SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MH. 117 પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૩: અંક ૧૧ જ પ્રબુદ્ધ જીવન મુંબઈ ઑકટોબર ૧, ૧૯૭૧ શુક્રવાર વાર્ષિક લવાજમ રૂ. ૭, પરદેશ માટે શીલિંગ ૧૫ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૭-૪૦ પૈસા તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ વિક ડૉ. આલ્બર્ટ સ્વાઈલ્ઝર અને ગાંધીજી કે [ ગતાંકથી ચાલુ ] [૩] સ્વાઈન્ઝર અને ગાંધીજીની જીવનદષ્ટિ અને જીવનદર્શનની તુલનાત્મક વિચારણા કરીએ ત્યારે કેટલાય ગહન તાત્ત્વિક અને નૈતિક પ્રશ્નોનું વિવેચન કરવું પડે તેમ છે. અહીં તેને અતિ સંશોપમાં નિર્દેશ કરીશ. સ્વાઈન્ઝરના ચિન્તનને મુખ્ય વિષય નૈતિક છે. સદાચારને પાય શું? Fundamental Principle of ethical conduct. માણસે પરમાર્થ શા માટે કરવો ? આવો સવાલ પૂછીએ ત્યારે જીવનનું ધ્યેય શું એ પ્રશ્ન સહજ ઉપસ્થિત થાય. તેમાંથી તાત્ત્વિક પ્રશ્નો ઉદ્ભવે. જીવ, જગત, ઈશ્વર, જીવની અંતિમ સ્થિતિ આ જ્ઞાનના પ્રચ્છે છે. માણસ વિચારતો થયો ત્યારથી પૂછતો આવ્યો છે. આ બાબતે વિશે જે કાંઈ જ્ઞાન કે માન્યતા હોય તેને અનુરૂપ વ્યકિતનું આચરણ-આચારધર્મ નક્કી થાય છે અથવા કરે છે. સ્વાઈન્ઝર માને છે કે આવું જ્ઞાન શકય નથી. The world is inexplicably mysterious 241 Srodal oils માન્યતાઓ પણ કાંઈક નિરાશા પેદા કરે તેવી છે. આ વિશ્વમાં કોઈ મંગળમય તત્ત્વ સર્વોપરિ હોય તેમ સ્વાઈન્ઝરને જણાતું નથી. આ વિશ્વમાં કોઈ હેતુ હોય એવી તેમની કાતા નથી. The world is without a purpose. આ નિરાશાનું કારણ કે જગતમાં અપાર દુ:ખ છે, જેનું સંતોષકારક સમાધાન સ્વાઈઝરને કોઈ મળતું નથી. The world is full of suffering, આવું મનનું વલણ હોય તે સંસાર પ્રત્યે ઉદાસીનતા અથવા વિષાદ પેદા થાય. સ્વાઈન્ઝરને એવું કાંઈ જ ન થયું. કારણ, તેમની પ્રકૃતિ અને ચિત્તને. પ્રકૃતિ કર્મયોગીની અને ચિત્તનને પરિણામે અંતરકરુણાને આચારધર્મને પાયો ગણ્યો. સ્વાનુભૂતિથી સર્વ જીવ પ્રત્યે આદર, પ્રેમ અને કરુણામાં પોતાની સાચી માનવતા નિહાળી Man does not live by bread alone. આધ્યાત્મિક અનુભૂતિ, સર્વ જીવ સાથે મૈત્રી, સાચા સુખને ઉપાય છે એવી પ્રતીતિ. પરિણામે લક્ષ્મી, સત્તા કે કીતિની કોઈ દિવસ ઝંખના ન કરી પણ માનવસેવામાં જીવન સમર્પણ કર્યું. માનવતાવિહોણી લક્ષ્મી, સત્તા કે કીતિ માટેની દેટમાં સંસ્કૃતિને વિનાશ જે. (Decay of civilisation). આવું જીવનદર્શન subjective સ્વલક્ષી છે, વસતુલક્ષી નથી; બુદ્ધિધર્મને કાંઈક મળતું છે. ભગવાન બુદ્ધ પણ તત્ત્વજ્ઞાનના અંતિમ પ્રશ્નોના વિવાદમાં પડવાની અનિચ્છા બતાવી છે. બુદ્ધધર્મ અનાત્મવાદી કહેવાય છે. બુદ્ધનું નિર્વાણ આત્માની અનંત