________________
તા. ૧૬-૯-૧૯૭૧
પ્રભુ જીવન
સમયનું અંદાજપત્ર
ઘણા દિવસો પછી નીલાબેનને એક સાંજે દરિયાકિનારે ફરતાં જોઈ મારાથી આશ્ચર્યાદગાર નીકળી ગયો: “એહે... આજ તા કંઈ બહુ દિવસે દેખાયાં ?'
શું કરું, સમય જ કયાં મળે છે? હમણાં તો વળી તબિયત સારી રહેતી નથી, એટલે થયું કે ચાલ જીવ, કામ અટકશે તે ચાલશે, પણ ફર્યા વિના નહિ ચાલે, એટલે નીકળી આવી.' મુખ પર સહેજ નિરાશાનો ભાવ લાવી નીલાબેને જવાબ આપ્યો. પછી તે। અમે બંને અર્ધો કલાક દરિયાકિનારે ફર્યાં. હમણાં શી શી પ્રવૃતિ ચાલે છે તેની વાતા કરી, શહેરી જીવન કેવું ધમાલિયું બની ગયું છે ને સમયની કેટલી મારામારી થઈ પડે છે તે વિષે ઊકળાટ ઠાલવ્યા અને સમયની ખેંચને લીધે જ નીલાબેને અર્ધા કલાકમાં ફરવાનું પૂરું કરી મારી રજા લીધી. મેં ફરવાનું ચાલુ રાખ્યું.
ફરતાં ફરતાં મન વિચારે ચડી ગયું: શા માટે સમયની આટલી ખેંચ પડે છે? ખરેખર શું એટલું બધું કામ હોય છે ખરું? કે પછી આપણા માનસની જ કંઈક અવ્યવસ્થા છે તેથી આ બધી મુશ્કેલીઓ ઊભી થાય છે? ખૂબ વિચારને અંતે મનમાં જાણે પ્રકાશ પડતો હોય એમ એક વિચાર સૂઝ્યો. સમયનું અંદાજપત્ર બનાવ્યું હોય તે? ઘરખર્ચની બાબતમાં ટૂંકી આવકમાં પણ સુખેથી રહી શકાય, માટે આપણે અંદાજપત્ર બનાવીએ છીએ; તે સમયની બાબતમાં એવું શા માટે ન કરીએ ? સંસારના ઘણા લોકો ખર્ચનું અંદાજપત્ર બનાવવા તરફ ઉદાસીનતા સેવે છે ને સરવાળે પૈસાની ખેંચ અને માનસિક સંતાપ અનુભવે છે. એવું જ સમય માટે આજે બની ગયું છે એમ લાગે છે. સમજુ લોકો ઘરખર્ચમાં અંદાજપત્રની જરૂરિયાત સ્વીકારે છે તેમ જ રાજના જીવનવ્યવહારમાં સમયના અંદાજપત્રની પણ જરૂરિયાત આપણે સમજવી ને સ્વીકારવી જોઈએ. એક રૂપિયો પણ કયાંય નકામા વપરાઈ ન જાય એ માટે આપણે જાગ્રત રહીએ છીએ, કડક બની આપણા ખર્ચાળ સ્વાભાવને પણ સંયમી બનાવીએ છીએ, પરંતુ એ રૂપિયો જે સમય દ્વારા મેળવી શકીએ છીએ તે સમયનું અંદાજપત્ર બનાવવાની કલ્પના સુદ્ધાં આપણે કરતાં નથી. સમયની તે શી કિંમત ? એને આપણે ગમે તેમ વેડફી નાખી શકીએ, ધૂળને પાણી જેટલી પણ એની કિંમત ન આંકીએ ને જેમ વીતે તેમ એને વીતી જવા દઈએ ! જે સમય આપણને જીવનમાં સુખ, શાંતિ અને
મળી છે. દાખલા તરીકે ગવર્નરે સલૂનનો ઉપયોગ કરવાનું તદ્દન બંધ કર્યું છે. તેઓ સાદા ફર્સ્ટ કલાસમાં મુસાફરી કરે છે. રાજભવનમાં પણ એરકન્ડિશનીંગ વપરાતું નથી. વધુમાં, તેમને વાર્ષિક મુસાફરી ખર્ચ ૫૦ ટકા જેટલા ઘટયો છે. રાજભવનના સ્ટાફમાં ખાલી પડેલી કેટલીક જગ્યાઓની ભરતી કરવામાં આવી નથી અને તે રીતે વાર્ષિક લગભગ રૂ. ૨૦,૦૦૦ની બચત થઈ છે. રાજભવનના મુખ્ય મકાનને જાળવણી ખર્ચ અનિવાર્ય છે, કારણ કે તે એક ઐતિહાસિક સ્થાપત્યના નમૂના છે. ગવર્નર તેમાં રહે નહીં તો પણ આ ઈમારતની સંભાળ તો રાખવી જ પડશે. વધુમાં, રાજભવનની બાજુના એક નાના બંગલામાં ગવર્નર પોતે રહેવા ગયા છે. પેટ્રોલના બચાવ માટે છેલ્લા કેટલાક સમયથી તેઓશ્રી સામાન્ય એમ્બેસેડર માટર વાપરે છે.
રાજ્ય અને જિલ્લાની કક્ષાએ બધી ફાઈલોના નિકાલ માત્ર ગુણવત્તાના ધારણે લેવાતો હાવાથી ફાઈલોના નિકાલના કામમાં થતી ઢીલ ઘણે અંશે ઓછી કરી શકાઈ છે. દરરોજ સાંજના સમયે ગવર્નર બીજા સિનીયર અધિકારીઓની હાજરીમાં જ જુદા જુદા પ્રતિનિધિમંડળોને મળે છે અને તેમની જે કાંઈ ફરિયાદો હાય તેના સંતાષકારક નિકાલ ત્યાં જ કરવામાં આવે છે.
ચીમનલાલ ચકુભાઈ
Za
5 ૧૩૯
મહેચ્છાઓ! પૂરાં પાડી શકે તેના પ્રત્યે બેદરકારી અને પેલા એક રૂપિયાનું અંદાજપત્ર! કેવી વિચિત્ર વાત છે?
એ સાચું છે કે સમયનું આપણે કંઈ નિયમન જ કરતાં નથી. રમવા બેઠાં તે ક્લાકો એમાં જાય, વાત કરવા બેઠાં તે કેટલા સમય વીત્યો તેનું કોઈને ભાન જ ન રહે, બહાર ફરવા નીકળ્યાં તે સમયની કંઈ ગણતરી નહિ, કોઈને ઘેર મળવા ગયાં કે કોઈની સાથે પાતાને બિનઉપયોગી એવા કોઈ કાર્યમાં જોડાયાં તે ત્યાંય સમયના હિસાબ નહિ. જીવનમાં વપરાતી દરેક સ્થૂળ ચીજના હિસાબ. ઘરમાં શાક કેટલું વપરાયું ત્યાંથી માંડીને લગ્નમાં કે ઓફિસના વાર્ષિક દિને શું કરવું તેને હિસાબ આપણે રાખીશું; પણ સમયના હિસાબ રાખવાના આપણને સમય નહિ મળે. આ બહુ ખેદજનક વાત લાગે છે. સમયના હિસાબ રાખવાની ટેવ આપણે હવે તો કેળવવી જ જોઈશે. એ હિસાબ કેમ રાખી શકાય તે જરા જોઈએ.
રોજનીશી લખવાની જો આપણે ટેવ રાખીએ તે સમયના હિસાબ આપણને આપેઆપ મળી જાય. રોજ રાત પડે ને દિવસ આખામાં કેટલા કલાક આપણે કેમ અને કયાં ગાળ્યા તેની નોંધ કરવી જોઈએ. એ નોંધ પરથી આપણને ખબર પડશે કે કેટલા કલાક આપણે ઉપયોગી એવા કાર્યમાં ગાળ્યા છે, કેટલા કલાક રોજિંદા કાર્યક્રમ પાછળ ને કેટલા કલાક નકામા વેડફી દીધા છે. રોજ આ રીતની નોંધ સાથે એને સરખાવીએ તો રોજના કામના કલાકોના સરેરાશ સરવાળા નીકળે એટલે કામ કેટલું ઓછું ઊતરે છે એનું આપણને ભાન થાય.
આપણી કાર્યશકિત કેટલી છે, આપણી બુદ્ધિ કેટલી છે, કામ કરવાની આપણી ઈચ્છા ને યોજનાઓ કેટલી છે એ વિચારીને પછી તેની સાથે રોજના આ ચોક્કસ કલાકો કેમ વીતાવીએ છીએ તેનો તાળા મેળવીએ તો આપણને આપણા સમયના ગેરઉપયોગની સમજ આવે, નકામા વેડફાઈ જતા સમયને બચાવી લેવાની અને તેના સદ્પયોગ કરવાની પણ સૂઝ પડે. આ સૂઝમાં સમયનું અંદાજપત્ર જ મુખ્ય બાબત બની રહે, કારણ કે તે પરથી જ આપણને ખાતરી થાય છે કે કેટલું ય અગત્યનું કાર્ય, જે સરળતાથી થઈ શકે તેવું હાય છે તે માત્ર આપણી બેદરકારીને કારણે જ અટકી પડે છે. આવા બેદરકાર માનસથી સ્થૂળ ગેરલાભ તો આપણને ઘણા થાય છે, પરંતુ સૌથી મેટું નુકસાન આપણી કાર્યશકિતને થાય છે તે ભૂલવું ન જોઈએ. એ નુકસાનમાંથી આપણી જાતને અને આપણી આજુબાજુના લાકોને બચાવવા તથા ભૌતિક લાભા પ્રાપ્ત કરવા સમયનું અંદાજપત્ર અત્યંત જરૂરી છે.
આ પત્રક બનાવવામાં સૌથી પ્રથમ ઊંઘ અને ભાજનાદિ દૈનિક કાર્યક્રમનો સમય મુકરર કરી લેવા જોઈએ. ત્યાર પછી ઘરકામ, બહારનું કામ અને આરામનો સમય નક્કી કરવો જોઈએ. ત્યાર પછી જે કલાકો બચે તેની પળે પળ ઉપયોગી કાર્યમાં જાય તે જોવું જોઈએ. ઘણીવાર જરૂર કરતાં ઊંઘનો સમય વધી જાય છે. આરામની જરૂર ન હોય તો યે આરામમાં જ સમય વીતે, ભાજન અને દૈનિક કાર્યક્રમમાં પણ કેટલીક વાર જરૂર કરતાં બમણા સમય પસાર થઈ જાય. આમ વિના કારણ સમય નકામા વેડફાઈ જાય અને જે કંઈ વિચારતાં હોઈએ અથવા તે મનમાં નક્કી કરતાં હોઈએ તે, માત્ર આપણી માનસિક અવ્યવસ્થાને કારણે જ, બની ન શકે.
જે લોકોને જીવનમાં કંઈક કરવાની ઈચ્છા છે, થોડીઘણી પણ મહત્ત્વાકાંક્ષા છે, જીવનને ઉપયોગી ને સુંદર બનાવવાની ભાવના છે, તેણે આ સમયની ગણતરી રાખવી જ જોઈએ અને તે શખવા માટે સમયનું અંદાજપત્ર એ જ માત્ર એક ઉપાય છે.
લાભુબહેન મહેતા