________________
૧૫૪
પ્રબુદ્ધ જીવન
આ સાચા ઉપાય નથી
✩
[જન્મભૂમિના નીચેના અગ્રલેખ ચિન્તનીય છે. તેમાં વ્યકત થતી વેદના રાજ્યકર્તાઓને સ્પર્શે અને ઈશ્વર તેમને સબુદ્ધિ આપે. કોંગ્રેસ દારૂબંધીની નીતિને વરેલી છે. બંધારણમાં રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતામાં તેને સ્થાન આપ્યું છે. દારૂથી થતા વિનાશના જેને અનુભવ છે તેવી કોઈ વ્યકિત દારૂબંધી સદંતર રદ કરવી અથવા સસ્તા દારૂ પ્રજાને છૂટથી પૂરો પાડવા એવા વિચારજ કેમ કરી શકે તે કલ્પનામાં આવતું નથી. ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ' એવું આ સરકારનું ભાવિ લાગે છે. દારૂની બદી ફેલાતી જાય છે ત્યારે તેને ઉત્તેજન આપવું એ પ્રજાનો દ્રોહ છે. દુ:ખ તે એ થાય છે કે દેશના આગેવાન અંગ્રેજી વર્તમાનપત્રોએ આવી હાનિકારક સરકારી નીતિનું સમર્થન કર્યું છે. સામાજિક સેવાની સંસ્થાઓ અને કાર્યકર્તાઓએ આવી નીતિ સામે પાકાર કરવા જોઈએ, આંદોલન જગાવવું જોઈએ—કોઈ જાગ્યા જણાતાં નથી. ગાંધીવાદીઓ, સર્વોદયના કાર્યકર્તાઓ, બધા ચૂપ કેમ છે? ગરીબને માટે દારૂ હળાહળ ઝેર છે; દારૂ પીનાર અને તેના કુટુમ્બને માટે સર્વ પ્રકારે બરબાદી છે, આર્થિક, અને નૈતિક અધ:પતન છે. તેને અટકાવવાનો અને તેમાંથી પ્રજાને, ખાસકરી આદિવાસીઓને, બચાવવાને વિચાર કરવાને બદલે, તેને વ્યાપક પ્રમાણમાં દારૂ પૂરો પાડવાની યોજના કરવાનું મહાપાપ આચરનારાથી પ્રજાને ભગવાન બચાવે. —તંત્રી]
i
*
*
ખાપાલીમાં ‘ખાપડી' નામના ઝેરી દારૂ પીવાથી લગભગ ૭૦ નાં મરણ થયાં એ ઘટનાને અનુલક્ષીને જે જે મંડળા દ્વારા પ્રત્યાઘાત વ્યકત થયા છે, તેમાં ઘણાઓએ “હવે દારૂબંધી રદ થવી જોઈએ. દારૂબંધી રદ થયા પછી ગરીબાને સાંધા દારૂ મળવા જોઈએ જેથી તે સસ્તા ઝેરી દારૂ તરફ આકર્ષાય નહિ” એવા પ્રત્યાઘાત પણ વ્યકત કર્યા છે. અમે જાણીએ છીએ કે દારૂબંધીના અમલને મોટા પ્રમાણમાં નિષ્ફળતા મળી છે, છતાં જે ઉપાયો ખાલી જેવા બનાવાનું પુનરાવર્તન થતું અટકાવવા માટે સૂચવવામાં આવે છે તે તે અંગ્રેજીમાં જેને Ready is worse tian the disease જેવા છે - રોગ કરતાં એના ઉપાયોથી વધારે હાનિ ઉત્પન્ન થવાના ભય છે. લોકોને સસ્તા દારૂ પૂરતા પ્રમાણમાં મળી રહે તે સમાજની કેવી દુર્દશા થાય તે સમજાવવાની ભાગ્યે જ જરૂર રહે છે.
દારૂબંધીના અમલ થઈ શકતા નથી માટે દારૂબંધી જ રદ કરવી એ દલીલને જો આગળ લંબાવીએ તે તે એમ પણ આપણે કહી શકીએ કે ચારી થતી અટકાવી શકાતી નથી માટે ફોજદારી ધારામાંથી ચેરીને ગુના ગણવા અંગેની કલમ ૪ રદ કરવી જોઈએ! ખૂન થતાં અટકાવી શકાતાં નથી માટે ખૂનને મેટામાં મેટો ગુનો ગણવા અંગેની કલમ જ ફોજદારી ધારામાંથી રદ થવી જોઈએ! અમને 'સમજ નથી પડતી કે આ દલીલમાં રહેલી પાકળતા કેમ કોઈને જણાતી નથી? કે પછી જણાય છે છતાં દારૂબંધી રદ કરવાના જે શકય લાભા છે - તામિલનાડુની સરકારે દારૂની દુકાનો વેચીને ૧૦ કરોડ રૂપિયા ઊભા કર્યા “ તેને લક્ષમાં લઈને દારૂબંધી રદ કરવાનાં જો કોઈ પગલાં લઈ શકાય એમ હોય તે તે લેવા માટે આપણા સત્તાવાળાઓ તૈયાર છે અને ખેાપેલીના બનાવમાં તેમને એક સુંદર બહાનું મળી ગયું છે!
અમે પોતે, જુવાનીમાં ખૂબ આશાસ્પદ ગણાતા છતાં દારૂને કારણે નિર્વીર્ય અને નિરૂપયોગી બની ગયેલા, કેટલાયે માણસો જોયા છે. દારૂ વધુ ને વધુ પીવાથી માણસ ‘આલ્કોહોલિક' બની જાય છે; એટલે કે પછી દારૂ ન હોય તો એનું ચિત્ત ભ્રમિત જેવું થઈ જાય છે અને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવા માટે તથા સ્વસ્થતાની ક્ષણામાં લેવાયેલા નિર્ણયના અમલ માટે એનામાં કોઈ શકિત રહેતી નથી. આવા માણસોની દયાપાત્ર સ્થિતિ જોઈને તેમને શક્ય હાય તો ઉગારવા માટે દુનિયાભરના દેશમાં “આલ્કોહોલિક એનોનિમસ' નામની સંસ્થાઓ સ્થપાયેલી છે. દારૂને કારણે બરબાદ થયેલાએને બચાવવા માટે આ સંસ્થાએ પ્રયત્ન કરે છે. દારૂનાં અનિષ્ટો
તા. ૧-૧૦-૧૯૭૧
✩
કેવાં હોય છે તે દષ્ટાન્તો સાથે સમજાવવા માટે ‘લિસન’ નામનું એક અખબાર પણ પ્રસિદ્ધ થાય છે અને એ રીતે, સમાજમાં જ્યાં જ્યાં દારૂની પ્રતિષ્ઠા છે તેવા પાશ્ચાત્ય દેશમાં પણ દારૂથી લોકોને બચાવવા માટેનો પુરુષાર્થ સેવાભાવીઓ કરે છે. આપણે ત્યાં પણ ઘણા નાના પાયા પર આવા પુરુષાર્થ થાય છે તેની ધણાને ખબર નહિ હાય. ડાંગમાં આદિવાસીઓ તથા બીજાઓમાં તથા ડાંગની બહારના પ્રદેશોમાં પણ અત્યારે મેક્ષમાર્ગી સંપ્રદાયનો પ્રચાર થવા માંડયા છે અને આ સંપ્રદાયના સંચાલકો, પેાતાના અનુયાયીઓને દારૂની બદીથી દૂર રહેવા સમજાવી શકયા છે તે આનંદની વાત છે. દારૂ આદિવાસીઓના જીવન સાથે કેટલા વણાયેલા છે તે જે જાણતા હશે તેમને મોક્ષમાર્ગી ઉપદેશકોએ મેળવેલી સિદ્ધિની અગત્ય સહેજે સમજાઈ જશે,
આપણી સરકારો આવું કાંઈ રચનાત્મક કરવાને બદલે લોકોને સસ્તા દારૂ મળી રહે તેવું કરવા જો પ્રવૃત્ત થશે તેમ એ એક કરુણતા જ ગણાશે. જે વસ્તુ મેાક્ષમાર્ગી નાના પાયા પર સિદ્ધ કરી શકયા તે સરકાર એનાં પેાતાનાં વિપુલ સાધના વડે શા માટે સિદ્ધ ન કરી શકે? શા માટે મોક્ષમાર્ગીઓ જેવાં બીજાં મંડળાને એ પાતાની પાંખમાં લઈને એ મંડળા દ્વારા રચનાત્મક રીતે દારૂબંધીના પ્રચાર ન કરાવી શકે? સરકાર જ્યારે દારૂબંધીની નીતિની પુનવિચારણા કરે ત્યારે આ બધા મુદ્દાઓ એ લક્ષમાં રાખે એવા અમારો આગ્રહ છે.
