SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૯-૧૯૭૧ પ્રબુદ્ધ જીવન ૧૨૯ ૨૮ એપલ-૧૫ : સૈધાનિક અને વૈજ્ઞાનિક ચર્ચા - “પ્રબુદ્ધ જીવન”માં એપલ-૮ ની ચન્દ્ર યાત્રાના સમયે ચન્દ્ર સુધીના પ્રવાસના અને ચન્દ્ર પરથી પૃથ્વી પર પાછા 'ફરતી વખતના જીવસટોસટના જોખમની બધી વિગતે મેં આપી હતી એટલે એના પુનરુચ્ચારણની અત્રે જરૂર નથી. એપોલો-૮ના ચન્દ્ર યાત્રીઓ ચન્દ્ર પર ઉતર્યા નહોતા, માત્ર ચન્દ્રની આજુબાજુ ફરીને પાછા આવ્યા હતા જયારે એપેલો -૧૧, ૧૨, ૧૪, ૧૫ ના અવકાશ યાત્રીઓ ચન્દ્ર પર ઊતર્યા હતા એટલે જ ફરક એપલ ૮ અને એ પછીની એપલ યાત્રાઓમાં હતા. એટલે જે વસ્તુઓ ચર્ચાઈ ગઈ છે તે છોડીને જ ચર્ચાને દોર આપણે આગળ ચલાવીશું. સૌથી પહેલાં, ચન્દ્ર પ્રવાસ માટે જે પાર વિનાનો ખર્ચ કરવામાં આવે છે કે, દુનિયાની આજની પરિસ્થિતિના સંદર્ભમાં ધર્મ છે કે અધર્મ એની થોડી સૈદ્ધાતિક ચર્ચા આપણે કરીશું. આના સંદર્ભમાં, એપેલો-૧૫નું ઉડ્ડયન થવાની તૈયારી હતી તે જ વખતે કેપ કેનેડી અને ઉડ્ડયનનું જયાં નિયમન કેન્દ્ર છે તે હ્યુસ્ટનમાં જે અનેક ભતપત્રોએ દેખા દીધી હતી તેને ઉલ્લેખ કરવો જરૂરી છે. આ ભીંતપત્રમાં બાળલકવાથી પીડાતા અને જમીન પર ચાલી ન શકતા એક બાળક બતાવવામાં આવ્યો હતો અને નીચે લખવામાં આવ્યું હતું કે “પહેલાં આ બાળક જમીન પર ચાલે એવું કરે, પછી ચન્દ્ર પર ચાલવા જવ.” એપલ-૧૫ ની યાત્રા પાછળ જે ચાર અબજ રૂપિયા ખર્ચ થયો હતો તે જો માનવકલ્યાણની યોજનાઓ પાછળ થયું હોત તે કેવડા મોટા જનસમુદાય માટે આશીર્વાદ સમાન થઈ પડત એ અત્યંત વેધક રીતે બતાવવાનેજ આ ભીંતપત્રને હેતુ હતો. એ ભીંતપત્ર એ પણ બતાવતું હતું કે ખુદ અમેરિકામાં પણ હવે ચન્દ્ર પ્રવાસની અપૂર્વ વૈજ્ઞાનિક સિદ્ધિની નવીનતા ઝાંખી પડી રહી છે અને વૈજ્ઞાનિક ગગનવિહાર કરતાં વૈજ્ઞાનિક ભૂમિ વિહાર તત્કાળ તો આપણે માટે વધારે અગત્યને છે એ વાતનું ભાન વિકસી રહ્યું છે. ચીનના વડા પ્રધાન ચાઉ-એન-લાઈને જ્યારે એક વિખ્યાત અખબારનવેશે ચન્દ્ર પ્રવાસ અંગે પૂછયું હતું ત્યારે એણે એવું જણાવ્યું હતું કે “મને એમાં રસ નથી. હું તો માનું છું કે એ તો સમય અને નાણાનાં ભયંકર દુર્ભય સમાન છે. પૃથ્વી પર ઘણું કરવાનું બાકી છે.” મને પોતાને પણ આ વાત ઘણી સાચી લાગે ૬ છે. પૃથ્વી પર જયારે અનેકાનેક પ્રશ્ન ઉકેલ માગતા પડયા હોય, માનવ સમાજનો ઘણો મોટો ભાગ સુખચેનથી જીવી શકે એવી સ્થિતિ ન હોય ત્યારે અવકાશ ઉડ્ડયન પાછળ અબજો રૂપિયા ખર્ચવા એ તે આપણને ન પરવડે એવી મેજ જ હું તે ગણું . એ જ આપણને–એટલે કે સમસ્ત માનવ સમાજને–પરવડે એવી સ્થિતિ જયારે ઊભી થાય ત્યારે જરૂર આપણે એ માણીએ, અવકાશનાં વૈજ્ઞાનિક સંશોધનની અગત્ય છે જ–વિશેષ કરીને સૂર્યમાળાના અને બ્રહ્માણ્ડના સર્જનને , ભેદ ઉકેલવાની દિશામાં–પરનું આપણે કઈ વસ્તુ પહેલી કરવી છે એ તે નક્કી કરી જ લેવું જોઈએ અને એવું નક્કી કરવા બેસીએ ત્યારે સુલતતાનાં ઝrળીનામrfકનાશનમ્ ના કાર્યક્રમનેજ અગ્ર પદ આપવાને નિર્ણય કરવું પડે. એ કાર્યક્રમ પૂરો થયા પછી બાખુશી ચન્દ્રવિહાર, મંગળવિહાર કે બ્રહ્માણ્ડ વિહાર કરવા આપણે નીકળી પડી શકીએ. આટલી સૈદ્ધાંતિક ચર્ચા પછી, આપણે હવે એ પેલે-૧૫ની વૈજ્ઞાનિક ચર્ચા પર આવીએ. બ્રહ્માણ્ડનું જ્યારે સર્જન થયું તે વખતનું દ્રવ્ય એના મૂળ સ્વરૂપમાં ચન્દ્ર પર હોવાને સંભવ છે એમ વિજ્ઞાનીઓ માને છે. (પૃથ્વી પર તે હવા પાણીની પ્રક્રિયાને કારણે એને આખા પપડે ફરી ગયો છે) અને આવું જ દ્રવ્ય હાથમાં આવે તે બ્રહ્માણ્ડનું સર્જન કેવી રીતે થયું હતું એ શોધી કાઢવાની દિશામાં પ્રગતિ થાય એ તેમને નિષ્કર્ષ છે. પાલે - ૧૫ પહેલાંના, ચન્દ્ર ઉપરનાં ત્રણ ઉતરાણે મુખ્યત્વે કરીને ઉતરાણની પ્રેકિટસ માટેનાં હતાં. કોઈ વિશિષ્ટ વૈજ્ઞાનિક સંશોધનને એનો હેતુ નહોતે. અલબત્ત, ચન્દ્ર ઉપર ભૂકંપ માપક યંત્ર કે, લેઝર કિરણોને પાછાં મોકલે એવાં દર્પણ કે બીજાં એવાં વૈજ્ઞાનિક સાધન, ચન્દ્રવીરે મૂકી આવ્યા હતા અને એના પરથી ચન્દ્રને ભીતરનો ભાગ પણ પૃથ્વીની માફક વિવિધ પડોવાળે છે, તથા ચન્દ્ર પર જ્યારે કોઈ વસ્તુ અથડાય છે ત્યારે ચન્દ્ર એક “ઘંટ” ની માફક રણકી ઊઠે છે એ બધું એ વિજ્ઞાનીઓએ શોધ્યું હતું. પરંતુ એ બધાંની મૂલગત વૈજ્ઞાનિક અગત્ય ઓછી હતી. એ પિલે - ૧૫ પહેલાંના બધાં ઉતરાણો ચન્દ્રના વિષુવવૃત્તની આજુબાજુનાં મેદાન પર જ થયાં હતાં અને એ મેદાને, ચન્દ્રના સર્જન પછી ઘણે લાંબે સમયે ખગોળશાસ્ત્રની પરિભાષામાં લાંબો સમય એટલે એક બે અબજ વર્ષનો સમય) સર્જાયાં હતાં. એટલે ત્યાં ચન્દ્રનું આદિદ્રવ્ય મળવાનો સંભવ ઓછો હતે. આથી જ, એ પિલે - ૧૫ નું ઉતરાણ ચન્દ્ર ઉપરના પેનાઈન માઉન્ટનની તળેટીમાં, હેડલી પર્વત પાસે નિર્ધારવામાં આવ્યું હતું. કોઈ મહાઉલ્કાના પ્રપાતને કારણે ચંદ્ર પર આ પર્વત ઉપસી આવ્યા છે અને તેથી એની તળેટીમાં ચન્દ્રના પેટાળમાંથી બહાર નીકળી આવેલું આદિદ્રવ્ય મળવાનો સંભવ છે એવી માન્યતાને કારણે જ, ડુંગરાળ પ્રદેશનું ઉતરાણ જોખમી હોવા છતાં એની આયોજન કરવામાં આવી હતી. વળી આ હેડલી પર્વત પાસે જ લગભગ એક માઈલ પહોળી, નદીએ કોરી કાઢી હોય એવી જે ખીણ છે તે ખીણનું પણ સંશોધન થઈ શકે એવા બેવડા હેતુથી, હેડલી પર્વત પાસેના ઉતરાણનું જોખમ ખેડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. | પિલો–૧૫ ના અવકાશયાત્રીઓ, વિદ્યુતવહન વ્યવસ્થામાં કે પ્રાણવાયુની વ્યવસ્થામાં ઊભા થતા ખેટકા તથા બીજાં કેટલાંક યંત્રોની ખામીને પાર કરીને હેડલી પર્વત નજીક સફળતાપૂર્વક ઉતર્યા હતા. ચન્દ્ર ઉપર, એમ તે ચન્દ્રના પૃથ્વી કરતાં છઠા ભાગનાં ગુરુત્વાકર્ષણને કારણે ચાલવું મુશ્કેલ જ છે. તેમાં વળી, ચન્દ્રપ્રવાસીઓને, શરીરને જોઈનું હવાનું દબાણ, પ્રાણવાયુ, ભેજ વગેરે પુરું પાડી શકે એવો પોષાક પહેરવો પડે છે (આ પિષકની કિસ્મત ૨૦લાખ રૂપિયા છે! ) અને આ પોષાકની મર્યાદાઓને કારણે કાંગારૂની જેમ ઠેકડો મારીને ચાલવું પડે છે. આવી સ્થિતિમાં ચન્દ્રયાનમાંથી ઊતર્યા પછી પણ લાંબા અંતર સુધી ચાલી શકાય એમ નથી એટલે આ વખતે એ પાલ - ૧૫ ના અવકાશયાત્રીઓ એક ચન્દ્રગાડી લઈ ગયા હતી. આ ચગાડી બેટરીની વિજળીથી ચાલે એવી છે અને એનાં પાછલાં તથા આગલાં બને પૈડાંઓ વડે એ આમથી તેમ ફેરવી શકાય એવી છે. આ ચન્દ્રગાડીમાં બેસીને ઉતરાણ સ્થળની આજુબાજાના ચાર માઈલના વિસ્તારમાં ચન્દ્રવી ફર્યા હતાં. ચન્દ્ર ઉપર કુલ તેઓ ૬૭ કલાક રોકાયાં હતાં, જેમાં ઊંઘવાના અને આરામના સમયને પણ સમાવેશ થતો હતે. આ ચન્દ્રગાડી પર, ચન્દ્રયાન ફાલ્કન પર, મુખ્ય અવકાશયાન એન્ડેવર સાથેના સર્વિસ મેડયુલ પર-એમ ઠેર ઠેર સ્વયં સંચાલિત સાદા કૅમેરા તથા ટેલિવીઝન કૅમેરા ગોઠવવામાં આવ્યાં હતાં. આ બધા કૅમેરાઓની કિસ્મત ૧૦ કરોડ રૂપિયા જેટલી હતી. ચન્દ્રગાડી પર ગોઠવેલો અને આપોઆપ ચાલતા ટેલિવીઝન કૅમેરા, આખા ટેલિવીઝન સ્ટેડિયોનું કામ આપે એવો હતો છતાં એનું વજન માત્ર ૨૫ રતલ જ હતું! ચન્દ્રયાત્રા માટે મિનિએચરાઈઝેશન - ચીજવવસ્તુઓને નાના ને નાના કરતા જવાની જે કળા ખીલવવામાં આવી છે તેની આ પરાકાષ્ઠા હતી. મોટા મોટા વાલ્વ વાપરવાને બદલે નાના ટ્રાન્ઝીસ્ટર વાપરવાથી રેડિયેનું કદ જેમ નાનું થઈ જાય છે તેમજ બીજા યંત્રો માટે પણ હવે થવા લાગ્યું છે. આ બધા કૅમેરાઓ અને, અવકાશયાત્રીઓના કૅમેરા વડે લગભગ બે માઈલ લાંબી ફિલમ ઊતારવામાં આવી છે. બીજાં ૧૪૦૦ ચિત્ર પણ ચન્દ્રના તથા એના પરિસરના લેવામાં આવ્યાં છે. વિજ્ઞાની આ ચિત્રોને વિજ્ઞાનની મહામૂલી સમૃદ્ધિ ગણાવે છે. કારણ કે એ ચિત્રો સુંદર રીતે ઊતર્યાં છે અને એમાં ચન્દ્રની ભૂતિયા દુનિયાનાં કેટલીકવાર ચમત્કારિક, કેટલીકવાર ભયજનક, તે કેટલીકવાર દંગ કરી નાખે એવાં દશ્ય કંડારાયેલાં છે. પરંતુ આમાં વિધિની વિચિત્રતા તે એ છે કે આ બધાં ચિત્રો લેનારા કેમેરામાંથી ઘણા ખરા કયાં તે ચન્દ્ર
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy