માટે તે સંયમી નથી. સંયમી તા એ છે જે
जे य कंते पिए भोए, लब्द्धे विपिठी कुव्वई साहीणे चयई भोए, से हु चाडतित बुच्चइ
પોતાને અમુક ચીજો પ્રાપ્ય નથી માટે નહિ, પણ સર્વ સુખ-સમૃદ્ધિની ચીજો સુલભ હોવા છતાં જે તેના સ્વેચ્છાએ ત્યાગ કરે છે તે સાચા સંયમી છે.
જે સર્વ સુખા-ભાગ પ્રાપ્ત થવા છતાં તેની સામે નજર પણ કરતા નથી - સ્વેચ્છાએ તે સર્વને ત્યાગ કરે છે તે ત્યાગી છે -- સંયમી છે.
ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે:
કર્મેન્દ્રિયોનું સંયમન કરીને પણ જે વ્યકિત ઈન્દ્રિય– વિષયોનું મનથી પણ સ્મરણ કરે છે– ચિંતન કરે છે તે વિમૂઢાત્માના એ સંયમ પણ મિથ્યાચાર જ છે, તે વિમૂઢાત્મા છે, સંયમી નથી. આમ બન્નેમાં ભારે ફેર છે.
" कर्मेन्द्रियाणि संयभ्य, य आस्ते मनसा स्मरन, इन्द्रियार्थान् विमूढात्मा, मिथ्याचारः स उच्यत"
ઓરીતે એ સંપૂર્ણપણે સ્પષ્ટ થાય છે કે ભારતીય સાધના પ્રવૃત્તિમાં દમનને કયારે ય સ્થાન મળ્યું નથી અને સંયમને નામે