એક દલીલ એવી થાય છે કે દારૂબંધી જેવા સમાજ – કલ્યાણનાં કાર્યો કાયદા દ્વારા ન થઈ શકે - એ તો પ્રજાના માનસનું પરિવર્તન થાય તે જ સફળ થાય. અમેરિકામાં દારૂબંધીને પ્રયોગ નિષ્ફળ ગયો તેનો દાખલો પણ આ દલીલના સમર્થનમાં આપવામાં આવે છે. કોઈપણ સમાજોપયોગી કાર્ય કાયદાદ્વારા થઈ શકે એવી દલીલને ક્ષણાર્ધ માટે માની લઈએ ! પણ એ પ્રશ્ન તો ઊઠે જ છે કે પ્રજાનું માનસપરિવર્તન કરાવવા સરકારે શું કર્યું? મેાક્ષમાર્ગીઆ જો આ દિશામાં સફળતા પ્રાપ્ત કરી શકયા તો, સરકારન વહીવટ એવા તે કેવા કનિષ્ટ છે કે વિપુલ સાધનો હોવા છતાં એને દારૂબંધીના કાર્યક્રમમાં સફળતા નથી મળી?
કેટલાક દારૂના વેપારીઓ ગેલમાં આવીને સાત રૂપિયે વ્હિસ્કીની બાટલી વેચવાની વાત કરવા માંડયા છે. અમે તે આવું કાંઈ થાય તે આપણા સમાજમાં કેવી પરિસ્થિતિ ઊભી થશે તેની કલ્પના કરતાં પણ કમકમાં અનુભવીએ છીએ! અમને પ્રશ્ન થાય છે કે, શું આપણી સમસ્ત આદિવાસી ગ્રામ પ્રજાને આપણે નિર્વીર્ય, નિસ્તેજ બનાવી સૂકવી છે? તેમનું હિત તેમને સસ્તા દારૂ વેચવાથી જ સધાશે એમ આપણી સરકાર માને છે? સમજ નથી પડતી કે આ વિચારણાનું વિકૃત બિહામણું સ્વરૂપ કેમ ઘણાને દેખાતું નથી? ડાકણ સ્વરૂપવતી સુંદરીના સ્વાંગ સજીને આવે એવી આ વાત છે. એ સ્વાંગની પાછળનું સાચું બિહામણું સ્વરૂપ જોવામાં જો લાગતાવળગતાઓ નિષ્ફળ જશે તે સહન તો સમાજને જ કરવું
પડશે.
દારૂના પુરસ્કર્તાઓ એક દલીલ એવી પણ કરે છે કે, માનવી । આદિકાળથી દારૂ પીતો આવ્યો છે અને એને એ આદતમાંથી મુકત કરી શકાય એમ નથી, આ દલીલને જો યથાર્થ માનીએ તો તો માનવીએ કશી ઊર્ધ્વગતિ કરવી જ જોઈએ નહિ એવું જ આપણે પ્રતિપાદન કરીએ છીએ એમ કહેવું પડે. દારૂની બદીમાંથી છૂટવું એ ઊર્ધ્વગતિ છે જ એ તે દારૂના પુરસ્કર્તાઓ પણ સ્વીકારશે. ત અમારો તેમને પ્રશ્ન છે કે શું માનવીએ આગળ વધવાના પ્રયત્ન જ ન કરવા એવી તેમની ઈચ્છા છે?
મહાભારતના યુદ્ધના વિજ્યના સાચા અધિકારી યદુકુલનન્દન શ્રીકૃષ્ણને આખો વંશ દારૂમાં જ ખલાસ થઈ ગયો એવું આપણા ઈતિહાસ કહે છે. કવિ દલપતરામે વર્ષો પહેલાં યાદવાસ્થળીનું વર્ણન કરતાં લખ્યું હતું : “યાદવ યાત્રાએ ગયા, પવિત્ર સ્થાન પ્રભાસ. કેફ કરીને પરસ્પર, નિર્મૂળ કીધા નાશ”. આવા ‘નિર્મૂળ કીધા નાશ’ માટેના શસ્ર સમા દારૂ છૂટથી સસ્તો વેચાશે? કોઈ વિચારશે? ( ‘જન્મભૂમિ’માંથી સાભાર)
8