SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ત્ર કી પ્રભુ જીવન સાહિત્ય પરિષદ સાહિત્ય પરિષદનું અધિવેશન મદ્રાસ થવાનું નક્કી થયું છે. તેના પ્રમુખ તરીકે શ્રી સ્નેહરશ્મિની વરણી થઈ છે તે ખૂબ આવકારદાયક છે. શ્રી સ્નેહરશ્મિ આપણા અગ્રગણ્ય કવિઓમાં એક છે. શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રે તેમને બહુવિધ ફાળો છે. શ્રી સ્નેહરશ્મિને આપણા હાર્દિક અભિનંદન છે અને તેમના પ્રમુખપદ દરમ્યાન પરિષદ સારી પ્રગતિ કરે એવી અભિલાષા છે. આ પ્રસંગે પરિષદ સાથેના મારા સંબંધાના સ્મરણા તાજાં થાય છે. · લાઠી અધિવેશન થયું (સાલ મને યાદ નથી) ત્યારે હું ગયેલા. તે વખતે મુન્શીએ ઐતિહાસિક નવલકથા વિશે નિબંધ રજૂ કરેલા. તેના કેટલાક વિધાના મને ભૂલભરેલા લાગેલા-તે વિષે મેં એક લેખ લખ્યા, જે શ્રી રામનારાયણ પાઠકે પ્રસ્થાનમાં પ્રકટ કર્યો હતો. ત્યાર પછી ૧૯૩૭માં અમદાવાદ અધિવેશન થયું ત્યારે શ્રી પાઠકના કહેવાથી હું ગયો હતો. સાહિત્ય પરિષદનું સુકાન મુન્શીએ ૧૯૨૫ માં, બળવંતરાય ઠાકોર અને બીજા કેટલાકનાં વિરોધ છતાં મેળવ્યું. મુન્શીના હાથ નીચે પરિષદને જતી અટકાવવા, તે વખતે વિરોધીઓએ ગાંધીજીને પ્રમુખસ્થાને લાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારે મુન્શી ગાંધીજીના નિકટ આવેલા નહિ. પણ ગાંધીજી પાસે ગયા અને રાજકારણને પરિષદમાં આવતું અટકાવવા ગાંધીજીએ પ્રમુખપદ ન લેવું એવું સમજાવી ગાંધીજીના પ્રમુખપદનો અસ્વીકાર કરતા પત્ર લીધા. સ્વાગત સમિતિમાં ગાંધીજીનું નામ રજૂ થયું ત્યારે મુન્શીએ આ પત્ર આગળ ધરી તે દરખાસ્ત ઉડાવી દીધી અને રમણભાઈ નીલકંઠને પ્રમુખ ચૂંટયા. મુન્શીએ પરિષદનું નવું બંધારણ ઘડયું. ત્યારથી પરિષદ મુન્શીના વર્ચસ્વ નીચે રહી. યુવાન લેખકોના વિરોધ થયા અને વધતા રહ્યો. એટલે મુન્શી પોતે જ ૧૯૩૭માં ગાંધીજીને સમજાવી પ્રમુખસ્થાને લાવ્યા. વિરોધની વાત ગાંધીજી સુધી પહોંચી હતી. એટલે પ્રમુખસ્થાનેથી ગાંધીજીએ જ તેનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે મુન્શીએ ગમે તેવું બંધારણ કર્યું હાય પણ ઈશ્વર તેમાં કાંઈક બારી રાખે છે. તેમના ભાષણ પછી, એમ નક્કી થયું કે ચાર પાંચ જણે જઈને બાપુને આશ્રામમાં મળવું. મને પણ સાથે લીધો. સ્નેહરશ્મિ, હંસાબહેન, મને યાદ છે ત્યાં સુધી ઉમાશંકર વિગેરે હતા. બાપુએ છેવટ સૂચના કરી કે બંધારણમાં ઘટતા ફેરફાર કરવા એક સમિતિ નીમવી. આ કડવા ઘૂંટડા ગાંધીજી અને સર પ્રભાશંકર પટણીએ મુન્શીને ગળે ઉતરાવ્યા. કેટલાક સમય પછી, સમિતિના સભ્યો હું સાથે હતા— બાપુને વધુ મળવા જવા નીકળ્યા. પણ વરસાદ બહુ પડયા અને થાણા સ્ટેશને ગાડી અટકી ગઈ. પછી કાંઈ થયું નહિ અને ત્યાર પછીનું અધિવેશન કરાંચીમાં થયું તેમાં મુન્શી પ્રમુખસ્થાને હતાં અને બધું ઠીક કરી નાખ્યું. તે સમયે મુન્શી મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન હતા અને હું તેમના અને શ્રી ખેરના આગ્રહથી સરકારી સેાલીસીટર નીમાયો હતો. વિરોધીઓને પેાતાના કરવાની મુન્શીમાં કળા હતી. મને બોલાવીને કહ્યું કે મારે પરિષદના મંત્રી થવાનું છે. હું કાંઈ લેખક કે સાક્ષર નહિ. પણ મારે તે વ્યવસ્થા અને વહીવટી કામ કરવાનું હતું અને મુન્શીને ના પાડવાનું બને તેમ ન હતું. ત્યારથી હું ધારું છું કે ૧૫-૧૬ વર્ષ હું મંત્રી રહ્યો. લગભગ બધા અધિવશનામાં હાજર હતો. ૧૯૪૬ માં જુનાગઢમાં શામળદાસ ગાંધીના આમંત્રણથી અધિવેશન થયું. ત્યારે પરિષદે એક અગત્યના ઠરાવ કર્યો કે ઉચ્ચ શિક્ષણનું માધ્યમ હિન્દી હોવું જોઈએ. મે તે ઠરાવનું સમર્થન કર્યું હતું. ૧૯૫૫ સુધી પરિષદનું સુકાન મુન્શીના હાથમાં રહ્યું, તે વષૅ પરિષદની સુવર્ણ તા. ૧૬-૯-૧૯૭૧ નાં ધ જયંતી હતી અને નડીયાદમાં અધિવેશન થયું. હું પણ હાજર રહ્યો હતા. મુન્શી પ્રમુખસ્થાને હતા. ત્યારે છેવટ પરિષદનું સુકાન અમદાવાદના મિત્રા અને યુવાન લેખકોને સોંપાયું. બન્ને પક્ષે ગૌરવપૂર્વક ( G acefully ) વિવાદનો અંત આણ્યો. પરિષદનું સ્થળ અમદાવાદ થયું ત્યાર પછી અધિવેશના થયા છે. પણ પરિષદે ખાસ પ્રગતિ કરી હોય એવું જણાતું નથી. ગુજરાત વિદ્યાસભાની પેઠે પરિષદને પોતાનું મકાન નથી. સાહિત્યની વિવિધ પ્રવૃત્તિઓ નથી, સાહિત્યકારોને ઉત્તેજન મળે એવી કોઈ યોજના નથી. ગુજરાતને શાલ્મે અને ગુજરાતી ભાષા અને સાહિત્યના જે સુંદર વિકાસ થયો છે, તેને અનુરૂપ, સાહિત્ય પરિષદ પ્રવૃત્તિમય થાય એવી આશા અસ્થાને નહિ ગણાય. ગુજરાતનું રાજકારણ ગુજરાતનું રાજકારણ ચકડોળે ચડયું છે. સંસ્થા કોંગ્રેસ નિષ્પ્રાણ થઈ છે. તેમાં પ્રાણ ફેંકવાનો પ્રયત્ન મોરારજીભાઈ કરી રહ્યા છે. આગામી ચૂંટણીના સંદર્ભમાં, તેમણે ગુજરાત-સૌરાષ્ટ્રને પ્રવાસ શરૂ કર્યો છે. શાસક કોંગ્રેસનું કોઈ ભાવિ નથી, રશિયા સાથે કરાર કર્યા તેમાં ભારે જોખમ કર્યું છે, બાંગલા દેશને સ્વીકૃતિ નથી આપી તે મેટી ભૂલ કરી છે, આવી રીતે શાસક