________________
તા. ૧-૯-૧૯૭૧
પ્રશુદ્ધ જીવન
વર્તમાન પરિસ્થિતિ
☆
જૈન સમાજની
[શ્રી પરમાનંદભાઈના સ્મૃતિ અંક માટે પંડિત બેચરદાસજીએ એક લાંબા લેખ લખી મોકલ્યા હતા, સ્મૃતિ અંકમાં એટલા લાંબા લેખ છાપવા શકય ન હોવાથી શ્રાદ્ધાંજલિ ગણાય એવા થોડો ભાગ છાપ્યો હતો. તે લેખમાં પરમાનંદભાઈ સાથે તેમની છેલ્લી મુલાકાત પ્રસંગે જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ વિષે તેમની સાથે જે વાર્તાલાપ થયા હતા તે વિગતથી આપ્યો છે. જૈન સમાજમાં અજ્ઞાન અને અંધશ્રદ્ધા પ્રવર્તે છે તે સંબંધે પંડિતજીએ વ્યથિત હૃદયે પોતાની વેદના પ્રકટ કરી છે. આ લખાણ કોઈ નાસ્તિક કે અજ્ઞાનીનું છે એમ કોઈ નહિ કહી શકે. આખી જિંદગી તેમણે શાસ્રાધ્યયનમાં ગાળી છે. અલબત્ત, તેમાં જણાવેલ વિચારો સમાજને તેની નિદ્રામાંથી જાગૃત કરે તેવા છે. પંડિતજીએ આ લેખ પ્રકટ કરવા આગ્ર હથી મને લખ્યું છે અને જણાવ્યું છે કે સમાજને આંચકા આપ્યા વિના છૂટકો નથી. તેમના આ લેખ થોડો ટૂંકાવીને નીચે આપ્યા છે. તંત્રી) પ્રબુદ્ધ જીવનમાં તત્ત્વજ્ઞાનની ચર્ચા ચાલી. પણ આવી ચર્ચાના તો અંત જ આવી શકે નહિ. જે વસ્તુ અકળ છે તેને શબ્દો વડે શી રીતે ચર્ચી શકાય ? આચાર્ય હરિભદ્રસૂરિજીએ કહેલ છે કે: “માત્ર બુદ્ધિવાદ દ્વારા જો પદાર્થોના સ્વરૂપનો નિર્ણય થઈ શકતો હોત તો નિર્ણય કયારના થઈ ગયા હોત. ઈશ્વર, સર્વજ્ઞ, આત્મા, જગત, સિદ્ધ, કર્મ વગેરે પદાર્થો વિશે આજ હજારો વર્ષથી અનેક વિદ્વાનોએ પોતપોતાની કલ્પના ચલાવી સે'કડો ગ્રંથા લખી નાખ્યાં છે અને હજુ પણ એવા ગ્રંથા લખાતા જાય છે. છતાં કોઈ નિર્ણય આવેલ નથી.” આમ પરિસ્થિતિ છે એટલે તત્ત્વજ્ઞાનના લેખા કે ચર્ચા વિશેષ ઉપયોગી નથી. ઊલ્ટું, કોઈ વાર તા જુદીજુદી અને પરસ્પર ઉલટાસુલટી કલ્પના આવવાથી સાધારણ વાંચનાર તે ભ્રમમાં જ પડી જાય. આમ શરૂ કરી મેં કહ્યું કે જૈનતત્ત્વજ્ઞાન પણ બીજા તત્ત્વજ્ઞાનાની પેઠે અપૂર્ણ જેવું છે. તત્ત્વજ્ઞાનના શોધકને પ્રથમ કલ્પનાની સ્ફુરણા
