SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ માંથી બે ચાર જણા તો જરૂર એવા નીકળશે જે આપણી કલ્પનાના સદુપયોગ સમજી પેલા એકલવ્યની પેઠે પુરુષાર્થશાલી નિવડશે અને પોતાના જીવનવિકાસ સાધશે. વર્તમાન જીવન, વર્તમાન કુટુંબ અને વર્તમાન સમાજને લક્ષ્યમાં રાખીને પ્રામાણિકતા વગેરે ગુણે કેળવી પેાતાના માતાપિતા વગેરે વડીલજનોની સેવા કરી તથા પેાતાનાં બાળકોને બરાબર ઉછેરી, સંસ્કારસંપન્ન કરી, વર્તમાન જીવનના શાંતિપ્રધાનરસ જરૂર મેળવશે, પણ આપણામાંના આચાર્યો બુદ્ધિજીવી વકીલા, ડૅાકટરો તથા તીવ્ર બુદ્ધિવાળા ઉદ્યોગપતિઓ અને કુશાગ્રીય બુદ્ધિવાળા પ્રાફસરો સુદ્ધાં આ વાત સમજી શકતા નથી, તે પછી સામાન્ય માણસ તો શું સમજે? આ સાથે એક બીજી વાત પણ કહી દઉં કે આ પરિસ્થિતિ કેવળ જૈન સમાજની જ નથી પણ દુનિયામાં જે જે ધર્મ પ્રચલિત છે તે તમામ ધર્મોના આચાર્યની અને તે તે ધર્મના તમામ અનુયાયીઓની છે. અત્યારે પૂર્વ બંગાળમાં રાક્ષસી હત્યાકાંડ ચાલી રહ્યો છે છતાં છે કોઈ કુરાનના એવા વફાદાર ભકત જે એમ પડકાર કરીને કહે કે આ તે કુરાન જ ખતરામાં છે? બાઈબલના શબ્દોને પૂજનાર એવા છે કોઈ જે કહે આ તો ન. રાક્ષસભાવ છે? આમ આપણે વર્તમાન જીવનના વિચાર અને સાથે પ્રત્યક્ષ જીવનમાં ગુણવિકાસના વિચાર ગૌણ કરીને સ્વર્ગની પાછળ પડયા છીએ. દીક્ષા લ્યો, સ્વર્ગ મળશે; ઉપવાસ ખેંચો, સ્વર્ગ મળશે, પૂજા કરો સ્વર્ગ મળશે; દેરાં બંધાવા સ્વર્ગ મળશે; સંસાર તે અસાર છે, માતાપિતા અનંતવાર મળ્યા છે માટે એને છેડો. ઉપધાન, ગ્રહપૂજન, અર્હત્મહાપૂજન વગેરે ભાતભાતનાં કર્મકાંડો કરો, સ્વર્ગ મળશે અથવા મહાવિદેહમાં જન્મ પામશું અને સાક્ષાત તીર્થંકર શ્રી સીમંધર સ્વામીના દર્શન કરીશું. સંસાર અસાર છે એમ જે આપણને કહે છે તે સંસાર છેડીને કયાં રહેવા ગયા ? એક માણસ સરસ બાંધેલા રસ્તા ઉપર ચાલ્યા જતા હતા તેવામાં બેધ્યાન થવાથી લપસી પડયા. એટલે તરત જ કહેવા લાગ્યો કે આ રસ્તો જ ખરાબ છે. પણ પાતે બેધ્યાન થવાથી લપસી પડયા એ વાતનો વિચાર નથી કરતો. એ સ્થિતિ આજે આપણી છે. નાનાં બાળકોના ઉદ્ધાર કેમ કરવા એ કોણ જાણે છે? એ તો ભગવાનની મહેરબાનીથી માટાં થઈ જાય છે. વૈજ્ઞાનિકોએ શોધેલ છે કે બાળક બે વરસમાં તે ઘણું જ જાણી-· સમજી જાય છે, ત્યારે આપણે એ બાળકની સામે કેવી કેવી ચેષ્ટાઓ કરીએ છીએ અને એનામાં સંસ્કારો કેવા પડે છે એનું કેટલું ધ્યાન રાખીએ છીએ? પછી જ્યારે એ બાળક મોટો થઈ'સ્વચ્છંદી બની જાય અને આપણને ભાજીમૂળા સમજવા લાગે ત્યારે આપણે જ કહેવાના કે સાલા, નાલાયક નિકળ્યા. પણ આમાં દોષ તો આપણા જ છે. એને બદલે 'કોઈઈશ્વરની મરજીની વાત કરશે તો કોઈ કર્મની કથની કરશે, પણ બાળકના ઉછેર માટે પાતે તેની બાળવયમાં શું શું કર્યું હતું.તેનો વિચાર કોઈ ભાગ્યે જ કરશે. આમ મને લાગે છે કે ગાડી વળે પાટે ચડી ગઈ છે. એમ ન હોય તો મૂતિઓ ઉપર ઘરેણાં, દૂધ વગેરે શી 'રીતે ચડી શકે? ગુરુએ કહે છે કે ભાઈઓ, તીર્થંકર થવું હોય તે દેરાં બંધાવા, આંગી કરાવા અને ભગવાનને દૂધે નવરાવા. પણ આ બધી પ્રવૃત્તિનો મૂળ હેતુ ભાગ્યે જ કોઈ સમજે છે. મારા એક સવિશેષ પરિચિત અને અભ્યાસી તથા વ્યાખ્યાનકુશળ એવા એક બહેને ધર્મ નિમિત્તે ઉત્સવ કર્યો; તેમાં ગ્રહશાંતિ કરી, છપ્પન દિકુમારીઓને બોલાવી. જ્યારે મે આ જાણ્યું કે આવા વિચક્ષણ લાકો પણ કેવળ કલ્પનાઓ પાછળ રાચે છે ત્યારે બીજા સાધારણ લોકોની તો શી સ્થિતિ ? મેં તે બહેનને લખ્યું કે છે કોઈ દિકુમારીએ ? ગ્રહશાંતિ શું છે ? કોઈ ગ્રહ આવીને કાંઈ બોલ્યા ? એ બહેન મને શું જણાવે ? પણ એમણે એટલું તા સૂચવ્યું કે મોટા મોટા જૈનાચાર્યો, આગમવારિધિએ પણ આમાં રસ ધરાવે છે. ત્યારે અમે શું કરીએ ? ૧૩૨ જીવન તા. ૧૯-૧૯૭૧ હા, છે. ઉપર હોડી દ્વારા નદી કે સમુદ્રને પાર કરવાનું પ્રધાન પ્રયોજન છે, પણ હાડીની પૂજા કરવાની કે તેને "દૂધે નવરાવવાની જરૂર ખરી ? એટલું ખરું કે હાડીને બરાબર સાચવવી અને સંભાળવી જરૂરી સાવરણી ઓરડાને કે ઘરને સાફ કરવા માટે છે. સાવરણીની માળા ચડાવવાની કે તેને દૂધે નવરાવવાની જરૂર ખરી ? સાવરણીને સાચવવી એ તે જરૂરી છે, જેથી જ્યારે ઓરડો સાફ કરવા હાય ત્યારે તેનાથી કામ લઈ શકાય, તેમજ મૂર્તિનું આલેખન તેને પૂજવા માટૅ કે શણગારવા માટે નથી, પણ તેને ટેકો લઈને પૂજક વિચારશકિતને કેળવે અને પોતાના જે દોષો સમાજને, કુટુંબને —અરે પોતાને પણ—હાનિકારક છે તેમાં ધીરે ધીરે ઘટાડો કરે અને આગળ વધે તે માટે છે. કુટુંબ માટે પોતાના સુખનો ત્યાગ કરે, માતાપિતા માટે પેાતાની સ્વાર્થિક વાસનાઓના ત્યાગ કરતા શીખે અને શાંતિમય કુટુંબજીવન માટે સામાજિક જીવન જીવે અને આમ આસ્તે-આસ્તે વિશ્વમાનવ બનવાની તૈયારી તરફ પગલાં માંડતા થાય. આનું જ નામ અહિંસા, સત્ય અને ઔદાર્ય વગેરે છે. આ તા કહે છે કે કુટુંબજીવન માહ છે, માતા–પિતા અનંતવાર મળ્યાં એટલે એ તે વિશેષ બંધનકારક છે. એટલે જે વિશેષ વિચાર કરી શકતો નથી અને સ્વર્ગના અભિલાષી છે તે તરત માતા-પિતાને તથા કુટુંબને પડતું મૂકી આલિશાન મહાલય જેવા અપાશરામાં આવી જાય છે અને લગભગ પોતાની તમામ જરૂરિયાત સમાજ ઉપર નાંખીને પોતે કહેવા લાગે છે કે ભાઈ! સંસાર અસાર છે, માયાજાળ છે, માટે તેમાંથી છૂટા અને મેાક્ષના મારગમાં આવે. આ તો નર્યું કે ઈન્દ્રજાળ જેવું વિશેષ વિસંગત છે. જે એમ કહે છે કે માતા પિતા અનંતવાર મળ્યા તેમને એમ પણ કોઈ કહી શકે કે તમારા જેવા ગુરુએ પણ અનંતીવાર નથી મળ્યા શું?' શાસ્ત્ર તા પોકાર પાડીને કહે છે કે મેરુ પર્વત જેટલા ઢગલા થાય તેટલા આધા–રજોહરણા અને મૂહપત્નીએ વાપરી છે તેય આરો આવ્યો નથી અને કપાળે જે ચંદનના તિલકો કરીએ છીએ તેના પણ મેરુપર્વત જેટલા ઢગલા થાય તેટલા ચંદનના તિલકો કરેલા છે અને હજુ પણ તિલકો કર્યાં જ કરીએ છીએ. આમાંકઈ ચીજ ખૂટે છે એજ વિશેષ વિચારવાનું રહે છે. એને બદલે આપણે તો રોજ ‘મેરુ શિખર નવરાવે હા સુરપતિ ' એમ જ ગાતા રહીએ છીએ, આ અંગે કશા જ વિચાર કોઈ ભાગ્યે જ કરતું હશે. જે ગૃહસ્થાશ્રમ તમામ આગમાનો આધાર છે તેને વગેવવાનું ચાલે છેઅને જેમ એકડો ઘૂંટયા વિના જ વિદ્યાર્થી પાંચમી ચાપડીમાં બેસી જાય એવી સ્થિતિ છે. તમને હું કેટલુંક કહ્યું, ભાઈ! જ્યારે સંસાર અસાર છે ત્યારે ધર્મને લીધે મળનાર સ્વર્ગ શું સંસાર નથી? જેથી કલ્પિત નલિનીગુલ્મ નામના વિમાનને મેળવવા માણસ દીક્ષિત થાય છે. ધર્મરત્ન પ્રકરણમાં આચાર્ય શાંતિસૂરિએ સ્પષ્ટ કહેલ છે કે ભય અને લાલચને લીધે માણસને ગુણવંત બનાવી શકાય એવી કલ્પનાથી નરકોનાં ભયસૂત્રેા ઊભાં થયાં અને સ્વર્ગોનાં લાભક સૂત્ર ઊભાં થયાં. એ બન્નેની હકીકત એક જાહેર–. ખબર જેવી છે, છતાં એ સ્થિતિ લોકો કે લાકના ગુરુ સમજ્યાં નહીં અને જાહેરખબરની પાછળ જ લોકોને દાડાવવા લાગ્યા અને પોતાની જરૂરિયાતો સમાજ પૂરી પાડે એ બાબત વિશેષ ચીવટ રાખવા લાગ્યા. કર્મની વર્ગણા, દેહ અને આત્માના ભેદભાવ એટલે દેહ દેહનું કામ કરે ને આત્મા આત્માનું કામ કરે અર્થાત કેમ જાણે દેહ અને આત્માને કશા જ મેળ નહાય, સંબંધ ન હોય, વગેરે અનેકાનેક એવી કલ્પનાઓ છે જે અંગે વિચારકોએ વિશેષ મનન—ચિંતન કરવું ઘટે અને લોકોને સાચા રસ્તે ચીંધવા ઘટે તથા પોતે પણ જરૂરિયાતા આછી આછી કરતા જઈને સમાજ ઉપરના બાજો હળવા કરવા ઘટે. ભગવાન મહાવીરે અસાર સંસારને છાડીને પેાતાને કેટલા બાજો સમાજ ઉપર નાખેલા ? પરમાનંદભાઈ કહેવા લાગ્યા કે જેમ રાજકારણીઓ લોકોને અજ્ઞાનમાં રાખી પેાતાની સ્વાર્થસાધના કરતા પ્રત્યક્ષ દેખાય છે તેમ તમામ ધર્મના 10
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy