________________
૧૫૦
પ્રભુ જીવન
વિષથ્યના
આ નામ અને આ સાધનાના પ્રકાર બેઉ, આપણે માટે નવાં છે. મારા એક મિત્ર અને જાણીતા અવધાનકળાનાં શાતા શ્રી મનહરલાલ શાહ તરફથી આ સાધના વિશેની થાડી જાણકારી મેળવીને મને બહુ જ પ્રસન્નતા થઈ. તેએ પેાતે અધ્યાત્મમાર્ગના પ્રવાસી છે, અને એ ક્ષેત્રમાં સંશોધન અને સાધના કરી રહેલા છે. વિપથ્યના સાધનાની એક શિબિરમાં તેઓ જઈ આવ્યા હતા. એમને થયેલા સુંદર અનુભવ વિષે સાંભળીને મને પણ એ સાધનાની આગામી શિબિરમાં ભાગ લેવાનું મન થયું.
તે પ્રમાણે જુલાઈ માસની ૮ મી તારીખથી નેમાણીવાડીમાં શરૂ થનારી શિબિરમાં ભાગ લેવાનું નક્કી કરીને નિયત સમયપર શિબિરના સ્થાન પર પહોંચી ગઈ. શ્રી સત્યનારાયણજી ગાયૅકા આ શિબિરોનું સંચાલન કરે છે. ત્રણ પેઢીથી બર્મામાં તે વ્યાપારધંધા અંગે વર્ચી ગયા હતા. ધીકતા ધંધા અને અત્યંત શ્રીમંતાઈ વચ્ચે તેઓ ઊછર્યા અને ધંધામાં જોડાયા. તેમને માથામાં વિચિત્ર દર્દ લાગુ પડ્યું હતું. અનેક ઉપાયો કરવા છતાં કશો ફરક ન પડ્યો. છેવટે ઈલાજ કરાવવા માટે તેઓ પરદેશ ગયા. યુરોપ-અમેરિકાનાં નિષ્ણાત ડાકટરોને બતાવ્યું અને સારવાર લીધી. લાખા રૂપિયાના ખર્ચ કર્યો છતાં દર્દ તો ત્યાંનું ત્યાં જ રહ્યું. આખરે નિરાશ થઈને પાછા રંગુન આવ્યાં. દર્દ અસહ્ય બન્યું.
એક મિત્રે સૂચવ્યું કે શ્રી ઉબા-ખીન નામે એક ગૃહસ્થસંન્યાસી છે, તેમની પાસે ભગવાનબુદ્ધની પ્રબોધેલી સાધનાના સુંદર અભિગમ છે, જેમાં ઊતરવાથી તન અને મનનાં રોગ, થાક, દુ:ખાદિનાં નિવારણ થાય છે. પ્રથમ તો શ્રી ગોયેન્કાજીને આ વાતમાં ભરોસા ન પડયો. તે છતાં દર્દ એટલું અસહ્ય હતું કે ડૂબતા માણસ જેમ તરણાને પકડે તેમ તેમણે પણ આ વાત ઉપર થોડો વિશ્વાસ મૂક્યો અને શ્રી ઉબા-ખીનને મળવા ગયા. તેમનું પ્રેમ અને કરૂણા નીતરતું વત્સલ વ્યકિતત્વ જોઈને ગોયેન્કાજી પ્રભાવિત થયા. તેમણે કહ્યું કે મારી પાસે કોઈ જાતનાં રોગાને મટાડવાની સીધી દવા નથી. પણ આ વિપથ્યના સાધના દ્રારા મનુષ્ય પરમ શાંતિ મેળવી શકે છે. જે મેળવવા પ્રત્યેક મનુષ્યની આંતરિક ભાવના હાય છે અને તેનાં આડકતરાં લાભામાં (By Protuot) શરીર દુ:ખમુકત બને છે. અને તે માટે દસ દિવસની સાધનામાં બેસવું પડે.
,,
મનુષ્યથી વ્રુદ્ધિની વિડમ્બના તો મેવો? શ્રી ગાયૅન્કાજી કહી રહ્યા હતા : “વિ સોદો સામે ફેશ ભયંકર વ્યાધિસે મૈં पीड़ित था । अनेक उपाय किये, आखिर, युरोप अमेरिकाका देढ़ सालका प्रवास भी किया, लेकिन इन गुरुदेवने जब दसदिन साधना में बैठने के लीए कहा तब मैंने कहा कि मेरा व्यापारधंधा छोड़कर इतना सारा समय मैं कहाँसे लाऊं ? आप कहे तो सुबह या शाम थोड़ी थोड़ी देर आ सकता हूँ । गुरूदेवने शान्तिसे कहा कि " जब पूरे दसदिनका समय हो तब आना । " આખરે વ્યાધિથી થાકી - હારીને છ માસ બાદ દસ દિવસ સાધનામાં બેસવાનો નિર્ણય કરીને ગુરુદેવનાં ચરણમાં તેઓ પહોંચી ગયા અને સાધનામાં લાગી ગયા. સાધનામાં જેમજેમ આગળ વધતા ગયા તેમતેમ મન પર તેની અસર પડવા લાગી. માથાનું દુ:ખ જાણે ઓછું થતું લાગ્યું. દદિવસની સાધના બાદ માથું જાણે હલકું ફૂલ બની ગયું. “ આ તો મારા મનથી એક ચમત્કારજ હતા, ” આવી બે-ત્રણ શિબિરોમાં ભાગ લીધા પછી જાણે આવા દુ:ખાવા જેવા કોઈ વ્યાધિ તેમને કોઈ દિવસ હતો જ નહિં તેવી દુ:ખમુકિત અનુભવીને અત્યંત હર્ષ પામ્યા. પછી તે અવાર
તા. ૧૧૦–૧૯૭૧
સાધના
✩
નવાર પંદર દિવસ મહીના અને કોઈ કોઈ વાર છ માસ પણ ગુરુદેવનાં તેમ જ તેમની ધર્મપુત્રી શ્યામામાતાનાં સાન્નિધ્યમાં રહીને સાધનામાં અત્યંત ઊંડાણ સાધ્યું. તેમનાં મનમાં ભાવના જાગી કે મારા જેવા કેટલાયે લોકો હશે કે જેઓ શારીરિક અને માનસિક પીડાથી ગ્રસ્ત હશે, અને પીડામુકિત માટે અનેક ઉપાયામાં અટવાતા હશે. તેઓને જો આ સરળ પદ્ધતિ બતાવવામાં આવે તો કેટલા બધા લાભ થાય ! ગુરુદેવે પણ કહેલું કે આ સાધનાપદ્ધતિની સમૃદ્ધિ ભારતવર્ષની છે. ત્યાંથી અમને આ ધન મળ્યું છે. જેને અમે ખુબ જતનથી સાચવી રાખ્યું છે અને તેની ખુલ્લા મનથી લહાણી કરી રહ્યાં છીએ. પરંતુ આપણાં સૌનું એ કર્તવ્ય છે કે જ્યાંથી આ ધન મળ્યું છે તે દેશનાં લોકોને પણ આ સુખસમૃદ્ધિના ભંડારમાં સહભાગી બનાવવા.
તેમણે શ્રી ગોયેન્કાજીને આદેશ આપ્યા કે ભારત જાવ અને ત્યાં. સાધનાશિબિરો યોજીને ભગવાન તથાગતના આ કલ્યાણમય સંદેશને ત્યાં પ્રવાહિત કરી. ગાયન્કાજીએ આદેશને શિરાધાર્થ કર્યો, અને ધંધાધાપા પાતાનાં પુત્રને સોંપીને ભારત આવ્યા. પ્રારભમાં તો તેમને બર્મા સરકાર તરફથી ફકત મહિના કે દોઢ મહિના ની જ પરવાનગી મળતી હતી. પરંતુ હમણાં પાંચ વર્ષ માટે મેળવીને આવ્યાં છે. ભારતનાં વિવિધ સ્થાનેમાં શિબિરો યોજાય છે. હમણાં ૩૦ મી શિબિર મુંબઈમાં ચાલી રહી છે. ત્યારબાદ કુશીનગર, ડેલહૌસી, બિકાનેર અને પાછી નવેમ્બરમાં ૫ થી ૧૫ અને ડિસેમ્બરની ૨ થી ૧૨ સુધી મુંબઈમાં યેજાવાની છે.
આટલી પ્રારંભિક ભૂમિકા પછી હવે મુખ્ય વાત પર આવીએ. આ સાધનાિિશબરોમાં પરદેશી સાધકોની મેટા પ્રમાણમાં હાજરી ધ્યાન ખેંચે તેવી હોય છે. અત્યંત ઉત્સાહ અને લગનથી તેઓ સાધનાની પ્રત્યેક બાબત સમજવા માગે છે અને નિષ્ઠાપૂર્વક તે પ્રમાણે આચરવાની કોશિશ કરે છે. કેટલીક શિબિરોમાં ભારતીઓ કરતા પરદેશીઓની સંખ્યા વધારે રહે છે. આમાંનાં કેટલાક સાધકો ત ત્રણત્રણ ચારચાર શિબિરોમાં જઈ ચૂકેલા હોય છે, અને છતાં પાછા તેટલા જ ઉત્સાહપૂર્વક ત્યાર પછીની શિબિરમાં દાખલ થઈ જતા હોય છે. બે – ત્રણ સાધિકા બહેનોએ તા કહ્યું કે તેમનાં વિશ્વપ્રવાસના કાર્યક્રમમાં ભારતમાં ફરવાને કાર્યક્રમ અઢી માસન હતા. તેટલા સમયના ગાળામાં જેટલી અને જ્યાં આ શિબિરો યોજાય છે ત્યાં અમે અચૂક લાભ લઈએ છીએ. બાકીના વચ્ચેનો થોડો જે સમય ફાજલ રહે તેમાં આસપાસનાં બે-ચાર સ્થાનામાં ફરી આવીએ છીએ. પણ ખરૂં પૂછે તો આ શિબિરોમાં અને શ્રી ગાયેકાજીની ભગવાન બુદ્ધની પ્રરૂપેલી સાધના પદ્ધતિથી શીખવામાં એટલા આનંદ અને સંતોષ મળે છે અને જાણે સમગ્ર ભારતનું દર્શન અહિં જ મળી જતું હોય તેવા અનુભવ થાય છે. એટલે બીજે કશે. ફ્રીને સમયને વેડફવાનું મન નથી થતું. પરદેશી સાધકોમાં, વિદ્યાર્થીઓ, ધંધાદારી-વ્યવસાયી લોકો, પ્રોફેસરો, શિક્ષણકારો, ફિલસૂફો, અને અલગારી પ્રવાસીઓ – એમ બધી જાતનાં ભાઈ બહેનો હાય છે. એકાદ બે હિપ્પી પણ જોયા. પરંતુ તેમનાં હિપ્પીપણાંને યાગ્ય દિશામાં વહેવાની જાણે તક સાંપડી હોય તેમ તેઓ પણ શિબિરના એકેએક નિયમ અને આચાર સભાનતાપૂર્વક પાળતા જણાતા હતા.
શિબિરને પ્રથમ દિવસે પ્રાથમિક માર્ગદર્શન માટે શિબિરાર્થીએને એક નાની નોંધ આપવામાં આવે છે. તેમાં પંચશીલનું પાલન એ મહત્ત્વની સૂચના હોય છે. પ્રત્યેક સાધકે ઓછામાં ઓછું તે શિબિ