થાય છે અને તે કલ્પનાને આધારે તે બીજી બીજી અનેક કલ્પનાએ કરી તત્ત્વજ્ઞાનના વિસ્તાર કરે છે. જૈન તત્ત્વજ્ઞાન વિશે હું તો ઘણા ઘણા વિચારો કરી ચિંતન મનન કરતો રહું છું એટલે મને તે તે અનેક રીતે વિચારણીય દેખાય છે. દાખલા તરીકે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ તત્ત્વોનું નિર્માણ. પ્રથમ મુકત આત્માની ઊર્ધ્વગતિ કલ્પી, હવે તે કયાં સુધી ઊંચે જવાનો? આકાશ તો પાર વગરનું છે. અંતે એમને એમ ઊંચુંને ઊંચે ચાલ્યા જાય તો તે ઊર્ધ્વગતિની કલ્પના કરનારને ઠીક ન લાગ્યું, એટલે એને જરૂર કયાંક અટકાવી રાખવા જોઈએ, તેથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નામના બે તત્ત્વા કલ્પી કાઢમાં અને સિદ્ધના જીવ જ્યાં સુધી ધર્માસ્તિકાય હોય ત્યાં સુધીજ જઈ શકે પણ પછી આગળ ન જઈ શકે. હકીકતની વિશેષ પુષ્ટિ માટે એક મોટી સિદ્ધશિલાની કલ્પનાની પણ જરૂર ઊભી થઈ. એટલું જ નહિ, એ મુકત જીવના અમુક આકાર પણ કલ્પાયો જ્યાં એક સિદ્ધ સાથે એક જ પ્રદેશ ઉપર અનંત સિદ્ધો રહે છે એવું માનવામાં આવ્યું. ત્યાં આકારની કલ્પના કેમ બંધ બેસે ? અને એક મોટી વજ્રમય સિદ્ધશિલાની કલ્પના પણ ભારે રસિક છે. આ ધર્માસ્તિકાયાદિ બાબત આચાર્ય સિદ્ધસેન દિવાકર પાતાની બત્રીશીએમાં ખાસ કરીને તર્કશૈલીથી વિશેષ વિચાર કરેલ છે. પણ એ વિશે આજ સુધી કોઈએ કશી ચર્ચા જ કરી નથી. ભગવતીસૂત્રમાં એક સ્થળે ધર્માસ્તિકાયના પર્યાય શબ્દો બતાવતા પ્રાણાતિપાતવિરમણ, વિવેક વગેરે સદ્ગુણાને ધર્મસ્તિકાયના પર્યાયો રૂપે જણાવેલા છે અને અધર્માસ્તિકાયના પર્યાય શબ્દો બતાવતાં પ્રાણાતિપાત, મૃષાવાદ, અવિવેક, અસંયમ વગેરે,
ما
૧૩૧
✩
વિભાવરૂપ ભાવેને અધર્માસ્તિકાયના
પર્યામા રૂપે જણાવેલા
છે. આ બાબત ઘણાં વરસો પહેલાં જૈન સાહિત્ય સંશાધકમાં મે ચર્ચા કરેલી. પણ આપણો વિચારક વર્ગ એ વિશે આજ સુધી કોઈ વિશેષ ચર્ચા વિચારણા કરી શકયો નથી.
મરણાત્તર શું થાય છે તે વિશેષ અકળ છે. તે બાબત ભગવાન બુદ્ધ તા સ્પષ્ટ કહી દીધું જ કે નિર્વાણ પછીની અવસ્થાના પ્રશ્નો અતિપ્રશ્નો છે અને તેનું સ્પષ્ટીકરણ કરી શકાય નહિ. પણ આપણા વિચારકોએ એમ માની લીધેલું છે કે આપણા તીર્થંકર સર્વજ્ઞ પુરુષ છે એટલે તે બધી જાતના પ્રશ્નો વિશે પ્રકાશ પાડી શકે છે. આવી એક ભકિતપ્રધાન ધારણા દ્વારા તેમના નામે પછીના વિચારકોએ આવી આવી અનેક કલ્પનાઓ આપણને આપેલ છે જેના વર્તમાન જીવન માટે કશો જ ખપ છે કે કેમ એ મને વિચારણીય લાગે છે.
હમણાં મેં ‘જૈન’માં જાહેર ખબર વાંચી કે મહેસાણામાં આશરે વીસ લાખ રૂપિયા ખર્ચીને સીમંધર સ્વામીનું એક વિશાળ મંદિર બંધાય છે. તે માટે એ જાહેરખબરમાં નાણાં મેળવવા સમાજને અપીલ હતી. મેં પરમાનંદભાઈને કહ્યું કે જાહેરખબરમાં જણાવેલું કે સીમંધર સ્વામીની વિચિત્ર ક્લ્પનાથી કેટલાક મહાનુભાવો તો એમ પણ કહેવા લાગ્યા છે કે અમારો તેમની સાથે સંદેશાવ્યવહાર પણ ચાલી રહ્યો છે, અમારી અને શ્રી સીમંધર ભગવાનની વચ્ચે એક પ્રાચીન આચાર્ય સંકલના રાખવાનું કામ કરે છે. અમે એ પ્રાચીન આચાર્યને ફોન કરીએ છીએ અને તે પછી શ્રી સીમંધર સ્વામીને અમારા ફોનની જાણ કરે છે. એમ અમારો વ્યવહાર ચાલી રહ્યો છે.
વર્તમાનમાં વૈજ્ઞાનિકોએ ચંદ્ર સુધી પહોંચવાનું સાહસ કર્યું અને ત્યાંથી માટી પણ અહીં લઈ આવ્યા. આ બધી પ્રત્યક્ષ વાતો છે, કોઈ કલ્પનાની વાત નથી. જેમને સંદેહ હોય તે તાલીમ લઈને ત્યાં સુધી જરૂર પહોંચી શકે અને ખાતરી કરી શકે. જંબુદ્રીપ નિર્માણની યોજના કરનારા એક જાણીતા મુનિ મારે ઘરે આવેલા અને મને તેમણે આ બાબત પૂછી, તેના ઉત્તરમાં મેં એમને નમ્રભાવે જણાવેલું કે તમે પાતે તાલીમ લઈને ત્યાં સુધી એકવાર જઈ આવા અને આ વૈજ્ઞાનિકોનું જે કાંઈ તમને પાકળ લાગતું હાય તે જરૂર ખુલ્લું કરો.
તમને હું તે ત્યાં સુધી કહું છું કે હવે એવાં વિમાન થયાં છે કે જે એક મિનિટમાં જ હજારો ગાઉ જઈ શકે છે. એવા એક વિમાનને ભાડે લઈને જરૂર તમે મહાવિદેહ ક્ષેત્રની યાત્રા કરી શકો છે. અને શ્રી સીમંધરસ્વામીજી સાથે સાક્ષાત વાર્તાલાપ પણ કરી શકો છે. શ્રી સીમંધરસ્વામી મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહ્યા છે વગેરે વગેરે. પણ મહાવિદેહ કર્યાં? શ્રી સીમંધરસ્વામી કર્યાં? વર્તમાનમાં વૈજ્ઞાનિકોએ તથા ભૂગોળના શોધકોએ પૃથ્વીના પરિમાણ વગેરે વિશે ચાક્કસ નિર્ણય કરેલ છે અને કેટલાક શોધકો તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા પણ એક વાર નહિ અનેક વાર કરી ચૂકયા છે. છતાં આ કલ્પનાપ્રસ્તુત હકીકત માટે આપણે ત્યાં આ શું ચાલી રહ્યું છે? જો કે કલ્પના પણ ઉપયોગી ચીજ છે પણ તેનો સદુપયોગ કરવાની દૃષ્ટિ હોવી જોઈએ. એકલવ્ય નામના ભિલપુત્રે માટીની દ્રોણની મૂર્તિ બનાવી અને તે મૂર્તિને સાક્ષાત દ્રોણ કલ્પી તેના સાંનિધ્યમાં ધનુર્વિદ્યા શીખવા એવા પ્રબળ પુરુષાર્થ કર્યો કે જેથી તે અર્જુનથી પણ ચડી ગયો. આમ લ્પના ડ્રોયની સાધના માટે પુરુષાર્થપ્રેરક હોવી જોઈએ તે જ એ કલ્પનાએ ઉપયોગી છે. નહીં. તે નરી રસિક કલ્પનાઓ તે આપણી શકિતના હ્રાસ કરનારી નીવડે છે.
મને લાગે છે કે કલ્પિત નિમિત્તા ઊભાં કરીને પ્રાચીન ચતુર પુરુષોએ આપણને સોંપ્યા અને એમણે એમ કલ્પેલું કે સમાજ