________________
તા. ૧-૧૦-૧૯૭૧
બબુ જીવન
૧૫૧
દરમ્યાન સૌ કોઈ આખો દિવસ પોતાની સાધનામાં એટલા વ્યસ્ત અને મસ્ત રહે છે કે બીજા કોણ કોણ લોકો અને કયાંથી આવ્યાં છે, તે જાણવાની નથી રહેતી ફુરસદ કે નથી મન પણ થતું. કોઈને શું અનુભવ થયો તે જાણવા કરતાં આપણને પિતાને શું થાય છે તે જાણવા-સમજવા તરફ વિશેષ લક્ષ રહે છે.
રમાં રહે તે દરમ્યાન અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, સત્ય તથા માદક વસ્તુઓનું અસેવનવૃત્ત લેવાનું હોય છે. સાધકે શિબિરસ્થાનની બહાર જવાનું, અધિક ભોજન કરવું, ગપસપ, ચર્ચા–તર્કવિતર્ક, અને મિથ્યા વાતચીત કરીને સ્વયંની તેમ જ બીજા સાધકોની શાંતિનો ભંગ કરવાનું વજત હોય છે. સ્વચ્છતા તથા પ્રત્યેક નિયમેનું પાલન અનિવાર્ય રહે છે.
પ્રતિદિન પ્રભાતમાં ૪ વાગે ઊઠવાનું અને અર્ધા કલાકમાં પ્રાત:કાર્ય આટોપીને પોતાનાં સ્થાન પર જ છ વાગ્યા સુધી સાધનામાં બેસવાનું હોય છે. છ થી સાડા છ પ્રાર્થનામાં ઐચ્છિક રીતે જવાનું. આ સમયે શ્રી ગેન્કાજી તેમનાં તાકાતવાન છતાં પ્રેમમય અને સૂરેલ કંઠથી પાલી ભાષાનાં શ્લોકો અત્યંત ભાવપૂર્ણ- - રીતે ગાય છે. પતે એટલા ભાવવિભોર થઈને ભગવાન તથાગતને, ગુરુદેવ ઉબા - ખીનને, તેમ જ શ્યામમાતાને પ્રેમભરી શ્રદ્ધાંજલિ આપતા હોય છે કે પ્રાર્થનામાં ઉપસ્થિત સાધકો પર એની સુંદર અસર થાય છે. સાડા છ પછી સ્નાનાદિ અને ચાનાસ્તાથી પરવારીને બરાબર આઠ વાગે મોટા હોલમાં સામૂહિક સાધના હોય છે. નિશ્ચિત સમય પહેલાં જ પાંચદસ મિનિટે સાધકો સાધનામાં બેસી જતા હોય છે. કોઈને બોલાવવાની જરૂર નથી રહેતી. આઠથી નવ, એક કલાકની સાધના પછી ભારતીય સાધકોને પોતપોતાનાં સ્થાન પર, જઈને નવથી સાડા અગિયાર સુધી સાધના કરવાની હોય છે. અને વિદેશી સાધકો માટે કરી ગાથેન્કાજીનું પ્રવચન હોય છે. સાડા અગિયાર વાગે ભેજનનો સમય રહે છે. ભજન અત્યંત સાદું, પૌષ્ટિક, સાત્ત્વિક અને સ્વચ્છ હેય છે. ભેજન પછી થોડે આરામ અને દોઢ વાગે પોતાનાં સ્થાન પર સાધના કરવાની. અઢી વાગે હાલમાં સામૂહિક સાધના. સાડાત્રણથી પાંચ સાધકોને વ્યકિતગત રીતે સાધનામાં કશી અડચણ હોય તે તે ઠીક કરાવે છે. સાંજે પાંચથી છ ચહા, દૂધ અને ફ્રી સમય. છ વાગ્યાથી સામુહિક સાધના સાત વાગ્યા સુધી, સાતથી આઠ તેમનું પ્રવચન હિંદીમાં. તે વખતે વિદેશી સાધકો પોતાના સ્થાન પર સાધના કરે છે. આઠથી નવ પાછી સામુહિક સાધના હોય છે. સાધકો માટે રાત્રિભેજન ઉપકારી નથી હોતું એટલે નવ વાગે સૌને દૂધને મોટો ગ્લાસ, બે કેળાં અને બીજે સીઝનનું ફળ આપવામાં આવે છે. દૂધ અને ફળે હલકું ભજન સાધના માટે ઘણું ઉપયોગી બને છે. સાડા નવ વાગે સુઈ જવાનું હોય છે. આ પ્રમાણે દૈનિક કાર્યક્રમ રહે છે. તદુપરાંત સવારે ભજન પછી અને સાંજના પાંચથી છના ફ્રી સમયમાં કોઈને વ્યકિતગત રીતે શ્રી ગોયન્કાજીને મળીને વાત કરવી હોય, સાધનાની મુશ્કેલીઓ રજૂ કરવી હોય અને તેને ખુલાસો મેળવવો હોય, કંઈ ચર્ચા કરવી હોય તો તે માટે તેઓ તૈયાર હોય છે. તેમની સાથે વાતચીત કર્યા પછી ગમે તેવા સંશયાત્મક, અને તર્કવાદી પણ અત્યંત આનંદ અને સંતોષ મેળવી પાછા ફરે છે. તેમનાં હૃદયની સરળતા અને પારદરશિતાથી આવું પરિણામ આવે છે.
શિબિરનિવાસના ચોથા દિવસે આ દિવસે મૌન રાખવાનું હોય છે. પાંચમા દિવસની રાત્રિના નવથી છઠ્ઠા દિવસની રાત્રિના નવ સુધીનું મૌન, સાતમા દિવસની રાત્રિના નવથી આઠમા દિવસની રાત્રિના નવ સુધીનું મૌનપાલન અનિવાર્ય રહે છે. આ મૌન જરૂરનું એટલા માટે બને છે કે આટલા દિવસની સતત સાધના પછી મન આપોઆપ અંતર્મુખ બનતું જાય છે. તે વખતે જાણે કોઈ બોલે જ નહિ, અને આપણે પણ કોઈ જોડે ન બોલવું પડે તો કેવું સારું- તેવી લાગણી બળવત્તર બને છે. મૌનના દિવસમાં અત્યંત આનંદ આવે છે અને ભીતરનાં અગોચર પ્રદેશમાં જે કંઈ ફરક પડતો જાય છે તેનું શાંતિથી નિરીક્ષણ કરવાનું શકય બને છે. શિબિર
આ સાધના દરમ્યાન પૂ. પરમાનંદભાઈની યાદ વારંવાર આવ્યા કરતી હતી. તેઓ મારા આધ્યાત્મિક વિકાસની પ્રત્યેક બાબતે માટે ઊંડો રસ ધરાવતા હતા. અને તે માટે જાણવા-સમજવા માગતા હતો. મારે કયાંય બહારગામ જવાનું હોય, કોઈ આશ્રમની મુલાકાત, યા સાધના કે શાંતિ માટે થોડા દિવસ ગઈ હોઉં ત્યારે, ત્યાંથી આવ્યા પછી તેઓ તરત જ એ બધી વાતો અત્યંત વાત્સલ્ય, ઊંડ રસ અને ઉત્સાહથી જાણવા માગતા હોય. તેવી જ રીતે તેઓ પોતે પણ કયાંય બહાર જઈને આવ્યાં હોય તો તે બધી વાતો પણ એટલા જ ઉત્સાહ આનંદ અને પ્રસન્નતાપૂર્વક વિગતથી મને ને કહે ત્યાં સુધી એમને શાંતિ ન થતી.
છેલ્લે છેલ્લે પણ તેઓ મોટો પ્રવાસ કરીને આવેલા તેની વાતે મને કહેવાનાં હતા, પણ વચમાં 26તંભરા - શકિતદલને વાર્ષિક દિવસને મેટો રામારંભ આવવાને હોઈને હું તેમાં વ્યસ્ત હોઉં તેમ સમજીને એમણે કહેલું કે સમારંભ બાદ એક દિવસ નિરાંતે આવીને પ્રવાસની વાત વિગતે કહેવી છે. હું પણ એ દિવસની ઉત્સુકતાથી રાહ જોતી હતી. પણ કોને ખબર હતી કે તેઓ અનંતને પ્રવાસે આટલા જલદી અચાનક ઉપડી જશે ! હવે કોણ એટલા વાત્સલ્ય અને પ્રેમથી વાત કહેશે અને સાંભળશે? કોણ આટલો ઊંડો રસ ધરાવીને આપણને વિકાસના પથ પર અગ્રેસર રહેવાની પ્રેરણા આપશે?
વિપશ્યના સાધના દરમ્યાન વારંવાર આ વિચાર આવતા હતા. અને પરમ વિશ્વાસપૂર્વક એ લાગણી થતી હતી કે જે પૂ. પરમાનંદભાઈ હયાત હોત તે આ સાધનાની વાત સાંભળીને તેઓ પહેલી તકે શિબિરને લાભ લઈને ઘણાં વખતની, વિચારમુકિતનાં પ્રદેશને શો અનુભવ હોય છે તે જાણવાની, તેમની પ્રબળ જિજ્ઞાસાને પૂરી કરવા તરફ આગળ વધવાનું વિચારતે. આવી અદમ્ય ઈચ્છા સાથે તેઓ ગયાં છે.
વિપશ્યના સાધનાનાં ચાર મહત્ત્વનાં સ્તંભ વિશે હવે પછીના અંકમાં ચર્ચા કરીશું . મિશ
પૂણિમા પકવાસા
પરમાનંદ-વિચાર મુકતકો વર્તન કરતાં પણ વાણીને ઘા માણસને વધારે આકરો લાગે છે. આપણી વાણીમાં સત્ય જોઈએ; સ્પષ્ટતા જોઈએ; નીડરતા જોઈએ; પણ સાથે સાથે બને તેટલી મૃદુતા અને નમ્રતા જોઈએ.
દરેક પ્રવૃત્તિ તેમ જ દરેક વૃત્તિ આખરે પ્રગતિની પોપક હોવી જોઈએ.
મારો વિચાર જ સત્ય હોઈ શકે, અને જે કાંઈ વિચારે છે તે કેવળ અસત્ય અને અવનતિને માર્ગે લઈ જનારું જ હોય છે એવી એકાતિક કલ્પના આપસમજણના વધારે પડતા ખ્યાલને સૂચવે છે. પહેલાં તે જે પ્રમાણિકતાને યશ આપણે આપણા વિચારને આપીએ તે પ્રમાણિકતાને યશ આપણાથી વિરુદ્ધ વિચાર ઘેરીવારને આપણે આપવો જ જોઈએ.