સુખની સ્થિતિ છે કે શૂન્યતા છે એ વિશે સ્પષ્ટતા નથી. બુદ્ધના ચાર આર્યસ અને અષ્ટાંગી માર્ગ, જગતની વાસ્તવિકતા દુ:ખને સ્વીકારી તેના નિવારણને ઉપાય બતાવે છે. બુદ્ધને ધર્મ કરુણા, મૈત્રી, પ્રેમને ધર્મ છે. જૈનધર્મ અને હિન્દુધર્મ જ્ઞાનની બાબતમાં નિરાશાવાદી નથી. શ્રીમદ રાજચંદ્ર આત્મસિદ્ધિમાં પદનું નિરૂપણ કર્યું છે. આત્મા છે, તે નિત્ય છે; છે કર્તા નિજ કર્મ, વળી ભેાકતા છે, મેક્ષ છે; મેક્ષ ઉપાય સુધર્મ. પહેલા પાંચ પદ શાનના છે. અંતિમ લક્ષ્ય મેક્ષ છે. સુધર્મસદાચાર-આચારધર્મ, મોક્ષને માટે છે, મેક્ષનો ઉપાય છે. સમ્યક જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યક્ ચારિત્ર-આ રત્નત્રયી મિક્ષમાર્ગ છે. જ્ઞાન ક્વિાર્થાત્ મોક્ષ; જ્ઞાન અને ક્રિયા અથવા ચારિત્ર-સદાચાર બન્ને મેક્ષના ઉપાય છે. આવું દર્શન માત્ર સ્વલક્ષી નહિ, પણ વસ્તુલક્ષી છે. સ્વાઈન્ઝર પેઠે ગાંધીજી તત્ત્વચિન્તક ન હતા, પણ તેમની તાત્ત્વિક માન્યતાઓ દઢ હતી. તે માન્યતાઓ તેમના કર્મયોગના પાયામાં હતી. તેમના લખાણમાં આ માન્યતાઓને ઉલ્લેખ છે. તેની ચર્ચામાં તેમને ઉતરવાની જરૂર જ નથી જણાઈ. તેમણે તે સ્વીકારી લીધેલી છે. આ માન્યતાઓ શું છે? બે ત્રણ ફકરાઓ જ આપું છું. ' “જે માણસ આત્મા છે, પરમાત્મા છે, આત્મા અજર , અને અમર છે, તેમ છતાં દેહાધ્યાસથી સંસારમાં અનેક યોનિમાં આવજા કર્યા કરે છે, તેને મોક્ષ છે, અને મેક્ષ એ પરમ પુરુષાર્થ છે એમ માને, તે હિંદુ છે.” “હિન્દુધર્મનું તત્ત્વ મોક્ષ છે. મેક્ષને સારુ હું મથી રહ્યો છું. મારી બધી પ્રવૃત્તિ મેક્ષને ખાતર છે. જેટલો વિશ્વાસ મને મારા દેહના અસ્તિત્વ વિશે અને તેની ક્ષણિકતા વિષે છે, તેટલો જ આત્માના અસ્તિત્વ વિષે અને તેના અમૃતત્વને વિષે છે.” “ઈશ્વરને નામે ઓળખાતા સર્વવ્યાપી મંગળ તત્ત્વ વિશેની આતિકતા.” આ વિશ્વનું સામ્રાજય નીતિનિયમને આધારે ચાલે છે, અને એ નીતિનિયમ શાશ્વત અને અટળ છે અને ઈશ્વરથી જુદા પાડી શકાય એવા નથી.” ગાંધીજીએ કહ્યું છે કે ઈશાવાસ્યોપનિષદના પહેલા શ્લોકમાં બધું આવી જાય છે. જગતમાં જે કાંઈ જીવન છે તે આ બધું ઈશ્વરે વસાવેલું છે. બીજા અર્થમાં, જગત ઈશ્વરનું આવાસસ્થાનરહેઠાણ છે. ઈશ્વર મંગળ છે તેમ જીવન પણ મંગળ છે. તેથી તેને નામે ત્યાગીને તું (જે આવી મળે તે) ભગવતે જા. કોઈના પણ ધન વિશે વાસના રાખીશ મા. ઈશ્વરની સત્તા સ્વીકારવામાં આવે એટલે માણસનું સ્વામીત્વ સહેજે હટી જાય છે. તેથી બધું ઈશ્વરને સમર્પણ કરવાનું રહે છે. આવી વૃત્તિમાં શાનનું તેજ છે, શ્રદ્ધાનું બળ છે. જગતમાં દુ:ખ અને અનિષ્ટ (Evil) છે. પણ સમસ્ત જગત નીતિનિયમને, કર્મનો સિદ્ધાંતને આધીન છે. કાંઈ હેતુહીન નથી. પુરુષાર્થ છતાં
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy