________________
૧૩૪
K
પ્રબુદ્ધ જીવન
માનવતાના સાદ
પર્યુષણ પર્વ વ્યાખ્યાન માળામાં તા. ૨૨-૮-૭૧ ને દિવસે પશ્ચિમ બંગાળના છેલ્લા ઉપપ્રધાન મંત્રી શ્રી વિજયસિંહ નહારનું બાંગલા દેશની સમશ્યા ઉપર વ્યાખ્યાન હતું. આ અતિ કરુણ ઘટનાનું હૃદયદ્રાવક ચિત્ર એમણે રજૂ કર્યું. તે દિવસે સાંજે તેમની સાથે વાર્તાલાપ માટે શ્રી રસિકલાલ મોહનલાલ ઝવેરીને ત્યાં ૨૦-૨૫ ભાઈ બહેનાનું મિલન રાખ્યું હતું. તે જ સમયે અહમદનગરના એક સેવાભાવી કાર્યકર શ્રી બાગાવત, જેઆ પૂર્વે લોકસભાના સદસ્ય હતા, તેઓએ પશ્ચિમ બંગાળના શરણાર્થીઓની છાવણીઓ જોઈ જે આઘાત અનુભવ્યો તે તેમના તા. ૧૫-૮-૭૧ ના મંત્રથી મને જણાવ્યો. તે પત્ર નીચે મુજબ છે:સ્નેહીશ્રી ચીમનભાઈ,
હું અહિં કામે આવ્યા હતા અને બાંગલા દેશવાસી શરણાર્થીએની છાવણીઓની મુલાકાતે ગયા હતા, હૃદય ચીરાઈ જાય એવું ભયંકર દશ્ય જોયું. સરકાર તેમને ખવરાવે છે. ચોખા, દાળ અને અઠવાડિયે કુટુમ્બ દીઠ રૂા. ૨ આપે છે. આ તો માત્ર તેમને મૃત્યુમાંથી બચાવવા. તેઓ વસ્રો અથવા બીજી જીવનની જરૂરિયાતો વિનાના છે. ઘણાં બાળકો નગ્ન છે. કેટલીક સેવાભાવી સંસ્થાઓ, ગુજરાત રીલીફ સાસાયટી, મારવાડી રીલીફ સાસાયટી, કાશી વિશ્વનાથ ભારતી સેવક સમાજ, લાયન્સ કલબા અને બીજી સંસ્થા કામ કરે છે. પણ તેમની મદદ અને પ્રયત્નો અલ્પ છે કારણ સંખ્યા ઘણી મેાટી છે. શરણાર્થીઓ કાદવમાં બેઠા છે. ઉપરથી વરસાદ અને ધરતી પર બધે પાણી - પૂરને લીધે. જે કોઈના અંતરમાં કરુણા હાય તે આ બધાની અકથ્ય યાતનાઓ જોઈ, ખૂબ આઘાત અનુભવ્યા વિના રહે નહિ. તેમની વિતક કથાઓ સાંભળી. આ લોકોને ખાસ કરીને વસ્ત્રો, ધાબળા, સ્ત્રીઓ માટે સાડીઓ અને બાળકો માટેના કપડાંની તાત્કાલિક જરૂર છે. આપણે જૈના, આટલું પણ ન કરીએ તા માનવતા ગુમાવી એમ થશે. તમે એક એવા વ્યકિત છે અને તેથી તમને હું વિનંતિ કરું છું કે, આપણા ભાઈ - બહેનોને સમજાવી વો માકલાવે. ગુજરાત રીલીફ સાસાયટી સુંદર કામ કરે છે. પણ વિશાળ માંગને પહોંચી શકતા નથી. તમે કૃપા કરી મુંબઈ અને અન્યત્ર તત્કાલ આ કામ ઉપાડી લે! અને લાખો રૂપિયાનાં વસ્ત્રો મોકલાવા. આ કામને અતિ તાકીદનું ગણજો કારણ કે શરણાર્થીઓ મરી રહ્યા છે. ઘેાડનદીવાળા સુખલાલભાઈ મારી સાથે છે.
આ પત્ર મેં રિસકભાઈને ત્યાં મિત્રાને વાંચી સંભળાવ્યા અને ભાઈ કીસનલાલ દીવાનજીએ તુરત કહ્યું કે આપણે કાંઈક કરવું જોઈએ. શેઠ કસ્તુરભાઈએ શ્રી રિખવદાસ રાંકાને કહ્યું હતું કે મહાવીર કલ્યાણ કેન્દ્ર આવું રાહત કાર્ય શરૂ કરે તે તેમના વર્તી રૂા. ૫૦૦૧ લખી લેવા. તેમનાથી શરૂઆત કરી ત્યાં જ ફંડ શરૂ કર્યું અને રૂા. ૧૪,૧૨૨ લખાયા, જેની યાદી નીચે મુજબ છે. સૌ પર્યુષણ વ્યાખ્યાનમાળા——(પાના ૧૩૩ થી ચાલુ) વૃદ્ધિ થાય અને ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુએ ઉદારતાપૂર્વક ધર્મ અને સમાજના એક એક અંગ ઉપર વિચાર કરવામાં આવે તે જ તરુણ સમાજ અને ભાવી પેઢીને સંતાષ આપી શકાય એમ મને લાગે છે. પર્યુષણ વ્યાખ્યાનમાળાએ વિચારવૃદ્ધિમાં, વ્યકિતના આત્મવિકાસમાં સારું એવું પ્રદાન કર્યું છે.”
હરિન્દ્ર દવે—એક ભજનવાણીનો મર્મ સમજાવતાં લખે છે:“કયારેક કોઈ એકાદ સ્પર્શ આખાયે અસ્તિત્વને નવા અર્થ આપી જાય છે. એ પહેલાં પણ જીવન હાય છે. પણ સ્પર્શની આ ક્ષણ પછીનું જીવન કોઈ નવીજ ભૂમિકા પર મુકાઈ જાય છે.
“આપણે એક ખૂણે પડેલાં પેલા શાંત વાજિંત્ર જેવા છીયે—રણઝણવાનું તે ઘણું ય મન થાય પણ જેના સ્પર્શે રણઝણી ઉઠાય એવા સ્પર્શ કર્યાં?”
અમને લાગે છે આપણામાં પડેલું પરમ તત્ત્વ રણઝણી ઉઠે એવા સ્પર્શ આ વખતની વ્યાખ્યાનમાળાએ આપ્યો છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
૫,૦૦૧/- શેઠ કસ્તુરભાઈ લાલભાઈ ૧,૦૦૧/- શ્રી કે. એમ. દિવાનજી ૧,૦૦૧/- ચીમનલાલ ચકુભાઈ શાહ
૧,૦૦૧
એ. જે. શાહ
૧,૦૦૧/
૧,૦૦૧/
૧,૦૦૧/
૫૦૧/
૨૫૧ -
૨૫૧૬
૨૫૧/
૫૧
૨૫૧ ૨૫૧ ૨૫૧/
ભાઈઓ અને બહેનોને મારી આગ્રહપૂર્વક નમ્ર વિનંતિ છે કે, યથાશકિત પાતાના ફાળા સત્વર જૈન યુવક સંઘને અથવા મહાવીર કલ્યાણ કેન્દ્રને મેકલાવે. આ દાનને કરમુકિત મળે તે માટે ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્રને નામે આ બધી રકમ લેવાશે જેનાથી ધાબળા અને વસ્ત્રો ખરીદી ગુજરાત રીલીફ સેસાયટીને માકલવામાં આવશે. ધાબળા અથવા વસ્રો મેાકલાવે તે પણ સ્વીકારીશું.
૨૫૧ ૫૧
22
» રસિકલાલ મેહનલાલ ઝવેરી
ચંદુલાલ માહનલાલ ઝવેરી બાબુભાઈ જી. શાહ હીરાલાલ ઝવેરી
"3
22
સ
, દામજી વેલજી શાહ
ચીમનલાલ જે. શાહ
29
સુબોધભાઈ એમ. શાહ મફતલાલ ભીખારાંદ શાહ જયંતિલાલ ફત્તેહચંદ શાહ ઈન્દ્રકુમાર લીલાભાઈ ટોકરશી કે. શાહ
33
39
27
12
રતિલાલ સી, કોઠારી
રવીન્દ્રભાઈ રમણીકલાલ ઝવેરી અમરભાઈ જરીવાલા
તા. ૧-૯-૧૯૭
૧૦૧
૧૦૧/- પ્રા. રમણલાલ સી. શાહ તથા શ્રી દીપચંદ સી. શાહ ૫૧/- શ્રી ભગુભાઈ પોપટલાલ શાહ ૫૧/પ્રવીણભાઈ મંગળદાસ શાહ ૫૧/- રમણિકલાલ મણીલાલ શાહ
જૈન સમાજનું સંગઠન, એકતા અને ભાઈચારો સ્થાપિત કરવાની દિશામાં પ્રયત્નો કરતી રહેતી સમગ્ર જૈન સમાજની એકમાત્ર પ્રતિનિધિ સંસ્થા-ભારત જૈન મહામંડળે સમસ્ત જૈન સમાજને ૧૨મી સપ્ટેમ્બર, ૧૯૭૧-વિશ્વમૈત્રી દિન મનાવવા એક પરિપત્રદ્રારા અનુરોધ કર્યો છે. જેના ભિન્ન ભિન્ન તિથિઓએ પોતાની માન્યતાનુસાર ક્ષમાપના દિન ઊજવે છે, પરંતુ સાર્વજનિક રૂપમાં મનાવી શકાય એવા એક દિવસનું મહત્ત્વ લાગતા આવા દિવસને વિશ્વમૈત્રી દિન ગણવામાં આવે છે. વિશ્વમૈત્રી દિન વ્યાપક રીતે સારાય દેશમાં ઊજવવામાં આવશે એમ ભારત જૈન મહામંડળના દિલ્હી શાખાના મંત્રી એક પરિપત્રમાં જણાવે છે.
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંધ મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રેડ, મુંબઇ-૪. ૩. ન. ૩૫૦૨૯૬ મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુખ–૧
૧૪,૧૨૨
ભારતીય વિદ્યાભવનમાં શ્રી વિજ્યસિંહજી નાહારનું વ્યાખ્યાન હતું તે જ સમયે, કેન્દ્રસરકારના શિક્ષણ અને સમાજ-કલ્યાણ ખાતાના ઉપમંત્રી શ્રી. ડી. પી. યાદવ આવી પહોંચ્યા. બિહારમાં નદીઓના પૂરથી ભયંકર તારાજી સર્જા ઈ છે તે વિશે બે શબ્દો કહેવા તેમણે વિનંતિ કરી અને બિહારના ભયંકર સંકટના શ્રોતાઓને ખ્યાલ આપ્યો. તેમની માંગણી ખાસ કરીને દવાઓ માટે હતી, તેથી ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર તરફથી રૂા. ૧૦,૦૦૦ની દવાઓ માક્લવાનું તેમને વચન આપ્યું.
૨૨-૮-૭૧
ચીમનલાલ ચકુભાઈ વિશ્વમૈત્રી દિન–૧૨મી સપ્ટેમ્બર ૧૯૭૧