SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમુખ જીવન મુંબઈમાં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની જન્મશતાબ્દીની ઉજવણી માનામાં પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને બીજાં સ્થળાની સંખ્યાબંધ ભજનમંડળીઓને અને ઉત્તમ કોટીના અનેક પ્રકારના સાંસ્કૃતિક મનાર જન કાર્યક્રમા, તૈયાર કરીને આવેલા અનેક વિદ્યાર્થીઓવિદ્યાર્થિનીઓની મંડળીઓને સમાવેશ થતા હતા. આ મહોત્સવમાં બહારગામનાં મહેમાનાની આટલી મોટી હાજરી અને તૈયારી ઉપરથી પણ, આચાર્યશ્રીને કાળધર્મ પામ્યા. ૧૬-૧૭ વર્ષ થવાં છતાં, જનસમૂહ તેઓની પ્રત્યે ભકિત-આદર અને આભારની કેવી ઊંડી લાગણી ધરાવે છે તે જાણી શકાય છે. અને પંજાબનાં ભાઇઓબહેનોની ગુરૂભકિતના તો જોટો મળવા જ મુશ્કેલ છે. આચાર્યશ્રી વિયસમુદ્રસૂરિજી મહારાજ તથા આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ પોતાના સાધુસમુદાય સાથે તથા પોતાના આજ્ઞાવર્તી સાધ્વીસમુદાય સાથે મહિનાઓથી મુંબઇ. પધાર્યા હતા, તે જન્મશતાબ્દીની વ્યાપક ઉજવણી માટેજ. આ ઉપરથી પણ સમજી શકાય છે કે આ પ્રસંગની ઉજવણી સ્વર્ગસ્થ આચાર્યશ્રીના જીવન અને કાર્યને અનુરૂપ થાય એ અંગે સૌની ભાવના કેવી ઉત્કટ હતી. અને જન્મશતાબ્દીની ઉજવણી જે રીતે કરવામાં આવી તે ઉપરથી એમ જરૂર કહી શકાય કે આ ભાવના પૂરેપૂરી સફળ થઇ છે. એની થાડીક વિગતો જોઇએ. તા. ૧૬–૧–૧૯૭૧ જૈનધર્મના ચતુર્વિધ સંઘ સાધુ-સાધ્વી રૂપ ત્યાગીવર્ગ અને શ્રાવક-શ્રાવિકારૂપ ગૃહસ્થવર્ગના બનેલા છે. એમાં ત્યાગી વર્ગ ગૃહસ્થવર્ગની ધર્મભાવનાને ટકાવી રાખવા, વધારવા અને એના પરલાના કલ્યાણ માટે છેક પ્રાચીન કાળથી ઉપદેશ આપતા અને પ્રયત્ન કરતા રહે છે; આમ કરવું એ એનું ધર્મકૃત્ય લેખવામાં આવ્યું છે. પરંતુ ત્યાગીવર્ગ ગૃહસ્થવર્ગના સુખ-દુ:ખનો સહભાગી બને, એના દુ:ખનિવારણના અને સામાજિક ઉત્કર્ષના માર્ગ બતાવે કે એ માટે પ્રયત્નશીલ રહે અને એના ઐહિક જીવનની સુધારણાને પરલેાકની સુધારણા જેટલું જ મહત્ત્વ આપે, એ આખી એક સાચા - સંઘનાયકને શૅભે એવી પ્રક્રિયાના જૈનસાધુ પરંપરામાં અભાવ પ્રવર્તે છે અથવા તો એવી પ્રવૃત્તિ બહુ જ વિરલ જોવા મળે છે; અને એનું કારણ આવી પ્રવૃત્તિને ત્યાગધર્મની વિરુદ્ધની માની લેવામાં આવી છે, એ છે. ત્યાગીવર્ગના ગૃહસ્થવર્ગ પ્રત્યેના આવા રૂઢ થઇ ગયેલા વલણની સામે જ્યારે આચાર્ય શ્રી વિજ્યવલ્લભસુરિજીના ધાર્મિક શિક્ષણ સાથે વ્યાવહારિક શિક્ષણના પ્રસાર માટેના અવિરત પુરુષાર્થને, બધા જૈન ફિરકાઓની અને માનવસમાજની એકતાની ઝંખનાને અને મધ્યમ સ્થિતિનાં અને ગરીબ જૈન ભાઇઓ બહેનોના સંકટનિવારણ માટેની રચનાત્મક ચિન્તા અને પ્રવૃત્તિને વરેલા જીવન અને કાર્યના વિચાર કરીએ છીએ ત્યારે તેઓ જૈન સાધુપરંપરાના દીર્ધકાલીન ઇતિહાસપટમાં જાણે એ એવાદીતીય: ની જેમ શાભતા હોય એમ જ લાગે છે. ધર્મને અને ધર્મભાવનાને ટકાવી રાખવાની ધર્મબુદ્ધિથી સમાજઉત્કર્ષની આવી વિવિધ પ્રવૃત્તિઓના સ્વીકાર અને પ્રસાર એ જ આ આચાર્યશ્રીનું યુગદર્શન અને યુગકાર્ય. તાજેતરમાં ( ગત ડિસેમ્બર માસની ૨૫-૨૬-૨૭ મી તારીખે દરમિયાન), મુંબઇમાં, આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની જન્મ શતાબ્દીની અખિલભારતીય ધારણે કરવામાં આવેલી ઉજવણીનું આચાર્યશ્રીના આવા ઉત્ત, ઉપકારક અને ઉદાર વ્યકિતત્વના સંદર્ભમાં મૂલ્યાંકન કરવામાં આવે, તો જ એ ઉજવણીને મળેલી અસાધારણ સફળતા, એની ભવ્યતા અને એમાં જનસમુદાયની આચાર્યશ્રી પ્રત્યેની અનન્ય ગુરુભકિતનાં થયેલાં હૃદયસ્પર્શી દર્શનનું રહસ્ય ખ્યાલમાં આવી શકે. મુંબઇના જૈન સમાજે ( જન્મશતાબ્દી સમિતિએ ) આ સમારોહ માટે ખૂબ જંગી તૈયારીઓ કરી હતી. બહારગામથી આવેલા બત્રીસસા–તેત્રીસસેા મહેમાનામાંથી પચીસસે જેટલાં ભાઇઓ-બહેન માટે ઉતારાની સંતોષકારક વ્યવસ્થા કરવી એ નાનુંસૂનું કાર્ય ન હતું. આવા મોટો સમારોહ સારી રીતે ઊજવી શકાય અને બધી વ્યવસ્થા સાચવી શકાય, એ માટે મુંબઇના વિશાળ ક્રોસમેદાનમાં મોટું વિજયવલ્લભનગર ઊભું કરવામાં આવ્યું હતું. આ નગરમાં દસેક હજાર ોાતાઓ-પ્રેક્ષકોને સમાવી શકાય એવા મંડપ, ચાર હજાર માણસા માટે રસાઈ થઈ શકે એવું મેટું રસાતું, એક હજાર માણસાને એકી સાથે ખુરશી-ટેબલ ઉપર જમવા બેસાડી શકાય એવું મોટું ભાજનગૃહ અને સંખ્યાબંધ નાનામોટા સ્ટોલો ઊભાં કરવામાં આવ્યાં હતાં. કોઈ મેટી પરિષદ ભરાવાની હોય એવું જ એ દશ્ય હતું. સમારોહ માટે મુંબઇથી દૂર દૂરના અને નજીકના દેશના બધા ભાગામાંથી બીસસા-તેત્રીસ જેટલા મહેમાનો ટ્રૅન મારફત આખી સ્પેશિયલ ટ્રૅન લઇને, સ્પેશિયલ માટરબસે। મારફત અને ખાનગી મેટરો દ્વારા મુંબઇ આવી પહોંચ્યા હતા. છેક પંજાબથી આવેલાં ભાવિક ભાઇઓ-બહેનોની લગભગ બે હજાર જેટલી હતી. સ્પેશિયલ ટ્રૅન મારફત આવેલ પંજાબના સંઘ તે પોતાની સાથે એક બેડ પણ લાવ્યા હતા! આ મહે આમાં સંખ્યા ૩૧ યજમાન અને મહેમાનોની આવી ઉમળકાભરી તૈયારી સાથે જન્મશતાબ્દી મહાત્સવની શરૂઆત તા. ૨૫-૧૨-૭૦ ના રોજ કરવામાં આવી, તે દિવસે સવારના ૯-૩૦ વાગતાં સમારોહનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન માનનીય શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ કરવાના હતા; તેઓ આવી નહિ શકવાથી ભારત સરકારના ભૂતપૂર્વ રેલવે પ્રધાન શ્રી એસ. કે. પાટિલે સમારોહનું ઉદ્ઘાટન કર્યું અને આચાર્યશ્રીના ઉમદા વ્યકતિત્વને ભાવ ભરી અંજિલ આપી. આ સભાનું પ્રમુખપદ મુંબઇના જૈન અગ્રણી શેઠશ્રી રતિલાલ મહિણલાલ નાણાવટીએ શેાભાવ્યું હતું. સ્થાનક્વાસી સંઘના વિદ્રાન મુનિ શ્રી વિજયમુનિ શાસ્રી તથા સ્થાનકવાસી સંઘની મહાસતીજીએ પણ આ સભામાં પધાર્યાં હતાં. સભામાં મુનિ શ્રી પુણ્યવિજયજી, શેઠ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ વગેરેએ પ્રસંગોચિત વિવેચન કરીને આચાર્યશ્રીના જીવનમાંથી પ્રેરણા લઇને સમાજોત્કર્ષનાં કામોને ચાલુ રાખવાનો અનુરોધ કર્યો હતો. આ ઉદ્ઘાટનસમારોહ પ્રસંગે આચાર્યશ્રીની છબીઓના પ્રદર્શનનું ઉદ્ઘાટન શ્રી રવજી ખીમજી છેડાએ કર્યું હતું. અને એમના ૨૦ ગ્રામ વજનના ચાંદીના આર્ષક સિક્કાનું ઉદ્ઘાટન શ્રી રમણલાલ નગીનદાસ પરીખે કર્યું હતું. તા. ૨૬-૧૨-૭૦ના રોજ સવારના સવા નવ વાગતાં આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજના સાંન્નિધ્યમાં ગુણાનુવાદ સભા મળી હતી, એમાં ચતુર્વિધ સંઘની સાંખ્યાબંધ વ્યકિતઓએ આચાર્યશ્રીના જીવન અને કાર્ય અંગે વિવેચન કરીને જૈન સમાજ ઉપરના તેઓના ઉપકારનું વર્ણન કર્યું હતું. રતિલાલ દીપચંદ દેસાઇ લિખિત ‘સમયદર્શી આચાર્ય' નામે આચાર્યશ્રીના ગુજરાતી જીવનચરિત્રનું પ્રકાશન શ્રી ક્લચંદભાઇ શામજીએ કર્યું હતું. પ્રો. શ્રી જવાહરચંદજી પટણી લિખિત The Life of A Saint' નામે અંગ્રેજી પુસ્તકનું પ્રકાશન શ્રી મણિલાલ ચુનીલાલ ભ્રણસાળીએ કર્યું હતું. અને પ્રો. શ્રી જવાહરચંદજી પટણી લિખિત ‘દિવ્ય જીવન ’નામે હિન્દી ચરિત્રનું પ્રકાશન ડૉ. પદ્મરાજજી સિંગવીના હાથે થવાનું હતું, પણ પુસ્તક સમયસર તૈયાર ન થઈ શકવાથી એનું પ્રકાશન થઈ શક્યું ન હતું. તા. ૨૭-૧૨-૭૦ના રોજ સવારના સવા નવ વાગતાં શતાબ્દી મહોત્સવની મુખ્ય સભા જાણીતા જૈન અગ્રણી અને મુંબઇના શેરીફ શ્રી શાદીલાલજી જૈનના પ્રમુખપદે મળી હતી. સભામાં અનેક મુનિવરો, સાધ્વીજી મહારાજ, સ્થાનક્વાસી સંઘના વિદ્રાન
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy