________________
બુદ્ધ જીવન
તા. ૧-૧૦-૧૯૦૧,
સુધારા, ભારત-રશિયાના કરારો, બાંગલાદેશ પ્રત્યેની નીતિ, આ પ્રશ્નો ઉપર તીવ્ર મતભેદો થયા છે. આ બાબતમાં કામરાજે પણ શાસક કોંગ્રેસની નીતિનું ખુલ્લી રીતે સમર્થન કર્યું છે. વીરેન્દ્ર પાટિલ અને હીતેન્દ્ર દેસાઈ પણ કાંઈક એવા જ મતના છે. રહ્યા માત્ર મેારારજીભાઈ, નિર્જલિંગપ્પા અને પાટિલ—છેલ્લા બેનું હવે કાંઈ સ્થાન કે અસર નથી. મેરારજીભાઈના શાસક કૉંગ્રેસ અને ઈન્દિરા ગાંધી સામેના વિરોધ કાંઈ ઓછા થયા નથી.
શાસકાગ્રેસમાં પણ સામ્યવાદીઓ અને બીજા અનિચ્છનિય તત્ત્વો ભળ્યા છે. સમાજવાદી ફોરમેટ ફૂટી નીકળી છે. કેટલીય બિનજવાબદાર અને વાહીયાત વાતો થાય છે. પરિણામે દેશને હાનિ છે. ઈન્દિરા ગાંધી દ્રઢ છે, નીડર છે, કોઈની શેહમાં તણાઈ જાય તેવા નથી. પણ પરિસ્થિતિ એવી ઉત્પન્ન થાય કે તેમને પણ નિરૂપાયે તણાવું પડે, જો જવાબદાર તત્ત્વોને સહકાર અને બળ ન હોય. હકીકતમાં શાસક કૉંગ્રેસ અને સંસ્થા કાગ્રેસ એક થાય તે દરેક રીતે દેશના હીતમાં છે. કૉંગ્રેસ મધ્યમાર્ગી રહી છે. કેટલેક દરજજે ડાબેરી-પણ લોકશાહી અને શાન્તિમય માર્ગમાં દઢ-કોગ્રેસને ફરી સબળ અને પ્રાણવાન બનાવવી હોય અને સામ્યવાદીએની ઘૂસણખોરી અટકાવવી હોય તે સંસ્થાૉંગ્રેસના આગેવાનાઓ, પ્રતિષ્ઠાના સવાલને કોરે મૂકી, દેશના હીતમાં, બન્ને કોંગ્રેસસની એકતા ફરી સ્થાપવી જોઈએ. મેારારજીભાઈને બાદ કરીયે તે નીતિવિષયક કોઈ મહત્ત્વનો મતભેદ નથી. સરદાર અને નહેરૂને તીવ્ર મતભેદો હતા તો પણ દેશના કલ્યાણ માટે છેવટ સુધી સાથે રહ્યા. સંસ્થાăાન્ગ્રેસના પીઢ આગેવાનેએ જીવનભર દેશની સેવા કરી છે. બન્ને પક્ષે કાંઈક ઉદારતા દાખવી, આ કટોકટીના સમયે રાજ્યોમાં પણ સ્થિર રાજતંત્ર થાય તે માટે બન્ને કૉંગ્રેસની એકતા સ્થપાય તે આવશ્યક છે.
નિકિતા કુશ્ચેવ
દસ વર્ષ સુધી રશિયાના સર્વસત્તાધીશ સરનશીન રહી, સાત વર્ષ સામાન્ય જન પેઠે નિવૃત્તિ ભાગવી, ક્રુવનું ૭૭ વર્ષની વયે અવસાન થયું ત્યારે રશિયાએ કાંઈ નોંધ લીધી નહિ. પણ ઇતિહાસ ક્રુવની નોંધ જરૂર લેશે. ગરીબ ખેડૂતને અભણ દીકરો, ઢોર ચારી, કોલસાની ખાણમાં મજૂરી કરતો. ૧૯૧૭માં રશિયાની ક્રાન્તિ સમયે ૨૩ વર્ષના આ યુવાને કાંઈ ખાસ મહત્ત્વનો ભાગ ભજવ્યો નહતા, પણ પછી સ્ટાલીનના અનુયાયી થયા અને પેાતાની શકિતથી અગત્યનું સ્થાન પ્રાપ્ત કર્યું. સ્ટાલીનના અકથ્ય અત્યાચારોના સહભાગી હતા. ૧૯૫૩માં સ્ટાલિનના મૃત્યુ પછી, બે વર્ષમાં પેાતાના હરીફોને હટાવી, સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું અને ત્યાર પછી ૧૦ વર્ષ તેની સ્વતંત્ર રાજનીતિના પરિચય આપ્યો. વમાં શહેરી નાગરિકની સભ્યતા ન હતી. ખેડૂત અને મજૂરની નિખાલસતા અને હૃદય હતા. ક્રુશ્ચેવનું ઇતિહાસમાં સ્થાન રહેશે તેના ત્રણ મહત્ત્વના કાર્યોથી. સ્ટાલિનના ૩૦ વર્ષના એકચક્રી રાજ્યમાં ભય અને રાસનું સામ્રાજ્ય જામ્યું હતું. ક્રુશ્ચેવે કાંઈક પ્રાયશ્ચિત રૂપે, રશિયાને આ ભય અને ત્રાસમાંથી મુકત કર્યા. ૧૯૫૬ માં સ્ટાલિનના અત્યાચારોને કુાં વે ઉઘાડા પાડયા અને જગત ચોંકી ઉઠયું. રશિયાએ, ખાસ કરી લેખકોએ કાંઈક ખુલ્લી હવા અનુભવી. સામ્યવાદને નવા ઝોક મળ્યા. પૂર્વ યુરોપના સામ્યવાદી દેશ અને દુનિયાના બીજા દેશા સાથે પણ ક્રુશ્રવે વલણ બદલાવ્યું અને સહઅસ્તિત્વના સિદ્ધાંતને અમલમાં મૂકયો. અમેરિકા સાથેના સંબંધ સુધારવા પ્રયત્નો કર્યા. બે વખત અમેરિકાની મુલાકાત લીધી. સામ્યવાદમાં liberal attitude દાખલ કરી પણ મર્યાદામાં. લેખકોને કાંઈક સ્વતંત્રતા મળી તો પણ પાસ્તરનીક નોબેલ પારિતોષક લઈ ન શક્યા. પૂર્વ યુરોપના સામ્યવાદી દેશા સાથે થાડા સ્વતંત્ર સંબંધા શરૂ કર્યા પણ હંગરીએ બળવા કર્યો ત્યારે તેને ભારે હાથે કચડી નાખ્યું. મતલબ, સામ્યવાદી માળખામાં છૂટછાટ મૂકી પણ માળખા ઉપર જ કોઈ પ્રહાર થાય તો અસહ્ય હતાં. આ liberal approachને કારણે ચીન સાથેના સંબંધ બગડયા અને માઓને મતે, કુશ્ચેવ
૩
૧૪૯
Revisionist મવાળ લેખાયા.
ક્રુશ્ર્વ વની ખરી કસોટી કયુબાની કટોકટી વખતે થઈ. કમુબાને અણુશસ્ત્રો પુરા પાડયા તે કેનેડી માટે અસહ્ય હતું. રશિયા અને અમેરિકા આયુને આરે આવીને ઊભા રહ્યાં. જગતનો શ્વાસ થંભી ગયા. પળેપળ દુનિયા નિહાળી રહી. આવા અણીના સમયે, કુવે પ્રતિષ્ઠાને કોરે મૂકી રશિયાના જહાજો પાછા વાળ્યા ત્યારે દુનિયાએ છુટકારાના દમ ખેંચ્યો. ક્રુશ્ચેવે બતાવ્યું કે યુદ્ધથી કોઈ પ્રશ્નનો નિકાલ થતા નથી.
રશિયાનું રાજકારણ રહસ્યમય છે. અચાનક ઑકટોબર ૧૯૬૪ માં દુનિયાએ સાંભળ્યું કે કુવ પદભ્રષ્ટ થયા છે. સ્ટાલીનનો સમય હોત તો ધડથી માથું જુદું થયું હોત. પણ ક્રુવે સામ્યવાદમાં જે નવા યુગ શરૂ કર્યો હતો તેને પરિણામે ત્યાર પછી તે સાત વર્ષ જીવી શકયા.
ક્રુવ ભારતના મિત્ર હતા. રશિયાએ તેના મૃત્યુની નોંધ ન લીધી પણ ઈન્દિરા ગાંધીએ તેની પત્નીને આશ્વાસનના સંદેશા
મેકલાવ્યા.
સ્ટેફન રોઝનફેલ્ડે તેના વિષે કહ્યું છે:
"Tough enough to rattle rockets and sentimental enough to handle grand-children; ruthless enough to spill honest men's blood and courageous enough to place man's fate above all else; narrow enough to make soviet citizens pay for the harsher aspects of communist ideology, and broad enough to put before men a vista of good life; this was Nikita S. Kruschew,* માણસ અને ઉંદર
સિદ્ધપુર તાલુકાના ૪૧ ગામામાં ઉંદરોનો સંપૂર્ણ નાશ કરવા એક દ્વિવાર્ષિક યોજના અમલમાં મૂકી છે. ભારત સરકાર અમેરિકાની આંતરરાષ્ટ્રીય વિકાસસંસ્થા, વિગેરે આ યોજનાને આર્થિક અને બીજા પ્રકારે મદદ અને માર્ગદર્શન આપે છે. તાલુકામાં યુવાન ખેડૂતની સંસ્થા રચી છે અને “પ્રગતિશીલ ” ખેડૂતોને આ યોજનાના સફળ અમલ માટે રાહકાર આપવા પ્રચાર કરે છે. આ કામ માટે ગ્રામપંચાયતોને મદદ અપાય છે. ૮ મહિનામાં સિદ્ધપુર તાલુકાના ૧૬ ગામામાં ૬૫,૦૦૦ ઉંદર માર્યા. ૬૧૪ માણસની વસ્તીના એક જ ગામમાં ૧૫ દિવસમાં ૩,૪૭૦ ઉંદર માર્યા. યોજનાની સંપૂર્ણ સફળતા માટે સરસ્વતી અને ખારી બે નદીઓ વચ્ચેના પ્રદેશ પસંદ કર્યો છે કે જેથી ઉદર નદી પાર કરી છટકી ન શકે. ઉંદર ઘણી ચકોર જાત હોવાથી, તેને કોઈ છટકબારી રહેવા ન દેવી, વળી, ઉંદરની ઉત્પત્તિ ઘણી વધારે થતી હોવાથી, એક પણ ઉંદર જીવતા રહેવા ન દેવા કે જેથી નવી ઉત્ત્પતિ થાય જ નહિ. ઉંદર મારવા ઝેરી
દવાઓના ઉપયોગ કરવામાં આવે છે. અનાજ સાથે ભેળવી ઉંદરને
ખાવા લલચાવવા. આ યોજના સફળ થાય એટલે ગુજરાતના અને દેશના બીજા પ્રદેશામાં તેના અમલ થશે.
આ યોજનાનો ઉદ્દેશ દરે અનાજ ખાઈ જાય છે અને નુકસાન કરે છે તે બચાવવાનો અને ઉંદર માણસને કરી રોગ ફેલાવે છે તે અટકાવવાનો છે. ઉંદરથી અનાજને કેટલું નુકસાન થાય છે તેનાં આંકડાઓ આપવામાં આવે છે અને કહેવાય છે કે ઉંદરનો સંપૂર્ણ નાશ થઈ જાય અને કરોડોની સંખ્યામાં છે ત દેશને અનાજના તોટો ન રહે અને પ્લેગ જેવા રોગેામાંથી માણસ બચી જાય.
ઉંદરો અનાજ ખાઈ જાય છે અથવા નુકસાન કરે છે એ હકીકત છે. માણસે જીવવા માટે આટલી વ્યાપક હિંસા કરવી જોઈએ? આટલા ક્રૂર થવું જોઈએ ? પોતાના લાભ માટે મનુષ્યેત્તર પ્રાણી સૃષ્ટિના આવા સંહાર કરવાના ઈશ્વરે મનુષ્યને અધિકાર આપ્યો છે ? મનુષ્યેત્તર પ્રાણીસૃષ્ટિને જીવવાનો કોઈ અધિકાર નથી ? આવાં ઘણાં સવાલા અંતરમાં ઊઠે છે. જે કાંઈ થાય છે તેના સમર્થનમાં ઘણું કહેવાય એવું છે તે હું જાણું છું. આશ્રમની ખેતીને વાંદરાઓ નુકસાન કરતા ત્યારે ગાંધીજીને આ પ્રશ્ન ગંભીરપણે વિચારવા પડયો હતો. પણ આ બધામાં કાંઈ વિવેક, કાંઈ મર્યાદા, કાંઈ અંતરખેદ, હાય ખરો કે નહિ? એને ઉન્માદ હાય? કાંઈક સહન કરીને પણ માણસાઈ ટકાવી રાખવી કે વિજયને નશા ચડાવવા? બીજા કોઈ ઉપાયો વિચારવા કે “નિષ્ણાતો” ને બુદ્ધિ અને હૃદય વેચી દેવા? કુદરતમાં અપાર હિંસા છે માટે જ માનવી માટે અહિંસા ધર્મ છે.
ચીમનલાલ ચકુભાઈ