કૉંગ્રેસની ટીકા, તેમના ભાષણેાના પ્રધાનસૂર છે. પણ ડૂબતા નાવને બધા છેડે તેમ, સંસ્થા કોંગ્રેસમાંથી શાસક કોંગ્રેસમાં જોડાવા પડાપડી થઈ રહી છે. ઈન્દિરા ગાંધીના નામના જાદુના લાભ લેવા સંસ્થા કોંગ્રેસ અને બીજા રાજકીય પક્ષોના આગેવાન અને કાર્યકરો, શાસક કોંગ્રેસમાં મોટી સંખ્યામાં ભરતી કરી રહ્યા છે. પ્રજા સમાજવાદી પક્ષમાંથી સનત મહેતા સહિત હજારો કાર્યકરો જોડાયા. જાણીતા સામ્યવાદી ચીમન મહેતા પણ શાસક કોંગ્રેસમાં આવ્યા. શાસક કોંગ્રેસનું મહાનાવ ભરપૂર થયું છે, એટલી હદે કે ભારથી જ કદાચ ડૂબી જાય. તેમાં આગેવાના વધી પડયા છે. જૂથબંધી જોર કરે છે. ગુજરાત કોંગ્રેસ સિદ્ધાંતનિષ્ઠ કહેવાતી, પણ મોટેભાગે વ્યકિતનિષ્ઠ રહી છે. ગાંધીજી, સરદાર અને પછી મારારજીભાઈ. હવે વ્યકિતનિષ્ઠા પણ રહી નથી. રહી છે માત્ર સ્વાર્થનિષ્ઠા એટલે દોડાદોડી વધી પડી છે. રતુભાઈ અદાણીને માથે ભાર મૂકયા પણ પરસ્પરના આદર ન હોય, નેતા પ્રત્યે વફાદારી ન હોય, તે કોઈપણ સંસ્થા સબળ ન થાય. રતુભાઈ અદાણી એવા આદર અને વફાદારી મેળવી શકે એટલું પ્રભાવશાળી વ્યકિતત્વ ધરાવતા નથી. નિષ્ઠાવાન અને ચારિત્ર્યશીલ કાર્યકર્તા તરીકે તેમની પ્રતિષ્ઠા છે. પણ ચીમનભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, બધા આગેવાન થવાના કોડ સેવે છે. એટલે અનહદ ખટપટ છે. તેમાં સમાજવાદી ફોરમ ફ્રૂટી નીકળી છે. સાચા સમાજવાદ સાથે નહાવાનીચાવવાનો પણ જેને સંબંધ નથી એવી વ્યકિત આ સમાજવાદી ફોરમને નામે શારબકોર મચાવે છે. રતુભાઈ અદાણી અકળાય તેમાં નવાઈ નથી. તેમનામાં હિંમત અને ધીરજ છે. દિલ્હીનું ખરું પીઠબળ મળશે તો કદાચ શાસક કોંગ્રેસનું નાવ ડૂબવા નહિ દે. બધી મારામારી, ચૂંટણીના ઉમેદવારોની પસંદગીની છે. અને શાસક કોંગ્રેસને બહુમતી મળે—અને મળશે એવી સંભાવના છે—તો મુખ્ય મંત્રી કોણ થાય અને બીજા કોને સ્થાન મળે, તેની ચિન્તા છે. શાસક કોંગ્રેસમાં જે ખીચડો ભરાયો છે તેમાં કોઈ સિદ્ધાંતનિષ્ઠા આવે એવું અત્યારે દેખાતું નથી. જે કાદવ બહાર આવ્યો છે તે જોતાં, આંતરિક કલહ શાસક કોંગ્રેસની નિર્બળતાનું કારણ રહેશે એમ લાગે છે. ગુજરાતનું રાજભવન પ્રબુદ્ધ જીવનના તા. ૧૬-૭૭૧ના અંકમાં આ વિષે લખ્યું હતું. ત્યાર પછી તપાસ કરતાં ગુજરાતના રાજભવનના ખર્ચમાં છેલ્લાં ત્રણ વર્ષમાં કરકસર કરવા પ્રયત્નો થયા છે તેની વિગતો જાણવા 4
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy